પ્રકરણ - ૨
અરૂણાચલ : આધ્યાત્મિક સંરક્ષણ કક્ષ
'અક્ષરા મનામાલાઈ' ગીતમાં મહાન એન્લાઇટેન્ડ માસ્ટર, ભગવાન રમણ મહર્ષિ અરૂણાચલ વિષે ગાય છે કે દિવ્ય પહાડ શિવની શક્તિનું સ્વરૂપ છે.
હે અરૂણાચલ ! મને કહે આપણાં બે ની વચ્ચે કોણ વધારે જ્ઞાની છે ? હું મારી જાતને તને સમર્ષિત કરું છું. કોઈપણ જાતની ભૌતિક ઉપલબ્ધ વગર અથવા સ્વર્ગીય મૂલ્ય અને દિવ્ય વળતર રૂપે હું તને મેળવું છું. !
જેવી રીતે પાણીમાં બરફ ઓગળી જાય છે, એવી રીતે તું મને તારા સ્વરૂપમાં જે શુદ્ધ સ્વરૂપ છે તેમાં ઓગાળી દે.
અરૂણાચલની પૌરાણિક કથા : શિવ વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચેના વિખવાદનું નિરાકરણ કરે છે.
તિરૂવન્નામલાઈ નામનું નાનું શહેર, દક્ષિણ ભારતમાં તામીલનાડુ રાજયમાં આવેલું છે.
શુદ્ધ તામીલમાં તેને 'થીરૂ અન્ના મલાઈ' કહેવાય છે, જેનો મતલબ છે 'પૂજય આદરભાવ ધરાવતો અગમ્ય પહાડ'. આ શહેરને આવું નામ ઊંચા અને પ્રચંડ પહાડ, વધારે મધ્યમ કદનાં ટેકરા પર સ્થિત હોવાને કારણે નહીં પરંતુ તેનો આધ્યાત્મિક સચિતાર્થ છે કે આ જગ્યા આધ્યાત્મિક શોધખોળ કરનારાઓ માટે માન્યતા પ્રાપ્ત હતી એટલે આપવામાં આવ્યું છે સમગ્ર શહેર પહાડ અને 'ગિરિવલમ' આસપાસ વિકસ્યું છે. આ પહાડની આસપાસ પગપાળા પરિક્રમા કરવી એ પવિત્ર કાર્ય છે અને આધ્યાત્મિક મૂલ્ય વર્ધક છે.
સંસ્કૃતમાં આ પહાડને અરૂણાચલ કહેવાય છે. જેનો અર્થ થાય છે 'પ્રભાતનો અચલ તારો', સાદા નામમાં 'લાલ પહાડ' કહેવાય છે. શક્ય છે કે તેના લાલાશ પડતા દેખાવને લીધે આવું નામ આપ્યું હોય. અરૂણ, પ્રભાતનો તારો, ભગવાન સુર્યનારાયણનો સારથિ છે. અરૂણ સુર્યના સાત સફેદ ઘોડા જોડેલા રથને હંકારે છે.
આદિકાળથી અરૂણાચલની ગુફાઓ અને ઢોળાવો પર સંતો રહેતા આવ્યા છે, અને તેનાથી પવિત્ર થયા છે અને બદલામાં તેને પવિત્ર કર્યો છે. આદિ શંકરા, મહાન હિંદ્દ સુધારક સંતે અરૂણાચલનું વર્ણન મેરુ શિખર તરીકે કર્યું છે, જે ભગવાન શિવનું અગમ્ય હૃદય કેન્દ્ર છે. અરૂણાચલ પોતે જ અસાધારણ પર્વત તરીકે પ્રગટ થાય છે.
રહસ્યમય ગુપ્તતામાં વિટેળાયેલ તેની સમપાતી ભવ્યતા, જેના પર સદીઓથી પૌરાણિક કથાઓ આધારીત છે એવા અરૂણાચલની હાજરી ભૌતિક સ્થુલ સ્વરૂપ કરતાં આધ્યાત્મિક રીતે વધારે છે. મહાન એન્લાઈટેન્ડ માસ્ટર ભગવાન શ્રી રમણ મહર્ષિ અરૂણાચલને 'દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર' કહે છે.
અરૂણાચલ 'છૂપા ઈશારા કરનાર' તરીકે ઓળખાય છે તેમાં કશું નવું નથી. અરે કોઈ સામાન્ય મુસાફર પણ એક વખત તેના પર પોતાની નજર માંડે તો ન સમજાય તેવા આકર્ષણથી તેની પવિત્ર હાજરીનો વારંવાર અનુભવ કરે છે. આધ્યાત્મિક સાધના કરનારાઓને આજે પણ સામાન્ય રીતે 'અરૂણાચલનો બુલાવો આવ્યો છે' એવો અનુભવ થાય છે.
