KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/(ક્વોન્ટમ)આધ્યાત્મિકતાનું આવશ્યક પરિમાણSign in
કૃતજાતામાં (Krutajatanmam)

(ક્વોન્ટમ)આધ્યાત્મિકતાનું આવશ્યક પરિમાણ

તિરૂવન્નામલાઈમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ અષ્ટમીના દિવસે થયો હતો. આ ચંદ્રકળાનો આઠમો દિવસ છે. અષ્ટમી દુનિયાદારીનો દિવસ મનાય છે, તેથી વૈરાગીઓ માટે તે દિવસ પસંદગી યોગ્ય ગણાતો નથી. પૌરાણિક કથામાં અષ્ટમીને દિવસે કૃષ્ણની પ્રાર્થના કરવામાં આવે છે. પોતાનું વચનપાળવા અને દુનિયામાં એ સાબિત કરવા કે દ્દુનિયાદારીની વ્યક્તિ, અનુકૂળતાવાળી ભૌતિક જીંદગી જીવતાં જીવતાં જીવતાં પણ આધ્યાત્મિક્તાની ખાતરી કરાવી શકે છે: કૃષ્ણે અષ્ટમીના દિવસે જન્મ લેવાનું નક્કી કર્યું હતું.

કૃષ્ણાની ફિલોસોફીની પરંપરામાં એવું ઘણું બધું છે, જે આજે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આધ્યાત્મિકતાના આવશ્યક પરિમાણમાં ભૌતિક્તા અને આધ્યાત્મિક્તાનું મિલન થાય છે. અને ભૌતિક સફળતા અને આધ્યાત્મિક ક્રાંતિ સંયુક્ત રીતે સળંગ જોડાયેલાં છે તેવો ઉપદેશ આપે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે, સામાન્ય જિંદગી અને કુટુંબ, કારકીર્દી પૈસા અને સફળતાના ભૌતિક ધ્યેયો તેમજ પરિત્યાગ કરવાના આધ્યાત્મિક મૂલ્યો વચ્ચે પસંદગી કરવાની જરૂર નથી.

અવતાર અને પરમહંસ તિરૂવન્નામલાઈમાં જન્મે છે : સચેત જન્મની કથા

મહાન પર્વત અરૂણાચલની ભવ્યતા અને જયોતિર્લીંગ અરૂણાચલેશ્વરના પવિત્ર શક્તિ કેન્દ્રમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલમ્ અને લોકનાયકીના બીજા બાળક તરીકે જન્મ્યા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના સચેત જન્મને યાદ કરતાં કહે છે :

અંધારૂં પણ નહોતું કે સંપર્ણ પ્રકાશ પણ નહોતો; સંદિગ્ધ રંગથી પૃથ્વી ઘેરાયેલી હતી. એકાએક એક વિસ્તારમાં તેજસ્વી પ્રકાશ દેખાયો જેને હવે હું દક્ષિણ ભારત તરીકે જોઉં છૂં. એ દેદીપ્યમાન પ્રકાશમાં ઝળહળાટ કરતા ખરતા તારાના સ્વરૂપમાં પ્રવેશ્યો. બીજી જ ક્ષણે મેં મારી અંતર્દષ્ટિથી અરૂણાચલને ધારી લીધો. અને મેં ફરી એક વખત શરીર ધારણ કર્યું. હું મારી માતાના ગર્ભમાં દાખલ થયો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતાએ શોધી કાઢ્યું કે તે જયારે તિરૂપતિના પવિત્ર શહેરની યાત્રા પર હતી, ત્યારે તેની સાથે તેનું બીજું બાળક હતું. તે બિમાર હતી અને ડોક્ટરે તેને તપાસીને કહ્યું કે તેણી સગર્ભા છે. આવી રીતે ભગવાન વિષ્ણુના બીજા સ્વરૂપ વેન્કટેશ્વરા સાથેનો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો સંબંધ તેના જન્મ પહેલાં જ તિરૂપતિમાં જોડાયો હતો. તેની માતાને પહેલા ખોળે દીકરો હતો. એટલે તેની ઈચ્છા દીકરી અવતરે તેવી હતી અને જ્યારે બીજો પણ દીકરો જન્મ્યો, ત્યારે તે થોડી નિરાશ થઈ ગઈ હતી !

