નિથ્થનાન્દ ગ્રંથ (ગુજરાતી)
ધ સ્ પ હીન્થ્યાનન્દ પરમશિવમ્
કૃતજ્ઞતામાં
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવનનો આ વૃત્તાંત પ્રેમ અને કૃતજ્ઞતાની મહેનત છે. માસ્ટરમાંથી પ્રવાહિત થયેલા શબ્દો છે. લખાણમાં આ શબ્દોને માત્ર કાગળ ઉપર ઉત્તારવામાં આવ્યા છે અથવા લેપટોપમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે મહર્ષિ વ્યાસે મહાન હિંદુ મહાકથા મહાભારત કહી હતી અને ભગવાન ગણેશે તેને અટકયા વગર લખી હતી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની જીવનકથામાં મહાભારતની જેમ, માસ્ટરના પોતાના વ્યાસ જેવા રૂપાંતરને લખવા માટે ગણેશજીની ખરેખર કોઈ જરૂર નથી. આજના આધુનિક સમયમાં અવાજ રેકોર્ડ કરતાં અને ઓળખનાં સોફ્ટવેર જેવાં સાધનો સરળતાથી આ કામ કરી શકે છે એ માસ્ટરની કરૂણા અને પ્રેમ હતો કે તેમણે અમને આ સર્જનાત્મક પ્રક્રિયામાં નિમિત્ત અને ભાગીદાર બનવા દીધા. અમે અમારા પ્રિય માસ્ટરની અસીમ કરૂણા માટે ગહન કૃતજ્ઞતાનો અનુભવ કરીએ છીએ. આ પ્રક્રિયા દરમ્યાન અમે જે ગ્રહણ કર્યું છે તે અમાપ છે તેને બીજી કોઈપણ રીતે મનમાં ઉતારી શકાયું ના હોત. આ પ્રક્રિયા ખરેખર ગહન ધ્યાનની હતી.
આ અદ્ધિતીય માસ્ટરની જીવનકથાનો વૃત્તાંત છે તેમનું અભિવ્યક્ત થતું વ્યક્તિત્વ બધી જ રાષ્ટ્રીયતાઓ, સંસ્કૃતિઓ, રાજકીય જોડાણો અથવા સામાજિક સ્તરોથી ઉપરવટ છે. સૌથી વધુ અગત્યની રીતે તો આ એવા માસ્ટર છે, જે માસ્ટર તરીકે, મિત્ર તરીકે, માતા તરીકે, બાળક તરીકે, અથવા પ્રેમી તરીકે કોઈપણ સ્વરૂપમાં સર્વોત્કૃષ્ટ છે. તેઓ ઉલ્લાસી, નિત્ય પરિવર્તનશીલ છે અને આપણને પણ પરિવર્તનશીલ રાખે છે. તેઓ આપણી સાથે શક્તિ સ્વરૂપે રહીને હાસ્યને વહેંચે છે. તેમની અપીલ વૈશ્વિક છે અને તેમનો સંદેશ સમયાતીત છે.
આ સમગ્ર ઓળખાણ દરમ્યાન માસ્ટરનું નામ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરીકે આવશે-શરૂઆતના-તેમના એન્લાઈટેન્મેન્ટ પર્વેના સમયગાળા દરમ્યાન તેમના વિષે વાત કરતી વખતે પણ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરીકે જ આવશે. આમ જાણી જોઈને કરેલું છે. હિંદુ શાસ્ત્રોના મત પ્રમાણે માસ્ટર દૈવી શક્તિ જેવી જ શક્તિ છે; હકીકતમાં તેઓ દૈવીશક્તિ કરતાં પણ મહાન છે.
હિંદ્દ શાસ્ત્રો કહે છે કે સર્જનહારે આપણા માટે કંઈપણ નક્કી કર્યું હોય, તેને માસ્ટરનો નાનો પગનો અંગુઠો પણ ભૂંસીને ફરી વખત લખી શકે છે. તેમને, એ દિવ્ય શક્તિને અમે નમન કરીએ છીએ !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના સમગ્ર જીવનનો મૂળભૂત આશય લોકોને આધ્યાત્મિકતાના ઉચ્ચતમ શિખર તરફ દોરી જવા, મનની રમતની પકડમાંથી મુક્ત કરવા અને તેના મૂળ સ્વ-સ્વરૂપમાં કેન્દ્રિત કરવાનો છે. તેમના જીવનની ઝાંખી પ્રસ્તુત કરતા આ ગ્રંથમાં આત્મસાક્ષાત્કારના એવા ઘણાં પ્રસંગો છે, જેણે ઘણાં લોકોના જીવન રૂપાંતરિત કર્યાં છે અને પરિપૂર્ણતાનો અનુભવ કરાવ્યો છે અને હજુ પણ કરાવે છે. તેમના ઉપદેશો અને પધ્ધતિઓમાંથી પ્રેરણા મળે એ આશા સાથે આ રજૂ કરવામાં આવેલ છે. હકીકતમાં આ એવા સૂત્રો છે, જે વ્યક્તિને 'THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM' ની સ્થિતિમાં - અનંતદિવ્ય આનંદની સ્થિતિમાં મૂકી દે છે.
માસ્ટરે કહ્યું છે :
એક વૈજ્ઞાનિક પોતે બહારની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જ છે, જેથી બીજા તેનું ફરીથી એવું જ સર્જન કરી શકે.
એક માસ્ટર પોતે અંદરની દુનિયામાં જે અનુભવ્યું હોય તેનું સૂત્ર સર્જે છે, જેથી બીજા લોકો ફરીથી એવો જ અનુભવ કરી શકે.
એક ક્રાંતિકારી માસ્ટર કે જે લાખો લોકોના જીવનને સ્પર્શે છે અને તેમનું રૂપાંતરણ કરે છે, તેમના પોતાના અંતિમ સત્યની અનુભૃતિમાંથી જીવનના ઉકેલોના સૂત્રો આપે છે, તેવા માસ્ટરના જીવનની ઝાંખી કરાવતી પુસ્તક શ્રેણીમાંથી આ પહેલું પુસ્તક વાંચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની જીવનકથાના આ પહેલા પુસ્તકમાં તેમનો જન્મ અને બચપણને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તક તેઓ જ્યારે સંન્યાસીનું જીવન જીવવા માટે ગૃહત્યાગ કરે છે, એ બિંદુ પર પુરું થાય છે. હવે પછી આવનારા પુસ્તકોમાં તેમની 'પરિવ્રજકા' (પરિભ્રમણ)ની વિગતવાર માહિતી, તેમના એન્લાઈટેન્મેન્ટ અને તેના પછીનાં થોડાં વર્ષો જયારે તેમનાં મિશનનો જન્મ થયો, વગેરેને આવરી લેવામાં આવશે.
તેઓ કહે છે; "માસ્ટરની જીવન કથા વાંચવી અને સાંભળવી અમૂલ્ય મેડિટેશન છે, જે તમને શબ્દોની પાછળના ગહન અનુભવોમાં લઈ જઈ શકે છે."
જો તમે બાળક જેવું ખુલ્લું અને ઉત્સુક મન રાખી શકો, સ્વીકાર અથવા અસ્વીકાર કર્યા વગર શબ્દોને તમારી જાતની અંદર પ્રવાહિત થવા દો, જો તમે ઉત્સુક બાળકની જેમ તમારી જાતને અનુભવ કરવા માટે ખુલવા દો, તો તમે જોઈ શકશો કે હવે પછીનાં પાનાંઓ તમારી પોતાની જાતની રોમાંચક શોધો છે.
અમે ઈચ્છીએ છીએ કે આ પુસ્તક, એન્લાઈટેન્ડ માસ્ટરની આ કથા વાંચકો માટે આંતરિક મૂળભુત 'સ્વ' ની શોધખોળ કરવામાં અને તેમના પોતાના જીવન ઉદ્દેશ્ય વિષે જાગૃતતા પેદા કરવામાં પ્રેરણા સ્ત્રોત બની રહે.
પ્રકરણ - ૧
માસ્ટર : દક્ષ શલ્ય ચિકીત્સક
આપણે કોણ છીએ ?