અરૂણાચલની પૌરાણિક કથા અને તિરૂવત્રા મલાઈની મધ્યમાં આવેલ અરૂણાચલેશ્વરના મંદિરની કથા નીચે મુજબ છે :
પ્રાચીન હિંદુ શાસ્ત્રોમાં સર્જન કરનાર ભગવાન બ્રહ્મા અને પોષણ કરનાર, પાલનહાર ભગવાન વિષ્ણુ વચ્ચેના વાદ-વિવાદની એક કથા છે. જેમાં બે માંથી કોણ વધારે મહાન છે, તેની ચર્ચામાં 'હિંદુ ધર્મ ના દિવ્ય દેવ મંડળમાં ત્રણ ભગવાનની એક ત્રિમૃર્તિમાં બ્રહ્મા અને વિષ્ણુ બે છે' તેઓ બન્ને આનો ઉકેલ લાવી શકતા નહોતા. ત્રિમૂર્તિમાંના ત્રીજા નવસર્જન કરનાર - શિવ સિવાય આ લડાઈનો ઉકેલ કોઈ લાવી શકે તેમ ન હતું.
આ બન્ને સામે શિવ તેમના વિશ્વસ્વરૂપે-બ્રહ્માંડીય સ્વરૂપે-ઉપસ્થિત થયા; પ્રકાશનાં પૂંજ રૂપે પ્રગટ થયા. પૂંજના બે છેડા તેમનું માથું અને પગ હતાં જે દેખાતા નહોતા. તેમણે બન્નેની સામે જોયું અને કહ્યું : તમારા બેમાંથી જે કોઈપણ મારા બન્ને છેડા શોધી કાઢશે તે તમારામાંથી મહાન ગણાશે.
બ્રહ્માએ હંસનું સ્વરૂપ ધર્યું અને શિવના મસ્તક તરફ ઉડ્યા અને વિષ્ણુએ ભૂંડનું રૂપ ધારણ કર્યું શિવના પગ શોધવા માટે પૃથ્વીમાં દર કોતરવા લાગ્યા. એમણે ઘણાં બધા યુગો સુધી શોધખોળ કરી. અનંત પ્રયાસો પછી વિષ્ણુને લાગ્યું કે તેઓ જે શોધે છે તેમાં સફળ નહીં થાય એટલે તેમણે શિવ સમક્ષ પોતાનો અહમુ સમર્પિત કરી દેવાનું નક્કી કર્યું. તેમણે શિવને કહ્યું કે દિવ્ય સ્વરૂપની મર્યાદા શોધવાનો ઘમંડ ભર્યો પ્રયત્ન કરવા બદલ ક્ષમા કરી દો. શિવે તેમની પ્રામાણિકતા બદલ આશીવાદ આપ્યાં. બ્રહ્મા તેમની નિષ્ફળતા સ્વીકારી શક્યા નહીં. ઉપર તરફ ઉડતી વખતે તેમણે એક ફૂલને નીચે પડતા જોયું અને ફૂલને પૃછ્યું કે તું ક્યાંથી આવી રહ્યું છે. ફૂલે કહ્યું કે તે શિવના કાન પાછળથી પડી નીચે આવી રહ્યું છે. બ્રહ્માએ પૂછવું. 'તું કેટલા સમયથી મુસાફરી કરી રહ્યું છે ?' ફુલે જવાબ આપ્યો, 'હું બ્રહ્માના ચાર ્યુગોથી નીચે પડી રહ્યું છૂં !' બ્રહ્મા અચંબામાં પડી ગયા અને તેમને ભાન થયું કે શિવનું મસ્તક શોધી કાઢવાની કોઈ આશા નથી, પરંતુ હજુ પણ તેઓ પોતાની હાર સ્વીકારવા તૈયાર નહોતા.
બ્રહ્માએ નક્કી કર્યું કે તેઓ શિવને તેમના કાન પાછળથી ફુલ મળ્યું છે, તેના વિષે જુઠું કહેશે. તેણે ફુલને પૂછ્યું કે મેં તને શિવના મસ્તક પરથી લીધું છે, એવી સાક્ષી તું આપીશ ? ફૂલ ખચકાયું. પરંતુ બ્રહ્માએ તેને સમજાવીને એવી ખાતરી કરાવી કે શિવને આ જુઠાણાની કોઈપણ રીતે ખબર નહીં પડે. ફુલને બધા જ સર્જનોના ભગવાન એવા બ્રહ્માને ના કહેત ડર લાગતો હતો એટલે તે જુઠું બોલવા માટે સંમત થઈ ગયું. પોતાના મૃળ સ્વરૂપમાં પાછા આવી ગયેલા શિવ પાસે આવીને બ્રહ્માએ જાહેર કર્યું કે તેણે શિવનું મસ્તક જોયું છે અને તેના પુરાવારૂપે આ ફૂલ લાવ્યા છે.
