KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/૧૮ જુલાઈ ૧૯૯૪ એ અંતે તેમણે લખ્યું હતું :Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

૧૮ જુલાઈ ૧૯૯૪ એ અંતે તેમણે લખ્યું હતું :

મારી ઈન્દ્રિયો ઉપર મારા મનને કબજો મેળવવા દેવો છે ! હજુ સુધી મારું ડહાપણ અને મારું મન પરિપક્વ થયું નથી. તે પોતાની રીતે વર્તે છે. મારા ડહાપણમાં વધારો કરવા માટે મારે રાતના ૧૧ થી ૧ વાગ્યા સુધી પ્રાણાયામ કરવા સારા છે.

આ બનાવોની શ્રૃંખલા, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સિધ્ધ, રહસ્યવાદી કે જેમની પાસે ખૂબ જ ડહાપણ અને શક્તિઓ હતી, તેમની સાથેની મુલાકાતો સંબંધિત છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તિરૂવશ્વામલાઈમાં ફરતા રહેતા રહસ્યવાદીઓ પાસે જવાનું અને ફરવામાં સમય વ્યતિત કરવાનું શરૂ કરી દીધું હતું. જેવી રીતે રામકૃષ્ણા પરમહંસે આવા રહસ્યવાદીઓ પાસેથી આધ્યાત્મિક ટેકનીકો શીખી હતી તેવી જ રીતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM શીખવા લાગ્યા હતા.

તેઓ, આ ૮૦ વરસના વૃધ્ધ સિધ્ધ જે અરૂણાચલના ગિરિવલમ માર્ગ પર બેસી રહેતા તેમને નિયમિત મળવા જતા હતા. સિધ્ધ દેખાવમાં અને વર્તનમાં પાગલ માણસ જેવા હતા. તેની પાસે એક ભિક્ષા પાત્ર હતું અને લોકો તેમાં ખાવાનું નાંખી જતા. તે ખાઈ લેતા અને વાસણને ધોયા વગર જ પડયું રહેવા દેતા. રખડતા ક્રતરા ત્યાં આવતા અને વાસણને ચાટીને સાફ કરી જતા. ત્યાંથી પસાર થતા લોકો ફરીથી તેમાં ખાવાનું નાંખી જતા અને સિધ્ધ તેમાંથી ખાઈ લેતાં. જો કોઈક વાસણ ધોઈ દેતું તો તે સાફ થતું, નહીંતર એમ જ પડી રહેતું.

આ જ સમયમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નારાયણ શાસ્ત્રીએ શીખવેલી ઘણી બધી તાંત્રિક પધ્ધતિઓને આત્મસાત્ કરી લીધી હતી, અને આ શક્તિઓના ઉપયોગથી તેમને બનાવોનું પૂર્વાનુમાન થઈ જતું અને તેમના મિત્રો માટે હવામાંથી વસ્તુઓ હાજર કરી આપતા. આમ છતાં તેઓ માત્ર હકારાત્મક સ્રચિતાર્થો સાથે મજા કરવા માટે તેમાં ગળાડૂબ રહેતા. તેમ છતાં એક દિવસ સિધ્ધે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું કે તારો શક્તિ સાથેનો ખેલ વૈશ્યા વ્યવસાય જેવો છે, અને જ્યાં સુધી તેનો આધ્યાત્મિક વિકાસ, આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી તેણે બધો ખેલ છોડી દેવો જોઈએ. તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની સરખામણી નામાંકિત તામિલ વ્યક્તિત્વ પાટ્ટીના ત્થાર સાથે કરી હતી, જેઓ પોતાના આધ્યાત્મિક મનોવલણો હોવા છતાં સ્ત્રીના મોહમાં ફસાઈ ગયા હતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જ્યારે અમને તેમની ડાયરીના આ પાનાઓ બતાવ્યા હતા ત્યારે તેમણે આ બનાવો યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે એ દિવસે સિધ્ધે તેમને ઠપકો આપીને કાઢી મૂક્યા હતા, એ દિવસે એમણે તેમણે જે મંત્રો લખ્યા હતા એ બધા જ ફેંકી દીધા હતા અને નારાયણ સ્વામી થાત્થાએ આપેલ તાવીજ પણ ફેંકી દીધું અને પોતાની જાતને મેડિટેશનમાં સમર્પિત કરી દીધી હતી.

તેમના ગૃહત્યાગ માટે તૈયાર કરનાર પોતાની જિંદગીના આ પથદર્શક બનાવનું વર્ણન કરતી વખતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કહ્યું હતું :

મન એટલું બધું અશાંત હતું કે મેં મારી જાતને કહ્યું કે તેને નિયંત્રણમાં લાવવા માટે પ્રાણાયામ કર અને શાંતિ મેળવ ! એ વખતે મેં એ પણ નોંધ્યુ હતું કે, એક પ્રસંગે સિધ્ધે મારી સાથે યોગ્ય રીતે વાત નહોતી કરી અને એ કારણે મારૂં મન વધારે અશાંત બની ગયું હતું. મારા માટે એ વિચરણ કરતાં રહેનારાં સિધ્ધો આત્મીય સ્વજનો હતા અને જયારે એ લોકો મને યોગ્ય પ્રતિભાવ નહોતા આપતા, ત્યારે મારાથી એ સહન નહોતું થતું. મને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયો હતો કે એ ખળભળાટ મારા મન જેટલું મારું ડહાપણ પરિપક્વ નહોતું થયું એનો હતો. મારી બુધ્ધિ સારી હતી પણ તે અનુભવ બની નહોતી અને તેથી પ્રેકટિસોએ ગુંચવણો પેદા કરી હતી. મને લાગ્યું કે શ્વાસનું નિયમન પ્રાણાયામ શાંત થવામાં મદદ કરશે. પરંતુ અંતે, બદલાવ ભીતરમાંથી જ આવ્યો અને શક્તિના ખેલમાં ક્યારેય ના પડવું એવો નિર્ણય લેવાઈ ગયો ! જુઓ એ ઉંમરે પણ હું મારા મનનું કેટલૂં ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતો હતો ! એ બનાવ અને એ થોડા દિવસો મારા માટે એક પ્રક્રિયા, એક ટેકનીક જેવા હતા.

બધું છોડતાં પહેલાં હું ખળભળાટમાંથી પસાર થયો હતો. કાગળની આ ચાર ચબરખીઓ વાંચનાર માટે, જો તે ગહન જાગૃતતા સાથે સંબંધિત હોય તો, એક પ્રકિયા એક ટેકનીક જેવી છે. કાગળની આ ચબરખીઓ દર્શાવે છે કે મેડિટેશન, તપશ્ચર્યા સમજણ સાથે થયા હતાં અને સમજણ માત્ર એન્લાઈટેન્મેન્ટના કારણે આવતી નથી.

તમારે એક બાબત સમજી લેવાની જરૂર છે : "આ કર, પેલું ના કર, જો તું આમ કરીશ તો તું આત્મસાક્ષાત્કાર કરી શકીશ.'' વગેરે કહેવાવાળું મારી જિંદગીમાં કોઈ જ નહોતું. એવા કોઈ જીવંત માસ્ટર નહોતા જે મને કહે કે આટલું કરીશ તો તને એન્લાઈટેન્મેન્ટ પ્રાપ્ત થશે. કોઈ જીવંત માસ્ટર નહોતા જે મને માર્ગદર્શન આપે અને પોતાના અનુભવોથી બતાવે, જેથી હું પણ

''મારી ઉંમરના બીજા છોકરાઓ જેવી રીતે વાસનાઓમાં જકડાયેલા હતા અને તેને તાબે થઈ ગયા હતા, તેવી જ રીતે હું શક્તિના ખેલમાં જકડાયેલો હતો અને તેમાં હૃદય પૂર્વક ઓત પ્રોત થઈ ગયો હતો. જ્યારે સિધ્ધે મને કહ્યું કે હું પાટ્ટીનાત્થારની જેમ મારી જાતને વેચી રહ્યો છૂં ત્યારે મેં નારાયણ સ્વામી થાત્થા એ આપેલ યાયાત્થુ (માદળીયું) ફાડીને ફેકી દીધું હતું. તેમ છતાં મેં તેમને આ બાબત જણાવી નહોતી. બીજે દિવસે સિધ્ધે મને માર્યો હતો. એમણે મને જે શારીરિક માર માર્યો હતો તેની પીડાની અસર શરીર કરતાં મન પર ઘણી વધારે થઈ હતી. એ જ્ઞાન પ્રતિક્રિયાત્મક બદલાવ જેવું હતું. જેવી રીતે, પાદ્ટીનાત્થાર, "કાડત્રા ઉસીયુમ વારાથ્યુ કાન કડાઈ વાગીક્કાએ'' (કાણાં વગરની સોય નકામી છે) કહેવતનો અર્થ સમજી ગયા હતા અને તેમણે પોતાની બધી જ ખરાબ આદતો છોડી દીધી હતી તેમજ બધી મિલ્કતનો ત્યાગ કરીને પવિત્ર શહેર વારાણસીમાં પહોંચી ગયા હતા. તેવી જ રીતે સિધ્ધે મને જે ધક્કો માર્યો હતો એ પ્રકાશપૂંજ હતો કે જેણે મને જાગૃત કરી દીધો હતો. મેં બધા જ શક્તિઓના ખેલ છોડી દીધા અને તરત જ ગૃહત્યાગ કરી દીધો. "

જો તમે આ કાગળની ચિત્રીઓ વાંચશો તો તમને આખરી નિર્ણય લેવાયો એ પહેલાંની મારા મનની રમતનો ખ્યાલ આવશે. એ થોડા દિવસો દરમ્યાનના વિચારોનો ઝોક જ્રુઓ. એ થોડા દિવસો માટે, સિધ્ધ સાથે અથડામણ ચાલુ હતી ત્યારે મારું મન લોલકની જેમ આમથી તેમ ઝૂલા ખાઈ રહ્યું હતું. એ સમયે એક વખતે મેં થાત્થાએ આપેલ માદળીયું ફાડી નાંખ્યું હતું. બીજી જ ક્ષણે, એ તોડેલું માદળીયું પાછું મેળવવા માટે અપેક્ષા રાખી રહ્યો હતો. મને એવો વિચાર આવતો હતો કે કદાચ મેં માદળીયું ફાડીને કંઈ ખોટું તો નથી કર્યું ને ?

