KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/આધ્યાત્મિક જાગરણSign in
કૃતજાતામાં (Krutajatanmam)

આધ્યાત્મિક જાગરણ

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અશ્રમલાઈ સ્વામીગલે શીખવેલી ટેકનીકની પૂરી વચનબધ્ધતા અને શિસ્ત સાથે પ્રેકટિસ કરી. સ્વામીગલે તેમને કહ્યું હતું, 'આ મેડિટેશનનો મહાવરો કર અને તને તારા જવાબો મળી જશે.' અને તેઓ જવાબો મેળવવા માટે મરણીયા બન્યા હતા.

એકાદ વરસ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ બાર વરસના હતા ત્યારે અરૂણાચલની સામે અલગ આવેલા પાવાઝા કુન્રૂ (મોતી ખડક) નામે ઓળખાતા ખડક પર બેસીને એક સાંજે મેડિટેશન કરી રહ્યા હતા. એ વૈશાખની બુધ્ધ પૂર્ણિમાનો દિવસ હતો અને સંધ્યાનો સમય હતો.

તેઓ ખરેખર તો તેમને આપવામાં આવેલી આ પધ્ધતિ સાથે ખેલ કરી રહ્યા હતા, એ વખતે વિચિત્ર અનુભવ થયો. તેમના મેડિટેશનના મધ્ય ભાગમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને લાગ્યું કે તેમની અંદર કશુંક ખુલી રહ્યું છે. કંઈક ભૂક્કો થઈ રહ્યું હતું અને કંઈક નવું સર્જાઈ રહ્યું હતું. જેમ કે અંદરનું પાત્ર તૂટી રહ્યું હતું અને એક દરવાજો ખુલી રહ્યો હતો, બંન્ને એક સાથે જ થઈ રહ્યુ હતું. સર્જન અને વિસર્જનની અનુભૃતિ એક જ સમયે થઈ રહી હતી; ખૂબ જ આનંદદાયક લાગણી હતી. તેમના ઉપર શાંતિની અનુભૂતિ ઉતરી આવી હતી.

એકાએક તેમને થયું કે પોતાની આંખો બંધ હોવા છતાં પણ પોતે ચારેબાજુનું બધું જ જોઈ શકે છે. તદૂઉપરાંત બંધ આંખે તેમને ૩૬૦ ડીગ્રી દષ્ટિગોચર થતું હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તદ્દન સ્પષ્ટ રીતે તેમની સામેની ટેકરી, તેમની પાછળનું મંદિર, તેમની નીચેનો ખડક, માથા ઉપરનું આકાશ સ્પષ્ટ દેખાતા હતા. ડાબી બાજુનાં વૃક્ષો, જમણી બાજુનો ટેકરીનો ભાગ, આ બધું જ તેમના દેષ્ટિક્ષેત્રમાં આવતું હતું. પોતાની આંખો ખોલ્યા વગર જ !

પંદર વરસ પછી, બિદાડી આશ્રમે લાફીંગ ટેમ્પલમાં બેઠા બેઠા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ વ્યક્ત ના થઈ શકે તેવો એ અનુભવ ફરી એક વખત અમને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

''એ ક્ષણે હું એ બાબત પ્રત્યે જાગૃત થયો હતો કે હું સમગ્ર અસ્તિત્વ સાથે એક રૂપ છૂં અને બધું જ હું જ હતો !'' તેમણે કહ્યું. તેમની સામેના વૃક્ષ તરફ આંગળી ચીંધતા આગળ કહ્યું, '' જાણે કે આ વૃક્ષ મારા હાડકાં બની ગયા છે અને આ છાપરાનું ઘાસ મારૂં ચેતાતંત્ર બની ગયું છે. "