બુધ્ધે કહ્યું છે કે માણસ તરીકે જન્મવું એ મહાન ભેટ છે; અને તેમાંય આ માનવ જન્મમાં પોતાના આંતરિક સ્વભાવના સત્યની શોધ કરવી એ વધારે મહાન ભેટ છે. (પરંતુ બુધ્ધે એ પણ કહ્યું હતું કે એન્લાઈટેન્ડ માસ્ટરના સંપર્કમાં આવવું અને જીવનકાળ દરમ્યાન તેમની સાથે રહેવાની તક મળવી એ સૌથી શ્રેષ્ઠ ભેટ છે.)
માસ્ટર ઉપલબ્ધ છે. શિષ્ય તેમની તરફ જતાં ખચકાય છે. આપણે આપણી આસપાસની દ્વનિયા કેવી હોવી જોઈએ તેની ઈચ્છાના જાળામાં અને બચપણથી અનંત ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની લાલચમાં ફસાઈ જઈએ છીએ અને આપણો આંતરિક સ્વભાવ ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે કોણ છીએ. જયારે માસ્ટરનો બુલાવો આવે ત્યારે આપણે અચકાઈએ છીએ. આપણે ભયભીત બની જઈએ છીએ.
નાની વાર્તા :
એક વખત એક ગર્ભવતી સિંહણ શિકાર માટે નીકળી હતી. ઘેટાંનાં ટોળાની પાછળ દોડતી વખતે તે લપસી ગઈ અને તેને ઈજા થઈ. મૃત્યુ પામતાં પહેલાં તેણે એક બચ્ચાંને જન્મ આપ્યો. સિંહણ તેની ગુફાથી ઘણી બધી દૂર મૃત્યુ પામી હતી અને નાનું બચ્ચું એકલું અને અસહાય હતું. જેવું તે ઊભું થવા માટે અને ચાલવા માટે મથામણ કરવા લાગ્યું એ વખતે એક ઘેટું ત્યાંથી પસાર થતું હતું તેને તેની દયા આવી અને તેને પોતાની પાસે
રાખી લીધું. સિંહબાળ ઘેટાં સાથે મોટું થતું ગયું. તેની સાથે રમવા લાગ્યું, ઘેટીનું દૂધ પીવા લાગ્યું, ઘાસ ખાઈને પોષણ મેળવવા લાગ્યું અને ઘેટાંની જેમ બેં બેં કરતાં પણ શીખી ગયું. હવે તે સિંહ નહોતું, પરંતુ ઘેટાંનાં ટોળામાંનું જ એક ઘેટું હતું. તે બીજાં ઘેટાંઓ સાથે ઘાસચારો ખાઈને અને બેં બેં કરીને ખૂબ જ ખુશ હતું.
એક દિવસ એક સિંહે ઘેટાંનાં ટોળા પર હુમલો કર્યો. સિંહ ઘેટાંનાં ટોળામાં સિંહના બચ્ચાને જોઈને આઘાત પામી ગયો એ એટલો બધો ડઘાઈ ગયો કે બીજા કોઈ ઘેટાને મારવાનો વિચાર પણ ચુકી ગયો. તે ઘેટાંનાં ટોળામાં રહેલા સિંહના બચ્ચા વિષે વધારે જાણવા માટે ઉત્સુક બની ગયો.
સિંહ બીજે દિવસે આવ્યો અને સિંહનું બચ્ચું ટોળાથી થોડું દ્રર આવ્યું ત્વાં સુધી રાહ જોઈ. જેવું તે નજીક આવ્યું કે તરત જ તેણે તરાપ મારી અને સિંહના બચ્ચાને ગળેથી પકડીને દૂર લઈ ગયો. બચ્ચું ડરથી મરવા જેવું થઈ ગયું. તે બેં બેં પણ ના કરી શક્યું. તે અતિશય ડરી ગયું હતું. થોડે દૂર જઈને સિંહે તેને નીચે મૂક્યું અને કહ્યું કે તું ઘેટું નથી પરંતુ સિંહ છે. સિંહના બચ્ચાને કશું જ સમજાયું નહીં. તેને માટે તો પોતે ઘેટ્રં છે અને સિંહ તેમનો જન્મજાત દુશ્મન છે. બચ્ચું બેં બેં કરવા લાગ્યું અને કહેવા લાગ્યું કે મને જવા દો, મને જવા દો. સિંહ સમજદાર અને ધીરજવાળો હતો. તે બચ્ચાને પાછો ટોળા પાસે લઈ ગયો અને તેને ત્યાં છોડી દીધું. બચ્ચું હજુ પણ ડરના ધ્રાસ્કાથી ફફડી રહ્યું હતું.
સિંહ દરરોજ આવવા લાગ્યો અને બચ્ચાને લઈ જવા લાગ્યો. બચ્ચાને રોજ તે ખરેખર શું છે તે કહેવા લાગ્યો, તું સિંહ છે ઘેટું નથી. બચ્ચું આ વાત સ્વીકારવા તૈયાર નહોતું; સિંહ શાના વિષે વાત કરે છે તે પણ તે જાણતું નહોતું. છતાં તેને એટલું તો થયું કે સિંહે તેને ઈજા પહોંચાડી નથી.
એટલે દર વખતે તે તેની સાથે જવા લાગ્યું. તો પણ ક્યારેક ક્યારેક તે અકળાઈને સિંહને કહેવા લાગ્યું કે મને જવા દો. એક બે વખત તો તે દૂર ભાગી પણ ગયું. તેમ છતાં સિંહે તેને ફરી પકડી લીધું અને તેને તેના સાચા સ્વભાવ વિષે વાત કરી.
ઘણો વખત આવી રીતે બહાર લાવ્યા પછી, અંતે એક દિવસ સિંહ તેને એક પાણીના ઝરણા પાસે લઈ ગયો અને તેને તેનું પ્રતિબિંબ પાણીમાં બતાવ્યું. પાણીમાં તેણે જોયું કે પાછળથી સિંહ તેના તરફ તાકી રહ્યો છે. આકુળ વ્યાકુળ અને આતંક્તિ થઈ બચ્ચું ભયભીત થઈને બેં બેં ચીસો પાડતું તેનાથી જેટલી ઝડપે દોડી શકાય એટલું દોડીને ભાગવા લાગ્યું. સિંહ તેને નાજુકાઈથી પાછો પાસે લઈ આવ્યો અને તે ખરેખર સિંહ જ છે એવું સમજાવ્યું. બચ્ચાએ વારંવાર પાણીમાં જોયું, તેણે પોતાની આજુબાજુ જોયું તો તેની આસપાસ બીજું કોઈ જ નહોતું પ્રતિબિંબ તેનું પોતાનું જ હતું. પછી સિંહે તેને ખાવા માટે માંસનો ટૂકડો આપ્યો. બચ્ચું તે ખાઈ ગયું અને તેને તે ખૂબ જ ભાવી ગયું.
એકાએક બચ્ચાને ભાન થયું કે તે કોણ છે અને તેણે જોરથી ત્રાડ નાંખી. એ ક્ષણથી એ સિંહ બની ગયું.
આપણામાંના ઘણા બધા સિંહના બચ્ચા જેવા છીએ. આપણે ભૂલી ગયા છીએ કે આપણે કોણ છીએ. સામાજિક બંધનોએ આપણા 'સ્વ' નું સત્ય લૂંટી લીધું છે. આપણા પોતાના આંતરિક સ્વભાવનું સત્ય. આપણે સિંહ હોવા છતાંય આપણી જાતને ઘેટાં તરીકે જોઈએ છીએ.
મહોરું પહેરી રાખ્યું છે તેને ફાડી નાંખવું અને આપણી અંદરના સિંહને બહાર લાવવો; આપણને બેં બેં કરવાને બદલે ત્રાડ પાડતા કરવા; આપણે લાંબા સમયથી જે ભ્રમના સંમોહનમાં હતા, તેમાંથી જાગૃત કરવા માસ્ટર આપણને વાસ્તવિકતામાં દોરી જાય છે, દિવ્ય આનંદમાં દોરી જાય છે, આપણા સાચા સ્વભાવમાં દોરી જાય છે.
