આપણે બધાં જ ભીતરમાં સંત છીએ
આપણે આપણી રોજીદી જીંદગીમાં શું કરીએ છીએ અને આ જીંદગીમાં આપણું સ્થાન શું છે તેની સાથે આપણા પોતાના ભીતરી સ્વભાવના સત્ય સાથે કશુંજ સુસંગત નથી. સંત અને પાપી બન્નેનો ભીતરનો સ્વભાવ એક સરખા જ હોય છે. સમાજ પોતાની અનુકૂળતા અને રાહત માટે આપણ પર આવા લેબલ લગાવે છે. કોઈના ઉપર પાપીનું લેબલ લગાવેલું હોય તો પણ તેનામાં, જે વ્યક્તિ પોતાને પવિત્ર માનતી હોય તેટલી જ, પોતાના વિષેનું સત્ય અનુભવવાની ક્ષમતા હોય છે.
પ્રાચીન ભારતમાં વાલ્મીકી પ્રખ્યાત સંત હતા. તેઓ હિંદુઓના મહાન ધર્મગ્રંથ રામાયણના લેખક છે. જે ગ્રંથ માત્ર ભારતમાં જ નહીં પણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા વિસ્તારોમાં વંચાય છે અને તેનો આનંદ લેવાય છે.
વાલ્મીકી લૂંટારૂ હતા, જે સંત બની ગયા. વિષ્ણુના પરમ ભક્ત નારદ સદા પરિભ્રમણ કરનાર ગાયક સંત હતા. નારદ હંમેશા 'નારાયણ નારાયણ' મંત્ર (જે વિષ્ણુના ૧૦૦૦ નામોમાંનું એક છે) નો જપ કરતાં કરતાં ત્રણે લોકમાં વિહરતા રહેતા હતા. એક દિવસ ફરતાં ફરતાં તેમને વાલ્મીકિના વિસ્તારમાંથી પસાર થવાનું થયું. એ વખતે વાલ્મીકિ ખૂંખાર લૂંટારો હતો. વાલ્મીકિએ નારદને રોક્યા અને તેમની પાસે પૈસાની માંગણી કરી. નારદ પાસે પૈસા નહોતા. આથી વાલ્મીકિનો ક્રોધ ભભૂકી ઉઠયો. તેણે નારદને ધમકી આપી કે જો તે હમણાં જ કોઈ કિંમતી ચીજ નહીં આપે તો તે તેને મારી નાંખશે.
નારદ પાસે સાદી ધોતી અને જેના પર તેઓ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરતા હતા તે એકતારા સિવાય બીજું કશું જ નહોતું. નારદે કહ્યું કે મારી
આપણાંમાંનાં જે આવું વિચારે છે પછી તેને માટે માસ્ટર દ્દશ્મન બની જાય છે. (આપણે કાં તો આપણે જે જાણીએ છીએ તે કેન્સર સાથે જ જીવીએ કાં તો પછી આપણે જેના વિષે કશું જાણતાં નથી તે નવી હસ્તી બનીને જીવીએ. )
આપણે કોણ છીએ તેનો અનુભવ કરવા માટે હિંમતની જરૂર પડે છે. સામાજિક અને ધાર્મિક માન્યતાઓમાંથી બહાર નીકળવા માટે અતિશય િહંમત જોઈએ. આપણે જે બંધનોમાં આપણને સુરક્ષિત અને સ્થિર સમજીએ છીએ, તેમાંથી જાગૃત થવા માટે ડહાપણ અને પ્રતિબધ્ધતાની જરૂર પડે છે. બની ગયેલા કહેવાતા ઘેટામાંથી સિંહ બનવું એ શારિરીક પરિવર્તન અને માનસિક કિમીયો છે, જેમાં આશયની દઢતાની જરૂર પડે છે, જે આપણાંમાંના બધામાં નથી અથવા આપણે મેળવવા માંગતા પણ નથી.