શિવ, શું બન્યું હતું તે તરત જ જાણી ગયા અને તેમની સામે ખોટૂં બોલવ માટે ક્રોધિત થઈ ગયા. તેમણે બ્રહ્માને સજા ફરમાવતા કહ્યું, 'તમે જુઠ્ઠ બોલ્યા છો માટે લોકો ફરીથી હવે ક્યારેય તમારી ભક્તિ કે પૂજા નહી કરે.' તેમણે ફૂલને સજા કરતાં કહ્યું, 'મારી પુજામાં તારો ક્યારેય ઉપયોગ થશે નહીં.' તે દિવસથી બધા સર્જનોના સર્જનહાર બ્રહ્માનાં ક્યાંય મુખ્ય મંદિરો નથી અને શિવની પૂજામાં ક્યાંય પેલા ફુલ ચડાવવામાં આવતું નથી. બ્રહ્માને પોતાની ભૂલનું ભાન થયું અને શિવની ક્ષમા મેળવવા સાધના કરી. વિષ્ણુ અને બ્રહ્મા બંશ્રેએ શિવને તેમનું પ્રકાશ પૂંજનું સ્વરૂપ જાળવી રાખીને બ્રહ્માને આશીર્વાદ આપવા માટે પ્રાર્થના કરી.
તેમની પ્રાર્થનાથી રાજી થઈને દિવ્ય પ્રકાશના સ્વરૂપે, ઝગમગતો પર્વત અરૂણાચલ બની ગયા, અને અરૂણાચલેશ્વર નામે શિવલીંગ સ્વરૂપ ધારણ કરીને તિરૂવશ્વામલાઈમાં મંદિરમાં પ્રતિષ્ઠીત થયા.
અરૂણાચલેશ્વરનું મંદિર : સૌથી મોટું શિવ મંદિર
હિંદ્દુઓ પરંપરાગત રીતે શિવની લીંગ સ્વરૂપે પૂજા કરે છે, જેનો મૂળભૂત અર્થ જાતીય ઈન્દ્રીય અથવા સેક્સ થાય છે અને ખાસ કરીને ધાર્મિક સૂચિતાર્થ શિવ થાય છે. સત્ય એ છે કે, લીંગ, સર્જન અને નવસર્જનની ક્રિયા દર્શાવે છે. જે જન્મ, મરણ અને પુનર્જન્મનું વર્તુળ છે. માટે લીંગ સ્ત્રી અને પુરુષને એક સૂત્રીત કરે છે. તે શિવ અને શક્તિ, કુદરત અને શક્તિને અભિવ્યક્ત કરે છે.
શિલ્પ સ્વરૂપમાં લીંગ પુરુષ અને સ્ત્રીના જનનાંગોનું, ત્રિમૂર્તિના બીજા બે રૂપો સર્જક બ્રહ્મા અને પાલન કરનાર વિષ્ણુની ગુપ્ત એકસૂત્રતાનું સંયોગીકરણ છે. અમુક જગ્યાઓમાં લીંગ સ્વરૂપમાં શિવને પ્રકાશ અથવા અગ્નિ જેવી અનંત શક્તિ તરીકે જોવામાં આવે છે.
તિરૂવશ્વામલાઈમાં આવેલ અરૂણાચલેશ્વરનું મંદિર ભારતમાં શિવનું સૌથી મોટું મંદિર છે. તે દક્ષિણ ભારતમાં આવેલ પાંચ પવિત્ર લીંગોમાંનું એક છે. અહીં શિવની અગ્નિ તત્ત્વ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે, પંચમહાભૂતના એક તત્વરૂપે – આ પાંચ મૂળભૂત અનંત તત્ત્વો છે : પૂથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ. બીજા શિવ મંદિરોમાં તેમની પૂજા વિવિધ રૂપે થાય છે; આકાશ સ્વરૂપે ચિદામ્બરમ્, હવા રૂપે કાલાહસ્તી, પુથ્વીરૂપે કાંચીપુરમ અને પાણી રૂપે તિરૂવજ્ઞાઈક્કવલ. એવું પણ માનવામાં આવે છે કે અહીં અરૂણઆચલમાં કાર્તિકી પૂર્ણિમાને દિવસે શિવ તેમના અર્ધાંગીની પાર્વતી સામે પ્રકાશના પૂંજ રૂપે પ્રગટ થયા અને પાર્વતીએ તેમને પોતાની સાથે જોડાઈને એક થઈ જવા માટે પ્રાર્થના કરી.
