KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/એક નાની વાર્તા :Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

એક નાની વાર્તા :

એક ડોક્ટર, એક એન્જીનિયર અને એક રાજકારણી, કોનો ધંધો સૌથી જૂનો છે એના વિષે દલીલો કરી રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે અમારો ધંધો સૌથી વધુ પુરાણો છે કારણ કે ભગવાને ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી કર્યું હતું. એન્જીનિયર સહમત ના થયો અને કહ્યું કે તેનો ધંધો જૂનો છે કારણ કે તેણે અંધાધૂધીમાંથી સૌથી પહેલા આદમનું સર્જન કર્યું હતું.

રાજકારણીએ કહ્યું, ''અરે ! તમને શું લાગે છે અંધાધુધીનું સર્જન કોણે કર્યું હતું.''

જે લોકો અંધાધૂધીનું સર્જન કરે છે એ લોકો જ તમારા પર રાજ કરશે ! તેઓ તમારી અંદર ભય, લાલચ અને કલ્પનાઓ આરોપીત કરે છે. તેઓ આ બાબતોને તમારી સમક્ષ તમારી ઈચ્છાની પરિપૂર્ણતાના સ્વરૂપમાં રજૂ કરે છે: તમે જેવી રીતે પરદા પર સ્ટેજ પર જીવવા માંગો છે. એ રીતે રજૂ કરે છે.

આધ્યાત્મિક માસ્ટર તમને લોભ, ભય અને ખોટી કલ્પનાઓમાંથી મુક્ત કરે છે. તમે બધાં જ સાહસિક અને હિંમતવાન, બુધ્ધિશાળી અને આધ્યાત્મિક માસ્ટરને અનુસરવા માટે ભાગ્યશાળી છો. તમે જયારે બીજા લોકોનું માસ્ટરની જેમ અનુસરણ કરો છો ત્યારે એ લોકો પોતાની જાતને તમારી સમક્ષ શિક્ષક તરીકે રજૂ નથી કરતા. તેમ છતાં એ લોકો લુચ્યાઈ પૃર્વક તમારું નિયમન કરે છે અને તમને દોરે છે; જ્યારે આધ્યાત્મિક માસ્ટર તમને બધા જ બંધનોમાંથી મુક્ત કરે છે.