તેમનાથી વધારે સહન થઈ શકે તેમ નહોતું.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું, "કશું જ નહીં, કોઈ ચોક્કસ કારણ નથી, બસ મારે એમજ જાણવું છે.''

તેની માતાએ પૂછયું, ''તું આવો અમંગલ પ્રશ્ન કેમ પૂછે છે ?શું ખોટું થયું છે ?''

એન્લાઈટેન્મેન્ટ મેળવી શકું. તેમ છતાં હું બ્રહ્માંડીય સ્ત્રોતમાંથી જ્ઞાન ખેંચીને

આ બનાવ પછી તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થયું કે ગૃહત્યાગ કરવાનો સમય થઈ ગયો છે. એકાએક એક સાંજે અંદરથી તીવ્ર ઈચ્છા પેદા થઈ કે તેમને

તાત્કાલિક અમલમાં મુકવાની જરૂરત મહેસુસ થઈ. તેમને થયું કે જિંદગી

જે તરફ દોરી રહી છે. એમાંથી કૂદકો મારીને બહાર નીકળીને વધારે મોડ્

કર્યા વગર પોતે જેવી જિંદગીની શોધ ખોળ કરી રહ્યા છે એ જીંદગીમાં છલાંગ મારવાની જરૂર છે. તેઓ જે રીતે જીવી રહ્યા હતા એ જીવન

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આ વાત પોતાની માતાને સૌ પ્રથમ કરવી હતી. તેઓ તેણીને

ખૂબ જ ચાહતા હતા અને ઈચ્છતા હતા તેને શક્ય એટલો ઓછો આઘાત

લાગે અને તે ઓછી દ્દુ:ખી થાય. એ રાત્રે જ્યારે જુદા થવાની તલપ વધારે

અનુભવાઈ, ત્યારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM લગભગ ૧૦ વાગ્યે પોતાની માતા પાસે

ગયા. તેમણે માતાને પૂછ્યું, "જો હું મૃત્યુ પામું તો તું શું કરે ?"

અસ્તિત્વમાં અટલ શ્રદ્ધા સાથે આગળ વધતો જ ગયો. "

પરિસ્થિતિને આધીન થવાના ભાવથી તેની માતાએ કહ્યું, ''હું શું કરી શકું ? આવું બને તો મારે સ્વીકારી લેવાની જરૂર પડે."'

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પછી માતાને કહ્યું કે ''હું ઘરનો ત્યાગ કરવાનો છું અને સંન્યાસ લેવાનો છ્રું.''

તેમની માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેનું શરીર બેકાબુ બનીને દ્દઃખમાં ધ્રુજવા લાગ્યું. તેણે કહ્યું, 'હું જાણતી જ હતી કે એક દિવસ તું જતો રહેવાનો જ છે.' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેને પૂછયું; " તું નથી ઈચ્છતી કે હું જાઉં."

તેણીએ કહ્યું, "ના, હું જાણું છું કે તારે જવું છે. અને હું ઈચ્છું કે તારી જિંદગીમાં તું જે કરવા માંગે છે, તે માટેની હંમેશા ઉત્કટ ઈચ્છા રહેલી છે. હું તને એમાંથી અટકાવીશ નહીં. પરંતુ હું તને જતો જોઈને સહન નહીં કરી શકું. એટલે જ મને રડવું આવે છે."

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાની માતાનો બિનશરતી પ્રેમ પોતાના પર ફરી વળતો અનુભવ્યો. તે અતિશય દ્દઃખમાં હતી અને છતાં તેનો દીકરો જે ઈચ્છતો હતો તેમાં એ આગળ વધે એમ ઈચ્છતી હતી. તે તેના માર્ગમાં આડે આવવા નહોતી માંગતી. તેનું નિખાલસપણું અને બિન સ્વાર્થી પ્રેમ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ગહન રીતે સ્પર્શી ગયા હતા. તેમને અપેક્ષા જ નહોતી કે તેમની માતા આટલી આસાનીથી પોતાના દિકરાને ગુમાવવા માટે તૈયાર થઈ જશે. તેમાં કંઈક દિવ્યતાની મરજી હતી એવું લાગતું હતું. જ્યારે કોઈ સંપૂર્ણ તીવ્રતાથી દિવ્યતા સાથે લયમાં આવી જાય છે. ત્યારે બધા જ અવરોધો અદેશ્ય થઈ જાય છે અને બધું જ યોગ્ય અને અનુકૂળ બનવા લાગે છે.

જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતા કામ પરથી ઘરે આવ્યા ત્યારે તેમની માતાએ રાત્રે તેમના દિકરાએ જે કહ્યું હતું એ તેમને કહ્યું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના પિતાજી તેણી પર ગુસ્સે થઈ ગયા. તેમને લાગ્યું કે તેણીએ જ પોતાના દીકરાને ઘર છોડવું પડે એવો કોઈક સંતાપ આપ્યો હશે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના પિતાને કહ્યું કે મારી માતા અથવા ઘરના કોઈપણ સભ્યે એવું કર્ણું જ કર્યું નથી કે કહ્યું નથી કે જેથી મારે ઘર છોડવાનો નિર્ણય લેવો પડ્યો હોય. તેમણે તેના પિતાને કહ્યું કે મારી સંન્યાસીનું જીવન જીવવાની હંમેશાથી ઈચ્છા રહી છે અને

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના માતા પિતાને કહ્યું કે એક અઠવાડીયામાં મારી ઈચ્છા ઘર છોડી દેવાની છે. તેઓ સ્પષ્ટ હતા કે દક્ષિણ ભારતમાં બિલકુલ પાછા નહીં આવે. તેમનું દિલ હિમાલયમાં લાગ્યું હતું. તેમના પિતા ઓછૂં બોલતા અને પોતાના દીકરાને જતો અટકાવ્યો નહીં, તેમ છતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા તરફના તેમના અભિગમ માટે તેમણે દુ:ખ અને નારાજગી અનુભવી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાની માતા માટે દિલગીરી થતી હતી. તેમણે પોતાના પિતાને સમજાવવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો, કે ઘર છોડવાના નિર્ણયને કુટુંબ સાથેના સંબંધોને કશું જ લાગતું વળગતું નથી, એ નિર્ણય મારી પોતાની ભીતરમાંથી ગહન ઈચ્છામાંથી સ્ફૂર્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની માતા, પતિ અને દીકરા વચ્ચે પિસાઈ રહી હતી. તેના પતિને એવું લાગતું હતું કે પોતાનો દીકરો ઘર છોડીને જાય છે તેને માટે તેની માતા જવાબદાર છે. માતા પોતાનો દીકરો ઘર છોડે છે એ જાણીને ભાંગી પડી હતી. માતા પિતા જાણતા નહોતાં કે તેઓ પોતાના દીકરાને ફરીથી પાછો ક્યારે જોઈ શકશે, અથવા તેને ફરીથી જીવતો જોઈ શકશે કે નહીં.

વરસો પછી, અમે જયારે અમારા માસ્ટર સાથે હિમાલયની યાત્રામાં હતા. ત્યારે તેમના માતા પિતા પણ અમારી સાથે જ હતા, અને અમારામાંના થોડાકને એ વખતે બસમાં બેઠા બેઠાં પોતાના ઘર છોડવાના નિર્ણય વિષે પોતાના માતા પિતા સાથે વાતો કરતા સાંભળવાનું સદૂભાગ્ય સાંપડ્યું હતું. ! THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ એ સમયે બનેલા બનાવોને યાદ કરીને તેમને પૂછવું હતું કે હું ઘર છોડી રહ્યો હતો ત્યારે તેમને કેવું લાગ્યું હતું ! અમે આતુરતાથી સાંભળી હતા. તેમની માતાએ કહ્યું કે અમે તેના જન્મથી જ જાણતાં હતાં કે તે એક દિવસ અમને છોડીને જતો રહેવાનો છે. જોષીની ભવિષ્યવાણીથી અમે જાણતા હતાં કે એ મહાન સંન્યાસી બનવાનો છે એટલે અમે ખુશ હતા; પરંતુ તેમની વિદાય તેઓ સહન કરી શકતા નહોતા. માતાએ પણ

મને લાગે છે આ યોગ્ય સમય છે કે હું એ માટે ગૃહત્યાગ કરી દઉં.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નસીબદાર હતા કે તેમના માતા પિતા સામાજિક અસરોથી રૂક્ષ અને ભ્રષ્ટ નહોતા બની ગયેલા. તેઓ ઘણી બધી રીતે નિખાલસ અને ભલાભોળા હતા. તેઓ ખરેખર એટલું જ ઈચ્છતા હતા કે તેમનો દીકરો એવું જ કરે જેમાં તેને સુખની અનુભતિ થાય. કૌટુંબિક જયોતિષીની આગાહી હતી કે દીકરો વહેલો કે મોડો ઘર છોડવાનો જ છે એટલે એ પણ અપેક્ષિત જ હતું. તેમની આશા એવી હતી કે આ મોડું બને. છોકરો પોતાની સંભાળ કેવી રીતે રાખશે એની તેમને ચિંતા હતી, હજુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તિરૂવત્રામલાઈમાંથી ક્યારેય બહાર ગયો જ નથી તો એ પોતાનો આશરો અને ખોરાક કેવી રીતે મેળવશે એ વાતની ચિંતા એમને થતી હતી.

આજે લાખો લોકો THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ભક્તિ કરે છે. ૧૯૯૫માં પાછા જઈએ. જયારે તેઓ ઘર છોડવા તૈયાર થયા હતા, ત્યારે તેઓ કોણ છે એ કોઈ જ જાણતું નહોતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાને પણ ખ્યાલ નહોતો કે શું બનવાનું છે. તેઓ જાણતા હતા કે તેમને આત્મસાક્ષાત્કાર કરવો છે, અને તેમણે વિચાર્યું હતું પોતે કદાચ ૭૦-૮૦ વરસના થશે, ત્યાં સુધીમાં થઈએ જશે. અસ્તિત્વે એમના માટે શું સંગ્રહ કરી રાખ્યું હતું એ વિષે એમની પાસે કોઈ કડી નહોતી, તેઓ એ પણ જાણતા નહોતા કે પછી તેઓ માર્ગના દરેક પગથિયે અસ્તિત્વના ચરણોમાં સમર્પિત થતા જશે.

