KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/એન્લાઈટેન્ડ માસ્ટરો દેવલોક પામ્યા પછી પણ આપણા ઉપર કેવી રીતે પ્રભાવ પાડતા રહે છેSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

એન્લાઈટેન્ડ માસ્ટરો દેવલોક પામ્યા પછી પણ આપણા ઉપર કેવી રીતે પ્રભાવ પાડતા રહે છે

પરમહંસ યોગાનંદ પોતાની કથા ' ઓટોબાયોગ્રાફી ઓફ યોગી'માં મહાવતાર બાબાજી વિષે વિસ્તૃતપણે વાત કરે છે. આ બાબા આજે પણ હિમાલયન વિસ્તારોમાં વિહરે છે. બાબાજી, જેમનો પરમહંસા યોગાનંદા ઉલ્લેખ કરે છે અને જેમને પોતાની હિમાલય યાત્રા દરમ્યાન પરમહંસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મળ્યા હતા. એ શોધખોળ કરનારા સાધકો માટે આજે પણ ઉપલબ્ધ છે. હકીકતમાં આપણે જેનું વર્ણન આ કથાના પાછળના ભાગમાં કરવાના છીએ. અમે જયારે ૨૦૦૫માં માસ્ટર સાથે હિમાલય વિસ્તારની યાત્રાએ ગયા હતા ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એક શિષ્યને મહાવતાર બાબાજીના દર્શન થયા હતા. એ વખતે અમે કેદારનાથ તરફ જઈ રહ્યા હતા. આવી જ રીતે અરૂણાગીરી યોગીશ્વરા પણ બધા જિજ્ઞાસુઓ માટે આ પૃથ્વી પર ઉપલબ્ધ

તપોવન જવા માટે આગળ ઉપર તરફ ચડવું પડે છે. તપોવન સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી કે માર્ગમાં કોઈ આશ્રય સ્થાન નથી. જો કે ગૌમુખમાં એક આશ્રમ અને લશ્કરના અમુક તંબુઓ છે. તપોવનમાં કશું જ નથી, કોઈ જ નથી. જે સાધુઓ, સંન્યાસીઓ કે યોગીઓ ત્યાં રહે છે, તેમના માટે ઘાતક શિયાળામાં જાનલેવા બની જતાં તત્ત્વો સામે રક્ષણ મેળવવા માટેનું કોઈ જ સાધન નથી. તપોવન સુધી યાત્રા કરવા માટે અને ત્યાં રહેવા માટે, ત્યાંની આબોહવાને અનુકૂળ થવા માટે પહેલાં નીચેના સ્તરોએ જેવાં કે ગંગોત્રી અને ગૌમુખ ઉપર વધારાનો સમય રોકાવું પડે છે અને પછી જ ઉપર જઈ શકાય છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે તેમના તપોવન નિવાસનું વર્ણન કરે છે, ત્યારે કહે છે કે, તેઓ ગુફાઓમાં રહ્યા હતા અને ઠંડીથી બચવા માટે શણના કોથળા અને કાગળની સામગ્રીનો ઉપયોગ કર્યો હતો. તેઓ સમજાવે છે કે તપોવન પૂથ્વીમાંથી, આપણી દુનિયામાંથી કોઈપણ અભૌતિક સ્થળે, સ્વર્ગીય સ્થળે સંબંધ સ્થાપિત કરવાનું સ્થાન છે. જયાંથી બ્રહ્માંડીય શક્તિ સમગ્ર ધ્રહ્માંડનું સંચાલન કરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે આ એ જ શક્તિ છે, પ્રજ્ઞા છે, જેનો આપણે ભગવાન, દિવ્યતા વગેરે સ્વરૂપે ઉલ્લેખ કરીએ છીએ. આ એ શક્તિ છે જે આપણી પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. 'શંભાલા' શબ્દનો આ શક્તિ સ્થળ તરીકે ઉલ્લેખ અને સપ્તર્ષિઓનો ઉલ્લેખ ડહાપણની શક્તિ તરીકે કરવામાં આવે છે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ શબ્દોનો, અભૌતિક સ્થાનો અને સૂક્ષ્મ હસ્તીઓનો ઉલ્લેખ આ શબ્દોનો ઉપયોગ કરીને કહે છે, આ સ્થાન અને આ હસ્તી ખરેખર હકીકત છે. પરમહંસ યોગનંદા પોતાના પુસ્તક 'ઓટોગ્રાફી ઓફ યોગી'માં, અભૌતિક સ્થાનોમાં થયેલા તેમના માસ્ટર યુક્તેશ્વરના અનુભવનું વર્ણન કરે છે.

