THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
આતુર હોય છે. તેને સંતોષ થાય ત્યાં સુધી તે સવાલ ઉઠાવે છે અને તારણાના તર્ક સામે સવાલ ઉઠાવવાનું ચાલુ રાખે છે. તે વાસ્તવિકતામાં શંકા કરશે અને જયાં સુધી તેની સમજણના છીછરાપણાંથી પર જશે ત્યાં સુધી આ વાસ્તવિક્તા પર શંકા કરવાનું ચાલુ રાખશે અને તેના પોતાના અનુભવથી સત્ય સમજશે ત્યાં સુધી શંકા ચાલુ રાખશે.
આપણે પણ મોટેભાગે, જે બૌધ્ધિક જ્ઞાન પુસ્તકો અથવા બીજે કશેથી મેળવ્યું હોય તેના આધાર પર પ્રશ્નો પૂછવાનું વલણ ધરાવીએ છીએ. આપણે એ દર્શાવવા પ્રશ્નો પૂછીએ કે આપણે કંઈક જાણીએ છીએ. આ પ્રકારનાં પ્રશ્નો ત્રાસદાયક હોય છે; આમાં સરખામણીમાં પોતાના જ્ઞાન કરતાં બીજાનું જ્ઞાન ઉતરતું છે એ સાબિત કરવાનો જ ઈરાદો હોય છે. આવા પ્રશ્નોનો જવાબ આપી દેવામાં આવે તો પણ બીજા પ્રશ્નો પેદા કરે છે, કારણ કે આવા પ્રશ્નો સાચી શોધખોળની ઈચ્છામાંથી ઉદ્દભવતા નથી, પરંતુ બીજાનું જ્ઞાન સ્વીકારવાની અનિચ્છામાંથી પેદા થતા હોય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના પ્રશ્નો બાળકની ઉત્સુકતામાંથી, સત્યની સ્થાપના કરવાના અભિગમમાંથી અને શંકાના સ્વભાવમાંથી જ આવતા હતા, નહીં કે એક પરિપક્વ વ્યક્તિના ઘમંડમાંથી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
"જયારે તમારો અહમ્ છૂટી જાય છે ત્યારે પ્રશ્ચો રહેતા નથી. માત્ર શંકાઓ રહે છે. શંકાઓ, તમે જે વ્યક્તિને પ્રશ્નો પૂછો છો તેમાં તમારો વિશ્વાસ છે એવું વ્યક્ત કરે છે. બૌધ્ધિક પ્રશ્નો તમારો પોતાનો આંતરિક ઘમંડ વ્યક્ત કરે છે."
પીડા સહન ના થવાથી થોડી મિનિટો પછી તેઓ પોતાની માતા પાસે ગયા, તેણી તરત જ તેમને બાજુમાં રહેતા ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે ઘા પર ટાંકા લઈ લીધા. તેમની માતાએ તેમને તમાચો મારી દીધો અને થોડીવાર માટે દુ:ખાવો અટકી ગયો. આ ઘાની નિશાની આજે પણ તેમના સાથળ પર છે.
એ દિવસે પછીથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અન્નામલાઈ સ્વામીગલ પાસે ગયા અને જે બન્યું હતું એ કહ્યું. તેમણે જવાબની માંગ કરી, "તમે કહ્યું હતું કે આ શરીર સત્ય નથી; પીડા સત્ય નથી; એને પીડા અને દુ:ખ નથી. પરંતુ મેં જયારે મારા શરીર પર કાપો મૂક્યો ત્યારે મને પીડા થઈ હતી. માત્ર શારીરિક પીડા જ નહીં પરંતુ મારી માતાએ મને તમાચો માર્યો એનું દુ:ખ પણ થયું હતું. શા માટે ?''
અન્નામલાઈ સ્વામીગલ હસી પડ્યા અને કહ્યું, ''પરંતુ મારા શબ્દોની પરીક્ષા કરવા માટે મેં તને તારા શરીર પર ઘા કરવાનું નહોતું કહ્યું ! તેં એવું શા માટે કર્યું ?''
