KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/અસંતોષ માસ્ટર તરફ દોરી જાય છેSign in
કૃતજાતામાં (Krutajatanmam)

અસંતોષ માસ્ટર તરફ દોરી જાય છે

માસ્ટર સાથે અસ્થાયી સંબંધ રાખવો સહેલો છે જ્યારે મન થાય ત્યારે છોડી શકાય છે. ભવિષ્યમાં ક્યારેક તમારી આંતરિક જાતમાં 'સ્વ'ના ઊંડાણમાં જઈ શકાશે એવા દંભ સાથે માસ્ટરની મદદ લેવા તેની સાથે વધારે સમય ગાળવો એ અનુકૂળતા આપે એવું કામ છે. તમે તમારી જાતને કહો છો કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે 'સ્વ' નું ભાન થશે જ, પરંતુ અત્યારે જ યોગ્ય સમય છે, તેનું તમને ભાન નથી.

લોકો માસ્ટર પાસેથી ઘણી બધી બાબતોની આશા રાખે છે. ૯૯% લોકો તો જેવી રીતે મંદિરમાં મૂર્તિ સામે પ્રાર્થના કરતી વખતે ભૌતિક સુખોની માંગણી કરે છે, તેવા જ ફાયદા માસ્ટર પાસે મેળવવા આવે છે. મંદિરમાં આપણે બધા ભિખારીઓ બની જઈએ છીએ. હકીકતમાં, આપણે તેમને ભાત ભાતના પ્રસાદો અને ચડાવા આપીને દેવતાઓના સ્તરને પણ િભિખારી જેવું બનાવી દઈએ છીએ. આપણે ફાયદો થશે તો તેના અમૂક ટકા તેના ચરણોમાં ધરવાનું વચન દઈએ છીએ. આપણે કહીએ છીએ કે, " મારે દસ લાખ રૂપિયાની જરૂર છે અને જો મને તે મળી જશે તો હું તેના ૨૦% તમારા મંદિરમાં દાન કરી દઈશ. તમને વિશ્વાસ ના હોય તો ૨૦% પહેલાં જ કાપી લો અને બાકીના મને આપી દો."

ભૌતિક લાભોમાં નાણાં મેળવવા, તબિયત સુધારવી, સંતાન વિહોણાં લોકોને સંતાન પ્રાપ્ત કરવું તથા આત્મોધ્ધારની શોધખોળ કરવી જેવા વિવિધ લાભો હોઈ શકે છે. આપણે મંદિરોમાં ભગવાન પાસે ભીખ માંગીએ છીએ. આપણે માસ્ટર પાસે પણ આવો જ ભિખારીપણાનો અભિગમ સાથે લઈ જઈએ છીએ.

બંશ્વે કિસ્સામાં, આપણને જયારે માગેલું મળી જાય છે, ત્યારે આપણને

દિવ્ય આનંદમય અને શાંતિમય દ્દ્નિયાનું સર્જન કરી શકે છે.

આજના વ્યાવસાયિક જગતમાં આપણે જોઈ શકીએ છીએ કે ઔદ્યોગિ માંધાતાઓ, ફ્રગ્ગામાં તેની ક્ષમતા કરતાં વધારે હવા ભરી હોય તે રીતે ફાટી રહ્યા છે અને તેમની જાતને તેમજ તેમની આસપાસના લોકોને હાનિ પહોંચાડી રહ્યા છે. છતાં, થોડાં એવાં પણ છે જે બધાં જ દબાણો હોવા છતાં પોતાનું સંતુલન જાળવી રહ્યા છે. આવાં થોડાં 'તાઓ'ની કહેવતમાં આવતા ઘાસ જેવા છે. જે પાણીનો જોરદાર પ્રવાહ આવતાં જ નીચા વળી જાય છે અને પ્રવાહનું દબાણ હટી જતાં જ પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે.

આવું ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિમાં શું પ્રાપ્ત કરવાનું છે તેની સામે પોતાની ક્ષમતાનું સંતુલિત યથાર્થ દર્શન હોય છે; જીવન પાસેથી શું મેળવવાનું છે, તેને બદલે આપણે શું આપી શકીએ છીએ તેનું દર્શન હોય.

આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સફળતા મેળવીએ છીએ તેને આપણી ક્ષમતાઓ સાથે લાગેવળગે છે. એવા ઘણાં હતાં અને છે, જેઓ આપણાં કરતાં વધારે બુદ્ધિશાળી હોય; વધારે નિર્ણાયક, વધારે ખંતવાળા અને વધારે શક્તિશાળી હોવા છતાં ભૌતિક સફળતામાં આપણે જે સ્તરે પહોંચ્યા છીએ, તે સ્તર સુધી પહોંચી શક્યા નથી.

બીજુ બાજુ આપણી આસપાસ ઓછા બુધ્ધિશાળી, લાગણીશીલ અને આધ્યાત્મિક ક્ષમતાવાળા લોકો જોઈએ છીએ જે ભૌતિકરીતે અને ધંધાકીય રીતે ઘણાં બધા વધારે સફળ થયા છે.

વ્યક્તિની વારસાગત શક્તિઓ, શિક્ષણ, જન્મસિધ્ધ ક્ષમતાઓ, DNA અને બીજું કંઈપણ જેનાથી વ્યક્તિ પોતાની જાતનું માપ કાઢી શકે, તેના

થોડા લોકો બૌદ્ધિક અથવા આધ્યાત્મિક યથા-દર્શન શીખવા માટે માસ્ટર પાસે જાય છે, પશ્ચિમમાં, માસ્ટર માટેની શોધ હકીકતમાં 'સફળતાના ડીપ્રેસન'માંથી બહાર આવવા માટે થાય છે, જે ભૌતિક સફળતાના અતિરેકમાંથી આવે છે. અંતે પછી તે ભીતરના ઊંડાણમાં રહેલી આધ્યાત્મિક જરૂરિયાતો સાથે અસંતુલિત બની ગઈ હોય છે. પશ્ચિમના લોકો આના પર કાબુ મેળવવા માટે સતત પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે; તેઓ દર વરસે કાર બદલી નાંખે છે. ઘર બદલે છે અને જીવન સાથી પણ દર વરસે બદલી નાંખે છે ! પછી તેમને નવાઈ લાગે છે કે હજુ પણ તેઓ સંતોષ શોધી શક્યા નથી.

ભારતમાં લોકો નિષ્ફળતાના ડિપ્રેસનમાંથી બહાર આવવા માસ્ટર પાસે આવે છે; તેઓની મોટાભાગની ઈચ્છા ભૌતિક બાબતોની હોય છે. તેમને ઈચ્છિત વસ્તુઓ નથી મળતી એટલે અસંતોષી છે; માટે તેઓ એ માટે મથે છે. સફળતાના ડિપ્રેસન કરતાં નિષ્ફળતાના ડિપ્રેસનનો ઉકેલ વધારે સહેલો છે.

આપણાંમાંના ઘણાંને આપણી આસપાસ આપણે જે ચારિત્ર્ય અને નૈતિકતાની ઉણપ જોઈએ છીએ તે બાબતમાં સક્રિય અસંતોષ હોય છે. આ અસંતોષ, આ અવકાશ ઉચ્ચતર મૂલ્યો માટેની જરૂરિયાત અને આપણી અંદર આપણને જે જોઈએ છે તેની વચ્ચેનો છે. જે આપણામાંના અમુકને એક અથવા બીજા પ્રકારની હકારાત્મક ક્રિયા કરવા પ્રેરે છે.

અહીં જે મુલ્યોની પધ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સમાજ બનાવે છે. નૈતિક્તા અને ચારિત્ર્યની, ધાર્મિક મૂલ્યોની વાત નથી. તેનો સંદર્ભ વ્યક્તિની આંતરિક ચેતના સાથે છે, જે ભૌતિક દુનિયામાં પેદા થતી બધી જ સમસ્યાઓનો એક માત્ર ઉકેલ છે. દરેક વ્યક્તિમાં રહેલ શુદ્ધ ચેતના

તેઓ કહે છે કે તેમને મળવું એ કોઈ અકસ્માત નથી. માસ્ટરને મળવું એ જીવનનો આશય છે, જીવનમાં આના સિવાય બીજો કોઈ સીધો હેતુ હોતો નથી.