માસ્ટર સાથેના આપણા હાલના તાજા અનુભવોમાંથી આપણે જાણીએ

માસ્ટરો તેમના સ્થૂળ મૃત્યુ પછી પણ તેમના ભક્તોની પ્રાર્થનાઓનો પ્રતિભાવ તેમની જીવત શક્તિ દ્વારા સતત આપતા રહે છે. કોઈ તેમની સમાધિની જગ્યાએ શ્રોતાગણ મેળવી શકે છે; તેમની સાથે સંબંધ સ્થાપિત કરી શકે છે અને વાતો કરી શકે છે. તેમના ટેલિફોન નંબરો તેમણે આપેલા મંત્રો છે, જેનો ઉપયોગ તેમની સાથે સંવાદ કરવા માટે કરી શકાય છે. જો કોઈ પૂરી જાગૃતતાથી જીવસમાધિ પર આ મંત્રોનો જાપ કરે તો તે તરત જ સંબંધ જોડી શકે છે અને પ્રાર્થનાનો પ્રતિભાવ મેળવી શકે છે.

નિત્યાનંદાએ પોતાનો બધોજ સમય અરૂણાગીરી યોગીશ્વરાની સમાધિ પર વિતાવવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં તેઓ સમયાંતરે સ્કૂલમાંથી ગાપચી મારીને આવતા; હવે તેમણે સ્કૂલમાં જવાનું જ છોડી દીધું હતું. સ્કૂલના આચાર્યએ તેમના માતા-પિતાને આ બાબતમાં ફરીયાદ કરી હતી. નિત્યાનંદના માતા-પિતાએ પોતાના બાળકને સ્કૂલે મોકલી શકવાની અશક્તિ જાહેર કરી, અને આચાર્યને વિનંતી કરી કે તમે પોતે જ તેનું ધ્યાન રાખો. આચાર્યે સ્કૂલમાંથી ચોકીદારને નિત્યાનંદને શોધીને સ્કૂલમાં લઈ આવવા માટે મોકલ્યો. આ ચોકીદારને છોકરાની ગતિવિધિની જાણ હતી એટલે તે તેને જોવા માટે એ જગ્યાએ પહોંચી ગયો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ પોતાની પાસે જેટલા પૈસા હતા એ બધા જ ચોકીદારને આપી દીધા અને એ વૃદ્ધ માણસને પાછા મોકલી દીધા. આ માણસે જોયું કે આ છોકરાં તેનો સમય જીવસમાધિ પાસે બેસીને મેડિટેશન કરવામાં ગાળે છે, એટલે તે અજાણતાં જ આ છોકરા સાથે લાગણીના તંતુથી બંધાઈ ગયા અને તેને કશું જ કહેવાનું બંધ કરી દીધું. હવે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પાસેથી પૈસા લેવાને બદલે તે તેના માટે જમવાનું અને પૈસા લાવવા માંડ્યા, અને સ્કૂલમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની હાજરી પણ સુધારી દીધી !

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ૨૦૦૪માં આ ચોકીદારને પોતાની સ્કૂલમાં મળ્યા હતા. એ વૃદ્ધ માણસ અત્યારે વધારે વૃદ્ધ થઈ ગયા છે. તેઓ નાનો છોકરો ઘરથી દૂર રહેવાની ગમગીની સહન કરીને જે ગહન તીવ્રતાથી આધ્યાત્મિક પ્રાપ્તિઓ માટે રંગાઈ ગયો હતો, તે યાદ કરીને અને આજના જીવંત એન્લાઈટેન્ડ માસ્ટરને મળીને તેમની આંખોમાં આસું આવી ગયા અને ગદ્દગદ્દ થઈ ગયા હતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :

હ ''એકબીજા સાથે સંકળાયેલા ના હોય, વિરોધાભાસી હોવા છતાં એકબીજાનું સમર્થન કરતા લાગે અને અતાર્કિક હોય તેવા ઘણાં બધા પ્રસંગો આ શરીરની આસપાસ બની ગયા છે. આપણે જ્યારે તેને શબ્દોમાં વ્યક્ત કરવાની ઈચ્છા કરીએ છીએ અથવા હકીકતને શબ્દોમાં લખવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આ પ્રસંગો જુઠાણાં બની જાય છે. આધ્યાત્મિક અનુભવો બહુ પરિમાણીય હોય છે. લખેલા શબ્દો વધુમાં વધુ બે – પરિમાણીય હોય છે. ''

મારી જીવનકથા સત્યના બધાં જ પરિમાણોની નોંધપોથી બની શકે નહીં. લખેલા શબ્દો સત્યના બધાં જ પરિમાણોની નોંધ કરી શકે નહીં. કારણ કે સત્ય લખાયેલા બધા જ શબ્દોથી ઘણું વધારે ગહન હોય છે. એ માત્ર આંકડાકીય ફેર ગણતરીઓ છે. તેનો હેતુ પ્રેરણા પૂરી પાડવાનો હોય છે. અરૂણાગીરી યોગીશ્વરા સાથેના મારા અનુભવો એન્લાઈટેન્મેન્ટ કરતાં પણ ઘણાં વધારે ગહન હતા. આત્મ સાક્ષાત્કાર એક પરમ અનુભવ છે. તે અંતિમ અને છેલ્લો અનુભવ નથી. તે બીજા ઘણાં વધારે આધ્યાત્મિક અનુભવોનું પ્રવેશદ્વાર છે."

એ સ્વયં શિવ જ છે.

અરૂણાગીરી યોગીશ્વરા સાથેના આ અનુભવે યુવાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માં 'અદ્વૈત'ના અનુભવ માટેની તલપ અને રસ પેદા કર્યા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના આધ્યાત્મિક રસની શરૂઆત ખૂબ જ નાની ઉંમરના દેવ-દેવીઓની મૂર્તિઓને શણગારવાથી અને તેની સાથે રમવા સાથે થઈ હતી. તેઓ જયારે હવામાં અધ્ધર રહી શકતા યોગીને મળ્યા ત્યારે તેમને અસાધારણ યોગીક અનુભવોની ઓળખાણ કરાવવામાં આવી હતી. જ્ઞાનના માર્ગ માટે કુપ્પામ્માલ સાથે ઓળખાણ કરાવાઈ હતી. અરૂણાગીરી યોગીશ્વરા સાથે તેમણે પોતાની આંતરિક જાત માટેનો અનુભવ પહેલી વખત કર્યો હતો. આ પ્રસંગે તેમનામાં વિવિધ પરિમાણની આધ્યાત્મિક આતુરતાની તરસ જગાવી હતી.

અરૂણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ જીવ સમાધિ પર વધુને વધુ સમય ગાળવાનું શરૂ કરી દીધું હતું. સ્મશાનની જે જગ્યામાં માસ્ટરનું શરીર સાચવી રાખવામાં આવ્યું હતું, તે હજારો વરસ સુધી સતત શક્તિના તરંગો પ્રસારિત કરતું રહે છે. શરીર બધી જ યાદો સાથે રાખે છે. કોઈ શરીર વગર વિચારી શકે જ નહીં. આપણે માનીએ છીએ તેમ શરીર માત્ર ભૌતિક પદાર્થ નથી, અને મન આપણે માનીએ છીએ તેમ માત્ર યાદોનું સંગ્રહસ્થાન નથી. શરીર અને મન બંન્ને યાદો જ છે. જો કોઈ યાદો બદલી શકે, તો શરીરને પણ બદલી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટરોની યાદો તીક્ષ્ણ, પવિત્ર અને શક્તિશાળી હોય છે. આ યાદોને જાળવી રાખવા માટે જ તેમના શરીરનું દહન કરવાને બદલે તેને દફનાવવામાં આવે છે. બીજી બાજુ સામાન્ય લોકોની યાદો, સંસ્કારોથી ભરેલી હોય છે. માટે જ તેમના શરીરોને બાળી નાંખવામાં આવે છે, જેથી તેમના આ સંસ્કારો ભૂતપ્રેત બનીને જીવતા લોકોને પરેશાન ના કરી શકે અને બીજે ઉલ્લેખ કર્યો છે તે