એક દિવસે તેમણે અમારામાંના એક જૂથને કહ્યું હતું, "એ સમયે મારો ખ્યાલ એવો હતો કે તીવ્ર પ્રયાસો અને મેડિટેશન દ્વારા હું એન્લાઈટેન્ડ થઈશ. અને આત્મ સાક્ષાત્કાર થયા પછી, હું પોતે જ મારી એન્લાઈટેન્ડ સ્થિતિમાં રહીશ. મારા માટે અસ્તિત્વે ભવ્ય મિશનનું આયોજન કરી રાખ્યું હશે એ વિષે હું બહું જ ઓછું જાણતો હતો."

કહ્યું કે તેમને સામાજિક પ્રત્યાઘાતોના હુમલાનું દબાણ પણ સહન કરવું પડ્યું હતું પરંતુ તેમાંથી તેઓ વધારે મુશ્કેલીઓ વગર પસાર થઈ ગયા હતા.

જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેના આત્મસાક્ષાત્કાર પછી પહેલી વખત તિરૂવજ્ઞામલાઈ પાછા ફર્યા ત્યારે, જેવો તેમણે શહેર વિસ્તારમાં પગ મૂક્યો કે તરત જ તેમને પગમાં પથ્થરની ઠોકર વાગી. જ્યારે તેમણે નીચે જોયું, ત્યારે તેમણે જોયું કે એ શિવલિંગ હતું જાણે કે તેમનું સ્વાગત કરવા પોત જ ત્યાં ગોઠવાઈ ગયું હોય ! બચપણથી જ તેમના દાદાજીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને વારંવાર કહ્યું હતું કે ભગવાન અરૂણાચલેશ્વર અને ઉત્રામુલાઈઅમ્માન તેના માતા પિતા છે અને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અરૂણાચલને હંમેશા પોતાનું જ ઘર માન્યું હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ નીચા નમીને શિવલિંગને પોતાના હાથમાં લઈ લીધું અને પોતાની માતાના આશીર્વાદ લેવા ચાલ્યા ગયા.

હમણાં, આશ્રમમાં એક બ્રહ્મચારીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પછયું હતું કે, એન્લાઈટેમેન્ટ પછી બીજી વ્યક્તિના આશીર્વાદ લેવા જવું કેવી રીતે શક્ય છે. પછી ભલે તે પોતાની માતા કેમ ના હોય ? એક વખત એન્લાઈટેન્ડ થયા પછી માસ્ટરે બીજા લોકોને આશીર્વાદ આપવાના હોય તેમની પાસે લેવાના ના હોય.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સમજાવ્યું :

મને આત્મસાક્ષાત્કાર થયો એ પહેલાંના સમયમાં જ, મેડિટેશન અને તપશ્ચર્યાને પરિણામે લગભગ મારા બધા જ સંસ્કારો અને ભૂતકાળના અનુભવો ઓગળી ચૂક્યા હતા. તેમ છતાં મને લાગ્યું હતું કે એક અવરોધ હજુ બાકી રહી ગયો છે. મેં મારી ભીતરમાં તપાસ કરીને શોધી કાઢવું કે એ એક ગુનાહિત લાગણી હતી. જયારે હું ઘરનો ત્યાગ કરવા માંગતા હતો ત્યારે મેં તેમની પાસે રજા માંગી હતી અને તેણે આંસુ સારીને કહ્યું હતું કે

''મારે કશું જ કહેવાનું નથી. આ તારો પોતાનો નિર્ણય છે.'' તેણે ઉમેર્યું હતું કે તેં સંન્યાસી બનવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ મારાથી તે સહન નથી થતું અને હું એટલા માટે જ કહ્યું છૂં કે તે મારાથી સહન થતું નથી; મને ડર છે કે તું કોઈ મુશ્કેલીમાં ના આવી જાય.''

તેમની માતાના આ શબ્દો, અસહાયપણું અને કોઈપણ પ્રતિભાવની અપેક્ષા વગરના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના આંતરિક 'સ્વ' માં દોષભાવનામાંથી ઉઠતા શક્તિના અવરોધ તરીકે રહી ગયા હતા. જયારે તેમણે આ બાબત જાગૃતતા સાથે જોઈ ત્યારે એ પણ ઓગળી ગઈ હતી અને તેઓ દિવ્ય આનંદમાં ગરકાવ થઈ ગયા હતા અને આત્મસાક્ષાત્કાર થઈ ગયો હતો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ કહ્યું કે આ બનાવ બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવા માટે તેઓ તેમની માતાના આશીર્વાદ મેળવવા નીકળી પડ્યા હતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની માતા તેમના પહેલા શિષ્ય પણ હતા. જ્યારે પણ કોઈ મુદ્દા પર તે ગુંચવાઈ જતી, ત્યારે તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની સલાહ લેતી હતી. જયારે પણ તેને કોઈ અગત્યનો નિર્ણય લેવાનો હોય (પછી તે ટીવી સેટ ખરીદવાનો હોય) તો પણ તે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એકલાને પૂછતી. પાછળથી તેમના માતા પિતા પણ તેમને 'સ્વામી' કહીને બોલવતા થઈ ગયા હતા !

ઘણી વખત હું આ અદ્દભૂત સ્ત્રી પાસે બેસતો તેની સાથે સામાન્ય બાબતો વિષે ખાસ કરીને આપણા માસ્ટર વિષે વાતો કર્યા કરતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના પિતાજી નવેમ્બર ૨૦૦૫માં દેવલોક પામી ગયા હતા અને તેમના માતાજી અત્યારે બિદાડી આશ્રમમાં હજુ જીવે છે. તેણી આશ્રમમાં થતી બધી જ પૂજામાં હાજરી આપે છે, પરંતુ તેની સાદાઈ અને નિસ્પૃહતા એવી છે કે બહુ જ થોડા લોકો જાણે છે કે એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની માતા છે. તે ખુલ્લી રીતે કહે છે કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જે ફિલોસોફીકલ સત્યો વિષે વાતો કરે છે તેમાં પોતે ભાગ્યે જ કંઈ સમજે છે, અને બસ પોતે બેસીને સાંભળે છે અને તેમાંજ તેમને સંતોષ છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ હમણાં જ તેમને સંન્યાસિની તરીકે દીક્ષા આપી છે. જયારે ભગવા કપડા સ્વીકારવાનો તેમનો વારો આવ્યો ત્યારે, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ, દરેકને હસીને પૂછતા હતા એમ જ પૂછયું હતું, ''તમે તમારા માતા પિતાની આજ્ઞા મેળવી છે ?'' (તેણીના માતા પિતા હજુ જીવંત છે.)

તેણીએ સરળતાથી જવાબ આપ્યો હતો, "ના, સ્વામી, મેં બસ ઘર છોડી દીધું છે અને તમારી પાસે આવી ગઈ છૂં. ''

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર, તેમના માતા પિતાની નિખાલસતા, સરળતા અને સંપૂર્ણ નિષ્કપટતા વિષે અને આ બાબતે પોતાને માર્ગ પર અવરોધ વગર કેવી રીતે મદદ કરી છે, એ વિષે વાતો કરે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના કુટુંબના નજીકના સગા સંબંધીઓમાં સમાચાર ફેલાઈ ગયા કે તે ગૃહત્યાગ કરી રહ્યા છે. મિત્રો અને સંબંધીઓ આશ્વાસન આપવા માટે ભેગા થવા માંડ્યા, અને ઘર શોક મનાવવા માટેનું સ્થળ બની ગયું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘરમાં વચ્ચે મૂકેલા સોફા પર બેઠા હતા અને બધા જ મુલાકાતીઓ તેની આસપાસ ભેગા થયા હતા. તેની સામે દ્દઃખ ભરી નજરે જોતા હતા અને રડી રહ્યા હતા. તે બધા જ જાણતા હતા કે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઘર છોડીને જતો રહેવાનો છે અને છતાં તેને આવું ન કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ એ લોકોને જવાબો આપ્યા, એ તેના સામાન્ય નરમ સ્વભાવથી તદૃન અલગ, નિખાલસ અને તોછડા અને ટૂંકા હતા. આથી એ લોકો વધારે પ્રશ્નો પૂછતા અટકી ગયા હતા.

એક કાકાએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને ઘર શા માટે છોડી રહ્યો છે કહીને પડકારના ભાવમાં પૂછયું, "શું અમે બધા આધ્યાત્મિક લોકો નથી ?" THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ વળતો પ્રહાર કર્યો. "તમે સવારથી સાંજ સુધી દારૂ પીતા રહો છો. તમે આધ્યાત્મિક્તા વિષે શું જાણો છો ?'' કાકા ચૂપ થઈ ગયા અને અપમાનિત થઈને ઘર છોડીને જતા રહ્યા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેમની માતાને ચેતવણી આપી કે એક વખત હું ઘર છોડી દઈશ પછી બધી જ કૌટુંબિક મિલ્કત જતી રહેશે. તેમણે તેણીને કહ્યું કે આ બાબતમાં તારે ચિંતિત થવાનું નથી, તું અને મારા પિતાજી આરામથી જીવી શકો એટલા પ્રમાણમાં તમને પૂરતું મળી રહેશે. જો કે તે ઉડાવી શકાય એટલું વધારે નહીં હોય. તેના માતાને મિલ્કતની ચિંતા નહોતી; તેની માતાની એક માત્ર ચિંતા એ હતી કે તે નિર્જન વેરાન વિસ્તારોમાં રખડતો હશે ત્યારે તેને ખાવાનું કોણ આપશે.

એક વખત જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, પ્રારબ્ધકર્મ અને જીવ કેવી રીતે પોતાનું શરીર પસંદ કરે છે તેમજ પોતાનો હેતુ કેવી રીતે પરિપૂર્ણ કરે છે એ વાતની ચર્ચા કરતા હતા ત્યારે તેમણે તેમના માતા પિતા વિષે કહ્યું હતું કે, "મારા માતા પિતા અંત્યત નિખાલસ હતા. તેઓ એટલા બધા સરળ હતા કે તેમને તેમના નિખાલસપણાની પણ ખબર નહોતી. મેં જે કંઈપણ કર્યું તેમાં એમણે ક્યારેય માર્યું માર્યું નહોતું. તેમણે ક્યારેય મને ખલેલ પહોંચાડી નહોતી. જયારે પણ હું તેમની સહી કરાવવા માટે મારું સ્કુલનું પ્રગતિ પત્રક તેમની પાસે લાવતો ત્યારે તેઓ કહેતા કે તું પોતે જ સહી કરી દે અને પાછૂં આપી દે ! તેમણે ક્યારેય પીડા અથવા અકસ્માત વખતે રક્ષણ પણ આપ્યું નથી. તેઓ મને સહજતાથી રહેવા દેતા. તેમણે મને જ્ઞાન અને દર્શન સાથે મોટો થવા દીધો હતો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ જયારે ઘર છોડ્યું ત્યારે તેમણે તેમની માતાને કહ્યું હતું, "જે દરેક બાબતોની સંભાળ રાખે છે, એ શક્તિ તારી સંભાળ રાખશે. એ જ તમારી બધી પાયાની જરૂરીયાતોની સંભાળ રાખશે. તારા છેલ્લા દિવસો મારી સાથે પસાર થશે."

પાછળથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને જાણવા મળ્યું હતું, આ જ શબ્દો રામકૃષ્ણ પરમહંસે જયારે, તેમના પ્રિય શિષ્ય વિવેકાનંદને સંન્યાસની દિક્ષા આપી ત્યારે વિવેકાનંદના વ્યથિત ફટુંબને કહ્યા હતા. તેમણે કહ્યું હતું. "જે દરેક બાબતની સંભાળ રાખે છે એ જ તમારી પણ સંભાળ રાખશે !''

જયારે માસ્ટરે આ બનાવને પોતાના ચહેરા પર પહોળા સ્મિત સાથે યાદ કર્યો હતો ત્યારે અમે, માસ્ટર અને તેમના માતા સાથે બેઠા હતા. મેં તેમણે જે વાત કરી હતી તેના સમર્થન માટે તેમની માતા તરફ જોયું. તેણીએ આંખોમાં આસું સાથે પોતાનું માથું નીચું કરીને હા પાડી હતી. તેણીએ બસ એટલું જ કહ્યું, ''સ્વામી તમે અહીં છો; આટલું પૂરતું છે. હું ધન્ય થઈ ગઈ છું.''

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના માતૃપક્ષનું ફુટુંબ આધ્યાત્મિક વલણ વાળું હતું. જો કે તેમના પિત્રપુક્ષનું કુટુંબ તદૃન વિરોધાભાસી હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના નાના તેમની પહેલી પ્રેરણા હતા જે તેમને પોતાના ખભા પર બેસાડીને મંદિરે લઈ જતા. ધાર્મિક વાર્તાઓ કહેતા અને આવી રીતે તેમણે નાના છોકરામાં હકારાત્મક સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમના નાનાએ તેમને વારંવાર કહ્યું હતું કે તારે પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કડેય જેવા બનવાનું છે. આ બધા માસ્ટરો પોતાની તરૂણાવસ્થામાં પહોંચ્યા પહેલાં જ એન્લાઈટેન્ડ થઈ ગયા હતા. કોઈને નવાઈ લાગે કે જ્યારે બાળક નાનો છે, ત્યારે જ તે કેવી રીતે જાણી ગયો હશે કે તેની અંદર શું સંગ્રહાયેલું છે, અને તેને પહેલા આધ્યાત્મિક અનુભવની ઈચ્છા પેદા થઈ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

હત્યા: પાછળ કરૂણા અને આશીર્વાદ પ્રસારની જીવંત શક્તિના દર્શન કર્યા. તેમણે ભગવાન તેમને આશીર્વાદ આપતા હોય તેઓ ઊંડાણમાંથી આવતો અવાજ સાંભળ્યો, ''તું મારી પાસે પાછો આવવાનો છે. તું સફળતા પૂર્વક પાછો આવવાનો છે. '' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને ગહન પ્રેમ અને સંતોષ સાથે તેમની રજા લીધી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને અનુભવ થયો કે અરૂણાચલેશ્વર યાત્રામાં તેમની સાથે જ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ તિરૂવજ્ઞામલાઈમાંથી બસમાં પ્રવાસ કરતા, ત્યારે અરૂણાચલ તેમની દરષ્ટિ મર્યાદાની બહાર ના જાય ત્યાં સુધી પાછળ જોયા કરતા. સામાન્ય રીતે આવું પ્રવાસ શરૂ થયા પછી લગભગ અર્ધા કલાક સુધી ચાલતું. આ વખતે જેવો તેમણે ચેન્નાઈ તરફનો પ્રવાસ શરૂ કર્યો, પછી, બસ ચેન્નાઈ પહોંચી ત્યારે આંખો ખોલી ત્યાં સુધી પર્વતને જોયા કર્યો હતો, તેને થયું કે પ્રવાસ દરમ્યાન પોતાના વહાલા અરૂણાચલનું સ્વપ્ન જોતા જોતા પ્રવાસ દરમ્યાન ઊંઘી ગયો હતો. તેમની અંદરનો આંતરિક અવકાશ અરૂણાચલની ભવ્યતાથી ભરાઈ ગયો હતો.

માછલી હંસનું પ્રતિબિંબ જૂએ છે. અને તેને પોતાનું બનાવવા ઈચ્છે છે

પોતાના આત્મસાક્ષાત્કાર પછી તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને, પોતાને અહીં જે મિશન પુરું કરવા માટે મોકલવામાં આવ્યા હતા તેનું દર્શન થઈ ગયું હતું. તેમણે લોકોનું પરિવર્તન કરીને, તેમના અભિગમો બદલીને અંતે તેમની પોતાની દિવ્યતાને જાગૃત કરવાનું કાર્ય મિશન સ્વરૂપે ઉપાડી લીધું. જયારે તેમણે ઘર છોડયું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ દક્ષિણ ભારતમાં પાછા આવશે નહીં તેમ છતાં પણ તેમના મનમાં તેઓ જયાંથી આવ્યા હતા ત્યાં પાછા ફરવાની તીવ્ર લાગણી થવા લાગી.

પાછળથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને જાણવા મળ્યું કે તેઓને રેલ્વે દ્વારા મુસાફરી કરવાની મનાઈ હતી, જયારે બસમાં અશક્ય હતી, અને તેમને ચેન્નાઈ પહોંચવા માટે બસમાં યાત્રા કરવી પડે તેમ હતી, જેના માટે તેમની પાસે પૈસા નહોતા. નસીબ જોગે તેના મામા તેમને ચેન્નાઈ લઈ જવા તૈયાર થયા હતા. બધું આપો આપ સમું સૂતરું બની રહ્યું હતું !

હકીકતમાં , THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે એક જ સમસ્યા હતી કે જયારે તે ઘર છોડશે ત્યારે તેમણે અરૂણાચલને પણ છોડવો પડશે. અરૂણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી તેને જીંદગીમાં પહેલી વખત લાગ્યું હતું કે તેમનામાં કંઈક ખૂટે છે. જ્યારે પણ લોકોએ તેમને શું ખુટે છે એવું પૂછયું, ત્યારે હકીકત એ હતી કે એક અથવા બીજી બાબત ખૂટે છે તેની સાથે તેમને કશું લાગતું વળગતું નહોતું. ફક્ત તેઓ જ્યારે તેમના પ્રિય અરૂણાચલેશ્વરની રજા લેવા મંદિરમાં આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ કશુંક ગુમાવી રહ્યાંક ગુમાવી રહ્યા છે.

તેમણે તિરૂવત્રામલાઈ છોડ્યું એ પહેલાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલેશ્વરના મંદિરે ગયા અને દેવતાની સામે પવિત્ર ગર્ભગૃહમાં ઊભા રહ્યા, ત્યારે પહેલી વખત તેમને અરૂણાચલેશ્વર સાથેના જોડાણની ગહનતાનો અનુભવ થયો. તેમને એવું લાગ્યું નહીં તેઓ એમને ગુમાવી રહ્યા છે. ના; પણ એ ઉદાસ જરૂર થયા કારણ કે તેઓ ત્યાં થતા બધા જ ઉત્સવો અને પૂજાઓ ગુમાવી રહ્યા હતા. જેવા તેઓ તેમના પ્રિય અરૂણાચલેશ્વરની સામે જઈને ઊભા રહ્યા, કે તરત જ તેમની આંખોમાં આંસૂની અવિરત ધારાઓ શરૂ થઈ ગઈ. મૂર્તિના સ્વરૂપે તેમનું મન ભરી દીધું. માણસ જે કંઈ જુએ છે તેની આંખોમાં સંગ્રહાઈ જાય છે. માણસ જે કાંઈ તીવ્રતાથી જુએ છે એ તેના મનમાં સંગ્રહ થઈ જાય છે. કોઈપણ બાબત મનમાં આવી રીતે સંગ્રહ થાય છે, તે બાબત માણસનું ધ્યાન વારંવાર આકર્ષે છે. જે ક્ષણે તેમને લાગ્યું કે તેઓ મૃર્તિને ફરી વખત જોઈ શકવાના નથી એ વખતે મૃર્તિનું સ્વરૂપ તેમને છોડી ગયું. ગુમાવી દેવાની લાગણી અદેશ્ય થઈ ગઈ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ મૂર્તિની પાછળ કરૂણા અને આશીર્વાદ પ્રસારની જીવંત શક્તિના દર્શન કર્યા. તેમણે ભગવાન તેમને આશીર્વાદ આપતા હોય તેઓ ઊંડાણમાંથી આવતો અવાજ સાંભળ્યો, ''તું મારી પાસે પાછો આવવાનો છે. તું સફળતા પૂર્વક પાછો આવવાનો છે. '' THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને ગહન પ્રેમ અને સંતોષ સાથે તેમની રજા લીધી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને અનુભવ થયો કે અરૂણાચલેશ્વર યાત્રામાં તેમની સાથે જ છે.

તેમને બીજું સુંદર દર્શન એ થયું હતું કે તેમને એન્લાઈટેન્ડ ચેતના વ્યક્ત કરતા સુપ્રિમ હંસ, પરમહંસનું દર્શન થયું હતું, એ હંસ અત્યારે ધ્યાનપીઠમ્, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના મિશનનું આધ્યાત્મિક કેન્દ્ર છે, તેના પ્રતીક ચિન્હ રૂપે છે. આજે ધ્યાન પીઠમ્, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના મેડિટેશન દ્વારા લોકોનું રૂપાંતરણ કરવા માટેના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ફાઉન્ડેશનના વૈશ્વિક મિશનનો એક ભાગ છે.