આપણામાંના મોટા ભાગના માટે આ એક સર્જરી છે, જે આપણાં મન માટે પીડાદાયક છે. આપણે આપણાં ઘેટાના સ્વરૂપથી ટેવાઈ ગયા છીએ અને તેમાં જ વધારે અનુકૂળતા અનુભવીએ છીએ. પછી આપણે આપણા સિંહના સાચા સ્વરૂપને ઓળખવા માટે, આપણી જાતને ખુલ્લી કરવા માટે અજ્ઞાત ભયવાળી સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માસ્ટરનું કામ 'અહમુ' નામની કેન્સરની ગાંઠને દૂર કરવાનું છે. આ અહમું, આ ઓળખ જે આપણે આપણા ભૂતકાળના અનુભવોમાંથી બનાવી છે, તે જ આપણને આપણે સિંહ છીએ તેનું ભાન થતાં અટકાવે છે.
પરંતુ આપણું મન સતત માસ્ટરના કામમાં અવરોધ પેદા કરે છે. આપણા અહમુની સર્જરી કરવા માટે ઘણું બધું કરવું પડે છે. એ આપણા જીવન તત્ત્વ બની ગયેલા ભાગને ઓપરેશન કરીને દૂર કરવા જેવું કામ છે. આપણું મન પ્રતિકાર કરે છે. કહે છે. ''હું મારી ઓળખ કેવી રીતે ગુમાવી શકું ?'' આપણે કહીએ છીએ, ''આપણે જે અને જેવા છીએ તેમાં જ ખુશ છીએ. ુદ્દનિયા ભ્રમ છે તો શું થયું; ભ્રમનું વળગણ થઈ ગયું છે; આપણે આપણી રોજીદી નકામી ક્રિયાઓમાં વ્યસ્ત છીએ; આપણે રડીએ છીએ; હસીએ છીએ; આનંદિત છીએ. હતાશ છીએ; ઘેટાંને તેનાં ઘણા સારા મુદ્દાઓ છે; તે સારા અને પ્રેમ કરવા જેવા છે; કોણ સિંહ બનવાનું ઈચ્છે; આપણાં બધા મિત્રો અને ફુટુંબીઓ આપણને છોડીને જતાં રહેશે. દિવ્ય આનંદમાં રહેવાની શું જરૂર છે ? આ દિવ્ય આનંદ વળી શું છે ?''
માસ્ટરની ભૂમિકા
જયારે માસ્ટર આપણી પાસે આવે છે અને આપણને આપણે કોણ છીએ એ કહે છે, ત્યારે આપણે આપણને સત્ય કહેવા બદલ તેમનો આભાર માનવાના બદલે ભયંકર અવાજમાં બેં બેં કરીએ છીએ અને આપણાથી જેટલી ઝડપે દોડી શકાય તેટલું દોડીને તેનાથી દર ભાગી જઈએ છીએ. તે આપણને કહે છે કે "આપણે આધ્યાત્મિકતાનો અનુભવ શોધનારા સામાન્ય માણસ નથી, પરંતુ આપણે આધ્યાત્મિક હસ્તી છીએ જે માનવીય અનુભવ શોધે છે. " ગમે તેમ પણ આપણે તેમને માનવા તૈયાર નથી. માસ્ટર ઉધ્ધારક બનવાને બદલે દુશ્મન બની જાય છે. તે ખરેખર સિંહ-સ્વપ્ન અથવા ભયાનક ઓથાર બની જાય છે. આપણે તો એટલે સુધી વિચારીએ છીએ કે તે આપણને ધર્મમાં પરિવર્તન કરવા માંગે છે. આપણે તેમની સાથે છૂપાછૂપીની રમત રમીએ છીએ.
આપણામાંના થોડાં ઘણાંને ધીરે ધીરે આપણે કોણ છીએ અને તેમની સાથેની થોડી મુલાકાતો પછી શું બની શકીએ છીએ તેનું થોડું ભાન થાય છે. પછી આપણે તેમને આપણા ઉપર કામ કરવા દઈએ છીએ અને અમુક સ્તર સુધી રાહતનો અનુભવ કરીએ છીએ. પછી તેઓ આપણી માતા તરીકે વર્તે છે, જેથી આપણે વધારે અનુકુળતા અનુભવીએ છીએ પછી, એક દિવસ જયારે આપણી શ્રદ્ધા સ્થિર સ્થિતિમાં પહોંચે છે ત્યારે તે આપણને ઉચકી લે છે અને બતાવે છે કે આપણે ખરેખર કોણ છીએ; તેઓ અને આપણે એક સરખા જ છીએ.
માસ્ટરની રમતની લીલા અસીમ કરૂણા છે. આ પૂથ્વી પર માત્ર આ એક જ બિનશરતી પ્રેમ છે. આ પ્રેમનો માત્ર એક જ આશય છે કે આપણને બતાવવું કે ખરેખર આપણે કોણ છીએ; આપણે ઘણાં સમયથી જે ઘેટાનું
આપણે બધાં જ ભીતરમાં સંત છીએ
આપણે આપણી રોજીદી જીંદગીમાં શું કરીએ છીએ અને આ જીંદગીમાં આપણું સ્થાન શું છે તેની સાથે આપણા પોતાના ભીતરી સ્વભાવના સત્ય સાથે કશુંજ સુસંગત નથી. સંત અને પાપી બન્નેનો ભીતરનો સ્વભાવ એક સરખા જ હોય છે. સમાજ પોતાની અનુકૂળતા અને રાહત માટે આપણ પર આવા લેબલ લગાવે છે. કોઈના ઉપર પાપીનું લેબલ લગાવેલું હોય તો પણ તેનામાં, જે વ્યક્તિ પોતાને પવિત્ર માનતી હોય તેટલી જ, પોતાના વિષેનું સત્ય અનુભવવાની ક્ષમતા હોય છે.
પ્રાચીન ભારતમાં વાલ્મીકી પ્રખ્યાત સંત હતા. તેઓ હિંદુઓના મહાન ધર્મગ્રંથ રામાયણના લેખક છે. જે ગ્રંથ માત્ર ભારતમાં જ નહીં પણ દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા વિસ્તારોમાં વંચાય છે અને તેનો આનંદ લેવાય છે.
વાલ્મીકી લૂંટારૂ હતા, જે સંત બની ગયા. વિષ્ણુના પરમ ભક્ત નારદ સદા પરિભ્રમણ કરનાર ગાયક સંત હતા. નારદ હંમેશા 'નારાયણ નારાયણ' મંત્ર (જે વિષ્ણુના ૧૦૦૦ નામોમાંનું એક છે) નો જપ કરતાં કરતાં ત્રણે લોકમાં વિહરતા રહેતા હતા. એક દિવસ ફરતાં ફરતાં તેમને વાલ્મીકિના વિસ્તારમાંથી પસાર થવાનું થયું. એ વખતે વાલ્મીકિ ખૂંખાર લૂંટારો હતો. વાલ્મીકિએ નારદને રોક્યા અને તેમની પાસે પૈસાની માંગણી કરી. નારદ પાસે પૈસા નહોતા. આથી વાલ્મીકિનો ક્રોધ ભભૂકી ઉઠયો. તેણે નારદને ધમકી આપી કે જો તે હમણાં જ કોઈ કિંમતી ચીજ નહીં આપે તો તે તેને મારી નાંખશે.
નારદ પાસે સાદી ધોતી અને જેના પર તેઓ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરતા હતા તે એકતારા સિવાય બીજું કશું જ નહોતું. નારદે કહ્યું કે મારી
આપણાંમાંનાં જે આવું વિચારે છે પછી તેને માટે માસ્ટર દ્દશ્નન બની જાય છે. (આપણે કાં તો આપણે જે જાણીએ છીએ તે કેન્સર સાથે જ જીવીએ કાં તો પછી આપણે જેના વિષે કશું જાણતાં નથી તે નવી હસ્તી બનીને જીવીએ. )
આપણે કોણ છીએ તેનો અનુભવ કરવા માટે હિંમતની જરૂર પડે છે. સામાજિક અને ધાર્મિક માન્યતાઓમાંથી બહાર નીકળવા માટે અતિશય િહંમત જોઈએ. આપણે જે બંધનોમાં આપણને સુરક્ષિત અને સ્થિર સમજીએ છીએ, તેમાંથી જાગૃત થવા માટે ડહાપણ અને પ્રતિબધ્ધતાની જરૂર પડે છે. બની ગયેલા કહેવાતા ઘેટામાંથી સિંહ બનવું એ શારિરીક પરિવર્તન અને માનસિક કિમીયો છે, જેમાં આશયની દઢતાની જરૂર પડે છે, જે આપણાંમાંના બધામાં નથી અથવા આપણે મેળવવા માંગતા પણ નથી.
