KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/Front MatterSign in
કૃતજાતામાં (Krutajatanmam)

કૃતજાતામાં (Krutajatanmam)

કૃતજાતામાં

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવનનો આ વૃત્તાંત પ્રેમ અને કૃતજ્ઞતાની મહેનત છે. માસ્ટરમાંથી પ્રવાહિત થયેલા શબ્દો છે. લખાણમાં આ શબ્દોને માત્ર કાગળ ઉપર ઉતારવામાં આવ્યા છે અથવા લેપટોપમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.

કહેવાય છે કે મહર્ષિ વ્યાસે મહાન હિંદુ મહાકથા મહાભારત કહી હતી અને ભગવાન ગણેશે તેને અટકયા વગર લખી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની જીવનકથામાં મહાભારતની જેમ, માસ્ટરના પોતાના વ્યાસ જેવા રૂપાંતરને લખવા માટે ગણેશજીની ખરેખર કોઈ જરૂર નથી. આજના આધુનિક સમયમાં અવાજ રેકોર્ડ કરતાં અને ઓળખનાં સોફ્ટવેર જેવાં સાધનો સરળતાથી આ કામ કરી શકે છે એ માસ્ટરની કરૂણા અને પ્રેમ હતો કે તેમણે અમને આ સર્જનાત્મક પ્રક્રિયામાં નિમિત્ત અને ભાગીદાર બનવા દીધા. અમે અમારા પ્રિય માસ્ટરની અસીમ કરૂણા માટે ગહન કૃતજ્ઞતાનો અનુભવ કરીએ છીએ. આ પ્રક્રિયા દરમ્યાન અમે જે ગ્રહણ કર્યું છે તે અમાપ છે તેને બીજી કોઈપણ રીતે મનમાં ઉતારી શકાયું ના હોત. આ પ્રક્રિયા ખરેખર ગહન ધ્યાનની હતી.

આ અદ્ધિતીય માસ્ટરની જીવનકથાનો વૃત્તાંત છે તેમનું અભિવ્યક્ત થતું વ્યક્તિત્વ બધી જ રાષ્ટ્રીયતાઓ, સંસ્કૃતિઓ, રાજકીય જોડાણો અથવા સામાજિક સ્તરોથી ઉપરવટ છે. સૌથી વધુ અગત્યની રીતે તો આ એવા માસ્ટર છે, જે માસ્ટર તરીકે, મિત્ર તરીકે, માતા તરીકે, બાળક તરીકે, અથવા પ્રેમી તરીકે કોઈપણ સ્વરૂપમાં સર્વોત્કૃષ્ટ છે. તેઓ ઉલ્લાસી, નિત્ય પરિવર્તનશીલ છે અને આપણને પણ પરિવર્તનશીલ રાખે છે. તેઓ આપણી સાથે શક્તિ સ્વરૂપે રહીને હાસ્યને વહેંચે છે. તેમની અપીલ વૈશ્વિક છે અને તેમનો સંદેશ સમયાતીત છે.

આ સમગ્ર ઓળખાણ દરમ્યાન માસ્ટરનું નામ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરીકે આવશે-શરૂઆતના-તેમના એન્લાઈટેન્મેન્ટ પર્વેના સમયગાળા દરમ્યાન તેમના વિષે વાત કરતી વખતે પણ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરીકે જ આવશે. આમ જાણી જોઈને કરેલું છે. હિંદુ શાસ્ત્રોના મત પ્રમાણે માસ્ટર દૈવી શક્તિ જેવી જ શક્તિ છે; હકીકતમાં તેઓ દૈવીશક્તિ કરતાં પણ મહાન છે.

હિંદ્દ શાસ્ત્રો કહે છે કે સર્જનહારે આપણા માટે કંઈપણ નક્કી કર્યું હોય, તેને માસ્ટરનો નાનો પગનો અંગુઠો પણ ભૂંસીને ફરી વખત લખી શકે છે. તેમને, એ દિવ્ય શક્તિને અમે નમન કરીએ છીએ !

