THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
૧૪ વરસની ઉંમર પછી માત્ર એન્લાઈટેન્ડ માસ્ટર જ સાચું બ્રહ્મચર્ય પાળી શકે છે. જે અષ્ટાંગયોગના પાંચ પાસાંમાંનું એક પાસું છે.
સંન્યાસીઓની પરંપરાઓનું અપમાન કર્યા વગર મને કહેવા દો કે તેઓ જયાં સુધી એન્લાઈટેન્ડના બને ત્યાં સુધી સાચું બ્રહ્મચર્ય પાળી શકે નહીં.
રઘુપતિ યોગીએ તેમની સાથેના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વરસોમાં તેના ધ્યાનાવસ્થાના વિવિધ અંગ વિન્યાસોના ફોટાઓ પાડવાની ગોઠવણ કરી હતી. એ દિવસોમાં ગ્રામીણ ભારતમાં ફોટોગ્રાફી ખૂબ જ મોંઘી હતી. યોગીએ આ ફોટાઓ પાડવા માટે હોટેલ માલિક ઉપાધ્યાય પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તેમને જયારે પૃછવામાં આવ્યું કે આટલો બધો ખર્ચો શા માટે કરો છો, ત્યારે તે માત્ર મુસ્કુરાયા અને ક્યારેય જવાબ આપ્યો નહીં. જયારે ફોટાઓ તેમની પાસે આવ્યા ત્યારે તેમણે તેના પર લખ્યું "એક દિવસ આખી દ્દુનિયા આ ફોટાગ્રાફ માટે મારો આભાર માનશે !''
આ એ જ ફોટોગ્રાફ છે જેને આપણે યુવાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ધ્યાનમાં બેઠેલા જોઈએ છીએ; તેમનો પહેલો ફોટોગ્રાફ લગભગ નવ વરસની ઉંમરે લીધેલો છે. રઘુપતિએ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથેના જ પોતાના ફોટાઓ લીધા છે. પોતાના એકલાનો એક પણ ફોટો પડાવ્યો નથી. છોકરાએ તેમને આ બાબતમાં સારી રીતે પૂછ્યું હતું. 'તમે તમારો પોતાના એકલાનો ફોટો શા માટે નથી પડાવતા ? જો પડાવો તો હું તેને મારી પાસે રાખી શકું' રઘુપતિ યોગી માત્ર હસ્યા અને કહ્યું, "મારા ફોટાની પૂજા કરવાની કોઈપણની ઈચ્છા નહીં થાય; પરંતુ તેઓ તારા ફોટાની પૂજા કરશે !''
જે ફોટોગ્રાફરે આ ફોટાઓ પાડ્યા હતા તે જૂની યાદ તાજી કરતા કહે છે કે જયારે તે રઘુપતિ યોગી અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના ફોટાઓ લઈ રહ્યો હતો, ત્યારે તેણે એ બંન્નેને ધ્યાનાવસ્થામાં જમીનથી થોડા ઈંચ ઉપર ઉચકાયેલા જોયા હતા.