માસ્ટરમાં વિશ્વાસ મૂકવા માટે હિંમતની જરૂર પડે છે. આ શ્રદ્ધા જયારે ઉદ્દુભવે છે, ત્યારે એકાએક સંપૂર્ણ સ્વીકાર અને સમર્પણ સાથે આવે છે. માત્ર એ સમય પર જ આપણે આપણી જાત માટેના સત્યને શીખવા માટે તૈયાર હોઈએ છીએ. તે સમયે જ આપણી અંદર જે સત્ય બની ગયું છે, તેના વિષે અટલ શ્રદ્ધા હોય છે.
પાસે એક જ કિંમતી ચીજ છે અને તેનું હું સતત રટણ કરૂં છું. અને એ છે 'નારાયણ' મંત્ર. નારદે તેને આ આત્મોધ્ધારક મંત્ર શીખવવાની ઓફર કરી. નારદે કહ્યું "આ મંત્રનો જાપ કર અને જયારે તું મરીશ ત્યારે તું એકલો જ નહીં મરે, ભગવાન પણ તારી સાથે જ હશે. "
વાલ્મીકિ પર કોઈ અસર ના થઈ તેણે કહ્યું "કોઈપણ રીતે હું એકલો મરવાનો નથી. મારી સાથે જોડાવા માટે મારું આખું ફટુંબ તૈયાર છે. હું તેમના માટે જ જીવું છું. હું તેમના માટે જ લૂંટ કરું છું. મને તારા મંત્રની જરૂર નથી. જો તું કંઈક કિંમતી ચીજ નહીં આપે તો હું તને મારી નાંખીશ. "
નારદે તેની સાથે દલીલો કરી અને અંતે કહ્યું;'' તું જા અને તારા કુટુંબના સભ્યોને પૂછ કે મૃત્યુના દ્વારમાં તારી સાથે ચાલવા કોણ તૈયાર છે. જો તેઓ તું માને છે, એવું કહે કે એ લોકો તારી સાથે મરવા તૈયાર છે તો તું પાછો આવીને મને મારી નાંખજે. "
વાલ્મીકિ નારદના, "હું નાસી નહીં જાઉં" શબ્દો પર વિશ્વાસ મુકીને અક્કડ ચાલે ઘમંડથી ચાલતો થયો. વાલ્મીકિ તેના ઘરે ગયો અને તે જે પુત્રને સૌથી વધુ ચાહતો હતો અને માનતો હતો કે પુત્ર પણ તેને એટલો જ પ્રેમ કરે છે, તેને પૂછ્યું" પુત્ર જયારે મારું મોત આવશે ત્યારે તું મારી સાથે મરીશ ?''
પુત્ર ડઘાઈ ગયો તેણે કહ્યું, ''નહીં. બિલકુલ નહીં ! તમે વૃદ્ધ થયા છો અને મરી જવાની તમારી ઉંમર છે. મારે હજુ ઘણું જીવવાનું છે. શું તમને નથી લાગતું તમારે મને જીવવા દેવો જોઈએ ?''
આ સાંભળીને વાલ્મીકિ વિમૂઢ બની ગયો તેમ છતાં કોઈ પણ લાગણી બતાવ્યા વગર તે તેની પત્ની પાસે ગયો, જેના વિષે તેને સોટકા ખાત્રી
હતી કે તે હંમેશા તેને દરેક સંજોગોમાં સાથ આપવાની જ છે. તેને પછવુયું કે તું મૃત્યુ સમયે મને સાથ આપીશ કે નહીં. તેની પત્ની થોડી અચકાઈ અને માયાળુ શબ્દોમાં કહ્યું, "પ્રિય, આપણાં બાળકોની સંભાળ રાખવા માટે આપણાં બેમાંથી એકને જીવતા રહેવું જરૂરી છે. જો તમે મૃત્યુ પામો અને હું પણ ના રહું તો તેમની સંભાળ કોણ રાખશે ?"
વાલ્મીકિ ભાંગી પડ્યો. તે નારદ પાસે પાછો આવ્યો અને તેની સાથે જે બની ગયું તે કહ્યું અને દ્દઃખના આઘાતથી પોક મૂકીને રડવા લાગ્યો. નારદે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું "તારી સાથે કોઈપણ નહીં આવે; કંઈ પણ નહીં. તારા કોઈપણ સંબંધીઓ, તારી કોઈપણ મિલ્કત કંઈ પણ નહીં આવે. જયારે મૃત્યુ આવશે ત્યારે તું એકલો જ જવાનો છે. તારી સાથે માત્ર એક જ ચીજ આવશે અને એ છે ભગવાનનું નામ. " આમ કહીને નારદે તેને 'નારાયણ' મંત્રથી દિક્ષીત કર્યો.
'નારાયણ' મંત્રનો ઉચ્ચાર કરતાંની સાથે જ વાલ્મીકિને તેના સાચા 'સ્વ' ુનું ભાન થઈ ગયું અને ગહન ધ્યાન સમાધિ અવસ્થામાં ડુબી ગયો અને હજારો વર્ષ સુધી સમાધિ અવસ્થામાં સ્થિર રહ્યો. તેના શરીર ઉપર ઉધઈનો રાફડો બંધાઈ ગયો. કોઈને ખબર પણ ના પડે કે રાફડાની અંદર કોઈ માણસ સમાધિ અવસ્થામાં બેઠેલ છે. સંસ્કૃતમાં વાલ્મીકિનો અર્થ છે, "રાફ્ડામાંથી જન્મેલ" અને ત્યારથી તે એ જ નામથી ઓળખાય છે.
દરેક પાપીની ભીતરમાં એક સંત ઉભરવાની રાહ જોતો હોય છે. માસ્ટરનું કામ આ સંતને બહાર લાવવાનું છે.
ખબ જ મોડું ભાન થાય છે કે આપણે જે માંગ્યું હતું અને જે મળ્યું છે તે ચીજો માંગ્યા વગર પણ મળી શકત અને આ એ ચીજો નથી, જે આપણને ખરેખર ગહન ઊંડાણના સ્તરે આપણા મૂળભૂત 'સ્વ' ને જોઈએ છે. પરંતુ આપણે એ સમજી શકતા નથી કે આપણને આવું કેમ લાગે છે; આપણે એ સમજી શકતા નથી કે ગહન સંતોષની લાગણી શા માટે થતી નથી અને આપણે બીજી ભૌતિક ચીજોની ભીખ માંગવાનું ચાલુ રાખીએ છીએ. આ ચક્ર ફર્યા કરે છે.
માણસ જાતનું સર્જન એકલો ભૌતિક આનંદ માણવા માટે જ થયું નથી આપણાં બધાની ભીતરમાં આપણે જે સ્થિતિમાંથી આવ્યા છીએ, ત્યાં જવા માટે તરસતું કોઈ તત્ત્વ પહેલેથી જ હાજર હોય છે. આ સ્થિતિ દિવ્યતાની સ્થિતિ છે. બ્રહ્માંડીય શક્તિની સ્થિતિ અથવા બ્રહ્માંડીય પ્રજ્ઞા જે આપણી આસપાસની બધી જ અધાધુંધીનું નિયમન કરીને તેને વ્યવસ્થિત રાખે છે. આટલા માટે જ આપણે ઈંદ્રીયગમ્ય આનંદમાં ગમે તેટલા ગળાડૂબ રહીએ તો પણ આપણને પરિપૂર્ણતાની અનુભૂતિ થતી નથી; માટે જ આપણે હંમેશા વધારે, હજૂ વધારેમાં ડૂબીએ છીએ; અને છતાં આપણે જેટલા વધારે ડૂબીએ છીએ એટલી વધારે તેની જરૂર પડે છે; આપણને એટલો જ ઓછો સંતોષ મળે છે. એકલા ઈંદ્રીયગમ્ય આનંદોમાં રચ્યા પચ્યા રહેવું એક વળગણ, આદત બની જાય છે; બીજી કોઈપણ આદતની જેમ જ તેમાં સંતોષ થતો નથી.
