KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/ઉપનિષદો કહે છે :Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

ઉપનિષદો કહે છે :

"જેવા આપણાં વિચારો એવી આપણી ઈચ્છાઓ; જેવી આપણી ઈચ્છાઓ એવી આપણી ઈચ્છાઓ; જેવી આપણી ઈચ્છાઓ એવા આપણાં કર્મો, જેવાં આપણાં કર્મો એવી આપણી નિયતિ. "

આપણે આપણી ઈચ્છાઓથી દોરવાતા હોઈએ છીએ. આ ઈચ્છાઓ વિચારો પેદા કરે છે, જે ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે સંબંધ સ્થાપે છે. આપણે સતત આપણો ભૂતકાળ જેવો હતો તેમાંથી મુક્તિ શોધીએ છીએ. પછી તે આનંદદાયક હોય કે ના હોય. ભૂતકાળનું ફરીથી સર્જન થઈ શકતું નથી. ભૂતકાળ કે ભવિષ્યકાળ વિદ્યમાન નથી, એ મૃત છે અને જતો રહેલ છે. ક્યારેય પાછો આવવાનો નથી, અને બીજો હજુ આવવાનો છે, અનુમાન છે. જો આપણે ઊંડાણ પૂર્વક વિચારીએ તો આ બંન્ને સાથે અત્યારે આપણે કશું જ લાગતું વળગતું નથી. બંન્ને બાબતમાં કોઈપણ કશું જ કરી શકે નહીં અને કોઈજ ફરક પાડી શકે નહીં. આપણે ભૂતકાળને બદલી શકતા નથી. અને આપણે ગમે તેટલું માનવા છતાં ભવિષ્યકાળ ઉપર પ્રભાવ પાડી શક્તા નથી. તેમ છતાં આપણે માનીએ છીએ કે આપણે પ્રભાવ પાડી શકીએ છીએ.

આપણો એ વિશ્વાસ કે આપણે આપણાં ભવિષ્યને આકાર આપી શકીએ છીએ, પરંતુ જ્યારે આપણને ભાન થાય છે કે આપણે હવે પછીનો શ્વાસ લઈ શકીશું કે નહીં એ પણ નક્કી નથી. ત્યારે એ વિશ્વાસ ડગી જાય છે. આ એક સાદી ક્રિયા પણ આપણા સંપૂર્ણ નિયંત્રણમાં નથી. છતાં પણ આપણે માનીએ છીએ કે આપણે આપણાં ભવિષ્યનું નિયમન કરીએ છીએ અને કરી શકીએ છીએ. હકીકત એ છે કે આપણી મુક્ત ઈચ્છા શક્તિથી આપણે હવે પછીની ક્રિયા કઈ કરવી તે નક્કી કરી શકીએ છીએ, તેમાં આપણી ગમે તેટલી ક્ષમતા હોવા છતાં ભવિષ્યને આકાર આપી શકવાની શક્તિ નથી. આપણે આપણા વર્તમાનને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને કરવાં જોઈએ; આટલું આપણે કરી શકીએ અને કરવું જોઈએ. ભવિષ્ય પોતાની રીતે જ પોતાની કાળજી રાખે છે.

તેમ છતાં, આપણું મન સતત ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચેની દ્વિધાના જાળામાં ઝકડાઈને તેના પર જ કેન્દ્રિત થયેલું રહે છે. આપણા મનને દરેક બાબતને ભૂતકાળમાં જે બન્યું હતું અને ભવિષ્યમાં જે બની શકે તેમ છે તેના જ આધારે અર્થઘટન કરવાનું ગમે છે. આપણને દ્વિધામાં જીવવું ગમે છે.

જો એકક્ષણ માટે આપણે આપણી ઈચ્છાઓ અને વિચારોને તિલાંજલિ આપી શકીએ, જો આપણે માત્ર આપણા મનને નિષ્ક્રિય કરી શકીએ, તો જ આપણે વર્તમાનમાં રહી શકીએ, તો જ આપણે વાસ્તવિક્તામાં હોઈએ, જીંદગીમાં હોઈએ, દિવ્ય આનંદમાં હોઈએ. વર્તમાનમાં હોવું, અહીં અને અત્યારમાં જ હોવું એ જ આપણે વાસ્તવિક્તામાં છીએ તેની ખાત્રી છે, માયામાંથી મુક્ત છીએ તેની ખાત્રી છે. આ સ્થિતિમાં જ આપણે જિંદગી જેવી છે તેવી જોઈ શકીએ છીએ, આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી નહીં.

વર્તમાનની આ સ્થિતિમાં, કોઈ અપેક્ષાઓ હોતી નથી. દરેક બાબત જેવી આવે છે, તેવી જ આપણે સ્વીકારીએ છીએ; અપેક્ષાઓ નથી હોતી એટલે વળગણ નથી હોતું. અહીં લાગણીઓનું બંધન નથી હોતું અને આપણને

બસ, 'હોવા'માંથી જ આનંદ મળે છે: કોઈ અપરિપૂર્ણ ઈચ્છાઓ નથી હોતી. કોઈ સંસ્કારો નથી હોતાં, અને આપણે આત્મસાક્ષાત્કારની જાગૃતતાની નજીક હોઈએ છીએ.