પછીના દિવસોમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પરમહંસ કહેવાતા હંસના આ દર્શન ઉપર પ્રકાશ પાડ્યો, ત્યારે તેમણે અમને આ સુક્ષ્મ દૃષ્ટિ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાર્તામાં આવતો હંસ એન્લાઈટેન્ડ માસ્ટરનું પ્રતીક છે અને હંસને જોઈ રહેલી માછલી તેમના શિષ્યો છે.

મહાન હંસ, પરમહંસ આકાશમાં ઉંચે ઉડી રહ્યો છે. તે ઉડે ત્યારે તેનો પડછાયો પૂથ્વી પરના વિવિધ તળાવો અને સરોવરોમાં પડે છે. આ તળાવો અને સરોવરોમાં રહેલી માછલીઓ હંસનો પડછાયો જોઈને ખુશ થાય છે. માત્ર પડછાયાનું દર્શન જ તેમને આનંદથી તરબોળ કરી દે છે અને તેઓ હંમેશા હંસ સાથે જ રહી શકાય તેવું ઈચ્છે છે. માછલીઓની નિશાળો તેમને માટે ચોક્કસ વિસ્તારો તેમના પોતાના છે એવું નક્કી કરવાનું શરૂ કરે છે. જેની અંદર તેઓ હંસના પડછાયાને પકડી રાખવા માંગે છે. અમુક માછલીઓ હંસ માટે મંદિરો બાંધે છે. અમુક માછલીઓ આશ્રમો બાંધે છે. માછલીઓને આશા છે કે તેઓ હંસને આ સીમાઓમાં રાખી શકશે, અને એવું માનીને આ બધું કરે છે કે હંસ હંમેશા પોતાના કબજામાં જ રહેશે.

અમુક માછલીઓએ હંસ માટે વેબસાઈટ બનાવી છે ! બીજી તેમના માટે પુસ્તકો પ્રકાશિત કરે છે. હંસનો પડછાયો જેવો એક તળાવમાં પસાર થાય છે, તો બીજું જૂથ કહે છે કે ''અહીં સિએટલમાં અમારી પાસે હંસ છે; અહીં વાન કુંવરમાં અમારી પાસે હંસ છે: હંસને બેંગલોર સાથે જ લાગે વળગે છે. વગેરે વગરે.'' જો કે બહુ જજ માછલીઓ જ ઉપર તરફ નજર કરે છે. બીજી બધી પડછાયા સાથેના અતિશય લગાવમાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને ખુશ છે.

હંસને અતિશય નીચે પાણી ઉપર શું થઈ રહ્યું છે તેના વિષે તેને કોઈ ચિંતા નથી. એ તો પોતાની મસ્તીમાં ઉડ્યા કરે છે. ક્યારેય જમીન પર આવતો જ નથી.

માછલીને માત્ર ખસતો પડછાયો જ ગ્રહણ થાય છે. માછલી પણ ફરે છે. પાણી પણ ફરે છે. માછલી મૂળ સ્ત્રોત અને પડછાયા વચ્ચેનો ભેદ સમજી શકતી નથી. માછલીઓ હંસ પાણીમાં જ છે એમ માનીને અતિશય રોમાંચિત છે. બસ પડછાયાની સાથે નજીક રહેવા માત્રથી અમુક માછલીઓને એવું લાગે છે કે તેઓ હંસમાં પરિવર્તિત થઈ રહી છે. તેમને લાગે છે કે પોતે પડછાયાની જેટલી વધારે નજીક જશે એટલી વધારે ઝડપથી હંસ બની જશે !

જો માછલી માત્ર પોતાની ડોક ઉંચી કરે તો, તે સાચા હંસને જોઈ શકે છે. જે પડછાયાનો તે પીછો કરી રહી છે તેના મૂળ સ્ત્રોતને જોઈ શકે છે. તેમ છતાં પડછાયો જ એટલો બધો ભવ્ય, એટલો બધો સુંદર હોય છે કે મોટાભાગની માછલીઓને ઉપર જોવાની પ્રેરણા જ નથી થતી. માછલીઓ પાણીમાં દિવાલો અને વાડાઓ બાંધીનેએ માન્યતા સાથે કે તેઓ હંસને પકડી રાખવા શક્તિમાન છે અને તેના પડછાયાનો કબજો કરી શકે છે બહુ સુખી હોય છે જો તેઓ ઉપર જુએ અને પડછાયાથી પર થઈ જુએ, તો તેઓ પણ હંસ બની શકે છે ; પછી તેઓ ખરેખર આત્મસાક્ષાત્કાર કરી શકે છે.

હંસ જેમ જેમ તળાવો પસાર કરે છે, તે પાસાં ફરે છે તેમ તેમ પડછાયો ઘણાં સ્વરૂપે આવતો જતો રહે છે; જિસસ, કૃષ્ણા, બુધ્ધ અને બીજાઓ; અલગ ખૂણાઓ, અલગ યથા-દર્શન અને અલગ વિરૂપીકરણના રૂપમાં આવતો જતો રહે છે.

જો પાણી શાંત હોય, તો માછલીઓ એક પડછાયો જુએ છે; જો પાણી વમળોવાળું હોય તો તેઓ બીજો પડછાયો જુએ છે; તેઓ જયારે પાણી સાથે ચાલે છે ત્યારે બીજું સ્વરૂપ જુએ છે. તેઓ એક બીજા સાથે દલીલો કરે છે કે દરેકે જે જોયું છે એ જ સાચો હંસ છે, જ્યારે ખરેખર તો બધાએ માત્ર પડછાયો જ જોયો હોય છે. દરેક પડછાયાને એક માછલી અથવા તેનું જૂથ ૫કડી રાખે છે અને તેને વહેંચતી નથી.

તેમણે જે જોયું છે તે હંસની વાસ્તવિકતાની દલીલોની શરૂઆત કરતાં પહેલાં તેઓ પડછાયો તળાવની સીમાઓ ઉપરથી પસાર થાય ત્યાં સુધી રાહ પણ જોતી નથી. હંસ બસ ઉડવાનું ચાલુ રાખે છે. માછલીઓ બસ દલીલો કરવાનું ચાલુ રાખે છે. માછલીઓ વર્તમાન ક્ષણ, આખા ખેલની ખરી વાસ્તવિકતા ચૂકી જાય છે.

શું માછલીઓ પડછાયાનો એક ભાગ છે ? જે ભ્રમ ચાલી રહ્યો છે તે શું છે ?

જયારે તેઓ હંસનો પડછાયો જોતી નથી, ત્યારે હમણાં થોડો સમય પહેલાં જે પડછાયાએ તેમને આનંદથી ભરી દીધી હતી એ પડછાયા નો સંગ્રહ હોતો નથી. તેમની યાદો ખૂબ જ ટૂંકી હોય છે અને તે પાછી પોતાના ખાવાના, વંશવેલો વધારવાના, લડવાના અને મરવાના કામમાં લાગી જાય છે.

માત્ર જ્યારે તેઓ પડછાયો જ્રુએ છે અને એ તેમનામાં આનંદ લાવે છે ત્યારે જ તેમનું આધ્યાત્મિક નાટક ફરી વખત શરૂ થઈ જાય છે. જો તેઓ પડછાયો જોતા નથી. ત્યાં હંસ હોતો નથી, કોઈ હલચલ હોતી નથી. પાણી હંસની છાપ જાળવી શકતું નથી. પાણી હંસની સાથે ચાલતું નથી. હંસ તેના પડછાયા વિષે જાણતો નથી, માત્ર માછલીઓ જ પ્રતિક્રિયા આપે છે. તેઓ જયારે પડછાયો જુએ છે ત્યારે જ પ્રતિક્રિયાઓ આપે છે.

અમુક માછલીઓ આ બધું લખી નાંખે છે ! એ સત્ય હોઈ શકે નહીં. સત્ય બહુ પરિમાણીય હોય છે. લખાણ ગમે તેટલું સારું હોય પણ તે દ્વિ પરિમાણીય હોય છે. અલબત્ત, જે લોકો સાધકો છે તેમને પોતાનામાં હંસનો અનુભવ કરવાની પ્રેરણા મળે એ માટે લખવાની જરૂરીયાત હોય જ છે.

ઝેન કોઆન્સ, બૌદ્ધ સૂત્રો, સૂફીકથાઓ, ક્રિશ્ચિયન પેરાબલ્સ, હિંદુ મન્ત્રો, આ બધા જ એક જ વાત કહે છે : ઉપર જુઓ ! ભીતર જૂઓ !

માછલીઓ જયારે પડછાયાની નજીક આવે છે ત્યારે પડછાયાનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. તેઓ તેને વધારે સ્પષ્ટતાથી જોઈ શકતી નથી. માછલીઓએ ઉપર ઊંચે જોવાની અને ભીતરમાં જોવાની જરૂર છે.

જયારે સત્યને વ્યક્ત કરવામાં આવે છે ત્યારે તે અર્થહીન બની જાય છે. પડછાયાનું દર્શન હકીકત સાથે સંબંધિત હોય છે. હંસનું દર્શન સત્ય છે. કોઈ જ્યારે તેને બુદ્ધિથી ગ્રહણ કરે છે ત્યારે સત્યથી ઘણું બધું દૂર હોય છે. માણસે તેની નજીક જવું જોઈએ અને હૃદયથી અનુભવવું જોઈએ. માણસ જયારે તદૃન નજીક જાય છે ત્યારે તે ઈદ્રિયોથી તેને અનુભવી શકે છે. માણસ જયારે તદન નજીક પહોંચી જાય છે ત્યારે આંખો સ્પષ્ટ જોઈ શકતી નથી. જે કંઈ જોવું છે એ માત્ર 'સ્વ'થી જોઈ શકાય છે. જે 'સ્વ'થી જોઈ શકાય છે એ જ સત્ય છે, એ જ ચેતનાનું સાક્ષીપણું છે.

જયારે ચેતનાનું સાક્ષીપણું કાર્યરત હોય છે, ત્યારે તમારા માટે જે સાચું હોય તે જ બને છે. તમારી અંદર પેદા થતો દરેક વિચાર પરિપૂર્ણ થઈ જાય છે. તમે જે જુઓ છો તે પડછાયો નહીં પરંતુ સ્ત્રોત જુઓ છો. એન્લાઈટેન્ડ માસ્ટરો આ સ્તરેથી સંચાલન કરતા હોય છે.