તામીલમાં લગભગ ૭ મી સદીમાં તામીલ સંત થીરૂજ્ઞાના સામ્બન્દાર દ્વારા અરૂણાચલનું મંદિર કવિના સ્વરૂપે ગવાઈ રહ્યું છે. અને એવું માનવામાં આવે છે કે તેનું અસ્તિત્વ ઘણાં સમય પહેલાંથી હતું. તે ત્રણ શિલ્પ શૈલીઓનું સંયોજન છે.
અંદરનું પવિત્ર સ્થળ અને પ્રાંગણ ૯મી સદીના ચોલા સજાની શૈલીમાં બાંધવામાં આવ્યા છે. ૧ ૧ મી સદીના ચોલા રાજાઓએ તેમાં વધારાના પ્રકારા (પ્રાંગણ) અને ગોપુરમ્ (પ્રવેશ ટાવર) ઉમેર્યા હતા. જેમાં સાથે ભવ્ય કોતરણી કરાવી હતી. ત્રીજું પ્રકારા (પ્રાંગણ) અને ભવ્ય ૧૪ માળને મિનારો ૧૫ સદીની વિજયનગરમુ શૈલીમાંથી લીધા છે, જે રાજા ક્રીષ્ણદેવરાયે શરૂ કરી હતી. પછીના સમયમાં તેમાં ઘણાં વધારા કરવામાં આવ્યા હતા તેમાં (સાત પ્રાંગણ છે), જે મૂળ ચોલા બાંધકામ શૈલી સાથે સંપૂર્ણ સંવાદીતામાં છે. જે મંદિરને દ્રાવિડીયન બાંધકામ શૈલીમાં સૌથી સુંદર નમૂના તરીકે સ્થાપિત કરે છે.
ભારતના દક્ષિણ ભાગોમાં શહેરી આયોજનની પરંપરાગત શૈલીમાં, મંદિર મુખ્ય કેન્દ્ર હોય છે. જેમ કે પશ્ચિમમાં જુના શહેરોમાં ચર્ચ અને નવા શહેરોમાં ટાઉન હોલ હોય છે. મંદિરો નક્શામાં હંમેશા મોટેભાગે ચોરસ અથવા સમચોરસ આકારમાં બીજા ઘણાં ચોરસો અને સમચોરસોને એકબીજાના આધાર તરીકે કદ પ્રમાણો ગોઠવીને બનાવેલાં હતા. દક્ષિણ ભારતમાંના ઘણાં મોટા મંદિરો ઘણાં એકરોમાં ફેલાયેલા છે, તિરૂવત્રામલાઈનું મંદિર લગભગ ૨૦ એકરમાં ફેલાયેલું છે.
મંદિરના મધ્યભાગમાં મુખ્ય દેવ અથવા દેવીનું ૫વિત્ર સ્થાનક હોય છે, જેને ગર્ભગૂહ કહેવામાં આવે છે. દરેક મંદિરોને ઊંચી દિવાલો, ચારેય બાજુએ ઊંચા મિનારા હોય છે અને વિશાળ ખુલ્લા રસ્તાઓ હોય છે. જે મંદિરની ચારે બાજુએ સીમાઓ બનાવતા હોય છે. જેમ જેમ શહેર વિકસતું ગયું તેમ તેમ આ ચારેય મુખ્ય રસ્તાઓની આસપાસ વધતું ગયું. ફરીથી સમાંતર માર્ગો, ચોરસની અંદર ચોરસ, જેવી રીતે ન્યુયોર્કનું આયોજન ફરતાં ઝાળાંની ઢબથી થયું છે.
દુનિયાના વિવિધ ભાગોમાં રમણના વિચારોનો પ્રસાર કરવા માટે ઘણાં આધ્યાત્મિક કેન્દ્રો સ્થપાયેલાં છે. સમરસેટ મોમ (Somerset Mougham)જેવા ઘણાં પશ્ચિમી લેખકોએ રમણની મુલાકાત લીધી હતી અને તેમના વિષે લખ્યું હતું. રમણ અરૂણાચલને 'દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર' કહેતા હતા.