માસ્ટર - માસ્ટર સર્જન

આપણામાંના મોટા ભાગના વિચારીએ છીએ કે આપણી પાસે સ્પષ્ટ હેતુ છે, જેમાં આપણે માનીએ છીએ, અને તેની લાઈન દોરીમાં આપણે આપણાં જીવનને દોરી જઈએ છીએ તેમજ એ હેતુ પ્રાપ્ત કરવાની ધારણામાં વારંવાર આપણને થાય છે કે આ હેતુ કાયમી નથી. તે બદલાતો રહે છે. જે હેતુ પ્રાપ્ત કરવા માટે આપણું સમગ્ર જીવન સમગ્રિત કરવા તૈયાર હોઈએ છીએ, તે જયારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આપણને લાગે છે કે આપણે હજુ પણ પરિપૂર્ણતાની લાગણી અનુભવતા નથી. આપણે અધૂરા છીએ. માણસ જાતનો સાચો સ્વભાવ એ છે કે ભૌતિક સમૃધ્ધિથી તેને ક્યારેય સંતોષી શકાય નહીં.

માણસનો 'સ્વ' કંઈક બીજું ઝંખે છે, તે માસ્ટરને ઝંખે છે.

પછી આપણે માસ્ટરને મળીએ છીએ. આપણી જેમ ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મળ્યા છે. આપણામાંના ઘણાં એવા છે જેને તેઓ 'વ્યાવસાયિક જિજ્ઞાસુઓ કહે છે. જેઓ તેમને મળ્યા છે પણ હજુ સુધી આપણી માન્યતાઓ, જ્ઞાન અને અનુભવોના મૂલ્યો ઉપર સતત વાત થવા છતાં સેંકડો પ્રશ્નોના જવાબો મેળવી શક્યા નથી. બસ તેમને મળતાં જ પ્રશ્નો અદૃશ્ય થઈ જાય છે. શંકાઓ હોય છે અને સતત શંકાઓ રહે છે, પરંતુ વધારે પ્રશ્નો ઉદ્દુભવતા નથી.પ્રશ્નો ઉદ્દભવે તે પહેલાં જ તેના જવાબો મળી જતાં હોય તેવું લાગે છે.

ઉપરાંત એવું કોઈ પાસું છે, જે વ્યક્તિના જીવનમાં પ્રાપ્ત થતી સફળતા - ભૌતિક અને આધ્યાત્મિક - બંન્નેમાં યોગદાન આપે છે. શું તે 'કર્મ', નસીબ અથવા મંઝિલ, અથવા આધ્યાત્મિક ગુણાંક છે જે આધ્યાત્મિક દ્રષ્ટિમાં આપણી ક્રાંતિનું માપ કાઢી શકે છે ? હું શા માટે છું ? હું શું છું ? હું કેટલી ઉંચાઈએ પહોંચવાનો છું ? જીવનમાં મારો ઉદ્દેશ શું છે ? હું કોણ છું ?

ઉપર ઉઠવાની આપણી આ આકાંક્ષા અને આપણે કોણ છીએ તે સમજવાની ઉત્કંઠા હજૂ પણ આપણામાંના ઘણાંને હજુ પણ હંકારી રહી છે. આ એ સર્જનાત્મક તણાવ છે, જે આપણને માસ્ટર પાસે લઈ આવે છે. આ એ જ સર્જનાત્મક તણાવ છે જે આપણા મનના પ્રતિકાર છતાં વારંવાર માસ્ટર તરફ દોરી જાય છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આધ્યાત્મિક માસ્ટર છે, તેઓ કહેવાતા ધાર્મિક પાખંડમાં શ્રધ્ધા રાખતાં નથી. તેઓ વ્યક્તિના રોજીંદા જીવનમાં કેમ જીવવું તેના વ્યવહારુ મુદ્દાઓની વાત કરે છે, રોજે રોજ, કલાકે કલાકે, મિનિટે મિનિટે અને સેકંડે સેકંડે કેવી રીતે જીવવું તે સમજાવે છે; વ્યક્તિ જે વાત શાસ્ત્રો અથવા પરંપરાગત જ્ઞાનને સમજીને ગ્રહણ નથી કરી શકતી, પરંતુ માત્ર તેમની હાજરી અને તેમના અંતિમ સત્યના અનુભવોમાંથી; જે તેમના અનુભવમય ડહાપણને સ્વીકારવા તૈયાર હોય, જેઓ પોતાની જવાનીના વર્ષો પોતાની જાતને ઉચ્ચતર કક્ષાએ લઈ ગયા છે, સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રીતે, જેમની અદ્રુભૂત દિવ્યતા અને શક્તિ આપણામાં એવી હૂંફ અને તેજસ્વીતા લાવે છે, જેનો આપણે પહેલાં ક્યારેય અનુભવ કર્યો નહોતો.