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અત્યારે આ અનુભવનો ઉલ્લેખ એન્લાઈટેન્મેન્ટ, આત્મસાક્ષાત્કારની ઝાંખીઓ તરીકે કરે છે અને તેનું વર્ણન કરવા જાપાનીઝ ઝેન શબ્દ 'સાતોરી' વાપરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના અમુક અનુયાયીઓ સાથે આપણે આવું થતું જોયું છે. 'સાતોરી' એક એવો અનુભવ છે જે માસ્ટરની હાજરીમાં તેમની કુપા સાથે થતો હોય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના કિસ્સામાં તેમને પોતાની જાતે જ થયો હતો, તેઓ જે આધ્યાત્મિક પ્રેકટિસ કરી રહ્યા હતા, તેના ભાગરૂપે અને મુખ્યત્વે તેમની પોતાની વિકસેલી સ્થિતિને પરિણામે થયો હતો.''

એક વખત THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમના એક શિષ્યને પૂછયું કે તે પોતાનું મેડિટેશન જરૂરી ધગશ સાથે કેમ નથી કરતો. પછી આગળ કહ્યું, "જો હું તારા જેટલો આળસુ હોત તો હું ક્યારેય એન્લાઈટેન્ડ થયો ના હોત.'' શિષ્યનો જવાબ હાજર જ હતો. "કારણ કે તમારી પાસે અમારા જેવા માસ્ટર નહોતા ! અમે તમારા કરતાં ઘણાં બધા વધારે નસીબદાર છીએ. "

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પોતેજ કહે છે કે મેં માસ્ટર પાસે સમર્પણ કરી દીધું હોત તો મારો આધ્યાત્મિક વિકાસ વધારે ઝડપથી થયો હોત. તેઓ કહે છે કે તેમને આત્મસાક્ષાત્કારના રહસ્યને ખોલવાની ચાવી શોધતાં પહેલાં એક હજાર ચાવીઓનો પ્રયોગ કરવો પડ્યો હતો. તેઓ પોતાના શિષ્યોના કિસ્સામાં કહે છે કે મેં તેમના હાથમાં સાચી ચાવી પહેલેથી જ આપી દીધી છે. તેમને તો માત્ર તાળામાં ચાવી લગાવવાની જ છે અને સત્યને બહાર લાવવાનું છે.

પ્રતિકાર ના થઈ શકે એવા આ અનુભવ પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જોયું કે તેઓ સાયકલ અથવા સ્કૂટર ઉપર પોતાને સંતુલિત રાખી શકતા નહોતા. તેમના શરીરમાં સંતુલનની લાગણી નહોતી. તેઓ પોતાના ભાઈની સાયકલ પર પાછળ બેસીને સ્કૂલે આવતા જતા તેમના બંન્ને ભાઈઓને દરરોજ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દોઢેક કલાક સુધી આ સ્થિતિમાં રહ્યા હતા. તેઓ આનંદમાં ઝુમતા ઝૂમતા ઘરે પાછા આવ્યા અને જે કંઈ બન્યું હતું તેના વિષે કુપ્પામ્માલને કહ્યું, કુપ્પામ્માલ તરત જ જાણી ગયા કે આ ઉંમરના છોકરા માટે અતિશય અસાધારણ એવો ખૂબ જ શક્તિશાળી આધ્યાત્મિક અનુભવ આ છોકરાને થઈ રહ્યો છે! અને તેની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. તેણીએ તેની ખૂબ જ સારી સંભાળ રાખી હતી. આ આધ્યાત્મિક અનુભવની પછીની અસરો ત્રણ દિવસ સુધી થતી રહી હતી.

આ 'સાતોરી' અનુભવ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની જીંદગીમાં આધ્યાત્મિક વિકાસના નવા તબક્કાની શરૂઆત હતી. આ સ્થિતિમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે ઈચ્છે, ત્યારે પોતાની ચારેબાજુ બધું જ જોઈ શકતા હતા. સાતોરીના બનાવ પછી તેમણે સમ્પથ નામના પોતાના મિત્રને બોલાવ્યો અને તેને પોતાની સાથે મંદિરમાં લઈ ગયા અને પોતાની પીઠ ઝાડ તરફ રાખીને તેની સાથે બેઠા. તેમણે તેના મિત્રને કહ્યું. "અહીં જો, મારી સાથે કંઈક નવું વિચિત્ર બન્યું છે. હું હવે મારી ચારે બાજુ બધું જ જોઈ શકું છૂં.'' તેના મિત્રે તેમની સામે આ વાત તેના મગજમાં ના ઉતરી હોય એ રીતે જોયું.

