KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/ગણેશ ચતુર્થી : આધ્યાત્મિક અનુરાગની જાગૃતિSign in
કૃતજાતામાં (Krutajatanmam)

ગણેશ ચતુર્થી : આધ્યાત્મિક અનુરાગની જાગૃતિ

બચપણની શરૂઆતથી જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આધ્યાત્મિક્તા તરફ ખેંચાયા હતા અને આપણે આગળ જોયું તેમ તેમણે તેમનો વધુમાં વધુ સમય મૂર્તિઓના સાશ્નિધ્યમાં જ વિતાવ્યો હતો. તેમણે આ મૂર્તિઓ સાથે તે જીવંત હસ્તીઓ હોય તેવી રીતે સંવાદ કર્યો હતો, જે તેમને માટે ખરેખર જીવંત જ હતી. તેને મૂર્તિઓ સાથે ગહન ને કાયમી લગની હતી અને તેઓ જાણે કે તે માંસ અને લોહીની બનેલી હોય તેવી રીતે દેવ-દેવીઓની મૂર્તિઓ સાથે રમતાં, તેને શણગારતા, તેની પૂજા કરતા, તેની સાથે વાતો કરતા અને તેની સાથે સંબંધથી જોડાયેલા હતા. તેમનો એક માત્ર આ જ આનંદ હતો. તેની ઉંમરના બીજા છોકરાઓની જેમ તેમણે રમત-ગમતમાં ભાગ્યે જ ભાગ લીધો હતો.

પરાશક્તિ (વૈશ્વિક માતાના સ્વરૂપમાં રહેલી બ્રાહ્માંડીય શક્તિ) આત્મસાક્ષાત્કારી હસ્તીઓના મિશન પરિપૂર્ણ કરવામાં તેમને મદદ કરવા માટે ખરેખર રહસ્યમય રીતે કામ કરે છે.

ગણેશ ચતુર્થીના સમયગાળા દરમ્યાન, જે ભગવાન ગણપતિનો જન્મ દિવસ છે– કુંભારો મોટા જથ્થામાં માટી લઈને ગણપતિની મૂર્તિઓ બનાવવા માટે તિરુવત્રામલાઈમાં આવે છે. દરેક ઘરમાં, સામાન્ય રીતે તેમના પૂજા

ઉપર આ માટી ફેંકતા હતા. આખું ઘર આ માટી અને અર્ધી તૈયાર થયેલી આકૃતિઓથી ભરાઈ જતું હતું : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટીની આ બધી જ મૂર્તિઓની પૂજા પણ કરતા હતા અને સવારથી સાંજ સુધી તેની ઘંટડી મોટેથી વગાડતા રહેતા હતા. તેની નાનીને આ અવાજ સામે પણ વાંધો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એક યોગી પાસેથી ભૂત-પિશાચને ભગાડવાનો મંત્ર શીખ્યા હતા; તેની નાની તેમની સાથે જેવો ઝઘડો શરૂ કરે કે તરત જ તે આ મંત્રના ઉપયોગ કરવા લાગતા હતા. અને સતત ઘંટડી વગાડવા લાગતા હતા. જેથી નાની શાંત થઈ જતા હતા. તેમના આ નાની નેવું વરસ ઉપરની ઉંમરે પણ આજે સ્વસ્થ રીતે જીવી રહ્યાં છે.