અમુક સિદ્ધો, જેઓ એન્લાઈટેન્ડ નથી હોતા અને આધ્યાત્મિક ટેકનીકો અને રહસ્યવાદનો ઉપયોગ કરતા હોય છે, તેઓ પણ વિઝ્યુલાઈઝેશન અને આવી બીજી પદ્ધતિઓથી પોતાની ઈચ્છાઓને સાકાર કરતા હોય છે, પરંતુ તેઓ આવું સચેત જાગૃતતા સાથે નથી કરતા અને પોતાની અજાગૃતતાથી સંચાલન કરીને ગંભીર મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે પોતાના પહેલા આધ્યાત્મિક અનુભવ પછી ઘર છોડ્યું, ત્યારે તેમની પાસે ક્ષણભંગુર સામાજિક જિંદગીની સ્પષ્ટ સમજણ હતી. તેમ છતાં તેમનું મન તદ્દન ખાલી નહોતું. તેમાં હજુ છૂટી પડેલી એન્લાઈટેન્ડ નજીક પહોંચેલી માછલીને હંસથી જુદૂ પાડનાર તત્ત્વ હતું. પરિભ્રમણ અને તપશ્ચર્યાએ તેમાં રહેલી અશુદ્ધિઓને બાળી નાંખી, મનને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવ્યું હતું જેથી અંતિમ જોડાણ થઈ શકે. અંતે માછલીએ ઉપર જોયું અને હંસ બની ગઈ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એન્લાઈટેન્ડ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બની ગયા.

બદલામાં હંસ હવે બીજી માછલીઓને ઉપર જોવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જેથી તેઓ પણ તેમની સાથે આકાશમાં જોડાઈ શકે !

મારા માસ્ટર, રહસ્ય તમારી કલા છે

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચર્ચિલે રશિયા માટે કહેલું વિખ્યાત વિધાન છે, "વિકટ સમસ્યાની અંદર રહસ્યથી વિંટળાયેલ કોયડો છે."

અથવા આપણે થોડા વધુ આગળ પણ જઈ શકીએ છીએ, તેઓ વિકટ સમસ્યામાં રહેલ કોયડાથી વિંટળાયેલ મુંઝવી નાંખે તેવું ઉખાણું છે. મને એ સમય યાદ આવે છે, જ્યારે માસ્ટર અમને શિવસૂત્ર ઉપરનું વિવરણ

આ વિધાન આપણે બેધડક આપણા માસ્ટર માટે વ્યક્ત કરી શકીએ છીએ,

સમજાવી રહ્યા હતા. શિવસત્ર પ્રાચીન હિંદ્દ શાસ્ત્ર છે. જેમાં ભગવાન શિવ, નવસર્જન કરનાર તેમના પત્ની પાર્વતીદેવીના સવાલોના જવાબો આપે છે. શિવસૂત્ર પરના વ્યાખ્યાનોનો આ પાંચમો દિવસ હતો.

દેવી શિવને પૂછે છે, ''હે શિવ, તમારી વાસ્તવિકતા શું છે, સ્વરૂપથી પર સર્વવ્યાપી સ્વરૂપ શું છે ?"

અમે ઉપનિષદ્દ્ના દિવસોમાં જે રીતે શિષ્યો માસ્ટરના ચરણોમાં હતા એ રીતે બેઠેલા હતા. કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ અંધાધુંધી નહોતી. કોઈ માન કે અપમાન નહોતું. પુરુષો એક બાજુ અને સ્ત્રીઓ બીજી બાજુ બેઠી નહોતી. કોઈ બડબડાટ નહોતો, પરંતુ શાંતિ પણ નહોતી, કોઈ પ્રશ્નો નહોતા, માત્ર સંશયો હતા. વિરોધ નહોતો, બસ સ્વીકાર હતો. એક બાજુ ઈલેક્ટ્રોનિક કરામતી ઉપકરણો હતા, બીજી બાજુ પૂજા વિધિનો સરસમાન હતો. કોઈપણ તૃષ્ણાની નિશાનીઓ નહોતી કે દોષભાવના નહોતી. ક્રોધનું નામ નિશાન નહોતું કે અસહાયતા નહોતી. સભામાં બધી જ જાતિઓ, વયજૂથો, ધંધાદારીઓ અને અલગ અલગ રસ ધરાવનારા શ્રોતાઓનું મિશ્રણ હતું, બધાનો એક ઉદ્દેશ હતો માસ્ટરને સમયાતીત સત્યોને ખુલ્લાં કરતા સાંભળવા.

માસ્ટર મોહક સ્મિત સાથે સ્ફીન્ક્સની જેમ ગૂઢ રહસ્યમય બનીને બેસે છે.

તે કોણ છે ? તે પિતા, માતા, પુત્ર, ભાઈ, મિત્ર, પ્રેમી અથવા કોઈ નકલ છે ? આપણે જાણીએ છીએ કે તેને નકલ તરીકે ઓળખાવું ગમે છે; આ બાબત ગુંચવણને વધારે સંપૂર્ણ બનાવે છે શું તે બધા જ સ્વરૂપોમાં એક છે ? તે શિવનું તાંડવ બની શકે છે; તે કૃષ્ણાનું અમૃત પણ બની શકે છે.

શું તે રાતના ભયાનક કડવા સ્વપ્ન જેવા કડવા છે અથવા સુંદર સ્વપ્ન જેવા મીઠા છે ? ક્યારેક તે ખખડાવી નાંખે છે. આંખો ગુસ્સાથી લાલ થઈ જાય છે. માણસ સ્વીકાર સાથે શાંત રહેવાનું શીખી જાય છે. ક્યારેક તે વાનરવેડા ગુસ્સાથી દાંત કચકચાવવાના સ્વરૂપમાં આવી જાય છે. શિવ કૃષ્ણાના સ્વરૂપમાં આવી જાય છે. હું લખું છૂં ત્યારે પણ મારી આંખોમાં આસું આવી જાય છે, અને જેવું મેં લખેલું હું વાચું દૂધું ત્યારે પણ રડી પડાય છે; તેની હાજરીમાં શું બને છે તેના માટે શું શું કહેવું !

તે બધા જ સ્વરૂપોમાં છે, અને નિરાકાર છે. તે કોઈ ચોકઠામાં પકડાઈ જવાની ના પાડે છે. પથ્થરમાં ફેરવાઈને કાલ્પનિક રીતે પૂજાવાની ના પાડે છે; પછી તે પોતાના ભક્તોની કલ્પનાઓમાં રંગ પૂરતા હાથ વાળા માસ્ટર બની જાય છે. કાં તો તે 'સિંહ સ્વપ્ન' બનીને આપણાંમાં ડહાપણ જગાડે છે; કે પછી તે ઝેન લાકડી બનીને અણી ઘોંચીને આપણને જાગૃતતામાં ધકેલે છે. પછી તે આપણો આધાર બનીને આપણને રાહત આપે છે તે આપણી સાથે વિવિધ ચોકઠાં અને સમથળ બનીને આપણી સાથે સંબંધિત રહે છે, જે આપણને સંતુલિત અને ગુંચવણોમાં રાખીને, પછી પોતે એક ચોકઠામાં સ્થિર જાય છે જે માસ્ટર અને આપણી જાતને મારી નાંખે છે.

માસ્ટર ચોક્ઠાઓથી પર છે; પરિમાણોથી પર છે. તે એક, બે ત્રણ અથવા અનેક પરિમાણીય નથી. તેનાં પરિમાણો અને સ્વરૂપો અનંત છે; અનંત પરિમાણીય છે.

તેમણે અમને કહ્યું હતું :

'તમારામાંના દરેક માટે હું અલગ અલગ છું. હું કોઈ એક વ્યક્તિ સાથે જે સંવાદ કરું છૂં તે એ વ્યકિતની જરૂરીયાત પર આધારીત હોય છે, જે એ વ્યક્તિ કદાચ સમજતી પણ ના હોય. હું તમારી સાથે જે રીતે વર્તું દૂધું તેની એકબીજા સાથે ચર્ચા ના કરો. હું દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત અને અંગત રીતે કામ કરૂં છું. એકબીજા સાથે ચર્ચા કરીને તમે માત્ર ગુંચવાડાઓ અને ગેરસમજો ઉભી કરશો. ''

"અરે, તમે કૃષ્ણ છો, તમે શિવ છો. તમે માતા છો," 'વગેરે કહીને મને કોઈ ચોકઠામાં મૂકવાનો પ્રયત્ન ના કરતા. હું કોઈપણ ચોકઠામાં મારી જાતને ગોઠવવા નહીં દઉં. જે ક્ષણે તમે મને ચોકઠામાં બંધ કરશો હું મરી જઈશ. હ્યું જીવંત માસ્ટર છૂં. હું દરેક પળે બદલાતો રહું છું. મારી ક્રિયાઓ, મારા શબ્દો, મારા વિચારોની ધારણાઓ ના કરતાં, તમને માત્ર દુ:ખ જ મળશે.

એક ચોકઠામાં સ્થિર બની જવાથી, તમારા માસ્ટર અથવા પ્રેમી તરીકે તમે મને સરળતાથી પકડી અને જાળવી રાખી શકો છો. પછી તમે મને સરળતાથી બજારમાં વેચી શકો છો. મારા માટે એ ધંધો સારો છે, તમારા માટે નહીં. હું ઈચ્છૂં કે તમે ગુંચવણોમાં પડીને મુંઝાઈ જાવ જેથી તમે એન્લાઇટેન્ડ બની શકો. હું ઈચ્છૂં કે તમે મરી જાવ જેથી નવો જન્મ લઈ શકો.

તમારા અજ્ઞાન સાથે મારી પાસે આવો : તમને માર્ગ બતાવવો એ મારી ફરજ છે. સર્વોચ્ચ ચેતનામાં ઉંચે ચડતા અને પ્રેમથી મારા હાથોમાં પડતા, અચકાવ નહીં; તમે મારી સાથે દિવ્ય આનંદમાં ઉચે ચડશો."

આપણે વારંવાર કાદવમાં પડીએ છીએ. એટલે અચકાઈએ છીએ. આપણે જે રીતે સમજીએ છીએ કે દિવ્ય આનંદમાં ઉંચે ઉડાન ભરવી એ આપણો સ્વભાવ નથી. આપણી વ્યગ્રતાઓ અને ભય આપણા ઉપર કામ કરે છે અને આપણી ઉપર ભયાનક સ્વપ્નાં અને કલ્પનાઓ પેદા કરે છે.