અન્નામલાઈ સ્વામીગલ છોકરાની આત્મખોજની ગંભીરતાને સમજી ગયા. પોતે જે ખ્યાલને બુધ્ધિથી સમજયા હતા. તેને સમજવા માટે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ ભયંકર પીડા અને દુ:ખ સહન કર્યું હતું. સ્વામીગલે છોકરાની શોધમાં મદદ કરવાનું નક્કી કર્યું અને પૂછ્યું કે તને તારી આધ્યાત્મિક શોધના માર્ગમાં કામ આવે એ માટેનું એક સાદી ટેકનીકનું અનુસરણ કરવા તું તૈયાર છો. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તરત જ આ વાત સ્વીકારી લીધી. અન્નામલાઈ સ્વામીગલે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને શરીર. મન અને આત્મા વિષે વિગતવાર ઊંડાણમાં સમજાવ્યું અને તેમને વિચારો જ્યાંથી ઉદ્દભવે છે તે મૂળ સ્ત્રોત સુધી વિચારોનો પીછો કરવા માટેની સરળ મેડિટેશન પધ્ધતિ શીખવી દીધી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેમને પછયું. ''સ્વામી, તમે આ મને પહેલાં કેમ ના શીખવ્યું ? મારે શીખવા માટે મારી જાતને કાપવી તો ના પડત. મારે પીડા અને દ્વુઃખ અનુભવવા ના પડત."
અન્નામલાઈ સ્વામીગલે કહ્યું, ''બેટા આ પીડા માટે ચિંતા ના કર. એ જતી રહેશે. તારામાં સત્યનું પરીક્ષણ કરવાની હિંમત છે અને તે તું તારા માટે શોધી લે છે. આ સાચા શોધકની નિશાની છે. તારી હિંમત તને મુક્તિ અપાવશે જે આ પીડા કરતાં ઘણી બધી વધારે મૂલ્યવાન છે."
પોતાના શરીર પર જાતે પાડેલો ઘા અને મેડિટેશન, જેમાં તેણે પહેલી વાર અનુભવ લીધો, તેનાથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના જીવનમાં નવા પ્રકરણની શરૂઆત થઈ. આ અનુભવે તેમને વિચારોના ભ્રમથી પર થઈને સીધા જ વિચારોના સ્ત્રોત સુધી પહોંચવામાં મદદ કરી.
વસ્તુ તરીકે જે દેખાય છે તેની લાક્ષણિક્તાઓ, જોવાની પ્રક્રિયા અને જોનાર પોતે, બધા જ અલગ અલગ તરંગ લંબાઈના સ્તરે વિચારો જ છે. પહેલી વ્યક્તિ વિષય અથવા જોનાર છે. ત્રીજી વ્યક્તિ વસ્તુ છે જે દેખાયું છે અને આ બંન્ને વચ્ચે જે છે તે જોવાની પ્રક્રિયા છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ જયારે વિચારોના સ્ત્રોત તરફ જવાનું શરૂ કર્યું ત્યારે તેમને ભાન થયું કે આ ત્રણે એક જ હતા. પોતાના જ વિચારોએ પેદા કરેલા ભ્રમના વિવિધ સ્તરો હતા. વિચારોના મૂળ સ્ત્રોતમાં પાછા જવું એટલે સીધા જ વર્તમાન ક્ષણમાં જવું. વર્તમાન ક્ષણ માત્ર 'સ્વ' ની વાસ્તિવક્તા જ હોય છે, બીજું કશું જ હોતું નથી. 'સ્વ' ના અનુભવમાં અનુભવ કરનાર અને અનુભવાયેલું સામેલ હોય છે.