માસ્ટરમાં વિશ્વાસ મૂકવા માટે હિંમતની જરૂર પડે છે. આ શ્રદ્ધા જયારે ઉદ્દુભવે છે, ત્યારે એકાએક સંપૂર્ણ સ્વીકાર અને સમર્પણ સાથે આવે છે. માત્ર એ સમય પર જ આપણે આપણી જાત માટેના સત્યને શીખવા માટે તૈયાર હોઈએ છીએ. તે સમયે જ આપણી અંદર જે સત્ય બની ગયું છે, તેના વિષે અટલ શ્રદ્ધા હોય છે.
પાસે એક જ કિંમતી ચીજ છે અને તેનું હું સતત રટણ કરૂં છું. અને એ છે 'નારાયણ' મંત્ર. નારદે તેને આ આત્મોધ્ધારક મંત્ર શીખવવાની ઓફર કરી. નારદે કહ્યું "આ મંત્રનો જાપ કર અને જયારે તું મરીશ ત્યારે તું એકલો જ નહીં મરે, ભગવાન પણ તારી સાથે જ હશે. "
વાલ્મીકિ પર કોઈ અસર ના થઈ તેણે કહ્યું "કોઈપણ રીતે હું એકલો મરવાનો નથી. મારી સાથે જોડાવા માટે મારું આખું ફટુંબ તૈયાર છે. હું તેમના માટે જ જીવું છું. હું તેમના માટે જ લૂંટ કરું છું. મને તારા મંત્રની જરૂર નથી. જો તું કંઈક કિંમતી ચીજ નહીં આપે તો હું તને મારી નાંખીશ. "
નારદે તેની સાથે દલીલો કરી અને અંતે કહ્યું;'' તું જા અને તારા કુટુંબના સભ્યોને પૂછ કે મૃત્યુના દ્વારમાં તારી સાથે ચાલવા કોણ તૈયાર છે. જો તેઓ તું માને છે, એવું કહે કે એ લોકો તારી સાથે મરવા તૈયાર છે તો તું પાછો આવીને મને મારી નાંખજે. "
વાલ્મીકિ નારદના, "હું નાસી નહીં જાઉં" શબ્દો પર વિશ્વાસ મુકીને અક્કડ ચાલે ઘમંડથી ચાલતો થયો. વાલ્મીકિ તેના ઘરે ગયો અને તે જે પુત્રને સૌથી વધુ ચાહતો હતો અને માનતો હતો કે પુત્ર પણ તેને એટલો જ પ્રેમ કરે છે, તેને પૂછ્યું" પુત્ર જયારે મારું મોત આવશે ત્યારે તું મારી સાથે મરીશ ?''
પુત્ર ડઘાઈ ગયો તેણે કહ્યું, ''નહીં. બિલકુલ નહીં ! તમે વૃદ્ધ થયા છો અને મરી જવાની તમારી ઉંમર છે. મારે હજુ ઘણું જીવવાનું છે. શું તમને નથી લાગતું તમારે મને જીવવા દેવો જોઈએ ?''
આ સાંભળીને વાલ્મીકિ વિમૂઢ બની ગયો તેમ છતાં કોઈ પણ લાગણી બતાવ્યા વગર તે તેની પત્ની પાસે ગયો, જેના વિષે તેને સોટકા ખાત્રી
હતી કે તે હંમેશા તેને દરેક સંજોગોમાં સાથ આપવાની જ છે. તેને પછવુયું કે તું મૃત્યુ સમયે મને સાથ આપીશ કે નહીં. તેની પત્ની થોડી અચકાઈ અને માયાળુ શબ્દોમાં કહ્યું, "પ્રિય, આપણાં બાળકોની સંભાળ રાખવા માટે આપણાં બેમાંથી એકને જીવતા રહેવું જરૂરી છે. જો તમે મૃત્યુ પામો અને હું પણ ના રહું તો તેમની સંભાળ કોણ રાખશે ?"
વાલ્મીકિ ભાંગી પડ્યો. તે નારદ પાસે પાછો આવ્યો અને તેની સાથે જે બની ગયું તે કહ્યું અને દ્દઃખના આઘાતથી પોક મૂકીને રડવા લાગ્યો. નારદે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું "તારી સાથે કોઈપણ નહીં આવે; કંઈ પણ નહીં. તારા કોઈપણ સંબંધીઓ, તારી કોઈપણ મિલ્કત કંઈ પણ નહીં આવે. જયારે મૃત્યુ આવશે ત્યારે તું એકલો જ જવાનો છે. તારી સાથે માત્ર એક જ ચીજ આવશે અને એ છે ભગવાનનું નામ. " આમ કહીને નારદે તેને 'નારાયણ' મંત્રથી દિક્ષીત કર્યો.
