KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/પતંજલિની ચેતનામાંથી યોગામાં ગહન સૂક્ષ્મ દેષ્ટિSign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

પતંજલિની ચેતનામાંથી યોગામાં ગહન સૂક્ષ્મ દેષ્ટિ

યુએસએના લોસ એન્જલસમાં હમણાં જ અમારી સમક્ષ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમના રઘુપતિ યોગી સાથેના દિવસો ફરીથી યાદ કર્યા હતા અને કહ્યું હતું :

પધ્ધતિથી અને યોગાથી પેદા થયેલી તાકાતવાળું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું શરીર ઉગ્ર અને કઠોર તપસ્ચર્યાની જિંદગી સામે ટક્કર ઝીલી શક્યું હતું.

રઘુપતિ યોગી શૂન્યમાંથી વસ્તુઓને ભૌતિક સ્વરૂપ આપી શકતા હતા. તેઓ સાપોને કાબુમાં રાખી શકતા હતા. આવી રીતે તેઓ સર્વાંગ સંપૂર્ણ યોગી હોવા છતાં, તેઓ એન્લાઈટેન્ડ, આત્મસાક્ષાત્કારી નહોતા. યોગા જે ચમત્કારિક શક્તિ પ્રદાન કરે છે તે જોવાના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના આગ્રહથી યોગીએ તેમના માટે હવામાંથી શંખ હાજર કર્યો હતો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સ્તબ્ધ બની ગયા અને તેના પર કોતરેલી તારીખ જોવા માટે શંખને તપાસ્યો, તેણે યોગીને કહ્યું કે મને છેતરો નહીં ! પછી યોગીએ તેને સમજાવ્યું કે મેં શંખનું સર્જન કર્યું નથી. મેં તો માત્ર તેને ઘરમાંથી અહીં સુધી લાવવા માટે તેનું શક્તિમાં અને શક્તિમાંથી પદાર્થમાં રૂપાંતર કર્યું છે. તેમણે એ છોકરાને એ પણ સમજાવ્યું કે આવા પરાક્રમો આધ્યાત્મિકતાના માપદંડો હોતા નથી અથવા આત્મસાક્ષાત્કારની નિશાની નથી. આ તો માત્ર શક્તિ સાથેનો એક ખેલ છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે માંડ ૧૦ વરસના હતા એ વખતે રઘુપતિ યોગીએ એક જાહેર સમારંભ ગોઠવ્યો હતો, જેમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પતંજલિના યોગ સૂત્રો વિષે બોલ્યા હતા ! તેમણે તેને કહ્યું હતું કે તે જાહેરમાં વ્યાખ્યાન આપવા માટે તૈયાર છે અને આ સમારંભ છોકરો આચાર્ય, શિક્ષક બને તે માટેની દિક્ષા આપવા જેવો હતો. યોગીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પોતાનો શિષ્ય જાહેર કરતી પત્રિકાઓ વહેંચી હતી. આ જુવાનીયાના વ્યાખ્યાનમાં હજાર કરતાં વધારે લોકોએ હાજરી આપી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને યાદ છે કે આ પ્રસંગનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનનું સ્થળ, તિરૂવજ્ઞામલાઈમાં મંદિરના મુખ્ય ટાવર રાજા ગોપુરમૂની સામે હતું. જયાં દર વરસે લોકપ્રિય 'ઈરાઈમની મન્ડ્રમ' થાય છે.

રઘુપતિ યોગી નામના મહાન માસ્ટર આસપાસ રહેવાનું મને બહુ જ મોટું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. હું જ્યારે તેમને મળ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૧૦૫ વરસની હતી. તેઓ પતંજલિના વંશવેલામાંથી હતા. પતંજલિ યોગા પધ્ધતિના આદ્યસ્થાપક હતા. તેઓ સૌ પ્રથમ માસ્ટર હતા જેમણે આત્મસાક્ષાત્કારના અનુભવોને ફરીથી પેદા કરવા માટેની સ્પષ્ટ વૈજ્ઞાનિક અને તાર્કિક પધ્ધતિનું સર્જન કર્યું હતું. પતંજલિ આવતાં પહેલાં સુધી આત્મસાક્ષાત્કાર એક અકસ્માત હતો : કોઈક તે પ્રાપ્ત કરી શકે અથવા પ્રાપ્ત ના કરી શકે. તે એક જુગાર જેવું વધારે હતું. તમારે રમવાનું હતું, પરંતુ જીતવાની કોઈ ખાત્રી નહોતી. પતંજલિ સૌથી પહેલાં એવા માસ્ટર હતા, જેને હું આધ્યાત્મિક દરિયાખેડ્ડ કહી શકું. જેમણે હકીકતમાં માપ કાઢચા અને સંપૂર્ણ માર્ગદર્શનો આપ્યા. તેમણે સ્પષ્ટ અને સુરેખ માર્ગદશનો આપ્યા : એન્લાઇટેન્મેન્ટના અનુભવોને ફરીથી પેદા કરવા માટેના ક્રમશઃ સ્પષ્ટ સૂત્રો અને સિધ્ધાંતો આપ્યા !