શંકરા પોતાના આત્મષટકમ્ માં સૂદર રીતે કહે છે :
अहम् भोजनम् नैव भोजयम् ना भोक्ता, चिदानंदरूप शिवोडहम् शिवोडहम्
હું આહાર નથી. હું આહારિત નથી હું આહાર કરનાર નથી : હું ત્રણેયથી પર છૂં : હું સત્ય છૂં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ જાણી લીધું હતું કે અંતિમ વાસ્તવિક્તા સુધી પહોંચવાનો માર્ગ વિચારોનો પીછો કરીને તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાનો છે. અ-મનની સ્થિતિમાં પહોંચવાનો છે. તેમણે પોતાની સાથે બેસવાની આદત વિકસાવી લીધી અને અશ્વામલાઈ સ્વામીગલે શીખવેલી પધ્ધતિને કોઈ ગંભીર મેડિટેશન તરીકે લેવાને બદલે એક રમત તરીકે તેનો વધારે મહાવરો કરવાની આદત કેળવી લીધી.
"માત્ર બેસવાનું, માત્ર 'હોવા' નું, મારી આદત બની ગઈ હતી." પાછળથી તેમણે અમને કહ્યું હતું.
આધ્યાત્મિક જાગરણ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ અશ્રમલાઈ સ્વામીગલે શીખવેલી ટેકનીકની પૂરી વચનબધ્ધતા અને શિસ્ત સાથે પ્રેકટિસ કરી. સ્વામીગલે તેમને કહ્યું હતું, 'આ મેડિટેશનનો મહાવરો કર અને તને તારા જવાબો મળી જશે.' અને તેઓ જવાબો મેળવવા માટે મરણીયા બન્યા હતા.
એકાદ વરસ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે લગભગ બાર વરસના હતા ત્યારે અરૂણાચલની સામે અલગ આવેલા પાવાઝા કુન્રૂ (મોતી ખડક) નામે ઓળખાતા ખડક પર બેસીને એક સાંજે મેડિટેશન કરી રહ્યા હતા. એ વૈશાખની બુધ્ધ પૂર્ણિમાનો દિવસ હતો અને સંધ્યાનો સમય હતો.
તેઓ ખરેખર તો તેમને આપવામાં આવેલી આ પધ્ધતિ સાથે ખેલ કરી રહ્યા હતા, એ વખતે વિચિત્ર અનુભવ થયો. તેમના મેડિટેશનના મધ્ય ભાગમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને લાગ્યું કે તેમની અંદર કશુંક ખુલી રહ્યું છે. કંઈક ભૂક્કો થઈ રહ્યું હતું અને કંઈક નવું સર્જાઈ રહ્યું હતું. જેમ કે અંદરનું પાત્ર તૂટી રહ્યું હતું અને એક દરવાજો ખુલી રહ્યો હતો, બંન્ને એક સાથે જ થઈ રહ્યુ હતું. સર્જન અને વિસર્જનની અનુભૃતિ એક જ સમયે થઈ રહી હતી; ખૂબ જ આનંદદાયક લાગણી હતી. તેમના ઉપર શાંતિની અનુભૂતિ ઉતરી આવી હતી.
એકાએક તેમને થયું કે પોતાની આંખો બંધ હોવા છતાં પણ પોતે ચારેબાજુનું બધું જ જોઈ શકે છે. તદૂઉપરાંત બંધ આંખે તેમને ૩૬૦ ડીગ્રી દષ્ટિગોચર થતું હતું. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તદ્દન સ્પષ્ટ રીતે તેમની સામેની ટેકરી, તેમની પાછળનું મંદિર, તેમની નીચેનો ખડક, માથા ઉપરનું આકાશ સ્પષ્ટ દેખાતા હતા. ડાબી બાજુનાં વૃક્ષો, જમણી બાજુનો ટેકરીનો ભાગ, આ બધું જ તેમના દેષ્ટિક્ષેત્રમાં આવતું હતું. પોતાની આંખો ખોલ્યા વગર જ !