તેમની હાજરીમાં આપણાં પ્રશ્નો વરાળ બનીને ઉડી જાય છે. તેમની સામે શાંતિથી બેસવું એ જ મેડિટેશન છે.

તમે જયારે મારી પાસે અજનબી તરીકે, બારીમાંથી ડોકીયું કરનાર તરીકે આવો છો ત્યારે મને તમને મગજની કેન્ડી ઓફર કરવાની મજા આવે છે અને તમે તેના સ્વાદની મીઠાશ લો છો અને પાછા જતા રહો છો. તમે જ્યારે કોઈ ઈચ્છાની શોધખોળ સાથે નજીક આવો છો, ત્યારે તમે મારી જવાબદારી બની જાવ છો. તમને તમારા સાચા 'સ્વ' ની ઓળખ કરાવી આપવાનું મારું વચન છે. મારા નજીકના અને સ્નેહીઓ તરફની મારી કરૂણા એ વખતે ઘણી કઠોર હોય છે !

જીવંત માસ્ટરની હાજરી એક અંતિમ સર્વોચ્ચ ભેટ છે. ભગવાન આપણાંમાંના મોટાભાગના માટે એક ખ્યાલ છે; અમુક માટે એ મજાક છે. ઘણાં બધા માટે એ પૂજા છે. ભગવાન માટે શું કરવું જોઈએ એ માટેની કોઈ સામાન્ય સમજણ નથી. ધર્મો હોય કે ધાર્મિક નેતાઓ એ ધારે છે કે તેઓ આપણને ભગવાન તરફ દોરી જાય છે, તેઓ આ બાબતમાં સૌથી મોટા પાપીઓ છે. એ લોકો વિખવાદ કરાવીને શાસન કરે છે. એ લોકો લડે છે અને સર્વનાશ કરે છે. એક વ્યક્તિ માટે ભગવાન પાસે પહોંચવા માટે મૂર્તિ મહત્ત્વની છે; બીજા માટે મૂર્તિપૂજા પાપ છે : દરેક માટે તેના શાસ્ત્રો અને ભગવાનની છાપ જ એક માત્ર આત્મોધ્ધારનો રસ્તો છે.

તેમ છતાં દરેક પ્રમાણભૂત ધર્મ ભગવાનને આપણી અંદર અનુભવવા માટે જ સર્જાયો હતો. સમય જતાં ધર્મોનો આ મૂળભૂત ઉદ્દેશ્ય ભૂલાઈ જવાયો અને નિયમનકારી રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું અને એવી તરકીબો શોધી કાઢવામાં આવી કે દરેક ધર્મ ભય અને લાલચથી નિયમન કરવા લાગ્યો. લોકોને પાપી સાબિત કરવામાં આવ્યા, જેથી તેમને અંકુશમાં રાખી શકાય. આમ કરીને તેના દ્વારા આત્મોધ્ધારની જગ્યાએ ધર્મમાં ત્રાસવાદ અને ધર્મ ઝનુન ઘુસાડવામાં આવ્યા.

આપણાંમાના ઘણાંએ વ્યાવસાયિક કારકિર્દીમાં આપણે જે મેળવવાનું નક્કી કર્યું હોય તે મોટાભાગનું મેળવી લીધા પછી આપણને નવાઈ લાગે છે કે આપણને આ બધું પહેલાં ક્રમમાં શા માટે જોઈતું હતું. આ પ્રાપ્તિઓ માત્ર ક્ષણિક આનંદ જ લાવે છે.

