મિત્ર તરીકે ભગવાન
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
"આત્મસાક્ષાત્કાર તેની પોતાની રીતે અંત નથી. તે આધ્યાત્મિક યાત્રાની માત્ર શરૂઆત છે. એ અનુભવની શરૂઆત માટેનો ઉંબરોછે, અંતિમ મંઝિલ નથી. ''
આપણે પહેલાંના પાનાંઓ પર અવતારો વિષે વાત કરી છે. એન્લાઈટેન્ડ આત્માઓને તેમના સંગ્રહીત થયેલા સંસ્કારોને પરિણામે ફરી વખત જન્મ લેવાની જરૂર પડતી નથી, છતાં હજુ પણ પૃથ્વી પર પુન:જન્મ ધારણ કરે છે. તેમણે પોતાની વાસનાઓ, સંસ્કારો અને કર્મોને સંપૂર્ણપણે ઓગાળી દીધા હોવાથી બીજા સામાન્ય જીવોની જેમ ફરીથી જન્મ લેવાની જરૂર પડતી નથી. આપણે પહેલાં વાંચ્યું તેમ આપણે આપણી સાથે આવેલી ઈચ્છાઓ અને માનસિક વલણો, જે આપણી ભૂતકાળની ક્રિયાઓને આધારે બંધાય છે, તે આપણું ફરી જન્મ લેવા માટેનું કારણ બને છે અને આપણું જન્મ-મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. એક વખત આ કર્મિક બોજનો અંત આવી જાય તો આત્મસાક્ષાત્કાર થાય છે અને જીવન-મરણનું ચક્ર અટકી જાય છે. એન્લાઈટેન્ટ હસ્તીઓનો આપોઆપ પુનઃજન્મ થતો નથી.
એ સાચું છે કે આપણા બ્રહ્માંડમાં બીજા સ્થાનો પર બુધ્ધિશાળી જીવો અસ્તિત્વ ધરાવે છે. તેમ છતાં માત્ર પૂથ્વી ગ્રહમાંથી જાગૃત હસ્તીઓ એન્લાઈટેન્મેન્ટ તરફ પ્રગતિ કરે છે, જે (સુપર કોન્શિયસનેસ) શ્રેષ્ઠ જાગ્રતતાની સ્થિતિ છે. અસ્તિત્વની જરૂરીયાત મુજબ એન્લાઈટેન્ડ હસ્તીઓ પૂથ્વી ગ્રહ પર અવતારરૂપે પાછી આવે છે. તેમને ફરીથી બોલાવવામાં આવે છે. પૂથ્વી ગ્રહપર તેમની હાજરીની અતિશય જરૂરીયાત ઊભી થઈ હોય છે. આ એન્લાઈટેન્ડ હસ્તીઓની આધ્યાત્મિક હકારાત્મકતાની આ ગ્રહ પર ભેગી થયેલી નકારાત્મકતા સામે પ્રતિક્રિયા કરવા માટે જરૂર પડે છે.
નિરાકારને જોયેલાં સ્વરૂપોથી પર ગ્રહણ કરી શકે છે અને નિરાકારને દિવ્યતા તરીકે સ્વીકારે છે. આ તબક્કે વ્યક્તિ બ્રહ્માંડના ઈરાદા મુજબ તેની સાથે ચાલે છે અને વહે છે. તેમાં પોતાની કોઈ મરજી હોતી નથી.
એન્લાઈટેન્ડ હસ્તીઓ પહેલેથી જ બ્રહ્માંડને સમર્પિત હોય છે : બૌધ્ધિક રીતે, સંવેદનાત્મક રીતે અને તેમની ઈન્દ્રિયોથી તેમને પોતાની ઈચ્છાથી કશું પણ કરવાની સ્વતંત્રતા હોતી નથી. તેઓ જે કંઈ પણ કરે છે તે બ્રહ્માંડીય દિવ્યતાથી માર્ગદર્શીત હોય છે. એન્લાઈટેન્ડ હસ્તીઓ તેમની ભીતરની પોતાની દિવ્યતા પ્રત્યે પર્ણપણે જાગૃત હોય છે અને આ જાગૃતતા તેમની દરેક ક્રિયાઓને સંચાલિત કરે છે. તેમની જિંદગીનું મિશન બ્રહ્માંડીય ડહાપણથી માર્ગદર્શિત થયેલ હોય છે.