પંદર વરસ પછી, બિદાડી આશ્રમે લાફીંગ ટેમ્પલમાં બેઠા બેઠા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ વ્યક્ત ના થઈ શકે તેવો એ અનુભવ ફરી એક વખત અમને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
''એ ક્ષણે હું એ બાબત પ્રત્યે જાગૃત થયો હતો કે હું સમગ્ર અસ્તિત્વ સાથે એક રૂપ છૂં અને બધું જ હું જ હતો !'' તેમણે કહ્યું. તેમની સામેના વૃક્ષ તરફ આંગળી ચીંધતા આગળ કહ્યું, '' જાણે કે આ વૃક્ષ મારા હાડકાં બની ગયા છે અને આ છાપરાનું ઘાસ મારૂં ચેતાતંત્ર બની ગયું છે. "
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અત્યારે આ અનુભવનો ઉલ્લેખ એન્લાઈટેન્મેન્ટ, આત્મસાક્ષાત્કારની ઝાંખીઓ તરીકે કરે છે અને તેનું વર્ણન કરવા જાપાનીઝ ઝેન શબ્દ 'સાતોરી' વાપરે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના અમુક અનુયાયીઓ સાથે આપણે આવું થતું જોયું છે. 'સાતોરી' એક એવો અનુભવ છે જે માસ્ટરની હાજરીમાં તેમની કુપા સાથે થતો હોય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના કિસ્સામાં તેમને પોતાની જાતે જ થયો હતો, તેઓ જે આધ્યાત્મિક પ્રેકટિસ કરી રહ્યા હતા, તેના ભાગરૂપે અને મુખ્યત્વે તેમની પોતાની વિકસેલી સ્થિતિને પરિણામે થયો હતો.''
એક વખત THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેમના એક શિષ્યને પૂછયું કે તે પોતાનું મેડિટેશન જરૂરી ધગશ સાથે કેમ નથી કરતો. પછી આગળ કહ્યું, "જો હું તારા જેટલો આળસુ હોત તો હું ક્યારેય એન્લાઈટેન્ડ થયો ના હોત.'' શિષ્યનો જવાબ હાજર જ હતો. "કારણ કે તમારી પાસે અમારા જેવા માસ્ટર નહોતા ! અમે તમારા કરતાં ઘણાં બધા વધારે નસીબદાર છીએ. "
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM પોતેજ કહે છે કે મેં માસ્ટર પાસે સમર્પણ કરી દીધું હોત તો મારો આધ્યાત્મિક વિકાસ વધારે ઝડપથી થયો હોત. તેઓ કહે છે કે તેમને આત્મસાક્ષાત્કારના રહસ્યને ખોલવાની ચાવી શોધતાં પહેલાં એક હજાર ચાવીઓનો પ્રયોગ કરવો પડ્યો હતો. તેઓ પોતાના શિષ્યોના કિસ્સામાં કહે છે કે મેં તેમના હાથમાં સાચી ચાવી પહેલેથી જ આપી દીધી છે. તેમને તો માત્ર તાળામાં ચાવી લગાવવાની જ છે અને સત્યને બહાર લાવવાનું છે.
પ્રતિકાર ના થઈ શકે એવા આ અનુભવ પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ જોયું કે તેઓ સાયકલ અથવા સ્કૂટર ઉપર પોતાને સંતુલિત રાખી શકતા નહોતા. તેમના શરીરમાં સંતુલનની લાગણી નહોતી. તેઓ પોતાના ભાઈની સાયકલ પર પાછળ બેસીને સ્કૂલે આવતા જતા તેમના બંન્ને ભાઈઓને દરરોજ
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM દોઢેક કલાક સુધી આ સ્થિતિમાં રહ્યા હતા. તેઓ આનંદમાં ઝુમતા ઝૂમતા ઘરે પાછા આવ્યા અને જે કંઈ બન્યું હતું તેના વિષે કુપ્પામ્માલને કહ્યું, કુપ્પામ્માલ તરત જ જાણી ગયા કે આ ઉંમરના છોકરા માટે અતિશય અસાધારણ એવો ખૂબ જ શક્તિશાળી આધ્યાત્મિક અનુભવ આ છોકરાને થઈ રહ્યો છે! અને તેની ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. તેણીએ તેની ખૂબ જ સારી સંભાળ રાખી હતી. આ આધ્યાત્મિક અનુભવની પછીની અસરો ત્રણ દિવસ સુધી થતી રહી હતી.