તેમણે પોતાના પોતાની સામે બેઠેલા મિત્રને કહ્યું, ''મારી પાછળના વૃક્ષ તરફ જો. આ બિંદ્દ પર એક કીડી જઈ રહી છે એ તને દેખાય છે ? અને પછી પોતાની પાછળ જે ચોક્કસ જગ્યાએ કીડી હતી તે સ્થાન દર્શાવ્યું જયાં હકીકતમાં એક કીડી જઈ રહી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેના મિત્ર પાસે પોતાના માથા પાછળ સિક્કાઓ અને વસ્તુઓ મુકાવી અને તેણે તેને સાચી રીતે બનાવી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો મિત્ર જે કંઈ બની રહ્યું હતું એ જોઈને આઘાતથી દિગ્મૂઢતાની ગયો અને પાણી પીવા માટે દોડી ગયો. પછીથી આ મિત્રે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના માતાપિતાને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે કરી બતાવ્યું હતું એ જણાવ્યું હતું.

તેમનું વજન ખેંચવું પડતું હોવાથી મશ્કરી કરતા કરતા તેમને કરવી પડતી મહેનત બદલ ફરીયાદ કરતા રહેતા. જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને સાયકલ પર બેસાડવાની ના પાડવામાં આવતી ત્યારે તેઓ ચાલીને જતા. પાછળથી આ વાત યાદ કરતી વખતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કહ્યું હતું. "એ ઉંમરના બાળકોએ કમ સે કમ સરખી વયના મિત્રોના દબાણથી પણ સાયકલ પર બેસવાનો પ્રયાસ કર્યો જ હોત. પરંતુ મેં મારી અભેદ્ય અશક્તિ પકડી રાખી અને જો કોઈ મને સાયકલ પર ના બેસાડે તો જરૂરી હોય તો માઈલો સુધી પગપાળા ચાલવાનું રાખીને બાબતોને તેની પોતાની રીતે બનવા દીધી."

તેઓ પોતાના સઘન અનુભવ પછી ચૂસ્ત કપડાં પણ પહેરતા નહોતા. તેમણે જોયું કે કોઈપણ કપડૂં જે પોતાના શરીરના નીચેના ભાગને ઉપરના ભાગથી અલગ કરે છે, તે પહેરવાથી તેમને અસુવિધા થતી હતી. તેઓ ખૂલતાં કપડાં પહેરતાં અને પોતાની કમરની આસપાસ દોરી વિંટાળી દેતા.

એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમારા એક જૂથને, સાયકલ ચલાવવાની પોતાની અશક્તિને પરિણામે બનતા રમૂજી બનાવો યાદ કરીને કહ્યા હતાઃ

"મારા મોટાભાઈ દરરોજ મને સાયકલ પર બેસાડીને સ્કૂલમાં લઈ જતા હતા. સ્કૂલે જતી અને આવતી વખતે રસ્તામાં બધા જ મંદિરો પાસે હું રોકાતો અને માથું નમાવતો. તેઓ મને ખીજાતા અને કહેતા કે પેડલ મારીને તને સ્કૂલે લઈ જવા એ મુશ્કેલી ભર્યું કામ છે, તોય હું તેમને દરેક મંદિર પાસે અટકાવતો !''