મંડકોપનિષદમાંની બે પક્ષીઓની વાર્તાની પુષ્ઠભૂમિકા

ત્રીજો મંડકા પહેલો ખંડ

द्वा सुपर्ण सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते तयोरन्य: पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्नन्यो अभीचाकशीति ॥१॥ समाने वृक्षे पुरुषो निमग्नोऽनीशया शोचति मुह्यमानः । जुष्ठं यदा पश्यत्यन्यमीशमस्य महिमानमिति वीतशोक : ॥२॥

બે પક્ષીઓ સાથે રહેતાં એકબીજાના મિત્રો હતા. એક જ વૃક્ષ પર સાથે જ બેસતા હતા. બેમાંથી એક વૃક્ષના મીઠાં ફળો ખાતું હતું. પરંતુ બીજું ખાધા વગર તેને જોયા કરતું હતું. બે પક્ષીઓ જીવ (આત્મા) અને ઈશ્વર (બ્રહ્મ) હતા. બંન્ને વૃક્ષ માટે સ્વતંત્ર અસ્તિત્વ હતા. તેઓ પ્રતિબિંબરૂપે અને પ્રારંભથી જ એક હોય તે રીતે અસ્તિત્વ ધરાવતા હતા. તેઓ બંન્ને પોતાની જાતે દરેક વ્યક્તિમાં વિવિધ રીતે પ્રગટ થતા હતા. જીવની લાક્ષણિક્તાઓમાંથી ઈશ્વરના સ્વભાવની ધારણા કરવી શક્ય હતી અને ઈશ્વરના સ્વભાવમાંથી જીવની સંભાવનાઓ કરવી શક્ય હતી. જીવ અને ઈશ્વર બંન્નેનો સામાન્ય મુલાધાર બ્રહ્મ છે. જે બંન્નેની વાસ્તવિક્તા છે. શરીરને વૃક્ષ સાથે સરખાવ્યું છે, કારણ કે તેને વૃક્ષની જેમ કાપી શકાય છે. આ વૃક્ષને ક્ષેત્ર પણ કહેવાય છે અથવા એ ક્ષેત્રજ્ઞની ક્રિયા અને પ્રગટીકરણનું ક્ષેત્ર છે અને એ જ થઈ ગયેલી ક્રિયાઓનું ફળ છે.

ઈશ્વરમાંથી જીવને અલગ કરનાર એક માત્ર મન જ છે. હકીકતમાં મન પોતે જ જીવને આકાર આપે છે. જીવ જ અવિદ્યા, કામ અને કર્મથી અસરગ્રસ્ત બને છે. આ બંધન કરતાં પાસાંઓના ચેતનાનાં સંયોજનને કારણે તેણે તેની ક્રિયાઓના પરિણામોનો અનુભવ કરવો પડે છે; એટલે તેને કોઈ ક્રિયા કરવી પડતી નથી અને તેથી તેને ક્રિયાઓના પરિણામોનો અનુભવ હોતો નથી.

એવું પણ લાગવા દેવામાં આવે કે ચોક્કસ અનુભવ જે એકલી વાસ્તવિક્તા સાથે જોડાયેલ છે અને તેના ઉપર બીજી કોઈ વાસ્તવિક્તા નથી, આને લીધે એ અત્યારે અને પછી જોડાયેલ રહે છે અને પોતાની વાસનાની વસ્તુઓથી અલગ થઈ જાય છે. તે તેના કર્મોની ગતિ પ્રમાણે ગર્ભોના કેટલાય પ્રકારોમાંથી પસાર થતો થતો જન્મે છે અને મૃત્યુ પામે છે.

વ્યક્તિની સ્વતંત્રતા સુપ્રિમ માલિકના દર્શનમાં રહેલી છે. જે તેની સાથે જ અસ્તિત્વમાં છે, હકીકતમાં તેની પોતાની જાતની જેમ જ તે અલગ ના કરી શકાય એવો છે. ઈશ્વરનો અનુભવ થવો એ વ્યક્તિની ચેતનાનો ઈશ્વરની એમના તરફ ઉદય થવા બરાબર છે.

