KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

માત્ર વર્ગખંડમાં સંપૂર્ણ એકાગ્રતાથી અભ્યાસમાં ધ્યાન આપીને તેમણે પરીક્ષાઓમાં ડીસ્ટીકંશન માર્કસ મેળવ્યા હતા. તિરૂવશામલાઈમાં હાઈસ્કુલનું શિક્ષણ પુરું કર્યા પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નજીકનાં ગુડીયાદ્ટમ શહેરમાં આવેલી પોલિટેકનીક ઈન્સ્ટીટયૂટમાં ડીપ્લોમા મિકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયા.

તેઓ એ શહેરમાં લોજમાં રહેતા. આ સમયગાળા દરમ્યાન જયારે તેઓ પોતાના ઘરથી દૂર રહેતાં હોવા છતાં પણ, પોતે બીજા જેવી રીતે મોજમજા કરવામાં અને ફિલ્મો જોવામાં સમય પસાર કરતા હતા તેમ કરવાને બદલે પોતાનો સમય મેડિટેશનમાં વિતાવતા હતા. અહીં પણ તેમણે અભ્યાસમાં ખૂબ જ ઓછો સમય આપ્યો હોવા છતાં પરીક્ષાઓમાં સારા માર્કસૂથી પાસ થઈ ગયા હતા. એક વખત તેમના એક મિત્રે તેમને પૂછવું કે મેડિટેશનમાં આટલો બધો સમય વેડફી નાંખીને તારે શું મેળવવું છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જવાબ આપ્યો. "એક દિવસ મારા આશીર્વાદ લેવા માટે તું લાઈનમાં ઉભો રહીશ ત્યારે તને ખબર પડશે."

(માસ્ટર હમણાં તામિલનાડુની મુસાફરી દરમ્યાન તિરૂવશ્રામલાઈમાં વતનમાં ગયા એ દરમ્યાન, તેમણે અમને ખીચો ખીચ શ્રોતાઓથી ભરેલા હોલમાંથી અમને ઈશારો કરીને મંચ પર બોલાવ્યા જયાં તેમણે હમણાં જ વ્યાખ્યાન આપ્યું હતું અને મેડિટેશન કરાવ્યું હતું. તેમણે આંગળી ચીંધીને પોતાના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભેલા પોતાના જૂના મિત્રોને બતાવ્યા હતા. છોકરાઓ જેવા માસ્ટરનો ચરણ સ્પર્શ કરવા નમ્યા કે લાગણી સભર થઈ ગયા હતા અને ધ્રુજી ગયા હતા. અમે જોયું કે માસ્ટરે પણ લાગણીવશ બનીને છોકરાઓને પોતાના તોફાની સ્મિત અને કરૂણા સાથે બાથમાં લઈ લીધા હતા.)

(બ્રહ્મ સુખી, કુપ્પામ્માલ તરફથી દીક્ષાપત્રમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને અપાયેલ ઉપનામ હતું.)