KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/ગણેશ સાથેની ઘટનાSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

ગણેશ સાથેની ઘટના

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ ત્રણ વર્ષના હતા, ત્યારે તેને એક ગણપતિની મૂર્તિ ભેટમાં મળી હતી. ગણપતિ, ગણેશ અથવા વિનાયક કહેવાતા દેવ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. મોટું પેટ, હાથીનું મસ્તક અને ઉંદરની સવારી કરનાર ગણેશ, હિંદ્દુઓમાં સૌથી વધુ લોકપ્રિય છે. મોટાભાગના હિંદુઓ કોઈપણ ગંભીર સાહસમાં ઝંપલાવતા પહેલાં

ગણેશજીના આશિર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરે છે. ગણેશ વિઘ્નહતા છે, દરેક પ્રકારના વિધ્નો દ્રર કરે છે. સફળતા અપાવે છે. એવું કહેવાય છે કે તેના પિતા ભગવાન શિવ જયારે રાક્ષસ સાથે યુધ્ધ કરવા નીકળ્યા હત ત્યારે ગણેશના આશિર્વાદ લેવાનું ભૂલી ગયા હતા એટલે અર્ધેથી પાછા આવીને પોતાના દિકરાના આશિર્વાદ લીધા હતા !

ગણેશની કથા નીચે મુજબની છે :

પાર્વતી હિમાલયના રાજા હિમાવનની દીકરી હતી. જન્મથી જ પાર્વતી નવસર્જન કરનાર શિવના પ્રેમમાં હતી. હિમાવન માનતો હતો કે શિવ ઘરબાર વિનાનો ભિખારી રખડુ સંન્યાસી છે, એટલે પાર્વતીએ તેના પિતાની મરજી વિરુધ્ધ શિવજી સાથે લગ્ન કર્યા હતા. હિમાવન માનતો હતો કે, મારા જેવા સમુધ્ધ અને શક્તિશાળી રાજાની કુંવરી પાર્વતી માટે શિવ યોગ્ય પાત્ર નથી.

એક દિવસ પાર્વતી સ્નાન કરી રહી હતી એ વખતે જ શિવ અચાનક જ અંદર આવી ગયા. પાર્વતી અસ્વસ્થ થઈ ગઈ અને તે ઈચ્છતી હતી કે તેની અંગત પ્રવૃત્તિઓ વખતે કોઈક બહાર તેની ચોકી કરે. પરંતુ તેની આસપાસના બધા જ લોકો શિવના આદેશને આધીન હતા. તે ઈચ્છતી હતી કે એવું કાંઈક હોવું જોઈએ જે માત્ર મારી જ આજ્ઞાનું પાલન કરે. પાર્વતીએ પોતાના શરીર ઉપર લગાડેલ ચંદનના લેપને ઉતાર્યો અને તેને માનવ સ્વરૂપ આપ્યું અને તેમાં પ્રાણની પ્રતિષ્ઠા કરી. તેની સામે એક સુંદર બાળક હાજર હતું. પાર્વતીએ તેને પોતાની એકાંત ક્ષણોનું રક્ષણ કરવાની સૂચના આપી અને કહ્યું કે મારી પરવાનગી વગર કોઈપણ વ્યક્તિને અંદર આવવા દેવી નહીં. મોડેથી શિવ જયારે પાછા ફર્યા, ત્યારે બાળકે તેમને પાર્વતીને મળવા અંદર જતા અટકાવ્યા શિવ ક્રોધિત થઈ ગયા, પરંતુ બાળક

સાથે યુધ્ધ કરવું યોગ્ય ના લાગતા, તેમણે તે બાળકને ત્યાંથી હટાવવા માટે પોતાના રૂદ્રો અને ગણોને મોકલ્યા. બાળકે તેમને સરળતાથી હરાવી દીધા અને શિવ પાસે પાછા મોકલી દીધા.