જેવો આ ક્ષણિક આનંદ ક્ષીણ થઈ જાય છે આપણને સુખના બીજા ઠેકાણાની શોધ શરૂ કરવાની જરૂરીયાત લાગે છે અને આપણે તેની પાછળ દોડવાનું શરૂ કરીએ છીએ, આપણે જે કંઈ મેળવ્યું હોય તેનો પૂરો આનંદ મેળવીએ એ પહેલાં જ હંમેશા પ્રશ્ન આવે છે, 'હવે પછી શું ?'

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, આપણે આપણી જીંદગીમાં જે અજ્ઞાનના અંધકારના થર ઉપર થર ભેગા કર્યા છે તેના પર આપણી ભીતર પ્રકાશનો દીપ પ્રગટાવે છે.

ઉપનિષદ્દ કહે છે : 'તમસો મા જયોતિર્ગમય' તેનો અર્થ છે, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈજા.

આ અસહાયતાની અભ્યર્થના સાથે આપણે માસ્ટર પાસે આવીએ છીએ. એ તેની કૃપા દ્રષ્ટિ છે, જે આપણો હાથ ઝાલીને આપણને પ્રકાશના માર્ગ પર મુસાફરી કરાવે છે.

માસ્ટર, માસ્ટર સર્જન છે. તે આપણા અહમૂની કેન્સર ગ્રસ્ત ગાંઠને કાપી નાંખે છે અને જૂઠાણાંને દૂર કરે છે, તેમજ આપણને આપણા મૂળભૂત સાચા સ્વ ની વાસ્તવિક્તા તરફ ખુલ્લા કરે છે. આપણે જેટલા વધુ તેની નજીક જઈએ છીએ, તેટલા જ તે વધારે તપે છે !

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે,

દરેક ધર્મોમાં મળભત સત્ય એક સરખું જ છે. એક વખત આ સત્યનું ભાન થઈ જાય એટલે ધર્મોની બેડીઓ આપોઆપ ખરી પડે છે.

સાચા માસ્ટર સાથે આપણી અંદર કોઈ પણ ધાર્મિક બંધનો વગર જ આંતરિક વિકાસ થવા લાગે છે. માસ્ટર તરફથી શિષ્ય અને માસ્ટર વચ્ચે કોઈ જબરદસ્તીના બંધનો હોતાં નથી.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :

તમારે જેટલા માસ્ટરો પાસે જવું હોય તેટલા માસ્ટરો પાસે જાવ, પરંતુ દરેક પાસેથી કંઈક મૂલ્યવાન અર્થપૂર્ણ શીખો. તમે જઈ શકો એટલા બગીચામાં સૌથી વધુ સુંદર ફૂલો ચૂંટવા જાવ અને તેમાંથી તમારા માટે સુંદર ગુલદસ્તો બનાવો.

લોકો ઘણાં માસ્ટરો પાસે જાય છે પરંતુ સમસ્યા એ છે કે તેઓ તેમાંના કોઈ પાસેથી કશું જ શીખતાં નથી. તેઓ માત્ર બારીમાંથી ઝાંકનારા છે. જાય છે, અંદર જુએ છે અને દૃર ચાલ્યા જાય છે અથવા, તેઓ આવે છે અને માસ્ટરના ઉપદેશને ગ્રહણ કરવાને બદલે તેના વ્યક્તિત્વમાં જકડાઈ જાય છે અને સમાજમાં મુશ્કેલીઓ પેદા કરવાનું શરૂ છે. અથવા તેઓ માસ્ટરના કઠોર પ્રેમથી આઘાત પામી જાય છે અને તેમને માટે સરળ હોય તેવા બીજા માસ્ટરની શોધખોળમાં લાગી જાય છે.

