KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/પસંદ ગીવિહિનતા એન્લાઈટેન્ડ હસ્તીઓની લાક્ષણિકતા હોય છેSign in
કૃતજાતામાં (Krutajatanmam)

પસંદ ગીવિહિનતા એન્લાઈટેન્ડ હસ્તીઓની લાક્ષણિકતા હોય છે

અવતારોને પણ તેમના સ્થૂળ શરીરને વૃધ્ધિ પામવા માટે યોગ્ય બાબતો પૂરી પાડવી જરૂરી હોય છે.

રામકૃષ્ણની જીવનકથામાં સરદાનંદા કહે છે :

શું અવતારોમાં બચપણની શરૂઆત જ તેમના એન્લાઇટેન્ડ પૂર્વ જન્મોની યાદો અતૂટ રીતે અસ્તિત્વ ધરાવે છે ?

પુરાણો કહે છે. અવતારોની ભીતરમાં હંમેશા સુષુપ્ત સ્વરૂપે રહેલી હોવા છતાં, આ યાદો હંમેશા પોતાની રીતે જ બચપણમાં પ્રગટ થતી નથી. તેમ છતાં જેમ જેમ અવતારનું મન-શરીર પરિપક્વ થતું જાય છે, તેમ તેમ તેની યાદો થોડા અથવા બિલ્ફુલ પ્રયાસો વગર જ જાગૃત થતી જાય છે.

ઉછેર અને કેળવણીની વ્યાપકતાને તેમના મિશનની અસરકારકતા માટે ટેકો અને સાનુકૂળતાની જરૂર પડે છે. દિવ્ય અસ્તિત્વ, પરાશક્તિ એ તેમના માટે જે મિશન નક્કી કર્યું હોય, તેની સાથે તેમને પૃથ્વી ઉપર ગોઠવવા માટેની પ્રક્રિયાઓનું આયોજન કરે છે. પ્રસંગો ધ્યેય અને આયોજન વગર બનતા હોય તેવા દેખાય છે, પરંતુ એ ખરેખર ક્યારેય ધ્યેય અને આયોજન વગરના હોતા નથી. આમાં એક અને બીજા પ્રસંગોને અને તેને સાંકળતા પ્રસંગો માટેના માર્ગનું પહેલેથી નિર્માણ થઈ ગયેલું હોય છે.

વ્યંગાત્મક રીતે આપણા જેવા સામાન્ય નાશવંત જીવો માટે આપણને આપણા માર્ગો પસંદ કરવાની છૂટ હોય છે. જીવન પથ પર આગળ વધતી વખતે આપણે બધાએ ઘણાં બધા ફંટાતા રસ્તાઓનો સામનો કરવો પડતો હોય છે. અને આપણે જે રસ્તે જવું હોય તે રસ્તો આપણને પસંદ કરવાની

છૂટ હોય છે. આપણે શું અને કેવી રીતે પસંદગી કરીએ છીએ એ જ પ્રમાણે પ્રસંગો ખુલતા જાય છે.

એન્લાઈટેન્ડ હસ્તીઓના કિસ્સામાં, પસંદગીવિહિન તત્ત્વ હોય છે જે દિવ્ય પેકેજનો એક ભાગ હોય છે. તેઓ માત્ર બ્રહ્માંડની ઈચ્છા મુજબ સમગ્રપણા અ-મન અને શરણાગતિના જુસ્સાથી ચાલે છે. આના કારણે જ તેમની બધી જ ઈચ્છાઓ, પછી તે તેના ઔપચારિક શક્તિ સ્તરમાંથી ઉદ્દભવી હોય તો પણ, તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. આપણે જોઈએ છીએ કે તેમણે બોલેલો દરેક શબ્દ સત્ય હોય છે અને સત્ય બની જાય છે.

જે લોકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે રહ્યા છે, તેઓ સારી રીતે જાણે છે કે કોઈની મુશ્કેલી સાંભળીને એ જ્યારે કહે છે કે ''હું કાળજી લઈશ.'' તેની એ મુશ્કેલી તરત જ દૂર થઈ જાય છે. બધા જ માસ્ટરો આવું કરે છે, તે કહે છે. 'તમારી સમસ્યા પરાશક્તિને સોંપી દો, તે સંભાળ રાખે છે અને એ જ તેનો ઉકેલ આપી દે છે."