શિવના ક્રોધનો જવાળામુખી ભભૂકી ઉઠયો અને તેમણે પોતાના ત્રિશુળથી બાળકનું મસ્તક છેદી નાંખ્યું. પાર્વતી સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે તેમણે તેમના બાળકને મરેલું જોયું. પાર્વતી અચાનક ગુસ્સામાં આવી ગયાં, અને શિવને કહ્યું; મારા બાળકને પાછું આપો, નહીંતર હું તમારો ત્યાગ કરીને જતી રહીશ.

શિવે બાકી બચેલા પોતાના ગણોને આજ્ઞા કરી કે જાવ અને જે કોઈ જીવંત શરીર સૌથી પહેલાં સામું મળે તેનું મસ્તક લઈ આવો, જેથી તેઓ આ બાળકને તરત જ સજીવન કરી શકે. ગણોને સૌથી પહેલાં હાથી મળ્યો. શિવે હાથીનું મસ્તક બાળક સાથે જોડી દીધું અને તેને સજીવન કરી દીધું.

શિવે આ બહાદૂર નાના છોકરાને તેમના ગણોનો સેનાપતિ/માસ્ટર બનાવી દીધો અને તેને ગણપતિ અથવા ગણેશ એવું નામાભિધાન કર્યું.

બાળકૃષ્ણની સાથે આ બાળ ભગવાનની હજારો વાર્તાઓ મોટાભાગના હિંદુઓમાં અતિશય પ્રિય છે.

ગણપતિની મૂર્તિ ભેટમાં મળવાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આનંદ વિભોર બની ગયા અને તીવ્ર ભક્તિભાવથી તેની પૂજા કરવાનું શરૂ કરી દીધું. આ મૂર્તિ તેને માટે કોઈ નિર્જીવ પૂતળું નહોતું; તેને માટે એ સાક્ષાત જીવંત ગણેશ હતા. તે મૂર્તિ સાથે વ્યક્તિગત સ્તરે જોડાઈ ગયા હતા. તે કલાકો સાથે મૂર્તિ સાથે રમ્યા કરતા, તેને સ્નાન કરાવતા, શણગારતા અને પ્રસાદરૂપે ભોજન થાળ ધરાવતા હતા.

જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ગણપતિને પ્રસાદ ધર્યો ત્યારે તેણે અપેક્ષા રાખી કે ગણપતિએ આ પ્રસાદ આરોગી જવો જોઈએ. અને જયારે ગણપતિએ એ પ્રસાદ આરોગ્યો નહીં ત્યારે તે અતિશય નારાજ થઈ ગયા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતે ધરાવેલો થાળ ગણપતિ આરોગી જાય એ માટે ખૂબ જ ખુશામત કરી, આજીજી કરી અને થઈ શકે એટલી બધી જ યુક્તિઓ વાપરી. જયારે આટલી બધી આજીજી કરવાં છતાં ગણપતિએ પ્રસાદના આરોગ્યો ત્યારે તેણે તેમને ધમકી આપી કે જો તમે મેં ધરાવેલો પ્રસાદ નહીં આરોગો હું તમને મારા આંગણામાં આવેલા ક્રવામાં નાંખી દઈશ.

તેણે કાલાવાલા અને ધમકી, બન્ને રીતે, જમવા માટે ગણપતિને સમયગાળો આપ્યો. તેને સમય મર્યાદા આપ્યા પછી પણ તેણે બીજા ત્રણ ચાર કલાક વધારે રાહ જોઈ. આટલું કર્યા પછી પણ જયારે ગણપતિએ ઉપકાર ના કર્યો, એટલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM મૂર્તિને થોડા પ્રસાદ સાથે કૂવામાંથી પાણી ખેંચવાની બાલદીમાં સંભાળપૂર્વક મૂકી અને ધીમે ધીમે બાલદીને કુવામાં નીચે ઉતારી. આમ કર્યા પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર આજીજી કરી અને ધમકીઓ પણ આપી. તેનામાં મિશ્ર લાગણીઓ પેદા થવા લાગી; એક બાજુ ગણપતિ તેનું સાંભળતા ન હોતા અને તેની ધમકીઓને ગણકારતા નહોતા એટલે ગુસ્સો આવતો હતો; બીજા સ્તરે તેને થતું હતું કે જો મૂર્તિને પાણીમાં ફેંકી દેશે તો ગણપતિ મૃત્યુ પામશે.