જો જિસસ ક્રાઈસ્ટ અને ભગવાન કૃષ્ણ એકબીજાને મળે, તો તેઓ એકબીજાને ભેટી પડે, તેઓ બન્ને એન્લાઈટેન્ડ માસ્ટરો છે. તેમ છતાં જે ઘેટાંઓ જિસસના અનુયાયીઓ હશે અને જે ગાયો કૃષ્ણાની અનુયાયીઓ હશે તેઓ હંમેશા લડવા પર આવી જશે અને સાબિત કરવા મથશે કે કોના માસ્ટર મહાન છે ! આવી જ રીતે ધર્મના નામે માસ્ટરોમાં પણ આવી વિલક્ષણતાઓ પેદા કરે છે. તેમાં કોઈ મોટો તફાવત નથી.

આ પુસ્તક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવનનો પ્રેરણાત્મક હિસાબ છે, જે તેમણે જે માર્ગે મુસાફરી કરી છે તે દર્શાવે છે, જેથી આપણા પોતાના આંતરિક 'સ્વ' ના સાચા સ્વભાવની શોધખોળ માટેની ઈચ્છા પ્રગટી શકે. આ પુસ્તકનો એક માત્ર ઉદ્દેશ્ય છે કે જે આપણને બતાવે છે કે આપણે ખરા અર્થમાં સિંહો છીએ, ઘેટાં નહીં.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર કહે છે,

'અહીં હું, મારું દિવ્યત્વ સાબિત કરવા નથી આવ્યો; અહીં હું એ સાબિત કરવા આવ્યો છૂં કે તમે દિવ્ય છો.'

સત્ય અને હકીકત

મહાભારતના રચયિતા વ્યાસનો યુવાન પુત્ર શુકબ્રહ્મા મહાન સાધુ હતો અને તે તેના કરતાં મોટી વયના સાધુઓને ધાર્મિક ઉપદેશ આપતો હતો. તેણે તેમને ભગવાન વિષ્ણુની ભાગવતની કથા કહી હતી, જે કૃષ્ણાવતારની કથા છે.

કથાની પૂર્ણાદ્યુતિ વખતે સભામાં બેઠેલા ઋષિઓમાંથી એકે આંસુભરી આંખે, આવેશમાં આવીને સુકબ્રહ્માને કહ્યું, "મહેરબાની કરીને આમાંનું કંઈપણ શબ્દોમાં ઊતારતા નહીં. એક વખત શબ્દોમાં ઊતરી જશે, પછી તેની અંદરનું ગહન સત્ય, તેની સર્વાંગ સુંદરતા જે ક્યારેય શબ્દોમાં વ્યક્ત થઈ શકશે નહીં, તે નષ્ટ થઈ જશે. પછી કોઈપણ અહીં શું બન્યું હતું એ જાણી નહીં શકે, માત્ર શબ્દોથી અહીં જે બન્યુ હતું એનો અનુભવ કોઈ પણ નહીં કરી શકે, કથા કહેતી વખતે જે શક્તિના સ્પંદનો પેદા થયા

હતા, શબ્દોની પાછળ જે જુસ્સો હતો, અને તમને સાંભળતી વખતે અમારા આત્માને જે અનુભવ થયો હતો તેવો અનુભવ શબ્દો વાંચીને ક્યારેય થઈ શકે નહીં. આખી બાબતમાં જે સત્ય છે, જે શક્તિ છે તેની પાછળની હકીકત ઝાંખી પડી જશે.

શુકે કહ્યું, 'હું તમારી સાથે સંમત છું.' પરંતુ આપણે તેને શબ્દોમાં લખવાની જરૂર છે, જેથી ભવિષ્યની પેઢી તેને વાંચીને તેમાંથી પ્રેરણા લઈ શકે. આ શબ્દો, જે વાંચશે તેના માટે પ્રેરણા અને ચાલકબળ માટેનો મહાન સ્ત્રોત બની જશે, તે તેમને શબ્દો પાછળના સત્યનો અનુભવ કરવા તરફ દોરી જશે, આટલું પુરતું છે.

અમારા માસ્ટરની જીવનકથા લખવાનું આ જ કારણ છે. એ સાચું છે કે સત્ય, અનુભવજન્ય સત્ય ક્યારેય શબ્દોમાં પકડી શકાય નહીં. છતાં પણ આ અનુભવજન્ય સત્ય, અહીં વ્યક્ત કરવામાં આવ્યું છે, જે લાખો લોકોને પ્રેરણા પૂરી પાડી શકે છે.

