ઘર છોડીને દૂર જવું
બચપણથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું સપનું વૈરાગી સંન્યાસી બનવાનું હતું. રૂઢિવાદી કુટુંબમાં છોકરા છોકરીઓ તરૂણાવસ્થામાં આવે ત્યાંજ તેમની સગાઈ નક્કી કરી નાંખવામાં આવતી હતી. છોકરી યુવાવસ્થામાં પ્રવેશે કે તરત જ સગાઈ કરી નાંખવામાં આવતી હતી. પોતાના કુટુંબના સગા સંબંધીઓના વર્તુળમાંથી યોગ્ય સાથી પસંદ કરવામાં આવતા હતા. આ ગોઠવાયેલા સગપણમાં ભાગ્યે જ કોઈ વિરોધ થતો. છોકરા છોકરી બન્નેને તેમના આ સંબંધ વિષે સતત યાદ અપાવવામાં આવતી, અને કુટુંબને લાગે વળગે ત્યાં સુધી આ સંબંધ લગ્ન થઈ ગયા બરાબર જ માનવામાં આવતો; તેથી છોકરા-છોકરી ક્યારેય બીજા વિકલ્પો માટે વિચારતા જ નહીં.
ખાસ કરીને, નાના શહેરોમાંના સંયુક્ત હિન્દુ કુટુંબોમાં દીકરાઓ લગ્ન પછી પણ પોતાના માતા પિતા સાથે જ રહેવાનું ચાલુ રાખતા, પોતાના માતા પિતાના નિયમો પાળતા અને એક જ છત નીચે રહેતા. દીકરાઓ કૌટુંબિક મિલ્કતોના વારસદાર ગણાતા અને કુટુંબનો ભાગ બની રહેતા; બીજી બાજુ લગ્ન થઈ જાય પછી દીકરીઓ પોતાના પતિના કુટુંબનો હિસ્સો બની જતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મોટાભાઈ ૧૪ વરસના થયા એટલે તેમની સગાઈ કરી નાંખવામાં આવી હતી અને હવે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો વારો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ૧૭ વરસના થયા ત્યાં સુધીમાં તેમણે પોતાનો મિકેનિકલ એન્જી.નો ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. હવે ગૂહત્વાગ કરવાની ઈચ્છા અસહ્ય બની ગઈ હતી. તેમને લાગ્યું કે હવે પોતે સંન્યાસી જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે. તેમને થયું કે તેઓ જે રીતે ઘરમાં રહે છે એ રીતે વધારે વખત રહી નહીં શકે. તેમને પોતાની આખી જિંદગી એક જૂઠ લાગતી હતી. સામાજિક બંધનોમાં જીવવું તેમને ગુંગળામણ ભર્યું લાગતું હતું.
હમણાં અમે બિદાડી આશ્રમમાં પુરાણી ચીજો તપાસતા હતાં તેમાં એકા એક અમને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જ્યારે ૧૭ વરસના હતા ત્યારે તામિલમાં લખાયેલ ડાયરીના થોડાં પાના હાથ લાગી ગયા હતા. આ લખાણોમાં તેમને ગૃહત્યાગ કરવા માટે ઈંધણ પૂરું પાડનારી બાબતો હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ૧૫ જુલાઈ ૧૯૯૪એ લખ્યું છે.
મેં કે.એસ. નારાયણ સ્વામી થાત્થા એ આપેલ બધા જ કાગળો અને તાવીજ લીધાં, કાગળો વાંચ્યા, તેને ફાડી નાંખ્યા અને બધું જ કૂવામાં અને કચરા પેટીમાં નાંખી દીધું.
૧૬ જુલાઈ ૧૯૯૪એ તેમણે લખ્યું :
જયારે, બ્રહ્મ સુખીને એક માણસે લાત મારી અને સુધારણા લક્ષી ડહ્યપણ મેળવ્યું. બરાબર આવી જ રીતે સંત પેટ્ટીના દ્વારે એક સ્ત્રીની ફૂંકમાંથી એન્લાઈટેન્મેન્ટ મેળવ્યું હતું ! એ મહાન દિવસ આજે છે. દોઢ કલાકના ગહન મેડિટેશન પછી મન સંપૂર્ણ પણે લક્ષ્ય પ્રત્યે એક કેન્દ્રી થઈ ગયું.