એન્લાઇટેન્ડ માસ્ટરોને શા માટે દફનાવવામાં આવે છે, તેમનો અગ્નિ સંસ્કાર કેમ કરવામાં આવતો નથી.
અરૂણાચલ આધ્યાત્મિક મનોમંથન કરનાર રહ્યો છે. જેણે હજારો વર્ષોથી ઘણાં એન્લાઈટેન્ડ માસ્ટરોને પોષણ આપ્યું છે. તેની પાસે ભગવાન શિવનું પોતાનું જ પ્રતિનિધિત્વ કરનાર મહાન એન્લાઈટેન્ડ માસ્ટર અરૂણાગિરી યોગેશ્વરાની વંશાવળી છે. તિરૂવત્રામલાઈનું વિશાળ મંદિર અરૂણાગિરી યોગીશ્વરાની જીવસમાધિ પર બાંધવામાં આવ્યું છે. અરૂણાચલેશ્વર પ્રમુખ દેવ હોવા છતાં પણ યોગીશ્વરાની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. રમણ, યોગીશ્વરાનો ઉલ્લેખ મહાન માસ્ટર તરીકે કરે છે, જેનો ઉલ્લેખ તેઓ વટવૃક્ષ નીચે બેસીને તેમની આસપાસ બેઠેલા મોટી ઉંમરના લોકોને ઉપદેશ આપતા યુવાન સાધુ તરીકે કરે છે.
હિંદુ પરંપરામાં એન્લાઈટેન્ડ માસ્ટરોને હંમેશા દફનાવવામાં આવે છે. જયારે બીજા લોકોની દહન ક્રિયા કરવામાં આવે છે. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ છે. શરીર આપણી ઈચ્છાઓને સંઘરવાનું પાત્ર છે અને તેની સાથે યાદો સખત રીતે જોડાયેલ હોય છે, જેને 'સંસ્કાર' કહેવામાં આવે છે. 'સંસ્કાર' આપણા સંવેદનાત્મક અનુભવોનો સંગ્રહ હોય છે, તે આપો આપ આપણાં મૂલ્યો અને માન્યતાઓ બાંધે છે જે આપણી જીંદગીનું સંચાલન કરે છે, ઘણી વખત અજાણતાં જ આ યાદોનો સંગ્રહ આપણા જન્મ પહેલાં જ શરૂ થાય છે અને આપણા મૃત્યુ પછી પણ રહે છે.
ખ્યાતનામ સેલ્યુલર બાયોલોજીસ્ટ ડૉ. બ્રુસ લિસ્ટનનો અભ્યાસ બતાવે છે કે કોષીય સ્તરે માતાના ગર્ભાશયમાં રહેલું ભૂણ, બહારની દુનિયામાં તેનામાં સંગ્રહ્માયેલી યાદોને બહાર મોકલે છે. માતા-પિતા વચ્ચેનો સંવાદ અને તેમની માનસિક સ્થિતિ, ખાસ કરીને માતાની, નવજાત શિશુમાં કોષીય બંધારણ દ્વારા તેના બધા જ આંતરિક અવયોમાં સાથે આવે છે.
આવી જ રીતે, આપણે મૃત્યુ પામીએ પછી પણ યાદો જીવંત રહે છે અને આ યાદો શરીર સાથે સખત રીતે જકડાયેલી રહે છે. જો શરીરને દફન કરવામાં આવે તો આ યાદો દફન ક્રિયાની જગ્યા ઉપર અગોચર સ્વરૂપે હાજર રહે છે. એ શક્ય છે કે જે સંસ્કૃતિમાં શબને દાટવામાં આવતા હતા,