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જેવા અવતારો જયારે પૃથ્વી પર પહોંચે છે ત્યારે તેઓ પૂર્વ સંસ્કારો વગરના જ હોય છે અને એન્લાઈટેન્મેન્ટના પ્રવેશદ્વારના પગથિયા પર હોય છે. તેમને જે કંઈ જતું કરવાનું હોય છે તે તેનાં થોડાંક સાત્ત્વિક ગુણો જ હોય છે, જેની સાથે તેઓ જન્મ્યા હોય છે, અને એન્લાઈટેન્મેન્ટમાં પહોંચી જાય છે.

એન્લાઈટેન્મેન્ટ થાય છે; તેને કરી શકાય નહીં. એન્લાઈટેન્મેન્ટ વહેતી નદીમાંના પાણી જેવું છે. તે તમારા હાથમાં, જ્યાં સુધી તમારા હાથ ખુલ્લા હોય ત્યાં સુધી જ રહે છે; એક વખત તેનો કબજો કરવા માટે તમારા હાથ બંધ કરી દો, પછી પકડી રાખવા જેવું કશું જ બચતું નથી.

સિમેન્ટના જંગલો અને શહેરોનું સર્જન નથી કર્યું ? અસ્તિત્વનો એક માત્ર હેતુ છે અને એ છે દિવ્ય આનંદ, બસ આટલામાં જ બધું આવી ગયું

આપણે કંઈક પામ્યા વગર, આપણું પોતાનું બનાવ્યા વગર જ આનંદ કેવી રીતે કરી શકીએ ? આપણે સમુદ્રના મોજા ઉપર ઉદ્દભવતા પરપોટા જેવા છીએ. પરંતુ દરેક પરપોટો થોડા વધારે પરપોટા પકડીને તેને પત્ની, પતિ પિતા અને પુત્ર કહેવા લાગે તો શું થાય ? તે હીરાઓ સમજીને રેતીના દાણાઓ ભેગા કરે છે. પરપોટો એ નથી સમજી શકતો કે આ કોઈ પણ ક્ષણે ફૂટી જઈ શકે છે. એકાએક એક મોટો પરપોટો કહે છે કે તે એન્લાઈટેન્ડ થઈ ગયો છે. આપણામાં આવું જ બને છે.

દરેક બાબતો હેતુવિહિન છે. પછી તે ભૌતિક સંબંધોને લગતી હોય કે આધ્યાત્મિક હોય. જયારે આપણે આ સત્ય પચાવવા માટે તૈયાર હોઈએ છીએ, ત્યારે જ જીવન ખરો અર્થ પ્રાપ્ત કરે છે. આપણી પાસે જ્યારે ધ્યેય હોય છે, ત્યારે આપણે રસ્તો ચૂકી જઈએ છીએ. મન કંઈક બનવા માટે રાહ જુએ છે, મન પગાર માટે અઠવાડિક, માસિક, વાર્ષિક અને પાંચવરસના પગારની રાહ જુએ છે જો આપણને કોઈ ૧૦૦ વરસના પગારની ઓફર કરે અને આવતીકાલે મરી જવાનું કહે તો શું આપણે મરવા માટે તૈયાર થઈ જઈશું ? જ્યારે આપણે જીંદગીને પે-ચેકથી માપીએ છીએ ત્યારે આપણે એ બાબત તરફ આપણો જુસ્સો ઘટાડી દઈએ છીએ.

આપણો અહમ્ જિંદગીમાં આપણે જેને હેતુ તરીકે જોઈએ છીએ તેની સાથે ચોંટી જાય છે. આપણે કહીએ છીએ. "માસ્ટર, મારી સામાજિક જવાબદારીઓ પૂરી થઈ જાય પછી હું તમારી પાસે આવીશ અને આધ્યાત્મિક માર્ગે આગળ વધીશ. "

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે આપણે બધા જ એન્લાઈટેન્ડ છીએ; આપણે બધાં જ આપણી ભીતરમાં દિવ્યતા લઈને જ જન્મયા છીએ. આપણામાંના મોટા ભાગના જે ચૂકી જઈએ છીએ, એ છે આપણી ભીતરમાં રહેલી દિવ્યતા પ્રત્યેની જાગૃતતા. તેઓ કહે છે. ''તમારી અને મારી વચ્ચે માત્ર એક જ ફરક છે. હું જાણું છૂં કે હું દિવ્ય છૂં અને તમે હજુ આવું જાણતાં નથી.'' જો કે આ સત્ય આપણી અંદર અસ્તિત્વ ધરાવે જ છે, આપણે તેને પ્રાપ્ત કરી શકતાં નથી. આપણે માત્ર તેના પ્રત્યે જાગૃત થવાની જરૂર છે બસ, આટલું જ કરવાનું છે.