વૈજ્ઞાનિકો જેવી રીતે બહારની દ્દુનિયાની વસ્તુઓને ફરી વખત ઉત્પાદિત કરવા માટેના સૂત્રોનું સર્જન કરે છે. તેવી જ રીતે પતંજલિએ ભીતરી દુનિયાના અનુભવો, એન્લાઇટેન્મેન્ટને ફરીથી પેદા કરવા માટેના સુંદર સૂત્રોનું સર્જન કર્યું. રઘુપતિ યોગીએ યોગના આખા વિજ્ઞાનમાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. માત્ર યોગોના શારિરીક પાસાંઓ જેમાં શરીરને વાળવાનું અને બીજું ઘણું હોય છે અને આપણે તેને આસનો કહીએ છીએ, તેમાં જ નહીં અથવા હઠયોગમાં જ નહીં પરંતુ યોગના બીજાં પાસાંઓ જેવાં કે શ્વાસોચ્છ્વાસ (પ્રાણ) પર કામ કરવું, મન સાથે કામ કરવું, લાગણીઓ અને વિઝયુલાઈજેશન શક્તિ પર કામ કરવું વગેરે યોગના બધાં જ પરિમાણો પર તેમણે પ્રભુત્વ મેળવ્યું હતું.

મારી ઉંમરના ૩ અને ૧૩ વરસ વચ્ચે જ્યારે હું તેમની સાથે હતો, તેમણે

મારા શરીર અને મનને આત્મસાક્ષાત્કારના અનુભવમાં ઉતરવા માટે અને એમાં ટકી રહેવા માટે તૈયાર કર્યા હતા. પ્રવેશવું બહુ મોટી વાત નથી, તેમાં સાતારી-અ-મનની સ્થિતિની ઝાંખીઓ થાય છે; મનની પકડમાંથી છૂટવાનો એક વખત અનુભવ થવો બહુમોટી વાત નથી; એ અતિશય ્મુશ્કેલ પણ નથી, પરંતુ તેમાં ટકી રહેવું, માત્ર ટકી રહેવું જ નહીં પરંતુ એ શક્તિને તમારા શરીર દ્વારા વ્યક્ત કરવી, એ માટે તમારા શરીર અને મનને તૈયાર હોવાની જરૂર પડે છે. આ જ ખરી વાત છે ! માત્ર એક ઝાંખી થવી કોઈ મોટી વાત નથી; કોઈપણ એ કરી શકે છે. પરંતુ એ જ જગ્યાએ રહેવા માટે એ જ જાગૃતતામાં રહેવું અને તેને વ્યક્ત કરવા માટે ભરપૂર તૈયારીની જરૂર પડે છે. તેમણે આ ભાગ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને મને તેને સમજવામાં અને અનુભવ કરવામાં ઘણી બધી રીતે મદદ કરી અને આ બધા ઉપરાંત એ જગ્યાએ ટકી રહેવામાં, એ ઉચ્ચ શક્તિની કક્ષામાં ટકી રહેવા માટે અને તે અનુભવને પ્રસારવા માટે તૈયાર થવામાં મને ખુબ જ મદદ કરી હતી.

દરરોજ સવારે છ અથવા સાત વાગ્યે તેઓ તાલીમ ચાલુ કરી દેતા. એ સમયે મારા માટે ખરેખર આ ત્રાસદાયક કામ હતું ! તેઓ મને દરેક શક્ય રીતે વાળવાની કોશિશ કરતા. અરૂણાચલ મંદિર કે જેમાં તેઓ મને યોગા શીખવતા હતા, ત્યાં એક સુંદર પથ્થરના સ્તંભોવાળો ખંડ હતો. તેઓ મને એ પથ્થરના બધા જ સ્તંભો પર ચડાવતા ! મારે એક પછી એક ૨૦ થી ૩૦ સ્તંભો ૫૨ ચડવું પડતું. એ વખતથી આજ સુધી મને યોગા ના કોઈપણ પુસ્તકમાં યોગા કરવા માટે પથ્થરના સ્તંભો પર શા માટે ચડવુ જોઈએ તેનો સંદર્ભ હું શોધી શક્યો નથી ! ( તે હસી પડે છે). અને તેઓ મને માત્ર એક જ હાથનો ટેકો લઇને સ્તંભ પર ચડવાનું કહેતા. મારે એક જ હાથના ઉપયોગ કરીને સ્તંભ પર ચડીને એક જ હાથના આધાર પર નીચે ઊતરવું પડતું હતું.