રમણની સ્વ-તપાસની પદ્ધતિ વ્યક્તિને પોતાના વિચારોના સ્ત્રોત તરફ દોરી જાય છે. રમણ કહે છે કે તમારી જાતને પૂછવાનું ચાલુ રાખો, "હું કોણ છું ?" આ તપાસ મન અને શરીરના પડોને એક પછી એક ઊખેડી નાંખે છે અને અંતે વ્યક્તિ ખરેખર શું છે તે તરફ દોરી જાય છે. કે વ્યક્તિ માત્ર મન અથવા શરીર જ નથી અથવા કંઈપણ ભૌતિક અસ્તિત્વ જ નથી, પરંતુ વ્યક્તિ ખરા અર્થમાં અંદરનો આત્મા અને દિવ્યતા છે. આ પ્રક્રિયા જયારે બૌદ્ધિક કસરતને બદલે અનુભવ દ્વારા કરવામાં આવે ત્યારે તે વ્યક્તિને સ્વ-ઓળખ સુધી લઈ જાય છે. 'સ્વ'ની સમજણ સુધી લઈ જાય છે. આ એક પદ્ધતિ કરતાં તો માસ્ટર રમણની હાજરીની કુપાદ્રષ્ટિથી તેમની આસપાસ ભેગા થયેલા શિષ્યો એન્લાઈટેન્ડ થઈ શક્યા.
રમણની સ્વ-તપાસની ફીલોસોફીએ એખાર્ટટોલે (Eckhart Tolle)જેવા ઘણાં વિચારકોને પ્રેરણા આપી છે. જેનું 'ધ પાવર ઓફ નાવ' (Power of Now) પુસ્તક તેના ભાગોમાં રમણની ફીલોસોફીમાંના મૂળ ધરાવે છે.
અરૂણાચલ આધ્યાત્મિક મનોમંથન કરાવનાર છે. માસ્ટર જયારે માનવ શરીરમાં આ દુનિયામાં પ્રવેશે છે ત્યારે પૃથ્વી પરની જડતાભરી રોજીદી જીદગી સામે ટક્કર લેવા માટે અતિશય શુદ્ધ હોય છે. તેની શુદ્ધતામાં માનવીય લાક્ષણિકતાઓનું મિશ્રણ કરવું પડે છે જેથી આ પૃથ્વી પર સ્થૂલ સ્વરૂપમાં જીવંત રહી શકે.
અમારામાંના અમુકને ૨૦૦૫ના ડિસેમ્બરમાં જે દિવસે હિંદુ વેદિક કેલેન્ડર મુજબ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો જન્મ દિવસ આવે છે, તે નિમિત્તે તેમની સાથે તિરૂવશ્વામાલાઈની મુલાકાત લેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું. વહેલી સવારે જયારે શહેર હજુ જાગવાની તૈયારી કરી રહ્યું હતું એ સમયે અમે મંદિરની આસપાસ પરિક્રમા કરી હતી. માસ્ટરે હિંદુ પરંપરા મુજબ પવિત્ર સ્થાનોમાં પગરખાં પહેરીને ન જવું જોઈએ એવું કહ્યું હતું, એટલે અમે માસ્ટરની હાજરીમાં એ પવિત્ર સ્થાનની પવિત્રતામાં સૂર્યસ્નાનનો આનંદ ખુલ્લા પગે માણ્યો હતો. એ દિવસે અમને જીદગીમાં ભાગ્યે જ મળે એવી તક માસ્ટર સાથે મંદિરમાં ગાળવા મળી હતી. જ્યાં તેઓ ઉછર્યા હતા અને જે જગ્યાને તેઓ ખૂબ જ ચાહતા હતા.
અરૂણાચલના જીવંત માસ્ટર: ભગવાન શ્રી રમણ મહર્ષિ
વર્તમાન સમયમાં તિરૂવજ્ઞામલાઈ, મહાન સંતોમાંના એક અને આધુનિક ભારત ના એન્લાઈટેન્ડ માસ્ટર ભગવાનશ્રી રમણ મહર્ષિના સંદર્ભમાં ખૂબ જાણીતું છે. રમણ જયારે સોળ વરસના હતા ત્યારે અહીં આવ્યા હતા અને પોતાના સ્થૂળ દેહના અંત સુધી પવિત્ર અરૂણાચલની હાજરીમાં જ જીવ્યા હતા. મૌન સંત તરીકે જાણીતા રમણ એન્લાઈટેન્મેન્ટના સંદેશનું આદાન પ્રદાન સ્વ-તપાસની પદ્ધતિથી કરતા હતા. માટે તેમણે ક્યારેય અરૂણાચલથી બહાર પરિભ્રમણ કર્યું નહોતું અને ખૂબ જ ઓછું બોલ્યા છે, તેમનાં કૃપાળુ અને ચમત્કારિક વ્યક્તિત્વ સાથે નિર્મળ શક્તિનો પ્રવાહ પ્રસર્યા કરતો હતો, જે હજારો લોકોને તિરૂવત્રા મલાઈ તરફ ખેંચી લાવતો હતો.