માસ્ટરે જે કહ્યું તેમાં ઘણો વધારે ગહન અર્થ છે. સ્પષ્ટ અર્થ છે કે તેઓ ઈચ્છે કે જે રીતે પોતે દરેક ક્ષણે વહી રહ્યાં છે તેમ જ દરેક તેમની સાથે વહે; અહીં જ અને અત્યારે જ તેમનો સ્વાદ માણો. લોકો ચિંતા કર્યા કરે છે કે અત્યારે અમે એમની સાથે છીએ પછી આપણે એમને ક્યારે જોઈ શકીશું. તમે મને હવે પછી ક્યારે જોઈ શકશો એના વિચારો કરીને, અત્યારે જ આનંદમગ્ન બની જવાની તક તમે વેડફી નાંખો છો. આ ક્ષણને ઝડપી લો. બસ. બની રહો.

પોતાના માસ્ટરના રહસ્યના તાણા વાણા ઉકેલવાએ શિષ્યનું કામ નથી; તેને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો નથી; તેમાં સો ટકા નિષ્ફળતા જ મળવાની છે. તમે બધા એટલું કરી શકો અને કરો, બસ માત્ર બની રહો અને આ ક્ષણના દિવ્ય આનંદની મજા માણો.

તેમણે ૨૦૦૫માં હિમાલયની યાત્રામાં માસ્ટર સાથેના સંબંધો વિષે વાત કરતી વખતે આ, શબ્દો કહ્યા હતા.

"માસ્ટર, ગુરુ કોણ છે ? ગુરુ એ છે જેમનામાંથી નિત્ય આનંદ, અનંત દિવ્ય આનંદ વ્યક્ત થઈ રહ્યો હોય. તેઓ આવી જ અનંતતાનો બીજા અનુભવ કરે એ માટે સિધ્ધાંતો અને અવકાશની રચના કરે છે. સિધ્ધાંતો અને અવકાશની જરૂરીયાત વગર જ હિમાલયમાં સદાકાળથી ગુરુ શિષ્ય પરંપરા અસ્તિત્વમાં છે. આ સૌથી જૂનામાં જૂનો સંબંધ છે. આ સંબંધ પછી જ એકબીજા સાથે સંબંધિત થવાનું શરૂ થયું. આત્મસાક્ષાત્કાર પહેલાં નો પણ આ છેલ્લો સંબંધ છે.

આ સંબંધ પહેલા દરેક ધર્મ અને સંસ્કૃતિમાં માણસ પશુ જેવો જંગલી હતો. દરેક સંસ્કૃતિની શરૂઆત ગુરુ-શિષ્યના સંબંધના આગમનથી થઈ હતી. જે.કૃષ્ણમૂર્તિ જેવા માસ્ટરો કે જેમણે ગુરુની કોઈ જરૂર જ નથી એવું શીખવ્યું, એ પણ પોતે જ ગુરૂ બની ગયા હતા. દરેક જ્ઞાન, માત્ર આધ્યાત્મિક્તા જ નહીં, બધાને ગુરુની જરૂર પડે છે, અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય એવી વ્યક્તિની, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય એવી વ્યક્તિની જરૂર હોય દેવે.

આધુનિક સમયમાં લોકો આધ્યાત્મિક ગુરુ માટે પ્રશ્નો ઊભા કરવાનું વલણ ધરાવે છે પરંતુ બીજા પ્રકારના ગુરુઓ માટે નહીં. લોકો તેમને પૈસા કમાવામાં મદદરૂપ થઈ શકે તેવી આવડત શીખવનારનું સન્માન કરે છે. પરંતુ આધ્યાત્મિક માસ્ટરોને વૈકલ્પિક રીતે લેવામાં આવે છે. આધ્યાત્મિકતા વિકલ્પ નથી, એ કોઈ અમુક ખાસ લોકો માટેની ગુઢ વિદ્યા, કે કંઈક જાદ્દુઈ બાબત કે સામાન્ય માણસ પ્રાપ્ત ના કરી શકે એવી બાબત નથી. આ એવી સ્થિતિ છે જેમાં આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને ચુસ્ત હોઈએ છીએ. આપણાં એક-બીજા સાથેના સંબંધો ઉત્પાદક અને ફળદાયી બને છે અને વધારામાં આપણામાં આપણે દરેક ક્ષણે શું કરી રહ્યા છીએ, તેની જાગૃતતા હોય છે.

આ જાગતતા આપણને સ્વયંસ્ફરણત્મક બનાવે છે, વર્તમાનમાં લઈ આવે છે અને આપણને આપણા વિચારો, શબ્દો અને ક્રિયાઓ માટે ખરેખર જવાબદાર બનાવે છે. દરેક વ્યક્તિએ પોતાના તેમજ સાથે સાથે પોતાની આસપાસના લોકોના ભલા માટે આ સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી છે.

જો તમે આ સત્યને સમજી જાવ અને આધ્યાત્મિક જ્ઞાનને માન આપો તો તમે આધ્યાત્મિક માસ્ટરની જરૂરીયાત સામે શંકા નહીં ઉઠાવો. માણસને માસ્ટરની જરૂર પડે છે. આધ્યાત્મિક માસ્ટરને પસંદ કરવા અથવા એન્લાઈટેન્ડ વ્યક્તિને તમારા ગુરુ બનવવા એ તમારી પસંદગીની વાત છે. જો તમે તમારા માસ્ટર દ્વારા માર્ગદર્શિત નહીં હો, તો તમને બીજું કોઈ માર્ગદર્શન આપશે અને જો એ વ્યક્તિ યોગ્ય રીતે સક્ષમ નહીં હોય તો, તમારે ભોગવવાનું આવશે.

જો તમે તમારા માસ્ટર તરીકે રાજકારણી વ્યક્તિને પસંદ કરશો તો તે તમને ડરાવીને તમારા પર રાજ કરશે; જો તમે બીજી કોઈ નામાંકિત વ્યક્તિને પસંદ કરશો તે લોભનો ઉપયોગ કરીને તમારા પર કાબુ રાખશે. માત્ર આધ્યાત્મિક માસ્ટર જ તમારા પર પ્રેમથી રાજ કરે છે અને તમને ્મુક્તિ અપાવે છે.

એક નાની વાર્તા :

એક ડોક્ટર, એક એન્જીનિયર અને એક રાજકારણી, કોનો ધંધો સૌથી જૂનો છે એના વિષે દલીલો કરી રહ્યા હતા. ડોક્ટરે કહ્યું કે અમારો ધંધો સૌથી વધુ પુરાણો છે કારણ કે ભગવાને ઈવનું સર્જન આદમની પાંસળીમાંથી કર્યું હતું. એન્જીનિયર સહમત ના થયો અને કહ્યું કે તેનો ધંધો જૂનો છે કારણ કે તેણે અંધાધૂધીમાંથી સૌથી પહેલા આદમનું સર્જન કર્યું હતું.

રાજકારણીએ કહ્યું, ''અરે ! તમને શું લાગે છે અંધાધુધીનું સર્જન કોણે કર્યું હતું.''

જે લોકો અંધાધૂધીનું સર્જન કરે છે એ લોકો જ તમારા પર રાજ કરશે ! તેઓ તમારી અંદર ભય, લાલચ અને કલ્પનાઓ આરોપીત કરે છે. તેઓ આ બાબતોને તમારી સમક્ષ તમારી ઈચ્છાની પરિપૂર્ણતાના સ્વરૂપમાં રજૂ કરે છે: તમે જેવી રીતે પરદા પર સ્ટેજ પર જીવવા માંગો છો. એ રીતે રજૂ કરે છે.

આધ્યાત્મિક માસ્ટર તમને લોભ, ભય અને ખોટી કલ્પનાઓમાંથી મુક્ત કરે છે. તમે બધાં જ સાહસિક અને હિંમતવાન, બુધ્ધિશાળી અને આધ્યાત્મિક માસ્ટરને અનુસરવા માટે ભાગ્યશાળી છો. તમે જયારે બીજા લોકોનું માસ્ટરની જેમ અનુસરણ કરો છો ત્યારે એ લોકો પોતાની જાતને તમારી સમક્ષ શિક્ષક તરીકે રજૂ નથી કરતા. તેમ છતાં એ લોકો લુચ્યાઈ પૃર્વક તમારું નિયમન કરે છે અને તમને દોરે છે; જ્યારે આધ્યાત્મિક માસ્ટર તમને બધા જ બંધનોમાંથી મુક્ત કરે છે.

જે તમને અંધકારમાંથી પકાશ તરફ લઈ જાય છે તે માસ્ટર છે, ગુરુ છે.

ઉપનિષદ્રના નામથી ઓળખાતા પ્રાચીન હિંદુ ધર્મશાસ્ત્રો વેદોનો અર્ક છે, એમાં એન્લાઇટેન્ડ ઋષિઓએ સીધા અનુભવેલા જ્ઞાનનો સંગ્રહ છે. ઉપનિષદ્દનો મૃળ અર્થ થાય છે, 'માસ્ટર પાસે બેસવું.' તમે માસ્ટર સાથે બેસીને બ્રહ્માંડીય ચેતનામાં વિસ્તરો છો. તમે જયારે માસ્ટરના પ્રેમમાં પડી જાવ છો, ત્યારે ચેતનામાં તમારો ઉદય થાય છે.

માસ્ટર સાથે સંબંધ સમય અને સ્થાનથી ઉપર ઉચ્ચકક્ષાએ પહોંચે છે, તે સનાતન હોય છે. માસ્ટર-શિષ્યના સંબંધનો વિજ્ઞાન અને જ્ઞાનનું આગમન નાશ કરી શકતું નથી, કારણ કે એ સત્યના અર્થ તરફની યાત્રા છે અને સત્ય તરફ દોરી જતી દરેક બાબત સનાતન હોય છે તે મૂત્યુ પામી શકે નહીં. માસ્ટર માણસ જાતને સત્ય પહોંચાડે છે.

જયારે તમારી મા તમને 'મા' અથવા 'અમ્મા' કહેતા શીખવે છે ત્યારે તે તમારી પહેલી માસ્ટર બની જાય છે. તમને તો પાછળથી ખ્યાલ આવે છે કે

એ તમારી મા છે. માટે જ માસ્ટરનું સ્થાન મા, પિતા અને ભગવાનની પહેલા મુકવામાં આવે છે અને એ જ તમારો પહેલો સંબંધ હોય છે, એ છેલ્લો સંબંધ પણ છે; એન્લાઈટેન્મેન્ટ ઉપર માસ્ટર અને શિષ્ય એક જ શક્તિમાં એકરૂપ બની જાય છે.