તેઓ મારી પાસે 'નેતિ'ની ક્રિયાપણ કરાવતા. યોગાની આ પ્રક્રિયામાં વ્યક્તિએ પોતાના આંતરડા અને પાચનતંત્રને સાફ કરવા માટે કાપડની એક લાંબી પટ્ટીને ગળી જવાની હોય છે. નિખાલસપણે કહું તો; અત્યારે આ બધી બાબતો વિષે મને આનંદનો અનુભવ થાય છે. એ દિવસોમાં હું આ બધાને ધિક્કારતો હતો !

પતંજલિના શબ્દો ઉપર એમણે આપેલી સુક્ષ્મ દ્રષ્ટિઓ અમુક વખતે આશ્ચર્ય જનક અને રહસ્યો ખોલનારી હતી, તો અમુક વખતે તદ્દન વિરોધાભાસી પણ હતી. તે સમજાવતા કે પુસ્તકમાં પતંજલિના શબ્દો પકડાયેલા છે પરંતુ તેમના શરીરની ભાષા નહીં. માટે સ્વાભાવિક રીતે જ ઘણું બધું ગુમાવી દેવુ પડ્યું છે. માત્ર જે વ્યક્તિએ પતંજલિની ચેતનાનો અનુભવ કર્યો હોય તે વ્યક્તિ જ પતંજલિને જિંદગીમાં પાછા લાવી શકે અને મારું એ સદ્દભાગ્ય હતું કે, પતંજલિની ભીતરી જગ્યા જેવી જ જગ્યાવાળા અથવા એ જ ચેતનાનો અનુભવ કરેલા માસ્ટર સાથે મને રહેવા મળ્યું, તેમના એ અનુભવને લીધે તેઓ યોગાના વિજ્ઞાનના ગહનમાં ગહન સત્યોના રહસ્યોને ખુલ્લા કરી શકતા હતા.

મને યોગાના કોઈપણ પુસ્તકમાં સ્તંભો ઉપર ચડવા બાબતનો કોઈ સંદર્ભ ના મળતાં મેં તેમને પૂછયું કે તમે મને થાંભલાઓ ઉપર શું કામ ચડાવ્યો હતો. તો એમણે મને ખુબ જ સુંદર ખુલાસો આપ્યો હતો. કાંઈપણ હેતુ માટે તમે તમારા શરીરને નમાવો છો, તમારા શરીરને હલાવો છો, ત્યારે એ હેતુ, જે હેતુ સાથે તે કરો છો તેની યાદ, તે ખ્યાલ, તમારા શરીર અને મનમાં નોંધાઈ જાય છે અથવા પૂરેપુરો તેમાં ઉમેરાઈ જાય છે. આ ખૂબ જ આશ્ચર્ય જન્નક રહસ્યોદ્દઘાટન હતું. તેઓ કહેતા, કોઈપણ આશય સાથે જો તમે તમારા શરીરને વાળો, તેને હલાવો છો અથવા શરીરને સક્રિય કરો છો, તો એ આશય, એ હેતુ તમારા શરીરમાં નોંધાઈ જશે; એ હેતુ, એ

ખ્યાલ, એ સંસ્કાર તમારા શરીરમાં વ્યક્ત થવાનું શરૂ કરી દેશે.

તેમના કહેવાનો આશય એ હતો કે યોગા કરતી વખતે તમે જે રીતે શરીરને વાળો છો, જે રીતે તમે ઊભા રહો છો એ રીતો મહત્ત્વની નથી. દા.ત. જો તમારો ઈરાદો તંદુરસ્ત બનવાનો હોય અને એ આશયથી તમે જે કંઈપણ કરો છો, જો તમે એ ઈરાદાથી તમારા શરીરને ખાસ પ્રકારે હલાવો છો, તો તમારી તંદ્દરસ્તી આપોઆપ આવશે, અરે સામાન્ય બેસવાથી પણ – જો તમે મજબૂત રીતે માનતા હોકે બેસવાથી તમારી તંદુરસ્તી વધશે, તો તમે જોઈ શકશો કે જ્યારે તમે એ ઈરાદાથી બેસો છો, તો તમારી તુંદ્રરસ્તી વધે છે. મેં એમને પૂછ્યું કે આવું કેવી રીતે શક્ય બને, તો એ હસી પડ્યા અને જવાબ આપ્યો કે, શરીર પોતે જ આપણી યાદોમાંથી જ બનેલું છે. આપણે આપણાં સ્વ-સંમોહન (સેલ્ફ-હીપ્રોસીસ)ની અભિવ્યક્તિ છીએ. દરેક પ્રકારની યાદો આપણાં સ્નાયુઓમાં નોંધાઈ જાય છે. માટે જયારે આપણે યાદો બદલીએ છીએ, ત્યારે આપણી સિસ્ટમ પણ બદલીએ છીએ.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે રઘુપતિ યોગી સ્વયં પતંજલિનો અવતાર હતા.