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના સમગ્ર જીવનનો મૂળભૂત આશય લોકોને આધ્યાત્મિકતાના ઉચ્ચતમ શિખર તરફ દોરી જવા, મનની રમતની પકડમાંથી મુક્ત કરવા અને તેના મૂળ સ્વ-સ્વરૂપમાં કેન્દ્રિત કરવાનો છે. તેમના જીવનની ઝાંખી પ્રસ્તુત કરતા આ ગ્રંથમાં આત્મસાક્ષાત્કારના એવા ઘણાં પ્રસંગો છે, જેણે ઘણાં લોકોના જીવન રૂપાંતરિત કર્યાં છે અને પરિપૂર્ણતાનો અનુભવ કરાવ્યો છે અને હજુ પણ કરાવે છે. તેમના ઉપદેશો અને પધ્ધતિઓમાંથી પ્રેરણા મળે એ આશા સાથે આ રજૂ કરવામાં આવેલ છે. હકીકતમાં આ એવા સૂત્રો છે, જે વ્યક્તિને 'THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM' ની સ્થિતિમાં - અનંતદિવ્ય આનંદની સ્થિતિમાં મૂકી દે છે.

માસ્ટરે કહ્યું છે :

એક વૈજ્ઞાનિક પોતે બહારની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જ છે, જેથી બીજા તેનું ફરીથી એવું જ સર્જન કરી શકે.

એક માસ્ટર પોતે અંદરની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જે છે, જેથી બીજા લોકો ફરીથી એવો જ અનુભવ કરી શકે.

એક ક્રાંતિકારી માસ્ટર કે જે લાખો લોકોના જીવનને સ્પર્શે છે અને તેમનું રૂપાંતરણ કરે છે, તેમના પોતાના અંતિમ સત્યની અનુભૃતિમાંથી જીવનના ઉકેલોના સૂત્રો આપે છે, તેવા માસ્ટરના જીવનની ઝાંખી કરાવતી પુસ્તક શ્રેણીમાંથી આ પહેલું પુસ્તક વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની જીવનકથાના આ પહેલા પુસ્તકમાં તેમનો જન્મ અને બચપણને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક તેઓ જ્યારે સંન્યાસીનું જીવન જીવવા માટે ગૃહત્યાગ કરે છે, એ બિંદુ પર પુરું થાય છે. હવે પછી આવનારા પુસ્તકોમાં તેમની 'પરિવ્રજકા' (પરિભ્રમણ)ની વિગતવાર માહિતી, તેમના એન્લાઈટેન્મેન્ટ અને તેના પછીનાં થોડાં વર્ષો જયારે તેમનાં મિશનનો જન્મ થયો, વગેરેને આવરી લેવામાં આવશે.

તેઓ કહે છે; "માસ્ટરની જીવન કથા વાંચવી અને સાંભળવી અમૂલ્ય મેડિટેશન છે, જે તમને શબ્દોની પાછળના ગહન અનુભવોમાં લઈ જઈ શકે છે."

જો તમે બાળક જેવું ખુલ્લું અને ઉત્સુક મન રાખી શકો, સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા વગર શબ્દોને તમારી જાતની અંદર પ્રવાહિત થવા દો, જો તમે ઉત્સુક બાળકની જેમ તમારી જાતને અનુભવ કરવા માટે ખુલવા દો, તો તમે જોઈ શકશો કે હવે પછીનાં પાનાંઓ તમારી પોતાની જાતની રોમાંચક શોધો છે.

અમે ઈચ્છીએ છીએ કે આ પુસ્તક, એન્લાઈટેન્ડ માસ્ટરની આ કથા વાંચકો માટે આંતરિક મૂળભુત 'સ્વ' ની શોધખોળ કરવામાં અને તેમના પોતાના જીવન ઉદ્દેશ્ય વિષે જાગૃતતા પેદા કરવામાં પ્રેરણા સ્ત્રોત બની રહે.

પ્રકરણ - ૧

માસ્ટર : દક્ષ શલ્ય ચિકીત્સક

બુધ્ધે કહ્યું છે કે માણસ તરીકે જન્મવું એ મહાન ભેટ છે; અને તેમાંય આ માનવ જન્મમાં પોતાના આંતરિક સ્વભાવના સત્યની શોધ કરવી એ વધારે મહાન ભેટ છે. (પરંતુ બુધ્ધે એ પણ કહ્યું હતું કે એન્લાઈટેન્ડ માસ્ટરના સંપર્કમાં આવવું અને જીવનકાળ દરમ્યાન તેમની સાથે રહેવાની તક મળવી એ સૌથી શ્રેષ્ઠ ભેટ છે.)