આ 'સાતોરી' અનુભવ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની જીંદગીમાં આધ્યાત્મિક વિકાસના નવા તબક્કાની શરૂઆત હતી. આ સ્થિતિમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે ઈચ્છે, ત્યારે પોતાની ચારેબાજુ બધું જ જોઈ શકતા હતા. સાતોરીના બનાવ પછી તેમણે સમ્પથ નામના પોતાના મિત્રને બોલાવ્યો અને તેને પોતાની સાથે મંદિરમાં લઈ ગયા અને પોતાની પીઠ ઝાડ તરફ રાખીને તેની સાથે બેઠા. તેમણે તેના મિત્રને કહ્યું. "અહીં જો, મારી સાથે કંઈક નવું વિચિત્ર બન્યું છે. હું હવે મારી ચારે બાજુ બધું જ જોઈ શકું છૂં.'' તેના મિત્રે તેમની સામે આ વાત તેના મગજમાં ના ઉતરી હોય એ રીતે જોયું.
તેમણે પોતાના પોતાની સામે બેઠેલા મિત્રને કહ્યું, ''મારી પાછળના વૃક્ષ તરફ જો. આ બિંદ્દ પર એક કીડી જઈ રહી છે એ તને દેખાય છે ? અને પછી પોતાની પાછળ જે ચોક્કસ જગ્યાએ કીડી હતી તે સ્થાન દર્શાવ્યું જયાં હકીકતમાં એક કીડી જઈ રહી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેના મિત્ર પાસે પોતાના માથા પાછળ સિક્કાઓ અને વસ્તુઓ મુકાવી અને તેણે તેને સાચી રીતે બનાવી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM નો મિત્ર જે કંઈ બની રહ્યું હતું એ જોઈને આઘાતથી દિગ્મૂઢતાની ગયો અને પાણી પીવા માટે દોડી ગયો. પછીથી આ મિત્રે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના માતાપિતાને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ જે કરી બતાવ્યું હતું એ જણાવ્યું હતું.
તેમનું વજન ખેંચવું પડતું હોવાથી મશ્કરી કરતા કરતા તેમને કરવી પડતી મહેનત બદલ ફરીયાદ કરતા રહેતા. જયારે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને સાયકલ પર બેસાડવાની ના પાડવામાં આવતી ત્યારે તેઓ ચાલીને જતા. પાછળથી આ વાત યાદ કરતી વખતે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ અમને કહ્યું હતું. "એ ઉંમરના બાળકોએ કમ સે કમ સરખી વયના મિત્રોના દબાણથી પણ સાયકલ પર બેસવાનો પ્રયાસ કર્યો જ હોત. પરંતુ મેં મારી અભેદ્ય અશક્તિ પકડી રાખી અને જો કોઈ મને સાયકલ પર ના બેસાડે તો જરૂરી હોય તો માઈલો સુધી પગપાળા ચાલવાનું રાખીને બાબતોને તેની પોતાની રીતે બનવા દીધી."
તેઓ પોતાના સઘન અનુભવ પછી ચૂસ્ત કપડાં પણ પહેરતા નહોતા. તેમણે જોયું કે કોઈપણ કપડૂં જે પોતાના શરીરના નીચેના ભાગને ઉપરના ભાગથી અલગ કરે છે, તે પહેરવાથી તેમને અસુવિધા થતી હતી. તેઓ ખૂલતાં કપડાં પહેરતાં અને પોતાની કમરની આસપાસ દોરી વિંટાળી દેતા.
એક દિવસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ અમારા એક જૂથને, સાયકલ ચલાવવાની પોતાની અશક્તિને પરિણામે બનતા રમૂજી બનાવો યાદ કરીને કહ્યા હતાઃ
મારા મોટાભાઈ દરરોજ મને સાયકલ પર બેસાડીને સ્કૂલમાં લઈ જતા હતા. સ્કૂલે જતી અને આવતી વખતે રસ્તામાં બધા જ મંદિરો પાસે હું રોકાતો અને માથું નમાવતો. તેઓ મને ખીજાતા અને કહેતા કે પેડલ મારીને તને સ્કૂલે લઈ જવા એ મુશ્કેલી ભર્યું કામ છે, તોય હું તેમને દરેક મંદિર પાસે અટકાવતો !''