હું બધા મંદિરોની મુલાકાત લેતો લેતો જયારે સ્કૂલે પહોંચતો ત્યાં સુધીમાં મોટે ભાગે સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જતો હતો. હું સતત મોડો પડતો હતો. હું બધા જ દેવી દેવતાઓ પાસે હાજરી પુરાવીને પછી જ સ્કૂલે

જતો હતો. દરેક મંદિરે તેમાં આવેલા બધા જ દેવી-દેવતાઓની મૃર્તિઓ સમક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી જ હું મંદિર છોડતો. મારી પાસે દરેક દેવ માટે ખાસ લાંબા મંત્રો હતા. જો કોઈ તાકીદના કામને લીધે સવારની નિયમિત ક્રિયા ચૂકી જાઉં, તો દેવતાઓ મારા પર ગુસ્સે થશે એ બીકથી પહેલાની ચૂકની ખોટ પૂરી કરવા માટે પછીના સમયે બે વખત મંત્રોનો જાપ કરતો હતો. હું તમને વિનંતી કરતો ગઈકાલનો હિસાબ યોગ્ય રીતે સરભર કરી દેજો!

હું મારા લેઘાના ખીસ્સામાં, મંદિરો અને દેવતાઓના નામ લખેલા કાગળના ટૂકડાઓમાં કાળજીપૂર્વક વીટાળેલા કપૂરના ટૂકડા રાખતો. કપૂરની ટીકડીઓ મોંધી હતી માટે હું કપૂરનો મોટો ગઢ્ઢો ખરીદતો અને તેને નાના ટ્રકડાઓમાં કાપી નાંખતો. જ્યારે હું ગઢો કાપતો ત્યારે બધા ટૂકડા એક સરખા થાય તેની ખૂબ જ કાળજી રાખતો જેથી દરેક દેવને એક સરખો હિસ્સો મળે ! જો કોઈ ટૂકડો બીજા ટૂકડા કરતાં મોટો કપાઈ જાય તો તે ટ્રકડો અરૂણાચલેશ્વરના મુખ્ય મંદિરે જતો. અરૂણાચલેશ્વરને મોટો ટૂકડો આપવામાં મને કોઈ જ વાંધો નહોતો. તેમની વાત હોય ત્યાં સરખામણી ને કોઈ અવકાશ જ નહોતો !

સવારે જો કોઈ દેવતા સમક્ષ કપૂરનો ટૂકડો સળગાવવાનું ભૂલાઈ જાય તો હું પાછા ફરતી વખતે, ખોટ પૂરી કરવા માટે એ દેવ આગળ બે ટૂકડા સળગાવી દેતો હતો. એ દિવસોમાં આવું કરતા રહેવામાં ઘરે પહોંચવામાં ખૂબ જ મોડ્રં થઈ જતું હતું ! મંદિરોમાં એક ક્રમ હતો. પહેલાં કર્યાગા વીનયાગાર મંદિર, પછી પોલિસ સ્ટેશનનું મરીયામ્માન મંદિર પછી અરૂણાચલેશ્વર મંદિર, પછી વલ્લભાવીનયાગાર મંદિર, પછી શ્રી વી. થાનમાલ સૌકાર જૈન હાયર સેકન્ડરી સ્કૂલની સામેનું મંદિર અને પછી હું સ્કૂલમાં જતો બસ આટલું જ.

મારા ભાઈને જ્યારે મંદિરની બહાર ઊભા રહીને રાહ જોવી પડતી ત્યારે તેઓ ખૂબ જ કંટાળી જતા અને મારા પર ખીજવાઈ જતા. હું એકલા મુખ્ય દેવતાને નમન કરીને જ બહાર નહોતો આવી જતો. હું દ્વારપાલકોને નમન કરતો, તેમની તબિયતના સમાચાર પૂછતો, નંદીની પૂજા કરતો અને આગળ આવું બધું ચાલતું રહેતું !