માસ્ટર ઉપલબ્ધ છે. શિષ્ય તેમની તરફ જતાં ખચકાય છે. આપણે આપણી આસપાસની દ્વનિયા કેવી હોવી જોઈએ તેની ઈચ્છાના જાળામાં અને બચપણથી અનંત ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની લાલચમાં ફસાઈ જઈએ છીએ અને આપણો આંતરિક સ્વભાવ ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ. જયારે માસ્ટરનો બુલાવો આવે ત્યારે આપણે અચકાઈએ છીએ. આપણે ભયભીત બની જઈએ છીએ.

નાની વાર્તા :

એક વખત એક ગર્ભવતી સિંહણ શિકાર માટે નીકળી હતી. ઘેટાંનાં ટોળાની પાછળ દોડતી વખતે તે લપસી ગઈ અને તેને ઈજા થઈ. મૃત્યુ પામતાં પહેલાં તેણે એક બચ્ચાંને જન્મ આપ્યો. સિંહણ તેની ગુફાથી ઘણી બધી દૂર મૃત્યુ પામી હતી અને નાનું બચ્ચું એકલું અને અસહાય હતું. જેવું તે ઊભું થવા માટે અને ચાલવા માટે મથામણ કરવા લાગ્યું એ વખતે એક ઘેટું ત્યાંથી પસાર થતું હતું તેને તેની દયા આવી અને તેને પોતાની પાસે

રાખી લીધું. સિંહબાળ ઘેટાં સાથે મોટું થતું ગયું. તેની સાથે રમવા લાગ્યું, ઘેટીનું દૂધ પીવા લાગ્યું, ઘાસ ખાઈને પોષણ મેળવવા લાગ્યું અને ઘેટાંની જેમ બેં બેં કરતાં પણ શીખી ગયું. હવે તે સિંહ નહોતું, પરંતુ ઘેટાંનાં ટોળામાંનું જ એક ઘેટું હતું. તે બીજાં ઘેટાંઓ સાથે ઘાસચારો ખાઈને અને બેં બેં કરીને ખૂબ જ ખુશ હતું.

એક દિવસ એક સિંહે ઘેટાંનાં ટોળા પર હુમલો કર્યો. સિંહ ઘેટાંનાં ટોળામાં સિંહના બચ્ચાને જોઈને આઘાત પામી ગયો એ એટલો બધો ડઘાઈ ગયો કે બીજા કોઈ ઘેટાને મારવાનો વિચાર પણ ચુકી ગયો. તે ઘેટાંનાં ટોળામાં રહેલા સિંહના બચ્ચા વિષે વધારે જાણવા માટે ઉત્સુક બની ગયો.

સિંહ બીજે દિવસે આવ્યો અને સિંહનું બચ્ચું ટોળાથી થોડું દ્રર આવ્યું ત્વાં સુધી રાહ જોઈ. જેવું તે નજીક આવ્યું કે તરત જ તેણે તરાપ મારી અને સિંહના બચ્ચાને ગળેથી પકડીને દૂર લઈ ગયો. બચ્ચું ડરથી મરવા જેવું થઈ ગયું. તે બેં બેં પણ ના કરી શક્યું. તે અતિશય ડરી ગયું હતું. થોડે દૂર જઈને સિંહે તેને નીચે મૂક્યું અને કહ્યું કે તું ઘેટું નથી પરંતુ સિંહ છે. સિંહના બચ્ચાને કશું જ સમજાયું નહીં. તેને માટે તો પોતે ઘેટ્રં છે અને સિંહ તેમનો જન્મજાત દુશ્મન છે. બચ્ચું બેં બેં કરવા લાગ્યું અને કહેવા લાગ્યું કે મને જવા દો, મને જવા દો. સિંહ સમજદાર અને ધીરજવાળો હતો. તે બચ્ચાને પાછો ટોળા પાસે લઈ ગયો અને તેને ત્યાં છોડી દીધું. બચ્ચું હજુ પણ ડરના ધ્રાસ્કાથી ફફડી રહ્યું હતું.