આપણાં બધામાં રહેલ આ ગહન અસંતોષ, માત્ર ઈદ્રિયગત અને ભૌતિક આનંદ સાથેનો અસંતોષ જ આધ્યાત્મિકતાનું બીજ છે, જે ઉચ્ચતમ અનુભવની ઈચ્છા સેવે છે. વધારે પરિપૂર્ણતાની ઈચ્છા સેવે છે. આધ્યાત્મિક અનુભવની ઈચ્છા સેવે છે.
અસંતોષ માસ્ટર તરફ દોરી જાય છે
માસ્ટર સાથે અસ્થાયી સંબંધ રાખવો સહેલો છે જ્યારે મન થાય ત્યારે છોડી શકાય છે. ભવિષ્યમાં ક્યારેક તમારી આંતરિક જાતમાં 'સ્વ'ના ઊંડાણમાં જઈ શકાશે એવા દંભ સાથે માસ્ટરની મદદ લેવા તેની સાથે વધારે સમય ગાળવો એ અનુકૂળતા આપે એવું કામ છે. તમે તમારી જાતને કહો છો કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે 'સ્વ' નું ભાન થશે જ, પરંતુ અત્યારે જ યોગ્ય સમય છે, તેનું તમને ભાન નથી.
લોકો માસ્ટર પાસેથી ઘણી બધી બાબતોની આશા રાખે છે. ૯૯% લોકો તો જેવી રીતે મંદિરમાં મૂર્તિ સામે પ્રાર્થના કરતી વખતે ભૌતિક સુખોની માંગણી કરે છે, તેવા જ ફાયદા માસ્ટર પાસે મેળવવા આવે છે. મંદિરમાં આપણે બધા ભિખારીઓ બની જઈએ છીએ. હકીકતમાં, આપણે તેમને ભાત ભાતના પ્રસાદો અને ચડાવા આપીને દેવતાઓના સ્તરને પણ િભિખારી જેવું બનાવી દઈએ છીએ. આપણે ફાયદો થશે તો તેના અમૂક ટકા તેના ચરણોમાં ધરવાનું વચન દઈએ છીએ. આપણે કહીએ છીએ કે, " મારે દસ લાખ રૂપિયાની જરૂર છે અને જો મને તે મળી જશે તો હું તેના ૨૦% તમારા મંદિરમાં દાન કરી દઈશ. તમને વિશ્વાસ ના હોય તો ૨૦% પહેલાં જ કાપી લો અને બાકીના મને આપી દો."
ભૌતિક લાભોમાં નાણાં મેળવવા, તબિયત સુધારવી, સંતાન વિહોણાં લોકોને સંતાન પ્રાપ્ત કરવું તથા આત્મોધ્ધારની શોધખોળ કરવી જેવા વિવિધ લાભો હોઈ શકે છે. આપણે મંદિરોમાં ભગવાન પાસે ભીખ માંગીએ છીએ. આપણે માસ્ટર પાસે પણ આવો જ ભિખારીપણાનો અભિગમ સાથે લઈ જઈએ છીએ.
બંશ્વે કિસ્સામાં, આપણને જયારે માગેલું મળી જાય છે, ત્યારે આપણને
દિવ્ય આનંદમય અને શાંતિમય દ્દ્નિયાનું સર્જન કરી શકે છે.
આજના વ્યાવસાયિક જગતમાં આપણે જોઈ શકીએ છીએ કે ઔદ્યોગિ માંધાતાઓ, ફ્રગ્ગામાં તેની ક્ષમતા કરતાં વધારે હવા ભરી હોય તે રીતે ફાટી રહ્યા છે અને તેમની જાતને તેમજ તેમની આસપાસના લોકોને હાનિ પહોંચાડી રહ્યા છે. છતાં, થોડાં એવાં પણ છે જે બધાં જ દબાણો હોવા છતાં પોતાનું સંતુલન જાળવી રહ્યા છે. આવાં થોડાં 'તાઓ'ની કહેવતમાં આવતા ઘાસ જેવા છે. જે પાણીનો જોરદાર પ્રવાહ આવતાં જ નીચા વળી જાય છે અને પ્રવાહનું દબાણ હટી જતાં જ પાછા પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે.
આવું ત્યારે જ બને છે જ્યારે વ્યક્તિમાં શું પ્રાપ્ત કરવાનું છે તેની સામે પોતાની ક્ષમતાનું સંતુલિત યથાર્થ દર્શન હોય છે; જીવન પાસેથી શું મેળવવાનું છે, તેને બદલે આપણે શું આપી શકીએ છીએ તેનું દર્શન હોય છે.
આપણા જીવનમાં આપણે જે કંઈ પણ સફળતા મેળવીએ છીએ તેને આપણી ક્ષમતાઓ સાથે લાગેવળગે છે. એવા ઘણાં હતાં અને છે, જેઓ આપણાં કરતાં વધારે બુદ્ધિશાળી હોય; વધારે નિર્ણાયક, વધારે ખંતવાળા અને વધારે શક્તિશાળી હોવા છતાં ભૌતિક સફળતામાં આપણે જે સ્તરે પહોંચ્યા છીએ, તે સ્તર સુધી પહોંચી શક્યા નથી.
બીજુ બાજુ આપણી આસપાસ ઓછા બુધ્ધિશાળી, લાગણીશીલ અને આધ્યાત્મિક ક્ષમતાવાળા લોકો જોઈએ છીએ જે ભૌતિકરીતે અને ધંધાકીય રીતે ઘણાં બધા વધારે સફળ થયા છે.
વ્યક્તિની વારસાગત શક્તિઓ, શિક્ષણ, જન્મસિધ્ધ ક્ષમતાઓ, DNA અને બીજું કંઈપણ જેનાથી વ્યક્તિ પોતાની જાતનું માપ કાઢી શકે, તેના
થોડા લોકો બૌદ્ધિક અથવા આધ્યાત્મિક યથા-દર્શન શીખવા માટે માસ્ટર પાસે જાય છે, પશ્ચિમમાં, માસ્ટર માટેની શોધ હકીકતમાં 'સફળતાના ડીપ્રેસન'માંથી બહાર આવવા માટે થાય છે, જે ભૌતિક સફળતાના અતિરેકમાંથી આવે છે. અંતે પછી તે ભીતરના ઊંડાણમાં રહેલી આધ્યાત્મિક જરૂરિયાતો સાથે અસંતુલિત બની ગઈ હોય છે. પશ્ચિમના લોકો આના પર કાબુ મેળવવા માટે સતત પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે; તેઓ દર વરસે કાર બદલી નાંખે છે. ઘર બદલે છે અને જીવન સાથી પણ દર વરસે બદલી નાંખે છે ! પછી તેમને નવાઈ લાગે છે કે હજુ પણ તેઓ સંતોષ શોધી શક્યા નથી.
ભારતમાં લોકો નિષ્ફળતાના ડિપ્રેસનમાંથી બહાર આવવા માસ્ટર પાસે આવે છે; તેઓની મોટાભાગની ઈચ્છા ભૌતિક બાબતોની હોય છે. તેમને ઈચ્છિત વસ્તુઓ નથી મળતી એટલે અસંતોષી છે; માટે તેઓ એ માટે મથે છે. સફળતાના ડિપ્રેસન કરતાં નિષ્ફળતાના ડિપ્રેસનનો ઉકેલ વધારે સહેલો છે.
આપણાંમાંના ઘણાંને આપણી આસપાસ આપણે જે ચારિત્ર્ય અને નૈતિકતાની ઉણપ જોઈએ છીએ તે બાબતમાં સક્રિય અસંતોષ હોય છે. આ અસંતોષ, આ અવકાશ ઉચ્ચતર મૂલ્યો માટેની જરૂરિયાત અને આપણી અંદર આપણને જે જોઈએ છે તેની વચ્ચેનો છે. જે આપણામાંના અમુકને એક અથવા બીજા પ્રકારની હકારાત્મક ક્રિયા કરવા પ્રેરે છે.
