શિવ માનવ સ્વરૂપમાં દેખા દે છે.
આના સંદર્ભમાં જ કૃષ્ણે ભગવદ્દગીતામાં ઘોષણા કરી છે કે : સત્યનું રક્ષણ કરવા અને દુષ્ટનો વિનાશ કરવા માટે હ્હં યુગે યૂગે જન્મ લઉં છૂં.
આત્મસાક્ષાત્કારી હસ્તીઓની પોતાની કોઈ ઈચ્છાઓ હોતી નથી, એક પણ નહીં. સામી બાજુ આપણને સામાન્ય જીવોને પોતાની ઈચ્છાઓ હોય છે અને આપણે તેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. એન્લાઈટેન્ડ હસ્તીઓ માટે ભાગ્યદેવીનો આ કટાક્ષ છે. માણસ જાત હકીકતમાં તેમને જે કરવું હોય તેની પસંદગી કરી શકે છે, અને તેમની પોતાની ઈચ્છાઓમાંથી ઉદભવતી ક્રિયાઓ પર આધારીત સંસ્કારો અને કર્મોના બંધનો એકઠાં કરે છે. એક વખત આપણે આધ્યાત્મિક રીતે ખૂલી જઈએ છીએ, પછી આપણે આપણી પોતાની ઈચ્છાના બ્રહ્માંડને સમર્ષિત કરવાનો આનંદ અને મુક્તિ વિષે વધારે સમજી શકીએ છીએ. જેને આપણે આપણી મુક્તિના મર્યાદિત માર્ગે ઓળખીએ છીએ, એવી પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરીને જ આપણે સાચી મુક્તિ પામીએ છીએ. નિર્વાણ કે મોક્ષ પામીએ છીએ. પોતાની ઈચ્છાનું દિવ્યતાના ચરણમાં સમર્પણ એ જ વ્યક્તિના એન્લાઈટેન્મેન્ટમાં અંતિમ ચરણ હોય છે.
આત્મસાક્ષાત્કારી હસ્તીઓમાં મુક્ત ઈચ્છાઓનું સંપૂર્ણ સમર્પણ હોય છે. એ સમર્પણ અને જે કંઈ સત્ય છે, તેના ડહાપણનો સંપૂર્ણ સ્વીકાર હોય છે; એ જ ભીતરમાં રહેતી દિવ્યતા છે : એ જ વ્યક્તિનો સાચો સ્વભાવ દિવ્યતા છે તદ્દઉપરાંત એ પોતાની અંદર રહેલી દિવ્યતાનો સંવેદનાત્મક સ્વીકાર છે; આ જે રીતે બૌધ્ધિક સમજણ છે, તેમાંથી નહીં, ભીતરમાં રહેલી દિવ્યતાની હૃદયમાં થયેલી સંવેદનાત્મક ઓળખની અનુભૂતિ છે. અંતે આ ઈન્દ્રિયોનું સમર્પણ છે; વાસ્તવિક્તા જેવી છે તેવી જ રીતે તેને પોતાની ઇન્દ્રિયગમ્ય દ્રષ્ટિએ જોઈને તેનો સંપૂર્ણ સ્વીકાર છે, નહીં કે પોતાનું મન વાસ્તવિક્તાનું જે અર્થઘટન કરે તે રીતે સ્વીકાર કરવો. આ તબક્કે વ્યક્તિ