KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/જે તમને અંધકારમાંથી પકાશ તરફ લઈ જાય છે તે માસ્ટર છે, ગુરુ છે.Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

જે તમને અંધકારમાંથી પકાશ તરફ લઈ જાય છે તે માસ્ટર છે, ગુરુ છે.

ઉપનિષદ્રના નામથી ઓળખાતા પ્રાચીન હિંદુ ધર્મશાસ્ત્રો વેદોનો અર્ક છે, એમાં એન્લાઇટેન્ડ ઋષિઓએ સીધા અનુભવેલા જ્ઞાનનો સંગ્રહ છે. ઉપનિષદ્દનો મૃળ અર્થ થાય છે, 'માસ્ટર પાસે બેસવું.' તમે માસ્ટર સાથે બેસીને બ્રહ્માંડીય ચેતનામાં વિસ્તરો છો. તમે જયારે માસ્ટરના પ્રેમમાં પડી જાવ છો, ત્યારે ચેતનામાં તમારો ઉદય થાય છે.

માસ્ટર સાથે સંબંધ સમય અને સ્થાનથી ઉપર ઉચ્ચકક્ષાએ પહોંચે છે, તે સનાતન હોય છે. માસ્ટર-શિષ્યના સંબંધનો વિજ્ઞાન અને જ્ઞાનનું આગમન નાશ કરી શકતું નથી, કારણ કે એ સત્યના અર્થ તરફની યાત્રા છે અને સત્ય તરફ દોરી જતી દરેક બાબત સનાતન હોય છે તે મૂત્યુ પામી શકે નહીં. માસ્ટર માણસ જાતને સત્ય પહોંચાડે છે.

જયારે તમારી મા તમને 'મા' અથવા 'અમ્મા' કહેતા શીખવે છે ત્યારે તે તમારી પહેલી માસ્ટર બની જાય છે. તમને તો પાછળથી ખ્યાલ આવે છે કે

એ તમારી મા છે. માટે જ માસ્ટરનું સ્થાન મા, પિતા અને ભગવાનની પહેલા મુકવામાં આવે છે અને એ જ તમારો પહેલો સંબંધ હોય છે, એ છેલ્લો સંબંધ પણ છે; એન્લાઈટેન્મેન્ટ ઉપર માસ્ટર અને શિષ્ય એક જ શક્તિમાં એકરૂપ બની જાય છે.

મેં મારા વિવિધ મેડિટેશન પ્રોગ્રામોમાં આ વિષય જેટલું ગહન બીજું કંઈ પણ શીખવ્યું નથી. મારે ખરેખર જે કહેવાનું છે એ હંમેશા આ માસ્ટર-શિષ્ય સંબંધ વિષે જ કહેવાનું હોય છે. તેમ છતાં પણ તમે મારા અમુક કોર્સ કર્યા હોવા છતાં તમે આ સમજી શક્યા નથી. હવે કમ સે કમ તમારામાંનો અમુક સાંભળવા ઈચ્છે છે. અને ભવિષ્યમાં ઘણાં વધારે આવશે.

જો તમારામાં યોગ્ય લાયકાત હશે તો તમે સાંભળશો, આનંદ લેશો અને રૂપાંતરણ પામશો. જો લાયકાત નહીં હોય તો જતા રહેશો. તમે કુદકો મારવાના છો. જો ના મારી શકો તો રીલેક્સ બની જાવ અને ઉજવણી કરો.