અહીં જે મુલ્યોની પધ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સમાજ બનાવે છે. નૈતિક્તા અને ચારિત્ર્યની, ધાર્મિક મૂલ્યોની વાત નથી. તેનો સંદર્ભ વ્યક્તિની આંતરિક ચેતના સાથે છે, જે ભૌતિક દુનિયામાં પેદા થતી બધી જ સમસ્યાઓનો એક માત્ર ઉકેલ છે. દરેક વ્યક્તિમાં રહેલ શુદ્ધ ચેતના
તેઓ કહે છે કે તેમને મળવું એ કોઈ અકસ્માત નથી. માસ્ટરને મળવું એ જીવનનો આશય છે, જીવનમાં આના સિવાય બીજો કોઈ સીધો હેતુ હોતો નથી.
માસ્ટર - માસ્ટર સર્જન
આપણામાંના મોટા ભાગના વિચારીએ છીએ કે આપણી પાસે સ્પષ્ટ હેતુ છે, જેમાં આપણે માનીએ છીએ, અને તેની લાઈન દોરીમાં આપણે આપણાં જીવનને દોરી જઈએ છીએ તેમજ એ હેતુ પ્રાપ્ત કરવાની ધારણામાં વારંવાર આપણને થાય છે કે આ હેતુ કાયમી નથી. તે બદલાતો રહે છે. જે હેતુ પ્રાપ્ત કરવા માટે આપણું સમગ્ર જીવન સમગ્રિત કરવા તૈયાર હોઈએ છીએ, તે જયારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે આપણને લાગે છે કે આપણે હજુ પણ પરિપૂર્ણતાની લાગણી અનુભવતા નથી. આપણે અધૂરા છીએ. માણસ જાતનો સાચો સ્વભાવ એ છે કે ભૌતિક સમૃધ્ધિથી તેને ક્યારેય સંતોષી શકાય નહીં.
માણસનો 'સ્વ' કંઈક બીજું ઝંખે છે, તે માસ્ટરને ઝંખે છે.
પછી આપણે માસ્ટરને મળીએ છીએ. આપણી જેમ ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને મળ્યા છે. આપણામાંના ઘણાં એવા છે જેને તેઓ 'વ્યાવસાયિક જિજ્ઞાસુઓ કહે છે. જેઓ તેમને મળ્યા છે પણ હજુ સુધી આપણી માન્યતાઓ, જ્ઞાન અને અનુભવોના મૂલ્યો ઉપર સતત વાત થવા છતાં સેંકડો પ્રશ્નોના જવાબો મેળવી શક્યા નથી. બસ તેમને મળતાં જ પ્રશ્નો અદૃશ્ય થઈ જાય છે. શંકાઓ હોય છે અને સતત શંકાઓ રહે છે, પરંતુ વધારે પ્રશ્નો ઉદ્દુભવતા નથી.પ્રશ્નો ઉદ્દભવે તે પહેલાં જ તેના જવાબો મળી જતાં હોય તેવું લાગે છે.
ઉપરાંત એવું કોઈ પાસું છે, જે વ્યક્તિના જીવનમાં પ્રાપ્ત થતી સફળતા - ભૌતિક અને આધ્યાત્મિક - બંન્નેમાં યોગદાન આપે છે. શું તે 'કર્મ', નસીબ અથવા મંઝિલ, અથવા આધ્યાત્મિક ગુણાંક છે જે આધ્યાત્મિક દ્રષ્ટિમાં આપણી ક્રાંતિનું માપ કાઢી શકે છે ? હું શા માટે છું ? હું શું છું ? હું કેટલી ઉંચાઈએ પહોંચવાનો છું ? જીવનમાં મારો ઉદ્દેશ શું છે ? હું કોણ છું ?
ઉપર ઉઠવાની આપણી આ આકાંક્ષા અને આપણે કોણ છીએ તે સમજવાની ઉત્કંઠા હજૂ પણ આપણામાંના ઘણાંને હજુ પણ હંકારી રહી છે. આ એ સર્જનાત્મક તણાવ છે, જે આપણને માસ્ટર પાસે લઈ આવે છે. આ એ જ સર્જનાત્મક તણાવ છે જે આપણા મનના પ્રતિકાર છતાં વારંવાર માસ્ટર તરફ દોરી જાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આધ્યાત્મિક માસ્ટર છે, તેઓ કહેવાતા ધાર્મિક પાખંડમાં શ્રધ્ધા રાખતાં નથી. તેઓ વ્યક્તિના રોજીંદા જીવનમાં કેમ જીવવું તેના વ્યવહારુ મુદ્દાઓની વાત કરે છે, રોજે રોજ, કલાકે કલાકે, મિનિટે મિનિટે અને સેકંડે સેકંડે કેવી રીતે જીવવું તે સમજાવે છે; વ્યક્તિ જે વાત શાસ્ત્રો અથવા પરંપરાગત જ્ઞાનને સમજીને ગ્રહણ નથી કરી શકતી, પરંતુ માત્ર તેમની હાજરી અને તેમના અંતિમ સત્યના અનુભવોમાંથી; જે તેમના અનુભવમય ડહાપણને સ્વીકારવા તૈયાર હોય, જેઓ પોતાની જવાનીના વર્ષો પોતાની જાતને ઉચ્ચતર કક્ષાએ લઈ ગયા છે, સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રીતે, જેમની અદ્રુભૂત દિવ્યતા અને શક્તિ આપણામાં એવી હૂંફ અને તેજસ્વીતા લાવે છે, જેનો આપણે પહેલાં ક્યારેય અનુભવ કર્યો નહોતો.
તેમની હાજરીમાં આપણાં પ્રશ્નો વરાળ બનીને ઉડી જાય છે. તેમની સામે શાંતિથી બેસવું એ જ મેડિટેશન છે.
તમે જયારે મારી પાસે અજનબી તરીકે, બારીમાંથી ડોકીયું કરનાર તરીકે આવો છો ત્યારે મને તમને મગજની કેન્ડી ઓફર કરવાની મજા આવે છે અને તમે તેના સ્વાદની મીઠાશ લો છો અને પાછા જતા રહો છો. તમે જ્યારે કોઈ ઈચ્છાની શોધખોળ સાથે નજીક આવો છો, ત્યારે તમે મારી જવાબદારી બની જાવ છો. તમને તમારા સાચા 'સ્વ' ની ઓળખ કરાવી આપવાનું મારું વચન છે. મારા નજીકના અને સ્નેહીઓ તરફની મારી કરૂણા એ વખતે ઘણી કઠોર હોય છે !
જીવંત માસ્ટરની હાજરી એક અંતિમ સર્વોચ્ચ ભેટ છે. ભગવાન આપણાંમાંના મોટાભાગના માટે એક ખ્યાલ છે; અમુક માટે એ મજાક છે. ઘણાં બધા માટે એ પૂજા છે. ભગવાન માટે શું કરવું જોઈએ એ માટેની કોઈ સામાન્ય સમજણ નથી. ધર્મો હોય કે ધાર્મિક નેતાઓ એ ધારે છે કે તેઓ આપણને ભગવાન તરફ દોરી જાય છે, તેઓ આ બાબતમાં સૌથી મોટા પાપીઓ છે. એ લોકો વિખવાદ કરાવીને શાસન કરે છે. એ લોકો લડે છે અને સર્વનાશ કરે છે. એક વ્યક્તિ માટે ભગવાન પાસે પહોંચવા માટે મૂર્તિ મહત્ત્વની છે; બીજા માટે મૂર્તિપૂજા પાપ છે : દરેક માટે તેના શાસ્ત્રો અને ભગવાનની છાપ જ એક માત્ર આત્મોધ્ધારનો રસ્તો છે.
તેમ છતાં દરેક પ્રમાણભૂત ધર્મ ભગવાનને આપણી અંદર અનુભવવા માટે જ સર્જાયો હતો. સમય જતાં ધર્મોનો આ મૂળભૂત ઉદ્દેશ્ય ભૂલાઈ જવાયો અને નિયમનકારી રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું અને એવી તરકીબો શોધી કાઢવામાં આવી કે દરેક ધર્મ ભય અને લાલચથી નિયમન કરવા લાગ્યો. લોકોને પાપી સાબિત કરવામાં આવ્યા, જેથી તેમને અંકુશમાં રાખી શકાય. આમ કરીને તેના દ્વારા આત્મોધ્ધારની જગ્યાએ ધર્મમાં ત્રાસવાદ અને ધર્મ ઝનુન ઘુસાડવામાં આવ્યા.