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ, દક્ષિણ ભારતમાં તિરૂવશ્રામલાઈના પવિત્ર શહેરમાં ૧૯૭૮માં જાન્યુઆરીની પહેલી તારીખે થયો હતો. સ્થાનિક રિવાજ મુજબ તેનું નામ તેના નાનાજી રાજશેખર પરથી પાડવામાં આવ્યું હતું. નામમાં

આ ખ્યાલે, એવા ઘણાં લોકો જે પસંદગી કરવા બાબતમાં દોષ ભાવનાની લાગણી અનુભવતા હતા એમની એ લાગણી દુર કરીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમની જ્યંદગીનું રૂપાંતરણ કર્યું છે.

મહાભારતમાં, માર્કન્ડેય ઋષિએ યુધિષ્ઠિરને એક સુંદરવાર્તા કહી છે :

એક કૌશિક નામનો સંન્યાસી હતો, જેણે અલૌકિક અને ભક્તિભાવ ભર્યા સાધુ તરીકેની આધ્યાત્મિક જિંદગી જીવવાની તૈયારી માટે બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી.

એક દિવસ એ એક વૃક્ષની નીચે બેસીને મંત્રોનો જાપ કરતો હતો. એવામાં એક બગલો એ વૃક્ષ ઉપર આવીને બેઠો અને તેના માથા પર ચરક્યો. કૌશિકે ઉંચે એ બગલા સામે નજર કરી અને તેની ગુસ્સા ભરી નજરથી બગલો મરી ગયો અને નીચે પડ્યો.

બગલાને મરેલી હાલતમાં નીચે પડેલો જોઈને કૌશિકને ઘણું દુઃખ થયું. તેને અફસોસ થયો કે તેના મનમાં પેદા થયેલ રાક્ષસી વિચારે, એક ક્ષણના ગુસ્સામાં એક નિર્દોષ પક્ષીનો જીવ લીધો.

થોડા સમય પછી તેને ભૃખ લાગી અને તેની આધ્યાત્મિક શિસ્ત મુજબ િભક્ષા લેવા ગામમાં ગયો. તે ભિક્ષા લેવા માટે એક ઘરના દરવાજે ઊભો રહ્યો.

એ જ સમયે ઘરધણી થાકેલો અને ભૂખ્યો ઘરે આવ્યો અને તેની પત્ની તેના પગ ધોવામાં અને તેને જમાડવાનાં કામમાં લાગી ગઈ. કૌશિકે વિચાર્યું કે તેણી તેનું કામ પતાવ્યા પછી પોતાને ભિક્ષા આપશે એ આશામાં રાહ જોવા લાગ્યો.

ઘણો સમય રાહ જોયા પછી કૌશિક વિચાર્યું કે તેણી હું બહાર રાહ જોઇ રહ્યો છું એ ભૂલી ગઈ લાગે છે. ગમે તેમ, પેલી સ્ત્રી તેના પતિનું કામ પુરુ કરીને સંન્યાસીને ભિક્ષા આપવા બહાર આવી.

તેણીએ કહ્યું, "મને માફ કરજો, તમારે લાંબો સમય રાહ જોવી પડી."

કૌશિક ઉશ્‍કેરાઈ ગયો અને કહ્યું, "દેવી, તમે મને ખૂબ જ લાંબો સમય રાહ જોવડાવી છે. સંન્યાસી પ્રત્યે આવી ઉદાસીનતા સારી ના કહેવાય"

સ્ત્રીએ કૌશિકને કહ્યું, "મહેરબાની કરીને મને માફ કરી દો. હું માર પતિને જમવાનું પીરસતી હતી એટલે મોડું થઈ ગયું. "

કૌશિકે ધ્યાન દોર્યું, "પતિના કામ પાછળ ધ્યાન આપવું સાચું અને યોગ્ય છે, પરંતુ સંન્યાસીની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. તમે ઘમંડી સ્ત્રી લાગો દળે. "

તેણીએ કહ્યું, ''મારા પર ક્રોધિત ના થાવ, અને યાદ રાખો કે મેં તમને રાહ જોવડાવી કારણ કે હું મારા પતિની સેવા કરવાની ફરજ નિભાવી રહી હતી. હું કોઈ બગલો નથી કે જેને તમારો હિંસક વિચાર મારી શકે, અને તમારો ક્રોધાવેશ એક પતિપરાયણ સ્ત્રીને કશું જ નુકસાન નહીં કરી શકે."