'નારાયણ' મંત્રનો ઉચ્ચાર કરતાંની સાથે જ વાલ્મીકિને તેના સાચા 'સ્વ' ુનું ભાન થઈ ગયું અને ગહન ધ્યાન સમાધિ અવસ્થામાં ડુબી ગયો અને હજારો વર્ષ સુધી સમાધિ અવસ્થામાં સ્થિર રહ્યો. તેના શરીર ઉપર ઉધઈનો રાફડો બંધાઈ ગયો. કોઈને ખબર પણ ના પડે કે રાફડાની અંદર કોઈ માણસ સમાધિ અવસ્થામાં બેઠેલ છે. સંસ્કૃતમાં વાલ્મીકિનો અર્થ છે, "રાફ્ડામાંથી જન્મેલ" અને ત્યારથી તે એ જ નામથી ઓળખાય છે.
દરેક પાપીની ભીતરમાં એક સંત ઉભરવાની રાહ જોતો હોય છે. માસ્ટરનું કામ આ સંતને બહાર લાવવાનું છે.
ખબ જ મોડું ભાન થાય છે કે આપણે જે માંગ્યું હતું અને જે મળ્યું છે તે ચીજો માંગ્યા વગર પણ મળી શકત અને આ એ ચીજો નથી, જે આપણને ખરેખર ગહન ઊંડાણના સ્તરે આપણા મૂળભૂત 'સ્વ' ને જોઈએ છે. પરંતુ આપણે એ સમજી શકતા નથી કે આપણને આવું કેમ લાગે છે; આપણે એ સમજી શકતા નથી કે ગહન સંતોષની લાગણી શા માટે થતી નથી અને આપણે બીજી ભૌતિક ચીજોની ભીખ માંગવાનું ચાલુ રાખીએ છીએ. આ ચક્ર ફર્યા કરે છે.
માણસ જાતનું સર્જન એકલો ભૌતિક આનંદ માણવા માટે જ થયું નથી આપણાં બધાની ભીતરમાં આપણે જે સ્થિતિમાંથી આવ્યા છીએ, ત્યાં જવા માટે તરસતું કોઈ તત્ત્વ પહેલેથી જ હાજર હોય છે. આ સ્થિતિ દિવ્યતાની સ્થિતિ છે. બ્રહ્માંડીય શક્તિની સ્થિતિ અથવા બ્રહ્માંડીય પ્રજ્ઞા જે આપણી આસપાસની બધી જ અધાધુંધીનું નિયમન કરીને તેને વ્યવસ્થિત રાખે છે. આટલા માટે જ આપણે ઈંદ્રીયગમ્ય આનંદમાં ગમે તેટલા ગળાડૂબ રહીએ તો પણ આપણને પરિપૂર્ણતાની અનુભૂતિ થતી નથી; માટે જ આપણે હંમેશા વધારે, હજૂ વધારેમાં ડૂબીએ છીએ; અને છતાં આપણે જેટલા વધારે ડૂબીએ છીએ એટલી વધારે તેની જરૂર પડે છે; આપણને એટલો જ ઓછો સંતોષ મળે છે. એકલા ઈંદ્રીયગમ્ય આનંદોમાં રચ્યા પચ્યા રહેવું એક વળગણ, આદત બની જાય છે; બીજી કોઈપણ આદતની જેમ જ તેમાં સંતોષ થતો નથી.
આપણાં બધામાં રહેલ આ ગહન અસંતોષ, માત્ર ઈદ્રિયગત અને ભૌતિક આનંદ સાથેનો અસંતોષ જ આધ્યાત્મિકતાનું બીજ છે, જે ઉચ્ચતમ અનુભવની ઈચ્છા સેવે છે. વધારે પરિપૂર્ણતાની ઈચ્છા સેવે છે. આધ્યાત્મિક અનુભવની ઈચ્છા સેવે છે.