સિંહ દરરોજ આવવા લાગ્યો અને બચ્ચાને લઈ જવા લાગ્યો. બચ્ચાને રોજ તે ખરેખર શું છે તે કહેવા લાગ્યો, તું સિંહ છે ઘેટું નથી. બચ્ચું આ વાત સ્વીકારવા તૈયાર નહોતું; સિંહ શાના વિષે વાત કરે છે તે પણ તે જાણતું નહોતું. છતાં તેને એટલું તો થયું કે સિંહે તેને ઈજા પહોંચાડી નથી.

એટલે દર વખતે તે તેની સાથે જવા લાગ્યું. તો પણ ક્યારેક ક્યારેક તે અકળાઈને સિંહને કહેવા લાગ્યું કે મને જવા દો. એક બે વખત તો તે દૂર ભાગી પણ ગયું. તેમ છતાં સિંહે તેને ફરી પકડી લીધું અને તેને તેના સાચા સ્વભાવ વિષે વાત કરી.

ઘણો વખત આવી રીતે બહાર લાવ્યા પછી, અંતે એક દિવસ સિંહ તેને એક પાણીના ઝરણા પાસે લઈ ગયો અને તેને તેનું પ્રતિબિંબ પાણીમાં બતાવ્યું. પાણીમાં તેણે જોયું કે પાછળથી સિંહ તેના તરફ તાકી રહ્યો છે. આકુળ વ્યાકુળ અને આતંક્તિ થઈ બચ્ચું ભયભીત થઈને બેં બેં ચીસો પાડતું તેનાથી જેટલી ઝડપે દોડી શકાય એટલું દોડીને ભાગવા લાગ્યું. સિંહ તેને નાજુકાઈથી પાછો પાસે લઈ આવ્યો અને તે ખરેખર સિંહ જ છે એવું સમજાવ્યું. બચ્ચાએ વારંવાર પાણીમાં જોયું, તેણે પોતાની આજુબાજુ જોયું તો તેની આસપાસ બીજું કોઈ જ નહોતું પ્રતિબિંબ તેનું પોતાનું જ હતું. પછી સિંહે તેને ખાવા માટે માંસનો ટૂકડો આપ્યો. બચ્ચું તે ખાઈ ગયું અને તેને તે ખૂબ જ ભાવી ગયું.

એકાએક બચ્ચાને ભાન થયું કે તે કોણ છે અને તેણે જોરથી ત્રાડ નાંખી. એ ક્ષણથી એ સિંહ બની ગયું.

આપણામાંના ઘણા બધા સિંહના બચ્ચા જેવા છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. સામાજિક બંધનોએ આપણા 'સ્વ' નું સત્ય લૂંટી લીધું છે. આપણા પોતાના આંતરિક સ્વભાવનું સત્ય. આપણે સિંહ હોવા છતાંય આપણી જાતને ઘેટાં તરીકે જોઈએ છીએ.

મહોરું પહેરી રાખ્યું છે તેને ફાડી નાંખવું અને આપણી અંદરના સિંહને બહાર લાવવો; આપણને બેં બેં કરવાને બદલે ત્રાડ પાડતા કરવા; આપણે લાંબા સમયથી જે ભ્રમના સંમોહનમાં હતા, તેમાંથી જાગૃત કરવા માસ્ટર આપણને વાસ્તવિકતામાં દોરી જાય છે, દિવ્ય આનંદમાં દોરી જાય છે, આપણા સાચા સ્વભાવમાં દોરી જાય છે.

આપણામાંના મોટા ભાગના માટે આ એક સર્જરી છે, જે આપણાં મન માટે પીડાદાયક છે. આપણે આપણાં ઘેટાના સ્વરૂપથી ટેવાઈ ગયા છીએ અને તેમાં જ વધારે અનુકૂળતા અનુભવીએ છીએ. પછી આપણે આપણા સિંહના સાચા સ્વરૂપને ઓળખવા માટે, આપણી જાતને ખુલ્લી કરવા માટે અજ્ઞાત ભયવાળી સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માસ્ટરનું કામ 'અહમુ' નામની કેન્સરની ગાંઠને દૂર કરવાનું છે. આ અહમું, આ ઓળખ જે આપણે આપણા ભૂતકાળના અનુભવોમાંથી બનાવી છે, તે જ આપણને આપણે સિંહ છીએ તેનું ભાન થતાં અટકાવે છે.

