THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
"જયારે તમારો અહમ્ છૂટી જાય છે ત્યારે પ્રશ્ચો રહેતા નથી. માત્ર શંકાઓ રહે છે. શંકાઓ, તમે જે વ્યક્તિને પ્રશ્નો પૂછો છો તેમાં તમારો વિશ્વાસ છે એવું વ્યક્ત કરે છે. બૌધ્ધિક પ્રશ્નો તમારો પોતાનો આંતરિક ઘમંડ વ્યક્ત કરે છે."
પીડા સહન ના થવાથી થોડી મિનિટો પછી તેઓ પોતાની માતા પાસે ગયા, તેણી તરત જ તેમને બાજુમાં રહેતા ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે ઘા પર ટાંકા લઈ લીધા. તેમની માતાએ તેમને તમાચો મારી દીધો અને થોડીવાર માટે દુ:ખાવો અટકી ગયો. આ ઘાની નિશાની આજે પણ તેમના સાથળ પર છે.
એ દિવસે પછીથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અન્નામલાઈ સ્વામીગલ પાસે ગયા અને જે બન્યું હતું એ કહ્યું. તેમણે જવાબની માંગ કરી, "તમે કહ્યું હતું કે આ શરીર સત્ય નથી; પીડા સત્ય નથી; એને પીડા અને દુ:ખ નથી. પરંતુ મેં જયારે મારા શરીર પર કાપો મૂક્યો ત્યારે મને પીડા થઈ હતી. માત્ર શારીરિક પીડા જ નહીં પરંતુ મારી માતાએ મને તમાચો માર્યો એનું દુ:ખ પણ થયું હતું. શા માટે ?''
અન્નામલાઈ સ્વામીગલ હસી પડ્યા અને કહ્યું, ''પરંતુ મારા શબ્દોની પરીક્ષા કરવા માટે મેં તને તારા શરીર પર ઘા કરવાનું નહોતું કહ્યું ! તેં એવું શા માટે કર્યું ?''
અન્નામલાઈ સ્વામીગલ છોકરાની આત્મખોજની ગંભીરતાને સમજી ગયા. પોતે જે ખ્યાલને બુધ્ધિથી સમજયા હતા. તેને સમજવા માટે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ભયંકર પીડા અને દુ:ખ સહન કર્યું હતું. સ્વામીગલે છોકરાની શોધમાં મદદ કરવાનું નક્કી કર્યું અને પૂછ્યું કે તને તારી આધ્યાત્મિક શોધના માર્ગમાં કામ આવે એ માટેનું એક સાદી ટેકનીકનું અનુસરણ કરવા તું તૈયાર છો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તરત જ આ વાત સ્વીકારી લીધી. અન્નામલાઈ સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને શરીર. મન અને આત્મા વિષે વિગતવાર ઊંડાણમાં સમજાવ્યું અને તેમને વિચારો જ્યાંથી ઉદ્દભવે છે તે મૂળ સ્ત્રોત સુધી વિચારોનો પીછો કરવા માટેની સરળ મેડિટેશન પધ્ધતિ શીખવી દીધી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને પછયું. ''સ્વામી, તમે આ મને પહેલાં કેમ ના શીખવ્યું ? મારે શીખવા માટે મારી જાતને કાપવી તો ના પડત. મારે પીડા અને દ્વુઃખ અનુભવવા ના પડત."
અન્નામલાઈ સ્વામીગલે કહ્યું, ''બેટા આ પીડા માટે ચિંતા ના કર. એ જતી રહેશે. તારામાં સત્યનું પરીક્ષણ કરવાની હિંમત છે અને તે તું તારા માટે શોધી લે છે. આ સાચા શોધકની નિશાની છે. તારી હિંમત તને મુક્તિ અપાવશે જે આ પીડા કરતાં ઘણી બધી વધારે મૂલ્યવાન છે."
પોતાના શરીર પર જાતે પાડેલો ઘા અને મેડિટેશન, જેમાં તેણે પહેલી વાર અનુભવ લીધો, તેનાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવનમાં નવા પ્રકરણની શરૂઆત થઈ. આ અનુભવે તેમને વિચારોના ભ્રમથી પર થઈને સીધા જ વિચારોના સ્ત્રોત સુધી પહોંચવામાં મદદ કરી.
વસ્તુ તરીકે જે દેખાય છે તેની લાક્ષણિક્તાઓ, જોવાની પ્રક્રિયા અને જોનાર પોતે, બધા જ અલગ અલગ તરંગ લંબાઈના સ્તરે વિચારો જ છે. પહેલી વ્યક્તિ વિષય અથવા જોનાર છે. ત્રીજી વ્યક્તિ વસ્તુ છે જે દેખાયું છે અને આ બંન્ને વચ્ચે જે છે તે જોવાની પ્રક્રિયા છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે વિચારોના સ્ત્રોત તરફ જવાનું શરૂ કર્યું ત્યારે તેમને ભાન થયું કે આ ત્રણે એક જ હતા. પોતાના જ વિચારોએ પેદા કરેલા ભ્રમના વિવિધ સ્તરો હતા. વિચારોના મૂળ સ્ત્રોતમાં પાછા જવું એટલે સીધા જ વર્તમાન ક્ષણમાં જવું. વર્તમાન ક્ષણ માત્ર 'સ્વ' ની વાસ્તિવક્તા જ હોય છે, બીજું કશું જ હોતું નથી. 'સ્વ' ના અનુભવમાં અનુભવ કરનાર અને અનુભવાયેલું સામેલ હોય છે.
શંકરા પોતાના આત્મષટકમ્ માં સૂદર રીતે કહે છે :
अहम् भोजनम् नैव भोजयम् ना भोक्ता, चिदानंदरूप शिवोडहम् शिवोडहम्
હું આહાર નથી. હું આહારિત નથી હું આહાર કરનાર નથી : હું ત્રણેયથી પર છૂં : હું સત્ય છૂં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જાણી લીધું હતું કે અંતિમ વાસ્તવિક્તા સુધી પહોંચવાનો માર્ગ વિચારોનો પીછો કરીને તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાનો છે. અ-મનની સ્થિતિમાં પહોંચવાનો છે. તેમણે પોતાની સાથે બેસવાની આદત વિકસાવી લીધી અને અશ્વામલાઈ સ્વામીગલે શીખવેલી પધ્ધતિને કોઈ ગંભીર મેડિટેશન તરીકે લેવાને બદલે એક રમત તરીકે તેનો વધારે મહાવરો કરવાની આદત કેળવી લીધી.
"માત્ર બેસવાનું, માત્ર 'હોવા' નું, મારી આદત બની ગઈ હતી." પાછળથી તેમણે અમને કહ્યું હતું.