THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
પરાશક્તિના મનમાં મારા માટે જે મિશન છે એ માટે તેણે મારા શરીર અને મનને સુંદર રીતે તૈયાર કરેલ છે. તમે તેના ખેલને, તેની લીલાને જોઈ શકો છો. દિવસે દિવસે હું મારો આખો દિવસ મૂર્તિઓને શણગારવામાં અને તેની સાથે વાતો કરવામાં ગાળવા લાગ્યો હતો. મારી ઉંમરના પ્રમાણમાં મારી પાસે ઘણી બધી વધારે શક્તિ અને તાકાત હતી. મારી મા એ કહ્યું હતું કે એક વખત મેં સાગના લાકડાનો ભારે પલંગ તેની ઉપર સૂતેલી વ્યક્તિ સાથે, કોઈ વધારાના પ્રયાસ વગર જ ફેરવી નાંખ્યો હતો !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિર્ભય હતા. તેની માતા અને બાકીના કુટુંબીજનો બીજે ક્યાંય જવાના બદલે તેને સાંભળવા માટે ટેવાયેલા હતા. તેની સ્પષ્ટતા અને પ્રેમ લોકોને તેની તરફ ખેંચી લાવતા હતા અને તે જે કંઈ કહે તે કરવા માટે તૈયાર રહેતા હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ ત્રણ વરસના હતા ત્યારે તેમનું મિલન યોગ રાજ રઘુપતિ મહારાજ સાથે થયું હતું. લોકો તેમને રઘુપતિ યોર્ગ કહેતા હતા.
એક સંબંધી એક ભિક્ષુક સંન્યાસીને ઘરે લઈ આવ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના ઘરમાં સાધુઓને ભોજન અને આશરો આપવો એ સામાન્ય બાબત હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના દાદાજી દરરોજ ભોજનના સમયે આવા ઓછામાં ઓછા દસ સાધુઓને ભોજન કરાવતા. તેમને એક પંગતમાં બેસાડવામાં આવતા, ભોજન અપાતું પરંપરાગત આરતીથી પૂજા કરાતી અને વિદાય વખતે તેમને દક્ષિણા આપવામાં આવતી.
રઘુપતિ યોગી નામના આ સંન્યાસીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને મૂર્તિઓ સાથે રમતા જોયા અને નોંધ્યું કે આ છોકરો આખા ઘરમાં પ્રકાશ પાથરતી જયોત જેવો છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને આ વ્યક્તિ સાથે ખૂબ જ ફાવી ગયું અને તેણે ગણપતિ સાથે સંબંધિત પોતાના અનુભવો યોગીને કહ્યા અને પોતે ઉપવાસ પર ઉતરી જઈને ધમકી આપ્યા પછી ગણપતિએ તેમને ધરેલો ખોરાક કેવી રીતે ખાધો તેનું વર્ણન કર્યું. યોગી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને સમજતા હતા અને તેને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જે કહી રહ્યા છે તેનો શું સંબંધ છે તે સમજી શકવા સમર્થ હતા.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને યાદ છે ત્યાં સુધી, જયારે પણ તે એકલા હોય ત્યારે તેમની આસપાસ અગીયાર લોકોનું જુથ તેઓ જોતા હતા. તેઓ તેનાથી એટલા બધા ટેવાઈ ગયા હતા કે તેમને જોઈને એવું લાગતું હતું કે તેઓ તેના સંયુક્ત કુટુંબનો જ હિસ્સો હતા. તેઓ જયારે રઘુપતિ યોગીને મળ્યા અને અમુક આધ્યાત્મિક ક્રિયાઓ માટે દિક્ષીત થયા પછી આ લોકોએ દેખાવાનું બંધ કરી દીધું હતું.
આત્મસાક્ષાત્કારની શક્તિને સ્વીકારવા અને જાળવી રાખવા માટે તૈયાર કરવામાં મદદ કરી હતી. જેને માટે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે કહે છે કે એ એક નાની ઝૂંપડીમાં ચાર હાથીઓને સમાવવા જેવું કાર્ય હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM રહ્યુપતિ યોગીને પ્રચંડ ચાહના અને માન સાથે યાદ કરે છે.
રઘુપતિ યોગી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અને તેનું સમગ્ર કુટ્રંબ જે શેરીમાં રહેતું હતું એ જ શેરીમાં રહેવા આવતા હતા. તેમનો જન્મ અને ઉછેર બર્મામાં (હાલનું મ્યાનમાર) થયો હતો, પછી જે બ્રિટિશ વસાહત બની ગયું હતું. તેઓ બૌધ્ધ લામાઓ પાસેથી યોગિક પ્રક્રિયાઓ શીખ્યા હતા. તે યોગ નિષ્ણાત હતા અને હવામાં કોઈપણ જાતના આધાર વિના અધ્ધર રહી શકતા હતા. તેઓ પોતાના શરીરને ઊંચે લઈ જતા અને બાળકોને તેની નીચેથી પસાર થવાનું કહેતા. જેથી તપાસી શકાય કે નીચે કોઈ ટેકો નથી અને સાબિત કરતા કે તેઓ જે કરી રહ્યા છે તે કોઈ જાદ્દ અથવા માયાજાળ નથી. પરંતુ પોતે આ ક્રિયા આસનો અને પ્રાણાયામના સંયોજનથી કરે છે.
અમુક વખતે તેઓ ફેફસામાંથી બધી જ હવા બહાર કાઢી નાંખતા અને પોતાની છાતી આસપાસ સખત રીતે લોખંડની પટ્ટી બાંધી દેતા. પછી તેઓ શ્વાસ અંદર ભરતા અને છાતીને એટલી ફૂલાવતા કે લોખંડની પટ્ટીના તુટીને ટ્રકડા થઈ જતા ! તેઓ સાપને પકડી લેતાં, તેમના નસકોરામાં મૂકતા અને પછી તેને મોં માંથી બહાર કાઢતા !
અત્યારના સમયમાં, તિબેટીયન લામાઓએ શ્વાસ નિયંત્રણ અને મેડિટેશન દ્વારા મેળવેલ અસાધારણ શક્તિઓ ઉપર, હાર્વર્ડ યુનિવર્સિટીની મેડિકલ કોલેજના ડૉ. હર્બર્ટ બેન્સન અને તેના સાથીઓએ ઘણાં વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા છે. આ અસાધારણ શક્તિઓમાં, શરીરનું તાપમાન વધારવું, હવામાં અધ્ધર રહેવું અને જેમાં બીજાં ઘણાં શારિરીક પરાક્રમો સામેલ હતાં, જે