મેં મારા વિવિધ મેડિટેશન પ્રોગ્રામોમાં આ વિષય જેટલું ગહન બીજું કંઈ પણ શીખવ્યું નથી. મારે ખરેખર જે કહેવાનું છે એ હંમેશા આ માસ્ટર-શિષ્ય સંબંધ વિષે જ કહેવાનું હોય છે. તેમ છતાં પણ તમે મારા અમુક કોર્સ કર્યા હોવા છતાં તમે આ સમજી શક્યા નથી. હવે કમ સે કમ તમારામાંનો અમુક સાંભળવા ઈચ્છે છે. અને ભવિષ્યમાં ઘણાં વધારે આવશે.

જો તમારામાં યોગ્ય લાયકાત હશે તો તમે સાંભળશો, આનંદ લેશો અને રૂપાંતરણ પામશો. જો લાયકાત નહીં હોય તો જતા રહેશો. તમે કુદકો મારવાના છો. જો ના મારી શકો તો રીલેક્સ બની જાવ અને ઉજવણી કરો.

મેં ત્રણ સ્તરે શીખવ્યું છે, મેં અગાઉ પ્રાથમિક કોર્સમાં લાઈફબ્લીસ જેવા પ્રોગ્રામમાં મેં મન-શરીરના શક્તિ કેન્દ્રોને શક્તિસ્કૂત કરવા માટેની મેડિટેશન ટેકનીકો શીખવી છે તેમાં તમે માસ્ટરને જુઓ છો અને સાંભળો છો. પછીના સ્તરમાં, જે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્કૂરણ પ્રોગ્રામ છે, જેમાં હું મૃત્યુ વિષેના મારા અનુભવોનું વર્ણન કરું છું અને તમને તમારા જીવનની પ્રગતિમાં અવરોધરૂપ બનતી ભૂતકાળની યાદોને બહાર ફેંકી દેવાની પ્રક્રિયામાંથી પસાર કરું છૂં, જેમાં તમે માસ્ટર સાથે વધારે સંબંધિત થાવ છો. પછી હિલીંગ દિક્ષા વખતે તમે શિષ્ય બનવા ઈચ્છો છો અને હું તમને મારા શિષ્ય તરીકે સ્વીકારું છું. તમે મારી સાથે હો છો. મારા શરીરની ભાષાનું અવલોકન કરો છો જેનાથી તમે તેને મનમાં ગ્રહણ કરી શકો છો.

એક વખત એક સાધકે ઝેન માસ્ટરને પછવું. "એન્લાઇટેન્ડ કેવી રીતે થવાય એ તમે મને શીખવશો ?'' માસ્ટરે જવાબ આપ્યો, '' ના હું તને નહીં શીખવું, પરંતુ તું મારામાંથી શીખી શકે છે. " આ તરવાનું શીખવા જેવી બાબત છે. માસ્ટરના કહેવાનો મતલબ હતો. " તું મારું નિરીક્ષણ કરીને સાહસ પ્રાપ્ત કરી શકીશ, પછી તું ભૂસકો મારીશ અને તરી શકીશ. હું શીખવી શકું નહીં. તારે શીખવું પડે છે. "

આત્મસાક્ષાત્કાર શીખવી શકાય નહીં, પરંતુ તમે શીખી શકો છો. તમે માસ્ટરનું અવલોકન કરીને શ્રદ્ધા પ્રાપ્ત કરી શકો છો. તમે શ્રધ્ધા વિકસાવો. એમને જોઈને તમને લાગશે કે , ''જો એ એન્લાઇટેન્ડ થઈ શકતા હોય તો હું કેમ નહીં ?" માસ્ટર સાથે રહો. સાધના કરવાની તીવ્ર ઈચ્છા સાથે માસ્ટરની જેમ જ શ્રદ્ધા રાખો.

આ નકલ નથી; મનમાં ગ્રહણ કરવાની ક્રિયા છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મનમાં ગ્રહણ કરી લો. મને મનમાં ગ્રહણ કરવા માટે તમારે ક્શું જ કરવાનું નથી; બસ અહીં રહો. વર્તમાનમાં રહો. હું એવી જબરજસ્ત શક્તિ છું જેનાથી એવો એક પણ દરવાજો નથી જે ખોલી ના શકાય તમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મનમાં ગ્રહણ કરી લેશો. રીલેક્સ, સંબંધિત થાવ અને ઉજવો.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, "જાગો, ઊભા થાવ અને જ્યાં સુધી ધ્યેય પ્રામિ ના થાય ત્યાં સુધી અટકો નહીં.

હું કહું છું : ''ઊભા થાવ, જાગો, અટકો ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે !''

એક વરસ સુધી અમે માસ્ટરને પહેલી વખત શિવસૂત્રો પર વાત કરતાં સાંભળ્યા હતા અને છ મહીનાના લાંબા ગાળા સુધી તેઓ માસ્ટર-શિષ્ય સંબંધો પર બોલ્યા હતા. એ પછી અમારામાંના ઘણાં બધામાં ઘણું બધું

પરિવર્તન આવી ગયું હતું. એવું લાગે છે કે પછી માસ્ટરની આસપાસની દરેક બાબતો બદલાઈ ગઈ છે. અત્યારે દુનિયાના ઘણા ભાગોમાં નવા આશ્રમો ખુલી ગયા છે.

બિદાડી આશ્રમનો દેખાવ બદલી ગયો છે અને બદલતો રહેશે. દરેક નવું બાંધકામ ઉપયોગમાં લેવાનું શરૂ થાય ત્યાં જ નાનું પડવા લાગે છે. અનુયાયીઓ ગુણાકારની સંખ્યામાં વધતા જાય છે. વરસ પહેલા માસ્ટર પોતે પ્રોગ્રામોના બે સ્તરનું, કદાચ ત્રણનું સંચાલન કરતા હતા, તે હવે આચાર્યો કરે છે.

હજુ, તેમને સહજ ગણીને કાઢી શકાય નહીં અને તેઓ ક્યારેય એક જ હોતા નથી એવી તેમની બધી જ ચેવતણીઓ છતાં માસ્ટર એવા જ રહ્યા છે. તેમના વિષેની એક બાબતમાં બધા જ ચોક્કસ પણે કહી શકે છે અને બાબત છે તેમની અચોક્કસતા, એ બદલાઈ નથી. તેમની સાથેની અને તેમની આસપાસની દરેક ક્ષણ અલગ હોય છે. અણધારી હોય છે, મન અને જીવનું સાહસ હોય છે. બીજા માટે અવિરત કરૂણા તેમનો હોલ માર્ક છે જે બદલયો નથી.

જિંદગીમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું મિશન ખૂબ જ સાદ્દું છે તેઓ નાવના સુકાની છે જે આપણને જિંદગીના ભ્રમોના સમુદ્રમાંથી બહાર લઈ જાય છે : તેઓ જીવન-મરણના ચક્રને તોડનાર છે. તેઓ કાલ ભૈરવ છે. જે આપણાં આત્માઓને સ્થળ અને સમયમાંથી અપૂર્વ કરૂણા સાથે બહાર લઈ જાય છે.

તેમણે ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પ્રોગ્રામોમાં જાહેર કર્યું છે :

"હું તમને જે કહું છું તે સત્ય છે. ક્યારેય પણ તમે તમારી જાગૃતતા ગુમાવી

દો, પછી તે મૃત્યુની ક્ષણ હોય કે કટોકટી ભરી ભિમારી હોય, હું તમારી બાજુમાં હાજર હોઈશ. જો એ મૃત્યુ હશે તો એ માર્ગમાં તમને પસાર થવાનું માર્ગદર્શન આપીશ. જો તમે પુનર્જન્મ લેવા માંગતા હશો તો, તમારે જે બનવું હશે એવો જન્મ લઈ શકશો. "

હું જેટલી વખત તેમને સાંભળું છૂં, મારું હૃદય પીગળી જાય છે. મારું સમગ્ર અસ્તિત્વ, મારા માસ્ટર તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પ્રવાહિત થઈ જાય છે. અરૂણાચલ વિષેના રમણના શબ્દોનું રૂપાંતર કરતાં. તમારી ઈચ્છા કરવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે મેં શું કર્યું છે ? હું તમને શું આપી શ્કું જેનું તમારા માટે કોઈ મૂલ્ય હોય ? હું ખુબ જ ભાગ્યશાળી છું. મેં બહુ જ ઓદ્‌શું આપીને તમને ખરીદી લીધા છે; તમારી મહેરબાની જે કરોડો ખર્ચીને પણ ખરીદી શકાય નહીં, મેંતેને ફક્ત મારી જાતને તમારા ચરણોમાં સમર્પિત કરીને ખરીદી લીધી છે.

એ તમારી પણ છે જો ખરીદી શકો તો.

માસ્ટરે કહ્યું છે તેમ. ''હું પૈસાથી વેચાવા માટે નથી: પરંતુ તમે મને તમારા પ્રેમથી ખરીદી શકો છો.''

તમે આ પુસ્તક વાંચી રહ્યા છો એ કોઈ અકસ્માત નથી. એ યાત્રાની શરૂઆત છે, જ્યાં માર્ગ મહત્ત્વનો છે. ધ્યેય અપ્રસ્તુત છે.

અમે આશા રાખીએ છીએ કે આ યાત્રા મૂલ્યવાન હો, તમારી ભીતરની શોધના તમારા પોતાના માર્ગમાં તમને પ્રેરણા પૂરી પાડે.

નિત્યાનંદમ્ ! તમને અનંત દિવ્ય આનંદ મળે !

નિત્યાનંદા કહે છે : વ્યક્તિગત ચેતના બ્રહ્માંડની ચેતનામાં વિલીન થાય છે ત્યારે દિવ્યાનંદ ખીલી ઉઠે છે તમે દિવ્યાનંદમાં જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી આસપાસની માનવીય ચેતના આપોઆપ ઉપર ઉઠે છે. દિવ્યાનંદભર્યું જીવન વૈશ્વિક શાંતિ અને આંતરિક આનંદની ચાવી છે. દરેક વ્યક્તિએ માનવીય ચેતનાના રૂપાંતરની પ્રક્રિયા માટે પહેલ કરવી જોઈએ.