KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/ઘર છોડીને દૂર જવુંSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

ઘર છોડીને દૂર જવું

બચપણથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નું સપનું વૈરાગી સંન્યાસી બનવાનું હતું. રૂઢિવાદી કુટુંબમાં છોકરા છોકરીઓ તરૂણાવસ્થામાં આવે ત્યાંજ તેમની સગાઈ નક્કી કરી નાંખવામાં આવતી હતી. છોકરી યુવાવસ્થામાં પ્રવેશે કે તરત જ સગાઈ કરી નાંખવામાં આવતી હતી. પોતાના કુટુંબના સગા સંબંધીઓના વર્તુળમાંથી યોગ્ય સાથી પસંદ કરવામાં આવતા હતા. આ ગોઠવાયેલા સગપણમાં ભાગ્યે જ કોઈ વિરોધ થતો. છોકરા છોકરી બન્નેને તેમના આ સંબંધ વિષે સતત યાદ અપાવવામાં આવતી, અને કુટુંબને લાગે વળગે ત્યાં સુધી આ સંબંધ લગ્ન થઈ ગયા બરાબર જ માનવામાં આવતો; તેથી છોકરા-છોકરી ક્યારેય બીજા વિકલ્પો માટે વિચારતા જ નહીં.

ખાસ કરીને, નાના શહેરોમાંના સંયુક્ત હિન્દુ કુટુંબોમાં દીકરાઓ લગ્ન પછી પણ પોતાના માતા પિતા સાથે જ રહેવાનું ચાલુ રાખતા, પોતાના માતા પિતાના નિયમો પાળતા અને એક જ છત નીચે રહેતા. દીકરાઓ કૌટુંબિક મિલ્કતોના વારસદાર ગણાતા અને કુટુંબનો ભાગ બની રહેતા; બીજી બાજુ લગ્ન થઈ જાય પછી દીકરીઓ પોતાના પતિના કુટુંબનો હિસ્સો બની જતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના મોટાભાઈ ૧૪ વરસના થયા એટલે તેમની સગાઈ કરી નાંખવામાં આવી હતી અને હવે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો વારો હતો.

નિત્યાનંદ ૧૭ વરસના થયા ત્યાં સુધીમાં તેમણે પોતાનો મિકેનિકલ એન્જી.નો ડિપ્લોમાનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. હવે ગૃહત્યાગ કરવાની ઈચ્છા અસહ્ય બની ગઈ હતી. તેમને લાગ્યું કે હવે પોતે સંન્યાસી જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે. તેમને થયું કે તેઓ જે રીતે ઘરમાં રહે છે એ રીતે વધારે વખત રહી નહીં શકે. તેમને પોતાની આખી જિંદગી એક જૂઠ લાગતી હતી. સામાજિક બંધનોમાં જીવવું તેમને ગુંગળામણ ભર્યું લાગતું હતું.

હમણાં અમે બિદાડી આશ્રમમાં પુરાણી ચીજો તપાસતા હતાં તેમાં એકા એક અમને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જ્યારે ૧૭ વરસના હતા ત્યારે તામિલમાં લખાયેલ ડાયરીના થોડાં પાના હાથ લાગી ગયા હતા. આ લખાણોમાં તેમને ગૃહત્યાગ કરવા માટે ઈંધણ પૂરું પાડનારી બાબતો હતી.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ૧૫ જુલાઈ ૧૯૯૪એ લખ્યું છે.

મેં કે.એસ. નારાયણ સ્વામી થાત્થા એ આપેલ બધા જ કાગળો અને તાવીજ લીધાં, કાગળો વાંચ્યા, તેને ફાડી નાંખ્યા અને બધું જ કૂવામાં અને કચરા પેટીમાં નાંખી દીધું.