આપણાંમાના ઘણાંએ વ્યાવસાયિક કારકિર્દીમાં આપણે જે મેળવવાનું નક્કી કર્યું હોય તે મોટાભાગનું મેળવી લીધા પછી આપણને નવાઈ લાગે છે કે આપણને આ બધું પહેલાં ક્રમમાં શા માટે જોઈતું હતું. આ પ્રાપ્તિઓ માત્ર ક્ષણિક આનંદ જ લાવે છે.
જેવો આ ક્ષણિક આનંદ ક્ષીણ થઈ જાય છે આપણને સુખના બીજા ઠેકાણાની શોધ શરૂ કરવાની જરૂરીયાત લાગે છે અને આપણે તેની પાછળ દોડવાનું શરૂ કરીએ છીએ, આપણે જે કંઈ મેળવ્યું હોય તેનો પૂરો આનંદ મેળવીએ એ પહેલાં જ હંમેશા પ્રશ્ન આવે છે, 'હવે પછી શું ?'
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, આપણે આપણી જીંદગીમાં જે અજ્ઞાનના અંધકારના થર ઉપર થર ભેગા કર્યા છે તેના પર આપણી ભીતર પ્રકાશનો દીપ પ્રગટાવે છે.
ઉપનિષદ્દ કહે છે : 'તમસો મા જયોતિર્ગમય' તેનો અર્થ છે, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈજા.
આ અસહાયતાની અભ્યર્થના સાથે આપણે માસ્ટર પાસે આવીએ છીએ. એ તેની કૃપા દ્રષ્ટિ છે, જે આપણો હાથ ઝાલીને આપણને પ્રકાશના માર્ગ પર મુસાફરી કરાવે છે.
માસ્ટર, માસ્ટર સર્જન છે. તે આપણા અહમૂની કેન્સર ગ્રસ્ત ગાંઠને કાપી નાંખે છે અને જૂઠાણાંને દૂર કરે છે, તેમજ આપણને આપણા મૂળભૂત સાચા સ્વ ની વાસ્તવિક્તા તરફ ખુલ્લા કરે છે. આપણે જેટલા વધુ તેની નજીક જઈએ છીએ, તેટલા જ તે વધારે તપે છે !
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે,
દરેક ધર્મોમાં મળભત સત્ય એક સરખું જ છે. એક વખત આ સત્યનું ભાન થઈ જાય એટલે ધર્મોની બેડીઓ આપોઆપ ખરી પડે છે.
સાચા માસ્ટર સાથે આપણી અંદર કોઈ પણ ધાર્મિક બંધનો વગર જ આંતરિક વિકાસ થવા લાગે છે. માસ્ટર તરફથી શિષ્ય અને માસ્ટર વચ્ચે કોઈ જબરદસ્તીના બંધનો હોતાં નથી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
તમારે જેટલા માસ્ટરો પાસે જવું હોય તેટલા માસ્ટરો પાસે જાવ, પરંતુ દરેક પાસેથી કંઈક મૂલ્યવાન અર્થપૂર્ણ શીખો. તમે જઈ શકો એટલા બગીચામાં સૌથી વધુ સુંદર ફૂલો ચૂંટવા જાવ અને તેમાંથી તમારા માટે સુંદર ગુલદસ્તો બનાવો.
લોકો ઘણાં માસ્ટરો પાસે જાય છે પરંતુ સમસ્યા એ છે કે તેઓ તેમાંના કોઈ પાસેથી કશું જ શીખતાં નથી. તેઓ માત્ર બારીમાંથી ઝાંકનારા છે. જાય છે, અંદર જુએ છે અને દૃર ચાલ્યા જાય છે અથવા, તેઓ આવે છે અને માસ્ટરના ઉપદેશને ગ્રહણ કરવાને બદલે તેના વ્યક્તિત્વમાં જકડાઈ જાય છે અને સમાજમાં મુશ્કેલીઓ પેદા કરવાનું શરૂ છે. અથવા તેઓ માસ્ટરના કઠોર પ્રેમથી આઘાત પામી જાય છે અને તેમને માટે સરળ હોય તેવા બીજા માસ્ટરની શોધખોળમાં લાગી જાય છે.
જો જિસસ ક્રાઈસ્ટ અને ભગવાન કૃષ્ણ એકબીજાને મળે, તો તેઓ એકબીજાને ભેટી પડે, તેઓ બન્ને એન્લાઈટેન્ડ માસ્ટરો છે. તેમ છતાં જે ઘેટાંઓ જિસસના અનુયાયીઓ હશે અને જે ગાયો કૃષ્ણાની અનુયાયીઓ હશે તેઓ હંમેશા લડવા પર આવી જશે અને સાબિત કરવા મથશે કે કોના માસ્ટર મહાન છે ! આવી જ રીતે ધર્મના નામે માસ્ટરોમાં પણ આવી વિલક્ષણતાઓ પેદા કરે છે. તેમાં કોઈ મોટો તફાવત નથી.
આ પુસ્તક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવનનો પ્રેરણાત્મક હિસાબ છે, જે તેમણે જે માર્ગે મુસાફરી કરી છે તે દર્શાવે છે, જેથી આપણા પોતાના આંતરિક 'સ્વ' ના સાચા સ્વભાવની શોધખોળ માટેની ઈચ્છા પ્રગટી શકે. આ પુસ્તકનો એક માત્ર ઉદ્દેશ્ય છે કે જે આપણને બતાવે છે કે આપણે ખરા અર્થમાં સિંહો છીએ, ઘેટાં નહીં.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM વારંવાર કહે છે,
'અહીં હું, મારું દિવ્યત્વ સાબિત કરવા નથી આવ્યો; અહીં હું એ સાબિત કરવા આવ્યો છૂં કે તમે દિવ્ય છો.'
સત્ય અને હકીકત
મહાભારતના રચયિતા વ્યાસનો યુવાન પુત્ર શુકબ્રહ્મા મહાન સાધુ હતો અને તે તેના કરતાં મોટી વયના સાધુઓને ધાર્મિક ઉપદેશ આપતો હતો. તેણે તેમને ભગવાન વિષ્ણુની ભાગવતની કથા કહી હતી, જે કૃષ્ણાવતારની કથા છે.
કથાની પૂર્ણાદ્યુતિ વખતે સભામાં બેઠેલા ઋષિઓમાંથી એકે આંસુભરી આંખે, આવેશમાં આવીને સુકબ્રહ્માને કહ્યું, "મહેરબાની કરીને આમાંનું કંઈપણ શબ્દોમાં ઊતારતા નહીં. એક વખત શબ્દોમાં ઊતરી જશે, પછી તેની અંદરનું ગહન સત્ય, તેની સર્વાંગ સુંદરતા જે ક્યારેય શબ્દોમાં વ્યક્ત થઈ શકશે નહીં, તે નષ્ટ થઈ જશે. પછી કોઈપણ અહીં શું બન્યું હતું એ જાણી નહીં શકે, માત્ર શબ્દોથી અહીં જે બન્યુ હતું એનો અનુભવ કોઈ પણ નહીં કરી શકે, કથા કહેતી વખતે જે શક્તિના સ્પંદનો પેદા થયા હતા, શબ્દોની પાછળ જે જુસ્સો હતો, અને તમને સાંભળતી વખતે અમારા આત્માને જે અનુભવ થયો હતો તેવો અનુભવ શબ્દો વાંચીને ક્યારેય થઈ શકે નહીં. આખી બાબતમાં જે સત્ય છે, જે શક્તિ છે તેની પાછળની હકીકત ઝાંખી પડી જશે.
શુકે કહ્યું, 'હું તમારી સાથે સંમત છું.' પરંતુ આપણે તેને શબ્દોમાં લખવાની જરૂર છે, જેથી ભવિષ્યની પેઢી તેને વાંચીને તેમાંથી પ્રેરણા લઈ શકે. આ શબ્દો, જે વાંચશે તેના માટે પ્રેરણા અને ચાલકબળ માટેનો મહાન સ્ત્રોત બની જશે, તે તેમને શબ્દો પાછળના સત્યનો અનુભવ કરવા તરફ દોરી જશે, આટલું પુરતું છે.
અમારા માસ્ટરની જીવનકથા લખવાનું આ જ કારણ છે. એ સાચું છે કે સત્ય, અનુભવજન્ય સત્ય ક્યારેય શબ્દોમાં પકડી શકાય નહીં. છતાં પણ આ અનુભવજન્ય સત્ય, અહીં વ્યક્ત કરવામાં આવ્યું છે, જે લાખો લોકોને પ્રેરણા પૂરી પાડી શકે છે.