ઐતિહાસિક કથાઓમાં હકીકતો અને કાળક્રમની માહિતીઓ હોય છે. પશ્ચિમ હંમેશા હકીકતોમાં રસ ધરાવતું રહ્યું છે; કાળગણનમાં; ઈતિહાસમાં; એવી બાબતોમાં જેની અમુક અર્થોમાં ચકાસણી કરી શકાય. પશ્ચિમી વિજ્ઞાનમાં બાબતોને બુધ્ધિથી સાબિત કરવાની જરૂર પડે છે; તેને તર્કોથી સાબિત કરવી પડે છે, જેથી દુનિયા સામે રજુ કરી શકાય. પૂર્વ સત્ય ઉપર જ વધારે ભાર મૂકે છે.

સત્ય રૂપક છે, અર્થાલંકારિક છે, હકીકત યુક્ત નથી. તે દેશ અને કાળથી પર છે; તેને સીધા તર્કોથી સાબિત કરી શકાય નહીં. જો તર્કો સત્ય ને સાબિત કરી શકે તો પછી તર્કોએ સત્યથી મહાન બનવું પડે, જે ક્યારેય બની શકે નહીં ! આ જીવનકથા શક્ય એટલી શ્રેષ્ઠ રીતે સત્ય અને હકીકત બન્ને પેદા કરે છે.

ભગવાન વિષ્ણુના અવતાર, મહાન રાજા રામ વિષે વાલ્મીકિએ લખેલી રામાયણ વિખ્યાત હિંદુ ધર્મ ગ્રંથ છે. આ કથામાં રાક્ષસ રાવણ, રામની પત્ની સીતાનું અપહરણ કરી જાય છે. રામ જયારે રાવણની શોધખોળ કરવા પીછો કરતા હતા, ત્યારે કિષ્ક્રિંગા રાજયમાં રહેતા વાનરો પાસેથી મદદ માગી હતી. આ રાજ્યનું સંચાલન વાલી અને સુગ્રીવ કરતા હતા, અને તેમના સહાયક વાનર સમગ્ર ભારતમાં ભગવાન તરીકે પૂજાતા હનુમાન હતા.

રામાયણમાં કિશ્કીન્ધાનું વર્ણન કરતી વખતે વાનરોની સંખ્યા વિષે ચોક્કસ આંકડો આપ્યો છે. જો ખરેખર જોવા જઈએ તો કિષ્ઠિધાનું જે વર્ણન કર્યું છે તે મુજબ, તેમણે સંખ્યાનો જે આંકડો આપ્યો છે, તે બંધબેસતો આવી શકે નહીં, કિષ્ઠિધા આટલા બધા લાખો વાનરોને સમાવી શકે જ નહીં. વાલ્મીકિ સંખ્યા દ્વારા વાનરોની શક્તિની રજુઆત કરી રહ્યા હતાં, વાનરોની ચોક્કસ સંખ્યા નહીં.

વાલ્મીકિનું દર્શન સત્યને લગતું હતું. તેમનું ધ્યાન સત્ય પર હતું નહીં કે હકીકતોની રજુઆત કરવા પર.

વિજ્ઞાનને દરેક બાબત ચકાસેલી અને પ્રમાણાત્મક ગમે છે. એનો મતલબ એ નથી કે જે બાબતો વિજ્ઞાને ચકાસેલી અને પ્રમાણભૂત ના કરેલી હોય તે સત્ય નથી. વિજ્ઞાનના સર્જન પહેલાં પણ ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરતો જ હતો; તેનું અસ્તિત્વ જયારથી સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છે જ; નહિંતર સૂર્ય અને ગ્રહો જે રીતે ફરી રહ્યા છે તેઓ હંમેશા ફરતા ના હોત. ન્યુટને ગુરુત્વાકર્ષણના નિયમને થોડી સદીઓ પહેલાં જ

'શોધી' કાઢ્યો છે, અને સમાજ તેમજ ધર્મ આ 'શોધ' ને વૈજ્ઞાનિક હકીકત રૂપે સ્વીકારતા પહેલાં અજાગૃત હતા. પૃથ્વી હંમેશા ગોળ જ છે; એ સત્ય જ છે, છતાં આ સત્ય ઉપર કડવી સ્પર્ધાઓ થઈ અને અંતે છેલ્લી સહસ્ત્રાબ્દીમાં તેમાં સંમતિ સધાઈ હતી.