દિવ્યઆનંદ જે એન્લાઈટેન્મેન્ટનું ફળ છે. તે પસંદગી વિહિનતાની સ્થિતિમાંથી ઉદ્દ્ભવે છે. જો આપણે દિવ્યઆનંદની પસંદગી કરવાનો પ્રયત્ન કરીએ તો, તે ગેરહાજર હશે. જો આપણાં અસ્તિત્વના ભવ્ય આયોજનના ભાગ રૂપે જિંદગીની હેતુ વિહિનતા સમજી શકીએ તો આપણે એન્લાઈટેન્મેન્ટમાં પહોંચી જઈએ અને દિવ્ય આનંદનો અનુભવ કરી શકીએ.

આપણો અહમ્ માને છે જીદગીનો હેતુ છે- ભૌતિક સંબંધોને લગતો અને આપણે આધ્યાત્મિક હેતુઓ માટે જેટલું વધારે કામ કરીએ એટલો જ આપણો અહમ્ વધારે મજબૂતી અનુભવે છે. જો આપણે બધા જ હેતુ જતા કરીએ અને એન્લાઈટેન્મેન્ટનો હેતુ જ પકડી રાખીએ તે પણ નિરર્થક છે. માત્ર આપણને જ્યારે ભાન થાય કે જિંદગી સંપૂર્ણપણે હેતુવિહિન છે અને આપણે અહમ્ છોડી દઈએ ત્યારે જ આપણને આત્મસાક્ષાત્કાર થાય છે.

તાર્કિક રીતે વિચારીએ છીએ તોપણ, અસ્તિત્વનો ઉદ્દેશ શું છે ? આપણે ભૌતિકતા અને આધ્યાત્મિકતાની વ્યાખ્યા કેવી રીતે કરી શકીએ ? પરમાત્મા જ દરેક બાબતોનું સર્જન કરે છે જેમાં જંગલો પણ સામેલ છે. શું તેમણે જ

જયારે આપણે આ નિરર્થકતા સમજી જઈએ છીએ ત્યારે દુ:ખો મટે છે. જો આપણા પર અત્યાચાર થયો હોય તો પણ આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ; જો આપણે આ સમજણ કેળવીએ તો એ સમજણ પોતે જ આપણને માર્ગદર્શન આપે છે.

કોઈ પૂછી શકે કે, ''આ કેવા પ્રકારનો ઉપદેશ છે ? મારી આખી જિંદગીમાં મારે ધ્યેય હતું અને મારી જિંદગી સુંદર જ હતી. હવે તમે કહો છો કે જિંદગી ધ્યેય વગરની છે.'' આપણને આ ગમે કે ના ગમે આ જ સત્ય છે

એન્લાઈટેન્ડ માસ્ટરને જોવા એ આપણા માટે એક સપનું છે. શાસ્ત્રો કહે છે, "જે ક્ષણે વ્યક્તિ એન્લાઈટેન્ડ માસ્ટરને જુએ છે એ ક્ષણે વ્યક્તિ પોતે એન્લાઈટેન્ડ થઈ જાય છે."

માસ્ટરને જોવા એ તેની સામે નજર કરવા જેવું નથી, જે આપણે કરીએ છીએ. નજર કરવી એ આંખથી જોવું છે. 'જોવા' અને આપણાં સ્વથી જોવા એમાં ફરક છે. આપણે જેટલા વધારે માસ્ટરની નજીક જઈએ, તેટલી તેમના તરફની આપણી સમજણ બદલાય છે. આપણી પરિપક્વતા આપણને તેમને અલગ રીતે જોતાં શીખવે છે.