જયારે બાલદી પાણીની સપાટીએ પહોંચી ગઈ અને તરવા લાગી ત્યારે તેને થયું કે હવે તેણે ઘણી બધી ધમકીઓ આપી દીધી છે. એટલે હવે ગણપતિએ પ્રસાદ આરોગી લીધો હશે. તેણે બાલદી ઉપર લીધી અને જોયું તે ગણપતિએ પ્રસાદ આરોગ્યો ન હતો આ જોઈને તેને તીવ્ર નિરાશાને લીધે મનોવ્યથા થઈ. તેણે ગુસ્સામાં મૃર્તિને ફરીથી કુવામાં નીચે ઊતારીને વિચાર્યું અને આશા રાખી કે આ વખતે તો ગણપતિ વધારે સારી રીતે

સમજી જશે, જયારે તેણે ફરીથી બાલદી ઉપર લીધી અને જોયું તો પ્રસાદ એમ જ પડયો હતો.

આટલો ગુસ્સો કર્યા પછી તેને થયું કે હવે વધારે ધમકીઓ આપવાનો કોઈ અર્થ નથી. તેને હવે માત્ર કરૂણાની અનુભૂતિ થઈ કે ગણપતિએ પ્રસાદ કેમ આરોગ્યો નહીં ?

શું કરવું તે તેને સમજાતું નહોતું અને ગણપતિ જમશે નહીં તો તેને તકલીફ થશે એવી ચિંતા થવા લાગી એટલે એક દિવસ તેણે આના વિષે તેના કુટુંબીજનોને વાત કરી. ફુટુંબીજનોએ વિચાર્યું કે આ મજાક છે અને તેના તરફ હસી પડયા. તેમણે એમ પણ કહ્યું કે જો તે આ મૂર્તિને કૂવામાં નાંખી દેશે તો તેઓ તેને બીજી મૂર્તિ ખરીદી નહીં આપે.

આ સમય આસપાસ જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને નામ્બી આન્દાર નામ્બીની વાર્તા સાંભળવા મળી. નામ્બીના પિતાજી ચર્ચમાં પાદરી હતા. એક દિવસ તેના િપતાજીને કોઈ સંદેશો આપવા માટે પ્રવાસમાં જવાનું થયું. તેથી તેમણે નામ્બીને રોજીદી પૂજાવિધિ કરવાનું અને ભગવાનને પ્રસાદ ધરવાનું કહ્યું. નામ્બીએ પિતાએ સોંપેલું કામ પુરું કરવા માટે પૂજાવિધિ કર્યા પછી મૂર્તિ સામે પ્રસાદનો થાળ ધર્યો, આડશરૂપે આડો કપડાનો પડદો રાખ્યો અને મૂર્તિ પ્રસાદ ખાઈ લે તેની રાહ જોવા લાગ્યો. થોડા સમય પછી તેણે જયારે અંદર જોયું ત્યારે ખોરાક એમ જ પડેલો જોયો. નામ્બીએ રડવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે તેનાથી કોઈ અક્ષમ્ય ભૂલ થઈ ગઈ છે, જેથી ભગવાન તેના પર ગુસ્સે થયા છે એટલે જ તેણે ધરેલો પ્રસાદ ખાધો નથી. તે ડરી પણ ગયો હતો, કારણ કે તેના પિતાએ તેને જે વિશ્વાસથી કામ સોંપ્યું હતું તે તેણે પુરુ કર્યું નહોતું એટલે તેના પિતા પાછા ફરશે ત્યારે ગુસ્સે થશે. નામ્બી મંદિરના થાંભલા સાથે પોતાનું માથું અફાળવા લાગ્યો એ કહેવા લાગ્યો કે