મેં ત્રણ સ્તરે શીખવ્યું છે, મેં અગાઉ પ્રાથમિક કોર્સમાં લાઈફબ્લીસ જેવા પ્રોગ્રામમાં મેં મન-શરીરના શક્તિ કેન્દ્રોને શક્તિસ્કૂત કરવા માટેની મેડિટેશન ટેકનીકો શીખવી છે તેમાં તમે માસ્ટરને જુઓ છો અને સાંભળો છો. પછીના સ્તરમાં, જે નિત્યાનંદ સ્કૂરણ પ્રોગ્રામ છે, જેમાં હું મૃત્યુ વિષેના મારા અનુભવોનું વર્ણન કરું છું અને તમને તમારા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બનતી ભૂતકાળની યાદોને બહાર ફેંકી દેવાની પ્રક્રિયામાંથી પસાર કરું છૂં, જેમાં તમે માસ્ટર સાથે વધારે સંબંધિત થાવ છો. પછી હિલીંગ દિક્ષા વખતે તમે શિષ્ય બનવા ઈચ્છો છો અને હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું. તમે મારી સાથે હો છો. મારા શરીરની ભાષાનું અવલોકન કરો છો જેનાથી તમે તેને મનમાં ગ્રહણ કરી શકો છો.

એક વખત એક સાધકે ઝેન માસ્ટરને પછવું. "એન્લાઇટેન્ડ કેવી રીતે થવાય એ તમે મને શીખવશો ?'' માસ્ટરે જવાબ આપ્યો, '' ના હું તને નહીં શીખવું, પરંતુ તું મારામાંથી શીખી શકે છે. " આ તરવાનું શીખવા જેવી બાબત છે. માસ્ટરના કહેવાનો મતલબ હતો. " તું મારું નિરીક્ષણ કરીને સાહસ પ્રાપ્ત કરી શકીશ, પછી તું ભૂસકો મારીશ અને તરી શકીશ. હું શીખવી શકું નહીં. તારે શીખવું પડે છે. "

આત્મસાક્ષાત્કાર શીખવી શકાય નહીં, પરંતુ તમે શીખી શકો છો. તમે માસ્ટરનું અવલોકન કરીને શ્રદ્ધા પ્રાપ્ત કરી શકો છો. તમે શ્રધ્ધા વિકસાવો. એમને જોઈને તમને લાગશે કે , ''જો એ એન્લાઇટેન્ડ થઈ શકતા હોય તો હું કેમ નહીં ?" માસ્ટર સાથે રહો. સાધના કરવાની તીવ્ર ઈચ્છા સાથે માસ્ટરની જેમ જ શ્રદ્ધા રાખો.

આ નકલ નથી; મનમાં ગ્રહણ કરવાની ક્રિયા છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મનમાં ગ્રહણ કરી લો. મને મનમાં ગ્રહણ કરવા માટે તમારે ક્શું જ કરવાનું નથી; બસ અહીં રહો. વર્તમાનમાં રહો. હું એવી જબરજસ્ત શક્તિ છું જેનાથી એવો એક પણ દરવાજો નથી જે ખોલી ના શકાય તમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મનમાં ગ્રહણ કરી લેશો. રીલેક્સ, સંબંધિત થાવ અને ઉજવો.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, "જાગો, ઊભા થાવ અને જ્યાં સુધી ધ્યેય પ્રામિ ના થાય ત્યાં સુધી અટકો નહીં.

હું કહું છું : ''ઊભા થાવ, જાગો, અટકો ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે !''

એક વરસ સુધી અમે માસ્ટરને પહેલી વખત શિવસૂત્રો પર વાત કરતાં સાંભળ્યા હતા અને છ મહીનાના લાંબા ગાળા સુધી તેઓ માસ્ટર-શિષ્ય સંબંધો પર બોલ્યા હતા. એ પછી અમારામાંના ઘણાં બધામાં ઘણું બધું

પરિવર્તન આવી ગયું હતું. એવું લાગે છે કે પછી માસ્ટરની આસપાસની દરેક બાબતો બદલાઈ ગઈ છે. અત્યારે દુનિયાના ઘણા ભાગોમાં નવા આશ્રમો ખુલી ગયા છે.

બિદાડી આશ્રમનો દેખાવ બદલી ગયો છે અને બદલતો રહેશે. દરેક નવું બાંધકામ ઉપયોગમાં લેવાનું શરૂ થાય ત્યાં જ નાનું પડવા લાગે છે. અનુયાયીઓ ગુણાકારની સંખ્યામાં વધતા જાય છે. વરસ પહેલા માસ્ટર પોતે પ્રોગ્રામોના બે સ્તરનું, કદાચ ત્રણનું સંચાલન કરતા હતા, તે હવે આચાર્યો કરે છે.