નિરર્થકતાનો મતલબ એ નથી કે આપણે કહી દઈએ, "હવે હું જાણું છૂં કે જિંદગી નિરર્થક છે. માટે હવે કામપર જવું નથી. મારે રજા લઈ લેવી છે. '' આ ખોટી સમજણ છે. એક વખત તમારામાં નિરર્થકતાની સમજણ આવી જાય પછી તમે ક્યારેય આળસુ બની શકો નહીં. તમસ ક્યારેય ડહાપણમાંથી આવતું નથી. કદાચ તમે બે દિવસ પથારીમાં પડ્યા રહેશો અને ઊભા નહીં થાવ. ત્રીજે દિવસે તમે અલગ વ્યક્તિ તરીકે ઊભા થશો, અશાંતિ વગર. અશાંતિ રાક્ષસ છે. જેના પર વ્યક્તિ જીદગીની સાચી નિરર્થકતાની સમજણ મેળવીને વિજય મેળવી શકે છે

સમય જતાં આપણે એક જવાબદારી પરી કરીએ છીએ, ત્યાં જ બીજી દસ નવી જવાબદારીઓ આપણી રાહ જોતી ઊભી હોય છે. દોડવું આપણી આદત બની ગઈ છે કેવી રીતે રિલેક્સ થવું એ આપણે જાણતા નથી. આપણે જયારે નાના હોઈએ છીએ ત્યારે આપણી જાતને કહીએ છીએ કે યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ ગયા પછી અમે રિલેક્સ થઈ જઈશું; પછી આપણે આપણું લક્ષ્ય લગ્ન ઉપર તાકીએ છીએ; પછી બાળકો ઉપર ; પછી બાળકોના ભણતર પર ; પછી તેમના લગ્ન પર . ત્યાં સુધીમાં આપણે ૬૦ વરસના થઈ જઈએ છીએ, આપણે આમાં જ રસ્તો ભૂલી જઈએ છીએ ! આમાં આનંદ કરવાનો પ્રશ્ન જ ક્યાં છે ?

આદિકાળથી આપણે જે પાપ કરીએ છીએ, એ પાપ છે, ધ્યેયોનો પીછો કરવો અને એમાં જ આપણે જિંદગીનો માર્ગ ચૂકી જઈએ છીએ. જયારે આપણે જીવતા હોઈએ ત્યારે આપણી જાતને દિવ્ય આનંદિત બનવા દેવી જોઈએ. જયારે આપણે ઉતાવળ કરીએ છીએ, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે શા માટે ઉતાવળ કરી રહ્યા છીએ : આપણે આપણે અંદર – એ આશામાં કે એક વખત આપણે ધ્યેય પ્રાપ્ત કરી લઈશું પછી શાંતિ થઈ જશે, એવું માનીને અશાંતિને આવવા દેવી જોઈએ નહીં; આવું ક્યારેય બનવાનું નથી. જો આપણે આપણી જવાબદારીઓ પરિપૂર્ણ કર્યા પછી પણ વર્તમાન ક્ષણમાં રિલેક્સ ના થઈ શકતા હોઈએ, તો આપણને હજુ પણ અપૂર્ણતાનો અનુભવ થવાનો જ છે. જ્યારે પણ આપણે દોડીએ, ઉતાવળ કરીએ, ત્યારે આપણે આપણી જાતને પૂછવું જોઈએ શા માટે ? શું કામ ?

કદાચ આપણી પાસે મોટું મકાન હોય, મોટી કારો ચલાવતા હોઈએ, અને આપણી ચારેબાજુ લોકો આપણી વાહ વાહ કરતા હોય. શું આપણે આમાંની કોઈ બાબત આપણી સાથે લઈ જઈ શકવાના છીએ ? શું આપણે મરીશું ત્યારે એક ચેકબુક પણ લઈ જઈ શકવાના છીએ ? આ બધું જ નિરર્થક છે.

લેવાનું શરૂ કરીશું. મોભાનો કોઈ મતલબ નહીં રહે; વ્યક્તિની પોતાની આંતરિક સ્થિતિ જ બધું બની જશે.

જયારે અર્થ છૂટી જાય છે, ત્યારે સાચો અર્થ બહાર આવે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એન્લાઈટેન્મેન્ટના માર્ગને તેના પોતાના પડકારો હતા. પછીથી કહેવામાં આવ્યું છે તેમ તેમનો પહેલો આધ્યાત્મિક અનુભવ તેઓ જયારે માત્ર બાર વરસના હતા ત્યારે થયો હતો. જો કે તેમને આત્મ સાક્ષાત્કાર થતાં બીજા ૧૦ વરસ લાગ્યા હતા. અત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે તેમણે પહેલાં જતું કર્યુ હોત તો કદાચ આત્મસાક્ષાત્કાર વહેલો થયો હોત. તેમના પોતાના સંઘર્ષો મથામણો અને ઉગ્ર તપસ્યાઓ એ જે વહેલું બની શકે તેમ હતું તેમાં મોડું કરાવ્યું હતું.