મૂર્તિ જો તેણે ધરાવેલો પ્રસાદ નહીં ખાય તો, પોતે પોતાનું માથું ફોડી નાંખશે અને મરી જશે થોડી મિનિટો પછી તેણે જોયું કે મૂર્તિએ પ્રસાદ ખાઈ લીધો હતો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે આ વાર્તા સાંભળી ત્યારે તે ખૂબ જ નિરાશ અને દુઃખી થઈ ગયો. ભગવાન જો નામ્બીનો પ્રસાદ ખાઈ શકે તો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો પ્રસાદ શા માટે ના ખાઈ શકે ? એકાએક તેને ભાન થયું કે બન્ને બાબતમાં તફાવત હતો. નામ્બીએ પોતાની જાતને ત્રાસ આપ્યો હતો, મૂર્તિ ને નહીં. તેણે પોતાની જેમ ભગવાનને ધમકી આપી નહોતી. નામ્બીએ ભગવાનને ક્વામાં ડુબાડી દેવાની ધમકી આપી નહોતી; આને બદલે તેણે પોતાની જાતની કુરબાની આપવાનું કહ્યું હતું.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નક્કી કરી લીધું કે જ્યાં સુધી ગણપતિ ભોજન નહીં કરે ત્યાં સુધી પોતે પણ અન્નનો દાણો મોંમાં નહીં મૂકે. તેણે મૂર્તિ સામે થોડો ખોરાક મૂકયો અને રાહ જોવા માંડી. જયારે ગણપતિએ ખાધું નહીં, ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પણ કશું જ ખાધું નહીં. તે તેની માતા પાસેથી ખાવાનું લાવતો હતો અને ઘરનાં ને લાગે કે તેણે ખાઈ લીધું છે એટલે તે ઘરની પાછળ જઈને ખાવાનું ગટરમાં વહાવી દેતો હતો. આવું બે-ત્રણ દિવસ સુધી ચાલ્યું. દરરોજ ગણપતિને તાજો પ્રસાદ ધરવામાં આવતો હતો. જે કંઈ બની રહ્યું હતું તેનાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતા-પિતા તદ્દન અજાણ હતા. ભૂખની તીવ્ર પીડા સહન કરીને પણ તેણે લીધેલા વ્રતનું પાલન કરીને ગણપતિ પ્રસાદ જમે તેની રાહ જોતો હતો અને પોતાનું ખાવાનું ગટરમાં ફેંકી દેતો હતો.

ત્રીજા દિવસને અંતે મૂર્તિ સામે ધરેલો ખોરાક અદેશ્ય થઈ ગયો ! બાળક પ્રેમ અને કૃતજ્ઞતાની લાગણીથી ભાવવિભોર બની ગયો. તેના ગાલ પર અશ્રુધારાઓ વહેવા લાગી. ભાવિના અણસારરૂપે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની આધ્યાત્મિક

ઘરમાં મૂર્તિની સ્થાપના કરેલી હોય છે અને એ ઘરના સભ્યો ગણપતિની મૃર્તિની પૃજા-વિધિ કરતા હોય છે. તહેવારના દિવસે ખાસ મિઠાઈ બનાવવામાં આવે છે અને ભગવાનને ધરાવવામાં આવે છે. ગણપતિનો પ્રિય ખોરાક મોદકમ્ – લાડુ છે. જે ચોખાના લોટમાં કોપરૂં અને ગોળ નાંખીને બનાવવામાં આવે છે. ઉપરાંત ખાસ ફળો અને ફલો છે, જે ગણપતિને ગમે છે. ગમે તેમ પણ ઉદર પર બેઠેલા મોટા પેટવાળા ગણપતિ બધા જ હિંદ્દુઓના માનીતા દેવ છે !