વળગણો ના હોવાને લીધે દુ:ખો પણ નથી હોતા. બુધ્ધે જયારે કહ્યું હતું કે ઈચ્છાઓ જ દુ:ખનું કારણ છે, ત્યારે તેઓ આ બાબતનો ઉલ્લેખ કરતા હતા. તેમના કહેવાનો અર્થ એ હતો કે આપણે જે ઈચ્છીએ છીએ તેની સાથેનું વળગણ, આપણી ઈચ્છાઓનો અતિરેક જ દુઃખો પેદા કરે વર્તમાનમાં હોવાની ક્ષમતા અને જાગૃતતા દુ:ખોને દૂર કરે છે.

જયારે અન્નામલાઈ સ્વામીગલે કહ્યું હતું કે દિવ્ય આત્માઓ તરીકે આપણે પીડા અનુભવતા નથી. ત્યારે તેમણે શારીરિક પીડા સાથે સંકળાયેલા સંવેદનાત્મક દુ:ખનો ઉલ્લેખ કર્યો હતો. શુધ્ધ શારીરિક પીડા સહન થઈ શકે તેવી હોય છે; પીડા સાથે સંકળાયેલ સંવેદનાત્મક દુ:ખ આપણી મહાન પ્રતિકૃળતાનું કારણ બને છે.

ખાસ કરીને સામાન્ય રીતે આપણે જે અનુભવતા હોઈએ એનાથી કંઈક ખૂબ જ અલગ મોહક ખ્યાલ આપણને ખૂબ જ આકર્ષક લાગે છે. ગમે તેમ પણ તમે તમારા અનુભવની વાસ્તવિક્તાને વળગી રહો છો અને તમારૂં મન નિર્દેશ કરે છે કે એ ખ્યાલ અવાસ્તવિક છે. જ્યાં સુધી તમે તમારા બન્ને ખ્યાલો સામે અને તમારા મનના પ્રતિભાવ સામે સવાલ ના ઉઠાવો ત્યાં સુધી તમને સત્ય સમજાતું નથી.

અગાઉની જાણકારી વગર અને અહમ્ વગર સવાલ ઉઠાવવાનો અભિગમ જ સાચા શોધકનો અભિગમ છે. માત્ર સાચો શોધક, તેની સામે રજૂ કરાયેલી વાસ્તવિક્તાથી જ પરિતૃત્ત થઈ જતો નથી. સાચો શોધક ગમે તેવા મોહક ખ્યાલને પણ સ્વીકારવા તૈયાર હોતો નથી; તે બન્ને સામે સવાલ ઉઠાવવા

અનુભવની ઉણપ અને નાની ઉંમર હોવા છતાં, અન્નામલાઈ સ્વામીગલે જે કહ્યું હતું એ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખૂબ જ ગહન સ્તરે સમજી ગયા હતા. તે જાણી ગયા હતા કે પોતાના 'સ્વ' ના સ્તરે એ સાચું હતું. તેમ છતાં પણ તેમને એમણે જે સત્ય જાણ્યું હતું તેના અનુભવની જરૂર હતી. પછી અને માત્ર પછી જ તે તેનું સત્ય બની શકે, વાસ્તવિક્તા બની શકે. "જો હું આત્મા હોઉં અને શરીર એકલું ના હોઉં તો પછી પીડાની મને અસર ના થવી જોઈએ; મારે આની ચકાસણી કરવી જોઈએ'' નાના છોકરાએ નક્કી કરી લીધું.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને એ રાત્રે ઊંઘ ના આવી. અન્નમલાઈ સ્વામીગલના શબ્દો તેમના પર ભૂતની જેમ સવાર થઈ ગયા હતા. જે એન્લાઈટેન્ડ માસ્ટરની સાથે તેઓ રહ્યા હતા તેની હાજરીના તરંગો અને ભેદી નાંખતી નજર તેમની આરપાર નીકળી જતી હતી. પોતાના માસ્ટરે જે કહ્યું હતું તેની પોતાની જાતને ખાત્રી કરાવવાની પોતાને જરૂર હતી.

તેમણે પોતે વિચાર્યું ''પીડા અને દુ:ખો કાલ્પનિક છે. વાસ્તવિક્તા અલગ છે એવું તારણ નીકળ્યા છતાં પણ, જ્યારે ઈજા થાય છે ત્યારે મને અને બીજા લોકોને પીડા થાય જ છે. એ ખરેખર અનુમાનિત તારણ છે કે મારા શરીરને પીડા અને દુ:ખ નથી, પરંતુ વાસ્તવિક્તાનો અનુભવ અલગ છે, માટે મારે પરીક્ષણ કરવાની જરૂર છે.''

બીજી સવારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે જાગ્યા ત્યારે તેમણે પોતાની માતાના રસોડામાંથી ચપ્પુ લીધું અને પોતે પહેરેલી ચડ્ડીની નીચે સાથળ ઉપર કાપો મુક્યો. એ ઊંડો ઘા હતો અને પુષ્કળ લોહી વહેવા માંડ્યું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને ખૂબ જ પીડા થતી હતી પરંતુ બીજાલોકોનું ધ્યાન ખેંચાશે એ બીકથી તેમણે રડવાનું દબાવી રાખ્યું હતું. તેમને જયારે ઘાને કારણે પીડા થઈ એટલે તેઓ ગુંચવાઈ ગયા હતા. તેમને એવી અપેક્ષા હતી કે પીડા નહીં થાય.