જેવી રીતે ક્લીનીકલ ઈન્ક્યુબેટર નવજાત બાળકનું રક્ષણ કરે છે, તેવી જ રીતે આ એન્લાઈટેન્ડ હસ્તીઓને આધ્યાત્મિક ઢાલની જરૂર પડે છે. જેથી કોઈપણ ભંગાણ પાડનારી બાબતોથી બચીને તેમની ઉચ્ચ સ્થિતિ સુધી વિકસી શકે. આ ઈન્ક્યુબેટર ખાત્રી આપે છે કે તેમાં આત્મા, શક્ય એટલી માનવીય લાક્ષણિક્તાઓ વગર શુધ્ધતાની નજીક રહી શકે છે. જેથી એન્લાઈટેન્ડ હસ્તી તેના માનવીય સ્વરૂપમાં રહી શકે અને છતાં પણ તેની શુદ્ધ ગુણવત્તા પણ જાળવી શકે. અરૂણાચલ એન્લાઈટેન્ડ હસ્તીઓ માટે આવું ઈન્ક્યુબેટર બનીને સેવા આપે છે, જેથી તેઓ પૃથ્વી પર અવતરી શકે .
રામકૃષ્ણ પરમ હંસ કહે છે, 'સેંકડો માખીઓ ગાય ઉપર આખો દિવસ ટોળે વળે છે. પરંતુ એ માત્ર તેનું લોહી જ પીવે છે; જ્યારે વાછરડું કદાચ દિવસમાં બે જ વખત આવે છે અને સીધું જ માતાના આંચળોને વળગે છે અને દૂધ પીવે છે અને પાછૂં વળી જાય છે.' એન્લાઈટેન્ડ માસ્ટરો પેલા વાછરડાં જેવા છે, જે અરૂણાચલમાં રહેલા આધ્યાત્મિક દૂધને પીવા માટે આવે છે.
તિરૂવશ્વામલાઈએ વારંવાર એન્લાઈટેન્ડ માસ્ટરોને જન્મ આપ્યો છે. જેમણે દુનિયાના લાખો આધ્યાત્મિક શોધખોળ કરનારાઓના જીવનને સ્પર્શ્યા છે અને તેમનું રૂપાંતરણ કર્યું છે.
એન્લાઇટેન્ડ માસ્ટરોને શા માટે દફનાવવામાં આવે છે, તેમનો અગ્નિ સંસ્કાર કેમ કરવામાં આવતો નથી.
અરૂણાચલ આધ્યાત્મિક મનોમંથન કરનાર રહ્યો છે. જેણે હજારો વર્ષોથી ઘણાં એન્લાઈટેન્ડ માસ્ટરોને પોષણ આપ્યું છે. તેની પાસે ભગવાન શિવનું પોતાનું જ પ્રતિનિધિત્વ કરનાર મહાન એન્લાઈટેન્ડ માસ્ટર અરૂણાગિરી
યોગેશ્વરાની વંશાવળી છે. તિરૂવત્રામલાઈનું વિશાળ મંદિર અરૂણાગિરી યોગીશ્વરાની જીવસમાધિ પર બાંધવામાં આવ્યું છે. અરૂણાચલેશ્વર પ્રમુખ દેવ હોવા છતાં પણ યોગીશ્વરાની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. રમણ, યોગીશ્વરાનો ઉલ્લેખ મહાન માસ્ટર તરીકે કરે છે, જેનો ઉલ્લેખ તેઓ વટવૃક્ષ નીચે બેસીને તેમની આસપાસ બેઠેલા મોટી ઉંમરના લોકોને ઉપદેશ આપતા યુવાન સાધુ તરીકે કરે છે.
હિંદુ પરંપરામાં એન્લાઈટેન્ડ માસ્ટરોને હંમેશા દફનાવવામાં આવે છે. જયારે બીજા લોકોની દહન ક્રિયા કરવામાં આવે છે. આમ કરવા પાછળ વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ છે. શરીર આપણી ઈચ્છાઓને સંઘરવાનું પાત્ર છે અને તેની સાથે યાદો સખત રીતે જોડાયેલ હોય છે, જેને 'સંસ્કાર' કહેવામાં આવે છે. 'સંસ્કાર' આપણા સંવેદનાત્મક અનુભવોનો સંગ્રહ હોય છે, તે આપો આપ આપણાં મૂલ્યો અને માન્યતાઓ બાંધે છે જે આપણી જીંદગીનું સંચાલન કરે છે, ઘણી વખત અજાણતાં જ આ યાદોનો સંગ્રહ આપણા જન્મ પહેલાં જ શરૂ થાય છે અને આપણા મૃત્યુ પછી પણ રહે છે.
ખ્યાતનામ સેલ્યુલર બાયોલોજીસ્ટ ડૉ. બ્રુસ લિસ્ટનનો અભ્યાસ બતાવે છે કે કોષીય સ્તરે માતાના ગર્ભાશયમાં રહેલું ભૂણ, બહારની દુનિયામાં તેનામાં સંગ્રહ્માયેલી યાદોને બહાર મોકલે છે. માતા-પિતા વચ્ચેનો સંવાદ અને તેમની માનસિક સ્થિતિ, ખાસ કરીને માતાની, નવજાત શિશુમાં કોષીય બંધારણ દ્વારા તેના બધા જ આંતરિક અવયોમાં સાથે આવે છે.