હું બધા મંદિરોની મુલાકાત લેતો લેતો જયારે સ્કૂલે પહોંચતો ત્યાં સુધીમાં મોટે ભાગે સ્કૂલેથી પાછા ફરવાનો સમય થઈ જતો હતો. હું સતત મોડો પડતો હતો. હું બધા જ દેવી દેવતાઓ પાસે હાજરી પુરાવીને પછી જ સ્કૂલે જતો હતો. દરેક મંદિરે તેમાં આવેલા બધા જ દેવી-દેવતાઓની મૃર્તિઓ સમક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા પછી જ હું મંદિર છોડતો. મારી પાસે દરેક દેવ માટે ખાસ લાંબા મંત્રો હતા. જો કોઈ તાકીદના કામને લીધે સવારની નિયમિત ક્રિયા ચૂકી જાઉં, તો દેવતાઓ મારા પર ગુસ્સે થશે એ બીકથી પહેલાની ચૂકની ખોટ પૂરી કરવા માટે પછીના સમયે બે વખત મંત્રોનો જાપ કરતો હતો. હું તમને વિનંતી કરતો ગઈકાલનો હિસાબ યોગ્ય રીતે સરભર કરી દેજો!
હું મારા લેઘાના ખીસ્સામાં, મંદિરો અને દેવતાઓના નામ લખેલા કાગળના ટૂકડાઓમાં કાળજીપૂર્વક વીટાળેલા કપૂરના ટૂકડા રાખતો. કપૂરની ટીકડીઓ મોંધી હતી માટે હું કપૂરનો મોટો ગઢ્ઢો ખરીદતો અને તેને નાના ટ્રકડાઓમાં કાપી નાંખતો. જ્યારે હું ગઢો કાપતો ત્યારે બધા ટૂકડા એક સરખા થાય તેની ખૂબ જ કાળજી રાખતો જેથી દરેક દેવને એક સરખો હિસ્સો મળે ! જો કોઈ ટૂકડો બીજા ટૂકડા કરતાં મોટો કપાઈ જાય તો તે ટ્રકડો અરૂણાચલેશ્વરના મુખ્ય મંદિરે જતો. અરૂણાચલેશ્વરને મોટો ટૂકડો આપવામાં મને કોઈ જ વાંધો નહોતો. તેમની વાત હોય ત્યાં સરખામણી ને કોઈ અવકાશ જ નહોતો !
સવારે જો કોઈ દેવતા સમક્ષ કપૂરનો ટૂકડો સળગાવવાનું ભૂલાઈ જાય તો હું પાછા ફરતી વખતે, ખોટ પૂરી કરવા માટે એ દેવ આગળ બે ટૂકડા સળગાવી દેતો હતો. એ દિવસોમાં આવું કરતા રહેવામાં ઘરે પહોંચવામાં ખૂબ જ મોડું થઈ જતું હતું ! મંદિરોમાં એક ક્રમ હતો. પહેલાં કર્યાગા વીનયાગાર મંદિર, પછી પોલિસ સ્ટેશનનું મરીયામ્માન મંદિર પછી અરૂણાચલેશ્વર મંદિર, પછી વલ્લભાવીનયાગાર મંદિર, પછી શ્રી વી. થાનમાલ સૌકાર જૈન હાયર સેકન્ડરી સ્કૂલની સામેનું મંદિર અને પછી હું સ્કૂલમાં જતો બસ આટલું જ.
મારા ભાઈને જ્યારે મંદિરની બહાર ઊભા રહીને રાહ જોવી પડતી ત્યારે તેઓ ખૂબ જ કંટાળી જતા અને મારા પર ખીજવાઈ જતા. હું એકલા મુખ્ય દેવતાને નમન કરીને જ બહાર નહોતો આવી જતો. હું દ્વારપાલકોને નમન કરતો, તેમની તબિયતના સમાચાર પૂછતો, નંદીની પૂજા કરતો અને આગળ આવું બધું ચાલતું રહેતું !