ઐતિહાસિક કથાઓમાં હકીકતો અને કાળક્રમની માહિતીઓ હોય છે. પશ્ચિમ હંમેશા હકીકતોમાં રસ ધરાવતું રહ્યું છે; કાળગણનમાં; ઈતિહાસમાં; એવી બાબતોમાં જેની અમુક અર્થોમાં ચકાસણી કરી શકાય. પશ્ચિમી વિજ્ઞાનમાં બાબતોને બુધ્ધિથી સાબિત કરવાની જરૂર પડે છે; તેને તર્કોથી સાબિત કરવી પડે છે, જેથી દુનિયા સામે રજુ કરી શકાય. પૂર્વ સત્ય ઉપર જ વધારે ભાર મૂકે છે.
સત્ય રૂપક છે, અર્થાલંકારિક છે, હકીકત યુક્ત નથી. તે દેશ અને કાળથી પર છે; તેને સીધા તર્કોથી સાબિત કરી શકાય નહીં. જો તર્કો સત્ય ને સાબિત કરી શકે તો પછી તર્કોએ સત્યથી મહાન બનવું પડે, જે ક્યારેય બની શકે નહીં ! આ જીવનકથા શક્ય એટલી શ્રેષ્ઠ રીતે સત્ય અને હકીકત બન્ને પેદા કરે છે.
ભગવાન વિષ્ણુના અવતાર, મહાન રાજા રામ વિષે વાલ્મીકિએ લખેલી રામાયણ વિખ્યાત હિંદુ ધર્મ ગ્રંથ છે. આ કથામાં રાક્ષસ રાવણ, રામની પત્ની સીતાનું અપહરણ કરી જાય છે. રામ જયારે રાવણની શોધખોળ કરવા પીછો કરતા હતા, ત્યારે કિષ્ક્રિંગા રાજયમાં રહેતા વાનરો પાસેથી મદદ માગી હતી. આ રાજ્યનું સંચાલન વાલી અને સુગ્રીવ કરતા હતા, અને તેમના સહાયક વાનર સમગ્ર ભારતમાં ભગવાન તરીકે પૂજાતા હનુમાન હતા.
રામાયણમાં કિશ્કીન્ધાનું વર્ણન કરતી વખતે વાનરોની સંખ્યા વિષે ચોક્કસ આંકડો આપ્યો છે. જો ખરેખર જોવા જઈએ તો કિષ્ઠિધાનું જે વર્ણન કર્યું છે તે મુજબ, તેમણે સંખ્યાનો જે આંકડો આપ્યો છે, તે બંધબેસતો આવી શકે નહીં, કિષ્ઠિધા આટલા બધા લાખો વાનરોને સમાવી શકે જ નહીં. વાલ્મીકિ સંખ્યા દ્વારા વાનરોની શક્તિની રજુઆત કરી રહ્યા હતાં, વાનરોની ચોક્કસ સંખ્યા નહીં.
વાલ્મીકિનું દર્શન સત્યને લગતું હતું. તેમનું ધ્યાન સત્ય પર હતું નહીં કે હકીકતોની રજુઆત કરવા પર.
વિજ્ઞાનને દરેક બાબત ચકાસેલી અને પ્રમાણાત્મક ગમે છે. એનો મતલબ એ નથી કે જે બાબતો વિજ્ઞાને ચકાસેલી અને પ્રમાણભૂત ના કરેલી હોય તે સત્ય નથી. વિજ્ઞાનના સર્જન પહેલાં પણ ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરતો જ હતો; તેનું અસ્તિત્વ જયારથી સમગ્ર બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છે જ; નહિંતર સૂર્ય અને ગ્રહો જે રીતે ફરી રહ્યા છે તેઓ હંમેશા ફરતા ના હોત. ન્યુટને ગુરુત્વાકર્ષણના નિયમને થોડી સદીઓ પહેલાં જ
'શોધી' કાઢ્યો છે, અને સમાજ તેમજ ધર્મ આ 'શોધ' ને વૈજ્ઞાનિક હકીકત રૂપે સ્વીકારતા પહેલાં અજાગૃત હતા. પૃથ્વી હંમેશા ગોળ જ છે; એ સત્ય જ છે, છતાં આ સત્ય ઉપર કડવી સ્પર્ધાઓ થઈ અને અંતે છેલ્લી સહસ્ત્રાબ્દીમાં તેમાં સંમતિ સધાઈ હતી.
યથા-દર્શનમાં વિજ્ઞાન મર્યાદિત છે. એ ગાઢ અને અંધકાર ભર્યા જંગલમાં એક નાનાદીવાથી પ્રકાશ પાડવાનું કામ કરતું હોય તેવું છે. દીવો રસ્તાપર થોડા ફૂટ પર પ્રકાશ પાથરે છે, અને વિજ્ઞાન એ થોડા ફૂટમાં જે જુઓ છે તેના આધારે પોતાના સિધ્ધાંતો રજુ કરે છે. પછી તેઓ દીવા સાથે થોડા ફ્ટ વધારે આગળ જાય છે અને એટલૂં થોડ્ડં વધારે જુએ છે. તેઓ અત્યારે જે જૂએ છે તે તેમણે પહેલાં જોયું હોય તેના કરતાં અલગ હોય છે. તેથી તેઓ નવા સિધ્ધાંતો સાથે આગળ આવે છે અને પહેલાંના સિધ્ધાંતોને રદ કરી નાંખે છે. વિજ્ઞાન આવી રીતે કામ કરે છે. કલ્પના કરો કે એક જ ફલેશ લાઈટમાં આખું જંગલ જોઈ શકાય તો શું થાય ! માસ્ટરો આવી રીતે સમગ્ર બાબત, સમગ્ર સત્યને જુએ છે. વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે આ જ ફરક છે.
દા.ત. જયારે કોઈ એન્લાઈટેન્ડ માસ્ટર માટે પૂછવામાં આવે કે તેમની ઉંમર શું છે. તો તેમની આંકડાકીય હકીકત દર્શાવતા જવાબ કરતાં, તેમના સમયાતીત અસ્તિત્વના સત્ય કરતાં ઘણો બધો અલગ હોઈ શકે છે ? સદીઓથી લોકો ઘણી ખોટી બાબતોમાં સહન કરતાં આવ્યા છે કારણ કે તેમણે તેમની ભીતરમાં જે સત્ય જોયું હતું, તે સમાજ અને આયોજીત ધર્મો સાથે સુસંગત નહોતું.
આ પુસ્તકમાં, આંકડાકીય અને ઐતિહાસિક બન્ને હકીકતોને હયાત સત્ય સાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હકીકતો ૧૨૦ ડીગ્રીના સીધા દ્રષ્ટિપાતને લઈને આપણી સામાન્ય ક્ષમતામાં મર્યાદિત હોય છે. સત્ય ૩૬૦ ડીગ્રીનું આધ્યાત્મિક દર્શન હોય છે, જે માત્ર એન્લાઈટેન્ડ માસ્ટરો પાસે જ હોય છે. આ પુસ્તક એન્લાઈટેન્ડ માસ્ટરનું ૩૬૦ ડીગ્રીનું દર્શન રજૂ કરે છે જેને શક્ય એટલી ઓછામાં ઓછી વિકૃતિ સાથે ગ્રહણ કરવા મથામણ કરવી જોઈએ. આ પુસ્તક હકીકતીય હકીકત છે અને સત્યકીય રીતે સત્યવર્ધી છે. એ રહસ્યવાદની પૂર્વની પધ્ધતિ અને પશ્ચિમની તર્કની પધ્ધતિનો સુમેળ દંગે રહ્યું.
હકીકતો અને સત્ય હંમેશા સાથે ચાલી શકે નહીં ; હકીકતો એક-પરિમાણીય હોય છે, સમય સાથે સંબંધિત હોય છે, જયારે સત્ય અવકાશ અને સમયથી પર હોય છે; તે બહુ-પરિમાણીય હોય છે.
નિત્યાનંદમાં - નિત્ય દિવ્ય આનંદ, સત્ય અને હકીકતો એકરૂપ થયેલાં છે.