સામી બાજુ પતંજલિ પોતે વિષ્ણુ જેના પર બિરાજમાન છે તે મહાન નાગ આદિશેષ નાગના અવતાર હતા. એક સમયે જ્યારે કૈલાસમાં શિવે નૃત્ય કર્યું ત્યારે તેમની એક ધુંટી છૂંદાઈ ગઈ હતી અને શિવને નૃત્ય કરતા અટકી ના જવું પડે એટલા માટે આદિશેષે પોતાની જાતને શિવની ઘુંટીની આસપાસ ઝાંઝરની જેમ વીંટાળી દીધી હતી. જયારે શિવજીએ નૃત્ય પુરું કર્યું ત્યારે તેમણે નાગને આશિર્વાદ આપ્યા, ત્યારે નાગે કહ્યું કે, "બીજા બધાએ તમારા નૃત્યનો આનંદ માણ્યો છે, પરંતુ હું તમારી ઘુંટીએ વિંટળાયેલ હતો એટલે હું તમારું નૃત્ય જોઈ શક્યો નથી, મહેરબાની કરીને તમને નૃત્ય કરતા જોવાની મને એક તક આપો"

ફેંક્યો. સાક્કપાઈ સ્વામીએ કહ્યું કે તેને પૈસાની જરૂર નથી; THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ કહ્યું કે તમે તેનાથી જમવાનું લાવી શકશો. સાક્કુપાઈ સ્વામીએ કહ્યું કે, ''ના, આના બદલે મને બીડી લાવી આપ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બીડીની ઝુડી ખરીદી લાવ્યા અને તેમને આપી, જેને સાક્કુપાઈ સ્વામીએ પોતાની બાજુમાં મુકી દીધી. તરત જ એક કૃતરો આવ્યો અને બીડી ઉંચકીને દૂર દોડી ગયો. સાક્ક્રપાઈ સ્વામીએ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કૃતરાનો પીછો કરવાનું કહ્યું. કૃતરો દોડતો દોડતો વીસીરી સ્વામીગલ તરીકે જાણીતા યોગી રામ સુરતુક્રમાર પાસે પહોંચી ગયો અને બીડીની ઝુડી તેમની સામે મૂકી દીધી. વીસીરી સ્વામીએ બીડી પીવાનું શરૂ કરી દીધું.

વીસીરી સ્વામી જ્યાં મંદિરનો રથ પાર્ક કરેલો છે એ થેર્મ્ફીની બાજૂમાં આવેલા મકાનના પગથીયા ઉપર પોતે ભેગા કરેલા કચરાની થપ્પી વચ્ચે બેઠા હતા. તેઓ તિરૂવત્રામલાઈમાં ખૂબ જ જાણીતા અને ખૂબ જ પ્રિય એન્લાઈટેન્ડ માસ્ટર હતા. તેઓ ભગવાન રમણ મહર્ષિના સમકાલીન હતા. વીસીરી સ્વામીગલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરફ ફર્યા અને પૂછયું કે તને સાક્કુપાઈ સ્વામીગલે મોકલ્યો છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેમને સમજાવ્યું કે તે અહીં કેવી રીતે આવ્યો અને સાક્કપાઈ સ્વામીગલને કેવી રીતે ઓળખે છે. વીસીરી સ્વામીગલને નાનો છોકરો ગમી ગયો અને તેઓ બંત્રે તરત જ મિત્રો બની ગયા.

થોડા દિવસો પછી, વીસીરી સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને બીડી પીવાનું કહ્યું THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને શીખવવામાં આવ્યું હતું કે ધ્રુમપાન કરવું ખરાબ છે એટલે તેણે ઈન્કાર કરી દીધો. કોણ જાણતું હતું કે તેનો આત્મસાક્ષાત્કાર જલ્દી થઈ જવાનો હશે. તેણે રહસ્યવાદીની બીડીની ઓફરનો સ્વીકાર કરી લીધો !

એવો રિવાજ થઈ ગયો હતો કે જે લોકો વીસીરી સ્વામીગલ પાસેથી પસાર