આવી જ રીતે, આપણે મૃત્યુ પામીએ પછી પણ યાદો જીવંત રહે છે અને આ યાદો શરીર સાથે સખત રીતે જકડાયેલી રહે છે. જો શરીરને દફન કરવામાં આવે તો આ યાદો દફન ક્રિયાની જગ્યા ઉપર અગોચર સ્વરૂપે હાજર રહે છે. એ શક્ય છે કે જે સંસ્કૃતિમાં શબને દાટવામાં આવતા હતા,
અરૂણાચલમાં શિવની હાજરી : ત્રણ સ્વરૂપોમાં રહેવાનું વચન
અરૂણાચલની પૌરાણિક કથા 'અરૂણાચલ પુરાણ' કહે છે કે ભગવાન શિવે વચન આપ્યું છે કે અરૂણાચલમાં તેઓ હંમેશા ત્રણ સ્વરૂપોમાં રહેશે: અરૂણાચલ ટેકરી તરીકે; મંદિરમાં જયોતિર્લીંગ અરૂણાચલેશ્વર તરીકે; અને તિરૂવશ્વામલાઈના શહેરમાં જીવંત અવતારોના સ્વરૂપમાં; આ સત્યને રમણ મહર્ષિ દ્વારા ફરી વખત દ્રઢ કરવામાં આવ્યું હતું.
અરૂણાચલ ટેકરી જીવંત છે. ભૂસ્તર શાસ્ત્રીય પ્રમાણો મુજબ આ ટેકરી હિમાલય પર્વત માળાઓ કરતાં પણ વધારે પ્રાચીન છે. અરૂણાચલેશ્વરના મંદિરમાં લાખો ભક્તો શિવલીંગની પૂજા કરે છે. પૂનમના દિવસે લાખો લોકો તિરૂવત્રામલાઈમાં મંદિરની મુલાકાત લેવા અને ટેકરીની પરિક્રમા કરવા માટે એકઠા થાય છે. અરૂણાચલના જીવંત માસ્ટરો તેમના કોસ્મિક મિશન પરિપૂર્ણ કરવા માટે અવતારો રૂપે આવે છે અને તેમના મિશન પૂર્ણ થતાં વિદાય લે છે. આ મહાન મંદિર શહેર, ધરતીનું આધ્યાત્મિક ઈન્કયુબેટર હોવાને લીધે, શિવે વચન આપ્યા મુજબ પૃથ્વી પર સતત આધ્યાત્મિકતાની ખાતરી આપે છે.
તિરૂવન્નામલાઈ એવું શહેર છે, જે વરસનો દરેક દિવસ મંદિરના ઉત્સવના દિવસ તરીકે ઉજવે છે. આ શહેરના દરેક ગૃહસ્થીઓ તેઓ સાધુ – સંતો હોય તેવી રીતે સંન્યાસીઓ અને ધ્યાનીઓની કાળજી લે છે. આ પવિત્ર જગ્યામાં ભિખારીઓની અવગણના કરવામાં આવતી નથી, એ લોકોને, લોકો માટે દાન કરવાની તક મળી હોય એ રીતે જોવામાં આવે છે. આ પવિત્ર શહેરમાં, જેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હોય તેવા મહાન માસ્ટરો, તેના અનુયાયીઓ અને ભિખારીઓ વચ્ચેનો તફાવત પારખી કાઢવો સહેલો
જેમાં શુદ્ધિ કરણની વિધિઓ સામેલ હતી, તે પ્રક્રિયા શબમાં રહેલી યાદોને દુર કરવાની ચોકસાઈ હતી. આવી ક્રિયાઓની ગેરહાજરીમાં, જે લાંબો સમય અનુસરવામાં ના આવી હોય, તો શરીર જમીનમાં કોહવાઈને ઓગળી ગયા પછી પણ યાદો રહી જવાની શક્યતાઓ છે. આ અગોચર યાદોની હાજરીને કોઈ ભૂતો અથવા પ્રેતાત્માઓ તરીકે ઓળખાવે છે. અમુક લોકોની લાગણીઓ, જેઓ આ અગોચર સંવેદનો તરફ વધારે લાગણીશીલ હોય તેમની અનુભૂતિ સાચી હોય છે; તેમનો અનુભવ ભ્રમ નથી હોતો. આપણે માનીએ કે ના માનીએ, સમજીએ કે ના સમજીએ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ, આપણા મૃત્યુ પછી પણ યાદો બચી જાય છે અને લાંબા સમય સુધી રહે છે.
