KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/અરૂણાચલમાં શિવની હાજરી : ત્રણ સ્વરૂપોમાં રહેવાનું વચનSign in
કૃતજાતામાં (Krutajatanmam)

અરૂણાચલમાં શિવની હાજરી : ત્રણ સ્વરૂપોમાં રહેવાનું વચન

અરૂણાચલની પૌરાણિક કથા 'અરૂણાચલ પુરાણ' કહે છે કે ભગવાન શિવે વચન આપ્યું છે કે અરૂણાચલમાં તેઓ હંમેશા ત્રણ સ્વરૂપોમાં રહેશેક અરૂણાચલ ટેકરી તરીકે; મંદિરમાં જયોતિર્લીંગ અરૂણાચલેશ્વર તરીકે; અને તિરૂવશ્વામલાઈના શહેરમાં જીવંત અવતારોના સ્વરૂપમાં; આ સત્યને રમણ મહર્ષિ દ્વારા ફરી વખત દ્રઢ કરવામાં આવ્યું હતું.

અરૂણાચલ ટેકરી જીવંત છે. ભૂસ્તર શાસ્ત્રીય પ્રમાણો મુજબ આ ટેકરી હિમાલય પર્વત માળાઓ કરતાં પણ વધારેપ્રાચીન છે. અરૂણાચલેશ્વરના મંદિરમાં લાખો ભક્તો શિવલીંગની પૂજા કરે છે. પૂનમના દિવસે લાખો લોકો તિરૂવત્રામલાઈમાં મંદિરની મુલાકાત લેવા અને ટેકરીની પરિક્રમા કરવા માટે એકઠા થાય છે. અરૂણાચલના જીવંત માસ્ટરો તેમના કોસ્મિક મિશન પરિપૂર્ણ કરવા માટે અવતારો રૂપે આવે છે અને તેમના મિશન પૂર્ણ થતાં વિદ્દાય લે છે. આ મહાન મંદિર શહેર, ધરતીનું આધ્યાત્મિક ઈન્કયુબેટર હોવાને લીધે, શિવે વચન આપ્યા મુજબ પૂથ્વી પર સતત આધ્યાત્મિક્તાની ખાત્રી આપે છે.

તિરૂવન્નામલાઈ એવું શહેર છે, જે વરસનો દરેક દિવસ મંદિરના ઉત્સવના દિવસ તરીકે ઉજવે છે. આ શહેરના દરેક ગૃહસ્થીઓ તેઓ સાધુ – સંતો હોય તેવી રીતે સંન્યાસીઓ અને ધ્યાનીઓની કાળજી લે છે. આ પવિત્ર જગ્યામાં ભિખારીઓની અવગણના કરવામાં આવતી નથી, એ લોકોને, લોકો માટે દાન કરવાની તક મળી હોય એ રીતે જોવામાં આવે છે. આ પવિત્ર શહેરમાં, જેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હોય તેવા મહાન માસ્ટરો, તેના અનુયાયીઓ અને ભિખારીઓ વચ્ચેનો તફાવત પારખી કાઢવો સહેલો

જેમાં શુદ્ધિ કરણની વિધિઓ સામેલ હતી, તે પ્રક્રિયા શબમાં રહેલી યાદોને દુર કરવાની ચોકસાઈ હતી. આવી ક્રિયાઓની ગેરહાજરીમાં, જે લાંબો સમય અનુસરવામાં ના આવી હોય, તો શરીર જમીનમાં કોહવાઈને ઓગળી ગયા પછી પણ યાદો રહી જવાની શક્યતાઓ છે. આ અગોચર યાદોની હાજરીને કોઈ ભૂતો અથવા પ્રેતાત્માઓ તરીકે ઓળખાવે છે. અમુક લોકોની લાગણીઓ, જેઓ આ અગોચર સંવેદનો તરફ વધારે લાગણીશીલ હોય તેમની અનુભૂતિ સાચી હોય છે; તેમનો અનુભવ ભ્રમ નથી હોતો. આપણે માનીએ કે ના માનીએ, સમજીએ કે ના સમજીએ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ, આપણા મૃત્યુ પછી પણ યાદો બચી જાય છે અને લાંબા સમય સુધી રહે છે.