મંદિર આવવાનું થાય, ત્યારે મારા ભાઈ સાયકલને જોરથી પેંડલ મારવા લાગતા જેથી આગળ નીકળી જવાય અને મંદિર ચૂકી જવાય. પરંતુ હું ક્યારેય ચુકતો નહીં ! હું બુમ પાડી ઉઠતો, "હેં બીનયાગાર મંદિર આવી ગયું ઊભા રહો ! ઉભા રહો ! '' અને તે ઊભા રહી જતા. થોડા દિવસોમાં તેમની ધીરજ ખૂટી જતી. હું સાયકલ પર બેસવાને બદલે ચાલીને સ્કૂલે જતો, પરંતુ બે ત્રણ દિવસ પછી તેમને અફસોસ થતો એટલે ફરીથી પાછા સાયકલ પર લઈ જવાનું કહેતા !
કમ સે કમ મારો નાનોભાઈ મંદિરો અને ભક્તિમાં અભિરુચિ ધરાવતો હતો. જયારે મોટાભાઈને અભિરુચિ નહોતી અને તેમને મંદિર બહાર તેની સાયકલને સ્ટેન્ડ પર ચડાવીને મારા માટે રાહ જોવી પડતી એટલે મને ખીજાયા કરતો, અમુક વખત તો મંદિર આવે એ પહેલાં જ યોગ્ય મંત્રોનો જાપ કરવા માંડતો જેથી મંદિરમાં મોડુંના થાય. કારણ કે મને ભાઈનો ઠપકો સાંભળવાની બીક લાગતી. એ જયારે મંદિર બાજુ વળાંક લે એ વખતે જ હું જાપ શરૂ કરી દેતો. તેથી મંદિરે પહોંચતા સુધીમાં હું મંત્રો પૂરા કરી શકતો. પછી હું તેમને કહેતો કે હું પદક્ષિણા કરીને, કપૂર સળગાવીને હમણાં જ પાછો આવું છું.
૧૨ વરસની ઉંમર પહેલાં હું ક્યારેય સાયકલ ચલાવતા શીખ્યો જ નહોતો અને એટલે હું સાયકલ પર બેસી જ નહોતો શકતો. (મારા આધ્યાત્મિક અનુભવને કારણે હું ક્યારેય સાયકલ સવારી કરવાની અશક્તિ જાણી જ શક્યો નહીં. મને ખ્યાલ જ નહોતો કે એ કામ શરીર પ્રત્યેની જાગ્રતિ ઓછી કરીને કરવું જોઈએ. જે આધ્યાત્મિક અનુભવ પછી વધી ગઈ હતી.) હું એવું જ વિચારવા લાગ્યો હતો કે સાયકલ ચલાવવાની મારામાં અશક્તિ છે, બસ એટલું જ હું મારામાં કશુંક અલગ છે એ ક્યારેય જાણી જ નહોતો શક્યો. મેં બસ એ વાતને હળવાશથી જ લીધી હતી. પાછળથી મને સમજાયું હતું કે એ બધા માટે નથી હોતું.
આ પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તિરૂવજ્ઞામલાઈની બહાર આવેલા સ્મશાનોમાં મેડિટેશન માટે જતા રહેતા. તેઓ અરૂણાચલની શાંતિમાં શોષાઈને હોંશથી અરૂણાચલા સાથે આત્મીયતાની લાગણી અનુભવતા અને તેની સાથે એકરૂપ થઈ જવાની તાલાવેલીથી આખી રાત મેડિટેશનમાં બેસી રહેતા. મેડિટેશન તૂટતાં તેઓ ઘરે આવતા. તેમના માતા-પિતાએ સંપૂર્ણપણે માની લીધું હતું કે તેઓ પોતાના બીજા દીકરાના માત્ર વાલીઓ છે અને તેમણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ની વિચિત્ર દિનચર્યાને અસ્તિત્વની દિવ્ય લીલા તરીકે સ્વીકારી લીધી હતી.