સ્થાનિક પરંપરા મુજબ, તહેવારના ત્રીજા, ચોથા, અથવા દસમા દિવસ પછી ગણપતિની મૂર્તિને લઈ જઈને નજીકના જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે. જે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયા છે, કારણ કે મૂર્તિ કાદવમાંથી બનાવેલી હોય છે અને પાણીમાં ઓગળી જાય છે. મોટા શહેરોમાં વિસર્જનની આ પ્રક્રિયા મોટી જૂથ યાત્રાનું સ્વરૂપ લે છે જે નજીકની નદી કે સમુદ્ર સુધી જઈને તેમાં મૂર્તિનું વિસર્જન કરે છે. નાના શહેરોમાં મૂર્તિઓને વ્યક્તિ પોતાના માથા પર મૂકીને લઈ જાય છે, અથવા જો તેઓ શ્રીમંત હોય તો વાહનમાં લઈ જાય છે અને પછી નજીકના મંદિરની ટાંકીમાં અથવા તળાવમાં તેનું વિસર્જન કરે છે.

કુંભારો પોતાના મૃર્તિ બનાવવાના સ્થળ પર મોટા જથ્થામાં (ક્લે) માટી લાવે છે, તહેવારો પછી જ્યારે તેઓ ચાલ્યા જાય છે ત્યારે પાછળ ઉપયોગમાં ના લેવાયેલ અને ન વેચાયેલ સામગ્રી ત્યાં જ છોડી જાય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આવા દરેક સ્થળે દોડી જઈને વધેલી સામગ્રી એકઠી કરી લેતા હતા. જેથી આ વપરાયા વગરની માટીમાંથી પોતાની રીતે મૂર્તિઓ બનાવી શકે.

તેના ઘરમાં એક જ વ્યક્તિ હતી જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આ બધી માટી ઘરમાં લાવે તેની સામે તેને વાંધો હતો અને એ હતી તેની નાની. તે ઘણી વખત નાનીની ઉપર આ માટી ફેંકતા હતા. આખું ઘર આ માટી અને અર્ધી તૈયાર થયેલી આકૃતિઓથી ભરાઈ જતું હતું : THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટીની આ બધી જ મૂર્તિઓની પૂજા પણ કરતા હતા અને સવારથી સાંજ સુધી તેની ઘંટડી મોટેથી વગાડતા રહેતા હતા. તેની નાનીને આ અવાજ સામે પણ વાંધો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એક યોગી પાસેથી ભૂત-પિશાચને ભગાડવાનો મંત્ર શીખ્યા હતા; તેની નાની તેમની સાથે જેવો ઝઘડો શરૂ કરે કે તરત જ તે આ મંત્રના ઉપયોગ કરવા લાગતા હતા. અને સતત ઘંટડી વગાડવા લાગતા હતા. જેથી નાની શાંત થઈ જતા હતા. તેમના આ નાની નેવું વરસ ઉપરની ઉંમરે પણ આજે સ્વસ્થ રીતે જીવી રહ્યાં છે.

જીંદગીની શરૂઆત આ સમયથી જ શરૂ થઈ ગઈ. તેને પોતાના વ્યક્તિગત અનુભવથી ભક્તિ અને શ્રધ્ધાની શક્તિનું ભાન થયું. એ દિવસથી આજ સુધી, તેના પોતાના આત્મ-સાક્ષાત્કારના દિવસ સુધી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગણપતિને પ્રસાદ ધરાવ્યા પછી જ પોતાનું ભોજન કર્યું હતું. ગણપતિએ જયારે ખાધું ત્યારે જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખાધું. આત્મસાક્ષાત્કાર (એન્લાઈટેન્મેન્ટ) પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ક્યારેય ખાધું જ નથી; માત્ર ગણપતિ જ ખાય છે !