એન્લાઈટેન્ડ માસ્ટરોના કિસ્સાઓમાં તેમની યાદો ખુબ જ શક્તિશાળી હોય છે અને મૂલ્યવર્ધક હોય છે. તેઓ તેમની પાછળ તેમનાં શરીરમાં શક્તિનો પ્રચંડ જથ્થો છોડી જાય છે. હિંદુઓ માને છે કે તેમના શરીરને જીવસમાધી કહેવાતા જીવંત ખાડામાં યોગ્ય સ્થિતિઓમાં દફનાવવામાં આવે તો તે એન્લાઈટેન્ડ માસ્ટરની આ શક્તિને સંગ્રહી રાખે છે. મહાન માસ્ટરોની જીવસમાધિ બેસુમાર શક્તિશાળી હોય છે; તે શુદ્ધ શક્તિ છે; તે ન્યુકલીઅર રિએક્ટર બરાબર છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે તેમના વ્યક્તિગત અનુભવમાં તેમણે માસ્ટરોની આવી પાંચ જીવસમાધિઓ જોઈ છે કે જેઓ હમણાં સુધી ભારતમાં જીવતા હતાં. મંત્રાલયમાં રાઘવેન્દ્ર સ્વામી, શીરડીમાં સાંઈબાબા, તિરૂવશ્વામલાઈમાં ભગવાન રમણ મહર્ષિ, નેરૂરમાં સદાશિવ બ્રહ્મેન્દ્ર અને યુએસએના લાસ એન્જલસની નજીકમાં પરમહંસ યોગાનંદ.
નથી, કારણ કે તે બધાં જ એક સરખાં વસ્ત્રો ધારણ કરે છે ! અહીં વસતા માસ્ટરોની સાદાઈની આ મહાનતા છે.
આ ભવ્યમંદિર તેના લોકોને હિંદ્ધર્મની ઓળખ, તેની દિવાલો અને શિખરો પર આ મંદિર અને શહેરની આસપાસ બનેલી ધાર્મિક વાર્તાઓ અને પૌરાણિક કથાઓની કોતરણી દ્વારા કરાવે છે. અરૂણાચલ ટેકરી સતત શક્તિના તરંગો પ્રવાહિત કરે છે અને આધ્યાત્મિક પરિપૂર્ણતા પૂરા પાડે છે. જીવંત માસ્ટરો, જે અહીં હંમેશા હાજર હોય છે તેઓ મંદિર અને ટેકરી વચ્ચેના સેતુ જેવા છે.
ભીતરી વિજ્ઞાનનો સિધ્ધાંત, તેનું અમલીકરણ અને તેનો અમલ કરનાર વિજ્ઞાનીઓ – આ ત્રણેય બાબતો અહીં એક જ સમય અને જગ્યાએ બને છે ! ટેકરી ભીતરી વિજ્ઞાનના સિધ્ધાંતનું પ્રતિનિધિત્વ કરે છે - શાસ્ત્રો અથવા ૫વિત્ર ગ્રંથો આ જ્ઞાન પુરું પાડે છે. મંદિર તેના અમલનું પ્રતિનિધિત્વ કરે છે – સ્તોત્ર અથવા ભક્તિગીતો જે ભગવાનના ગુણગાન ગાય છે તે તેમની લાગણીઓને અનુસરે છે તેમને ભક્તિભાવ તરફ વાળે છે. જીવંત માસ્ટરો વૈજ્ઞાનિકો છે જે સૂત્ર ઉપલબ્ધ કરાવે છે અથવા અર્થસભર સુવાક્યોના સ્વરૂપે રહસ્મય પધ્ધતિઓ આપે છે, જે સીધી જ મૂળભૂત 'સ્વ' ના સ્તરે કામ કરે છે; તેઓ એવા વૈજ્ઞાનિકો છે, જેઓ આપણને સિધ્ધાંતો પાછળના ડહાપણની સમજણ સુધી દોરી જાય છે, એવું સમયાતીતજ્ઞાન જેનો અરૂણાચલ ટેકરીમાં ભંડાર ભરેલો છે તે આપણને એવા માર્ગે દોરી જાય છે જે માર્ગ જે પોતે જ દિવ્ય અસ્તિત્વ છે એવા અરૂણાચલેશ્વરની ભક્તિનો માર્ગ.
શિવ, આ ત્રણેય સ્વરૂપોમાં તિરૂવન્નામલાઈમાં સતત પોતાની શક્તિ વિકિરણીત કરતા રહે છે. દ્દુનિયાને આશીર્વાદ આપતા રહે છે અને આવ રીતે પોતે આપેલું વચન પાળતા રહે છે.