યથા-દર્શનમાં વિજ્ઞાન મર્યાદિત છે. એ ગાઢ અને અંધકાર ભર્યા જંગલમાં એક નાનાદીવાથી પ્રકાશ પાડવાનું કામ કરતું હોય તેવું છે. દીવો રસ્તાપર થોડા ફૂટ પર પ્રકાશ પાથરે છે, અને વિજ્ઞાન એ થોડા ફૂટમાં જે જુઓ છે તેના આધારે પોતાના સિધ્ધાંતો રજુ કરે છે. પછી તેઓ દીવા સાથે થોડા ફ્ટ વધારે આગળ જાય છે અને એટલૂં થોડ્ડં વધારે જુએ છે. તેઓ અત્યારે જે જૂએ છે તે તેમણે પહેલાં જોયું હોય તેના કરતાં અલગ હોય છે. તેથી તેઓ નવા સિધ્ધાંતો સાથે આગળ આવે છે અને પહેલાંના સિધ્ધાંતોને રદ કરી નાંખે છે. વિજ્ઞાન આવી રીતે કામ કરે છે. કલ્પના કરો કે એક જ ફલેશ લાઈટમાં આખું જંગલ જોઈ શકાય તો શું થાય ! માસ્ટરો આવી રીતે સમગ્ર બાબત, સમગ્ર સત્યને જુએ છે. વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે આ જ ફરક છે.

દા.ત. જયારે કોઈ એન્લાઈટેન્ડ માસ્ટર માટે પૂછવામાં આવે કે તેમની ઉંમર શું છે. તો તેમની આંકડાકીય હકીકત દર્શાવતા જવાબ કરતાં, તેમના સમયાતીત અસ્તિત્વના સત્ય કરતાં ઘણો બધો અલગ હોઈ શકે છે ? સદીઓથી લોકો ઘણી ખોટી બાબતોમાં સહન કરતાં આવ્યા છે કારણ કે તેમણે તેમની ભીતરમાં જે સત્ય જોયું હતું, તે સમાજ અને આયોજીત ધર્મો સાથે સુસંગત નહોતું.

આ પુસ્તકમાં, આંકડાકીય અને ઐતિહાસિક બન્ને હકીકતોને હયાત સત્ય સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હકીકતો ૧૨૦ ડીગ્રીના સીધા

દ્રષ્ટિપાતને લઈને આપણી સામાન્ય ક્ષમતામાં મર્યાદિત હોય છે. સત્ય ૩૬૦ ડીગ્રીનું આધ્યાત્મિક દર્શન હોય છે, જે માત્ર એન્લાઈટેન્ડ માસ્ટરો પાસે જ હોય છે. આ પુસ્તક એન્લાઈટેન્ડ માસ્ટરનું ૩૬૦ ડીગ્રીનું દર્શન રજૂ કરે છે જેને શક્ય એટલી ઓછામાં ઓછી વિકૃતિ સાથે ગ્રહણ કરવા મથામણ કરવી જોઈએ. આ પુસ્તક હકીકતીય હકીકત છે અને સત્યકીય રીતે સત્યવર્ધી છે. એ રહસ્યવાદની પૂર્વની પધ્ધતિ અને પશ્ચિમની તર્કની પધ્ધતિનો સુમેળ દંગે રહ્યું.

હકીકતો અને સત્ય હંમેશા સાથે ચાલી શકે નહીં ; હકીકતો એક-પરિમાણીય હોય છે, સમય સાથે સંબંધિત હોય છે, જયારે સત્ય અવકાશ અને સમયથી પર હોય છે; તે બહુ-પરિમાણીય હોય છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં - નિત્ય દિવ્ય આનંદ, સત્ય અને હકીકતો એકરૂપ થયેલાં છે.