એન્લાઈટેન્ડ માસ્ટરોના કિસ્સાઓમાં તેમની યાદો ખુબ જ શક્તિશાળી હોય છે અને મૂલ્યવર્ધક હોય છે. તેઓ તેમની પાછળ તેમનાં શરીરમાં શક્તિનો પ્રચંડ જથ્થો છોડી જાય છે. હિંદુઓ માને છે કે તેમના શરીરને જીવસમાધી કહેવાતા જીવંત ખાડામાં યોગ્ય સ્થિતિઓમાં દફનાવવામાં આવે તો તે એન્લાઈટેન્ડ માસ્ટરની આ શક્તિને સંગ્રહી રાખે છે. મહાન માસ્ટરોની જીવસમાધિ બેસુમાર શક્તિશાળી હોય છે; તે શુદ્ધ શક્તિ છે; તે ન્યુકલીઅર રિએક્ટર બરાબર છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે તેમના વ્યક્તિગત અનુભવમાં તેમણે માસ્ટરોની આવી પાંચ જીવસમાધિઓ જોઈ છે કે જેઓ હમણાં સુધી ભારતમાં જીવતા હતાં. મંત્રાલયમાં રાઘવેન્દ્ર સ્વામી, શીરડીમાં સાંઈબાબા, તિરૂવશ્વામલાઈમાં ભગવાન રમણ મહર્ષિ, નેરૂરમાં સદાશિવ બ્રહ્મેન્દ્ર અને યુએસએના લાસ એન્જલસની નજીકમાં પરમહંસ યોગાનંદ.

નથી, કારણ કે તે બધાં જ એક સરખાં વસ્ત્રો ધારણ કરે છે ! અહીં વસતા માસ્ટરોની સાદાઈની આ મહાનતા છે.

આ ભવ્યમંદિર તેના લોકોને હિંદ્ધર્મની ઓળખ, તેની દિવાલો અને શિખરો પર આ મંદિર અને શહેરની આસપાસ બનેલી ધાર્મિક વાર્તાઓ અને પૌરાણિક કથાઓની કોતરણી દ્વારા કરાવે છે. અરૂણાચલ ટેકરી સતત શક્તિના તરંગો પ્રવાહિત કરે છે અને આધ્યાત્મિક પરિપૂર્ણતા પૂરા પાડે છે. જીવંત માસ્ટરો, જે અહીં હંમેશા હાજર હોય છે તેઓ મંદિર અને ટેકરી વચ્ચેના સેતુ જેવા છે.

ભીતરી વિજ્ઞાનનો સિધ્ધાંત, તેનું અમલીકરણ અને તેનો અમલ કરનાર વિજ્ઞાનીઓ – આ ત્રણેય બાબતો અહીં એક જ સમય અને જગ્યાએ બને છે ! ટેકરી ભીતરી વિજ્ઞાનના સિધ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે - શાસ્ત્રો અથવા ૫વિત્ર ગ્રંથો આ જ્ઞાન પુરું પાડે છે. મંદિર તેના અમલનું પ્રતિનિધિત્વ કરે છે – સ્તોત્ર અથવા ભક્તિગીતો જે ભગવાનના ગુણગાન ગાય છે તે તેમની લાગણીઓને અનુસરે છે તેમને ભક્તિભાવ તરફ વાળે છે. જીવંત માસ્ટરો વૈજ્ઞાનિકો છે જે સૂત્ર ઉપલબ્ધ કરાવે છે અથવા અર્થસભર સુવાક્યોના સ્વરૂપે રહસ્મય પધ્ધતિઓ આપે છે, જે સીધી જ મૂળભૂત 'સ્વ' ના સ્તરે કામ કરે છે; તેઓ એવા વૈજ્ઞાનિકો છે, જેઓ આપણને સિધ્ધાંતો પાછળના ડહાપણની સમજણ સુધી દોરી જાય છે, એવું સમયાતીતજ્ઞાન જેનો અરૂણાચલ ટેકરીમાં ભંડાર ભરેલો છે તે આપણને એવા માર્ગે દોરી જાય છે જે માર્ગ જે પોતે જ દિવ્ય અસ્તિત્વ છે એવા અરૂણાચલેશ્વરની ભક્તિનો માર્ગ.

શિવ, આ ત્રણેય સ્વરૂપોમાં તિરૂવન્નામલાઈમાં સતત પોતાની શક્તિ વિકિરણીત કરતા રહે છે. દ્દુનિયાને આશીર્વાદ આપતા રહે છે અને આવ રીતે પોતે આપેલું વચન પાળતા રહે છે.