કૌશિક અચંબો પામી ગયો. તેને નવાઈ લાગી કે આ સ્ત્રીને બગલાની વાતની કેવી રીતે જાણ થઈ ગઈ.

સ્ત્રીએ આગળ કહ્યું, "ધ્રહ્મચારી તમે ફરજ પાલનનું રહસ્ય જાણતા નથી, અને તમે એ પણ જાણતા નથી કે ગુસ્સો માણસમાં રહેલો સૌથી મોટો દુશ્મન છે. તમને ભિક્ષા આપવામાં મોડું થયું એ બદલ ક્ષમા કરી દો.

મિથિલા નગરીમાં જાવ અને ત્યાં રહેતા ધર્મવ્યાધ પાસેથી યોગ્ય જીવન જીવવાના રહસ્યનું જ્ઞાન મેળવો."

કૌશિક આશ્ચર્ય પામી ગયો. તેણે કહ્યું, "હું તમારી સલાહનો હક્કદાર દૂષું અને તે મારા સારા માટે છે. ભગવાન તમારું કલ્યાણ કરે."

આમ બોલીને તે મિથિલા તરફ ચાલ્યો ગયો.

કૌશિક મિથિલા પહોંચ્યા અને ધર્મવ્યાધની તપાસ કરી, તેને એમ હતું કે તે કોઈ સામાન્ય જિંદગીની ધાંધલ-ધમાલ ભરેલી જીદગીથી દૂર એકાંતમાં એકાદ આશ્રમમાં રહેતા હશે.

તે આ મહાન શહેરના સુંદર મકાનો વચ્ચે આવેલા અદ્દભૂત રસ્તાઓ અને બગીચાઓ વચ્ચે ચાલવા લાગ્યો અને એક કસાઈની દુકાન પર પહોંચ્યો, જયાં એક માણસ માંસ વેચી રહ્યો હતો. તેની નવાઈની હદ તો ત્યારે આવી ગઈ, જ્યારે તેણે જાણ્યું કે આ કસાઈ જ ધર્મવ્યાધ છે.

કૌશિક અતિશય આધાત પામી ગયો અને સખત સૂગ ચડવાને લીધે દૂર ઊભો રહી ગયો. કસાઈ તરત જ પોતાની બેઠક પરથી ઊભો થયો અને કૌશિક પાસે આવીને પૂછપું, ''આદરણીય સ્વામી આપ સારા છો ને ? શું તમને પેલી પતિવ્રતા સમ્તારીએ મારી પાસે મોકલ્યા છે ?

કૌશિક વિસ્મયથી દિગ્મૂઢ બની ગયો.

''આદરણીય મહાત્મા, હું જાણું છું કે આપ મારી પાસે શા માટે પધાર્યા છો. ચાલો આપણે ઘરમાં જઈએ. " આમ કહીને કસાઈ તેને પોતાના ઘરમાં લઈ ગયો, જ્યાં કૌશિકે એક સુખી કુટુંબ જોયું અને કસાઇને પોતાના માતા પિતાની ભક્તિભાવથી સેવા કરતો જોયો.

કૌશિકે કસાઈ પાસેથી ધર્મનું અને માણસની ફરજુનું શિક્ષણ મેળવ્યું. પદ તે પોતાને ઘરે પાછો ફર્યો અને પહેલાં જેની અવગણના કરી હતી તે માતા પિતાની સેવા કરવાનું ચાલુ કર્યું.

બ્રહ્મચારીને કહેલી વ્યાધગીતા સમજાવે છે કે માણસ સામાન્ય ગૃહસ્થ જીવ જીવતાં જીવતાં પણ મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે કરી શકે છે.