પરંતુ આપણું મન સતત માસ્ટરના કામમાં અવરોધ પેદા કરે છે. આપણા અહમુની સર્જરી કરવા માટે ઘણું બધું કરવું પડે છે. એ આપણા જીવન તત્ત્વ બની ગયેલા ભાગને ઓપરેશન કરીને દૂર કરવા જેવું કામ છે. આપણું મન પ્રતિકાર કરે છે. કહે છે. ''હું મારી ઓળખ કેવી રીતે ગુમાવી શકું ?'' આપણે કહીએ છીએ, ''આપણે જે અને જેવા છીએ તેમાં જ ખુશ છીએ. દુનિયા ભ્રમ છે તો શું થયું; ભ્રમનું વળગણ થઈ ગયું છે; આપણે આપણી રોજીદી નકામી ક્રિયાઓમાં વ્યસ્ત છીએ; આપણે રડીએ છીએ; હસીએ છીએ; આનંદિત છીએ. હતાશ છીએ; ઘેટાંને તેનાં ઘણા સારા મુદ્દાઓ છે; તે સારા અને પ્રેમ કરવા જેવા છે; કોણ સિંહ બનવાનું ઈચ્છે; આપણાં બધા મિત્રો અને ફુટુંબીઓ આપણને છોડીને જતાં રહેશે. દિવ્ય આનંદમાં રહેવાની શું જરૂર છે ? આ દિવ્ય આનંદ વળી શું છે ?''

માસ્ટરની ભૂમિકા

જયારે માસ્ટર આપણી પાસે આવે છે અને આપણને આપણે કોણ છીએ એ કહે છે, ત્યારે આપણે આપણને સત્ય કહેવા બદલ તેમનો આભાર માનવાના બદલે ભયંકર સ્વરમાં બેં બેં કરીએ છીએ અને આપણાથી જેટલી ઝડપે દોડી શકાય તેટલું દોડીને તેનાથી દૂર ભાગી જઈએ છીએ. તે આપણને કહે છે કે "આપણે આધ્યાત્મિકતાનો અનુભવ શોધનારા સામાન્ય માણસ નથી, પરંતુ આપણે આધ્યાત્મિક હસ્તી છીએ જે માનવીય અનુભવ શોધે છે. " ગમે તેમ પણ આપણે તેમને માનવા તૈયાર નથી. માસ્ટર ઉધ્ધારક બનવાને બદલે દુશ્મન બની જાય છે. તે ખરેખર સિંહ-સ્વપ્ન અથવા ભયાનક ઓથાર બની જાય છે. આપણે તો એટલે સુધી વિચારીએ છીએ કે તે આપણને ધર્મમાં પરિવર્તન કરવા માંગે છે. આપણે તેમની સાથે છૂપાછૂપીની રમત રમીએ છીએ.

આપણામાંના થોડાં ઘણાંને ધીરે ધીરે આપણે કોણ છીએ અને તેમની સાથેની થોડી મુલાકાતો પછી શું બની શકીએ છીએ તેનું થોડું ભાન થાય છે. પછી આપણે તેમને આપણા ઉપર કામ કરવા દઈએ છીએ અને અમુક સ્તર સુધી રાહતનો અનુભવ કરીએ છીએ. પછી તેઓ આપણી માતા તરીકે વર્તે છે, જેથી આપણે વધારે અનુકુળતા અનુભવીએ છીએ પછી, એક દિવસ જયારે આપણી શ્રદ્ધા સ્થિર સ્થિતિમાં પહોંચે છે ત્યારે તે આપણને ઉચકી લે છે અને બતાવે છે કે આપણે ખરેખર કોણ છીએ; તેઓ અને આપણે એક સરખા જ છીએ.

માસ્ટરની રમતની લીલા અસીમ કરૂણા છે. આ પૃથ્વી પર માત્ર આ એક જ બિનશરતી પ્રેમ છે. આ પ્રેમનો માત્ર એક જ આશય છે કે આપણને બતાવવું કે ખરેખર આપણે કોણ છીએ; આપણે ઘણાં સમયથી જે ઘેટાનું