૧૬ જુલાઈ ૧૯૯૪એ તેમણે લખ્યું :

જયારે, બ્રહ્મ સુખીને એક માણસે લાત મારી અને સુધારણા લક્ષી ડહ્યપણ મેળવ્યું. બરાબર આવી જ રીતે સંત પેટ્ટીના દ્વારે એક સ્ત્રીની ફૂંકમાંથી એન્લાઈટેન્મેન્ટ મેળવ્યું હતું ! એ મહાન દિવસ આજે છે. દોઢ કલાકના ગહન મેડિટેશન પછી મન સંપૂર્ણ પણે લક્ષ્ય પ્રત્યે એક કેન્દ્રી થઈ ગયું.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

માત્ર વર્ગખંડમાં સંપૂર્ણ એકાગ્રતાથી અભ્યાસમાં ધ્યાન આપીને તેમણે પરીક્ષાઓમાં ડીસ્ટીકંશન માર્કસ મેળવ્યા હતા. તિરૂવશામલાઈમાં હાઈસ્કુલનું શિક્ષણ પુરું કર્યા પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નજીકનાં ગુડીયાદ્ટમ શહેરમાં આવેલી પોલિટેકનીક ઈન્સ્ટીટયૂટમાં ડીપ્લોમા મિકેનિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયા.

તેઓ એ શહેરમાં લોજમાં રહેતા. આ સમયગાળા દરમ્યાન જયારે તેઓ પોતાના ઘરથી દૂર રહેતાં હોવા છતાં પણ, પોતે બીજા જેવી રીતે મોજમજા કરવામાં અને ફિલ્મો જોવામાં સમય પસાર કરતા હતા તેમ કરવાને બદલે પોતાનો સમય મેડિટેશનમાં વિતાવતા હતા. અહીં પણ તેમણે અભ્યાસમાં ખૂબ જ ઓછો સમય આપ્યો હોવા છતાં પરીક્ષાઓમાં સારા માર્કસૂથી પાસ થઈ ગયા હતા. એક વખત તેમના એક મિત્રે તેમને પૂછવું કે મેડિટેશનમાં આટલો બધો સમય વેડફી નાંખીને તારે શું મેળવવું છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જવાબ આપ્યો. "એક દિવસ મારા આશીર્વાદ લેવા માટે તું લાઈનમાં ઉભો રહીશ ત્યારે તને ખબર પડશે."

(માસ્ટર હમણાં તામિલનાડુની મુસાફરી દરમ્યાન તિરૂવશ્રામલાઈમાં વતનમાં ગયા એ દરમ્યાન, તેમણે અમને ખીચો ખીચ શ્રોતાઓથી ભરેલા હોલમાંથી અમને ઈશારો કરીને મંચ પર બોલાવ્યા જયાં તેમણે હમણાં જ વ્યાખ્યાન આપ્યું હતું અને મેડિટેશન કરાવ્યું હતું. તેમણે આંગળી ચીંધીને પોતાના આશીર્વાદ લેવા માટે લાઈનમાં ઊભેલા પોતાના જૂના મિત્રોને બતાવ્યા હતા. છોકરાઓ જેવા માસ્ટરનો ચરણ સ્પર્શ કરવા નમ્યા કે લાગણી સભર થઈ ગયા હતા અને ધ્રુજી ગયા હતા. અમે જોયું કે માસ્ટરે પણ લાગણીવશ બનીને છોકરાઓને પોતાના તોફાની સ્મિત અને કરૂણા સાથે બાથમાં લઈ લીધા હતા.)

(બ્રહ્મ સુખી, કુપ્પામ્માલ તરફથી દીક્ષાપત્રમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને અપાયેલ ઉપનામ હતું.)

૧૭ જુલાઈ ૧૯૯૪ એ તેમણે લખ્યું હતું;

આજે મેં અડધોથી એક કલાક મેડિટેશન કર્યું. મન એકદમ શાંત હતું. 'તેની' સાથે કોઈ જોડાણ નહોતું. 'તે' ગુસ્સામાં હતો. મેં જયારે તેની સાથે વાત કરી ત્યારે તેણે યોગ્ય પ્રતિભાવ ના આપ્યો.