મંદિર આવવાનું થાય, ત્યારે મારા ભાઈ સાયકલને જોરથી પેંડલ મારવા લાગતા જેથી આગળ નીકળી જવાય અને મંદિર ચૂકી જવાય. પરંત હં ક્યારેય ચુકતો નહીં ! હું બુમ પાડી ઉઠતો, "હેં બીનયાગાર મંદિર આવી ગયું ઊભા રહો ! ઉભા રહો ! '' અને તે ઊભા રહી જતા. થોડા દિવસોમાં તેમની ધીરજ ખૂટી જતી. હું સાયકલ પર બેસવાને બદલે ચાલીને સ્કૂલે જતો, પરંતુ બે ત્રણ દિવસ પછી તેમને અફસોસ થતો એટલે ફરીથી પાછા સાયકલ પર લઈ જવાનું કહેતા !

કમ સે કમ મારો નાનોભાઈ મંદિરો અને ભક્તિમાં અભિરુચિ ધરાવતો હતો. જયારે મોટાભાઈને અભિરુચિ નહોતી અને તેમને મંદિર બહાર તેની સાયકલને સ્ટેન્ડ પર ચડાવીને મારા માટે રાહ જોવી પડતી એટલે મને ખીજાયા કરતો, અમુક વખત તો મંદિર આવે એ પહેલાં જ યોગ્ય મંત્રોનો જાપ કરવા માંડતો જેથી મંદિરમાં મોડુંના થાય. કારણ કે મને ભાઈનો ઠપકો સાંભળવાની બીક લાગતી. એ જયારે મંદિર બાજુ વળાંક લે એ વખતે જ હું જાપ શરૂ કરી દેતો. તેથી મંદિરે પહોંચતા સુધીમાં હું મંત્રો પૂરા કરી શકતો. પછી હું તેમને કહેતો કે હું પદક્ષિણા કરીને, કપૂર સળગાવીને હમણાં જ પાછો આવું દ્વ્

૧૨ વરસની ઉંમર પહેલાં હું ક્યારેય સાયકલ ચલાવતા શીખ્યો જ નહોતો અને એટલે હું સાયકલ પર બેસી જ નહોતો શકતો. (આ મુદ્દા પર વાત

ચાલતી હતી એ સમયે એક શિષ્યે ટિપ્પણી કરી "સ્વામીજી. તિરૂવશા મલાઈમાં એ સમયે પણ તમારી પાસે ડ્રાઈવર હતો !'' જેના પર એ હસી પડ્યા અને સહમત થઈ ગયા). (મારા આધ્યાત્મિક અનુભવને કારણે હું ક્યારેય સાયકલ સવારી કરવાની અશક્તિ જાણી જ શક્યો નહીં. મને ખ્યાલ જ નહોતો કે એ કામ શરીર પ્રત્યેની જાગ્રતિ ઓછી કરીને કરવું જોઈએ. જે આધ્યાત્મિક અનુભવ પછી વધી ગઈ હતી.) હું એવું જ વિચારવા લાગ્યો હતો કે સાયકલ ચલાવવાની મારામાં અશક્તિ છે, બસ એટલું જ હું મારામાં કશુંક અલગ છે એ ક્યારેય જાણી જ નહોતો શક્યો. મેં બસ એ વાતને હળવાશથી જ લીધી હતી. પાછળથી મને સમજાયું હતું કે એ બધા માટે નથી હોતું.

આ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તિરૂવજ્ઞામલાઈની બહાર આવેલા સ્મશાનોમાં મેડિટેશન માટે જતા રહેતા. તેઓ અરૂણાચલની શાંતિમાં શોષાઈને હોંશથી અરૂણાચલા સાથે આત્મીયતાની લાગણી અનુભવતા અને તેની સાથે એકરૂપ થઈ જવાની તાલાવેલીથી આખી રાત મેડિટેશનમાં બેસી રહેતા. મેડિટેશન તૂટતાં તેઓ ઘરે આવતા. તેમના માતા-પિતાએ સંપૂર્ણપણે માની લીધું હતું કે તેઓ પોતાના બીજા દીકરાના માત્ર વાલીઓ છે અને તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની વિચિત્ર દિનચર્યાને અસ્તિત્વની દિવ્ય લીલા તરીકે સ્વીકારી લીધી હતી.

પ્રકરણ - ૭