જે ક્ષણે ઈશ્વરની અનુભૂતિ થાય છે એ ક્ષણે જ જીવ પોતાનું અસ્તિત્વ ત્યાં જ છોડી દે છે. વ્યક્તિની દિવ્યતાનું માત્ર ત્યારે જ ભાન થાય છે, જયારે તેના પર ઢંકાયેલ પડદો ખસેડી લેવામાં આવે છે. ભગવાનની અનુભૂતિ કરીને આ દિવ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અંતિમ અનુભૂતિ 'સ્વ'ની ઓળખને સુધ્રિમ અસ્તિત્વ સાથેના સ્વરૂપમાં ઓળખવાની હોય છે. અહીં, સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ આધ્યાત્મિક અનંતતાના અર્કની જેમ જ થાય છે. આ અનુભૂતિ બધા જ પ્રકારના દુ:ખો અને અપૂર્ણતાઓનો અંત લાવી દે છે.

(ઉપરનું વિવરણ, ભારતમાં ઋષિકેશમાં આવેલ શિવાનંદા આશ્રમ, ધ િડેવાઈન લાઈફ સોસાયટી (દિવ્યજીવન સંઘ) ના સ્વામી કૃષ્ણાનંદાએ મુંડકોપનિષદના ભાષાંતર આધારિત છે)

જીવ જે ફળો ભોગવે છે તે સુખ અને દુ:ખ વગેરેનો સ્વભાવ હોય છે. આ બધા સંબંધિત અનુભવો એ અ-ભેદમાંથી જન્મેલા હોય છે. ઈશ્વરનો અનુભવ સનાતન અને શુદ્ધતા, જ્ઞાન અને સ્વતંત્રતાનો સ્વભાવ છે. સંબંધિત અનુભવ રાજસુ (રજોગુણ)ની હાજરીની અસર હોય છે, પરંતુ ઈશ્વરની લાક્ષણિકતા સત્ય છે, આને લીધે, તેના માટે ઈન્દ્રિયગમ્ય અનુભવ હોતો નથી. હકીકતમાં તે ક્રિયાઓનો કર્તા અને ક્રિયાઓનું પરિણામ બંન્ને છે, ઈશ્વરની કામગીરી તેના અસ્તિત્વમાં હોય છે. તેના અસ્તિત્વનું મૂલ્ય સમગ્ર બ્રહ્માંડની પ્રવૃત્તિઓ કરતાં પણ વધારે હોય છે. તેનું અસ્તિત્વ જ સમગ્ર બ્રહ્માંડના પ્રગટીકરણને ગતિ આપે છે.

આ જ વૃક્ષમાં વ્યક્તિ (પક્ષી) ભ્રમ અને અસહાયતાના કારણે ઘેરી વ્યથામાં આવી જાય છે. તે જયારે બીજા (પક્ષી) ને. આરાધ્ય માલિકને જુઓ છે ત્યારે તેને પોતાની ભવ્યતાનું ભાન થાય છે અને દુ:ખોમાંથી મુક્તિ મેળવે છે.

જીવની વ્યથા, ભૂતકાળમાં કરેલ ડહાપણ વગરના કૃત્યોની અસરોના સ્વરૂપો સાથે તેને પુષ્ટિકર્તા બનીને રહેવાની અશક્તિનું પરિણામ હોય છે. આવા વગર વિચારી કૃત્યો નિઃશંકપણે તેને સંબંધિત પરિણામો તરફ દોરી જાય છે અને આ કૃત્યો સત્યના નિયમો સાથે લયબધ્ધ હોતાં નથી; તે પીડકારક અનુભવોના સ્વરૂપે વ્યક્તિને યાતના આપે છે. સંબંધિત અનુભવ વગર વ્યક્તિ જીવી શકે નહીં અને દરેક અનુભવ ડહ્યપણની ઉણપે પેદા કરેલો હોય છે, તેથી જૂના પીડાના જથ્થામાં તેની પીડાઓમાં ઉમેરો થતો જાય છે.

આવી રીતે સર્વોચ્ચ બિંદુએથી વ્યક્તિના અનુભવોની સળંગતા માત્ર ઘેરી વ્યથા જ હોય છે. પોતાની વાસનાઓ અને કર્મોના સ્વરૂપોના બંધનને કારણે જીવ અસહાયતા, ગુંચવણો અને નિઃસહાયતા અનુભવે છે.

પ્રકરણ - દ

પ્રથમ આધ્યાત્મિક જાગૃતિ