હજુ, તેમને સહજ ગણીને કાઢી શકાય નહીં અને તેઓ ક્યારેય એક જ હોતા નથી એવી તેમની બધી જ ચેવતણીઓ છતાં માસ્ટર એવા જ રહ્યા છે. તેમના વિષેની એક બાબતમાં બધા જ ચોક્કસ પણે કહી શકે છે અને બાબત છે તેમની અચોક્કસતા, એ બદલાઈ નથી. તેમની સાથેની અને તેમની આસપાસની દરેક ક્ષણ અલગ હોય છે. અણધારી હોય છે, મન અને જીવનું સાહસ હોય છે. બીજા માટે અવિરત કરૂણા તેમનો હોલ માર્ક છે જે બદલયો નથી.

જિંદગીમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું મિશન ખૂબ જ સાદ્દું છે તેઓ નાવના સુકાની છે જે આપણને જિંદગીના ભ્રમોના સમુદ્રમાંથી બહાર લઈ જાય છે : તેઓ જીવન-મરણના ચક્રને તોડનાર છે. તેઓ કાલ ભૈરવ છે. જે આપણાં આત્માઓને સ્થળ અને સમયમાંથી અપૂર્વ કરૂણા સાથે બહાર લઈ જાય છે.

તેમણે ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પ્રોગ્રામોમાં જાહેર કર્યું છે :

"હું તમને જે કહું છું તે સત્ય છે. ક્યારેય પણ તમે તમારી જાગૃતતા ગુમાવી

દો, પછી તે મૃત્યુની ક્ષણ હોય કે કટોકટી ભરી ભિમારી હોય, હું તમારી બાજુમાં હાજર હોઈશ. જો એ મૃત્યુ હશે તો એ માર્ગમાં તમને પસાર થવાનું માર્ગદર્શન આપીશ. જો તમે પુનર્જન્મ લેવા માંગતા હશો તો, તમારે જે બનવું હશે એવો જન્મ લઈ શકશો. "

હું જેટલી વખત તેમને સાંભળું છૂં, મારું હૃદય પીગળી જાય છે. મારું સમગ્ર અસ્તિત્વ, મારા માસ્ટર તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પ્રવાહિત થઈ જાય છે. અરૂણાચલ વિષેના રમણના શબ્દોનું રૂપાંતર કરતાં. તમારી ઈચ્છા કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે મેં શું કર્યું છે ? હું તમને શું આપી શ્કું જેનું તમારા માટે કોઈ મૂલ્ય હોય ? હું ખુબ જ ભાગ્યશાળી છું. મેં બહુ જ ઓદ્‌શું આપીને તમને ખરીદી લીધા છે; તમારી મહેરબાની જે કરોડો ખર્ચીને પણ ખરીદી શકાય નહીં, મેંતેને ફક્ત મારી જાતને તમારા ચરણોમાં સમર્પિત કરીને ખરીદી લીધી છે.

એ તમારી પણ છે જો ખરીદી શકો તો.

માસ્ટરે કહ્યું છે તેમ. ''હું પૈસાથી વેચાવા માટે નથી: પરંતુ તમે મને તમારા પ્રેમથી ખરીદી શકો છો.''

તમે આ પુસ્તક વાંચી રહ્યા છો એ કોઈ અકસ્માત નથી. એ યાત્રાની શરૂઆત છે, જ્યાં માર્ગ મહત્ત્વનો છે. ધ્યેય અપ્રસ્તુત છે.

અમે આશા રાખીએ છીએ કે આ યાત્રા મૂલ્યવાન હો, તમારી ભીતરની શોધના તમારા પોતાના માર્ગમાં તમને પ્રેરણા પૂરી પાડે.

નિત્યાનંદમ્ ! તમને અનંત દિવ્ય આનંદ મળે !