બે બૌલ ...
આ પૂસ્તકના અનૂવાદનું કામ મને સૌપવામાં આવ્યું એને હું ઈશ્વરની ઈચ્છા કહું એ જ ઉચિત ગણાશે.
પરમદેસ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કે તેમના આશ્રમ, આ પુસ્તકના પ્રકાશનનું કામ હાથ ધરનાર સતીશભાઈ એ તમામથી હું અપરિચિત. નવભારત સાહિત્ય મંદિરના અશોકભાઈએ મારામાં વિશ્વાસ મૂકી આ જવાબદારી મને સૌંપવાનું સૂચન કર્યું. અને એ પુસ્તક મને વાંચવા મોકલ્યું.
યુવાન પરમહંસના કુશળ હસ્તે લખાયેલ એ પુસ્તકને હાથમાં લેતાં જ હાલ અ. પૂ. સ્વામિનારાયણ સંસ્થામાં સેવા આપતા પૂ. સિદ્ધેશ્વર સ્વામીની સ્મૃતિ થઈ. આજથી ૪૫ વર્ષ પહેલા મારા એ ભાઈએ ૨૧ વર્ષની યુવાન વયે દીક્ષા લઈ અધ્યાત્મ સેવામાં જીવન સમર્પણ કર્યું હતું. દિવ્યા
મારા માતા-પિતા ઈન્દ્રમતિ અને મહિપતરામ દવેના ધર્મ અને અધ્યાત્મના સંસ્કારને બ્ર. સ્વ. યોગીજી મહારાજ અને પ્ર. બ્ર. સ્વ. પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સમાગમનો યોગ થયો અને અમારું આખું કુટુંબ ધર્મ અને અધ્યાત્મના રંગે રંગાયું. એ પ્રેરણાસ્રોત ગુરુ અને માતા-પિતાની અત્રે સ્મૃતિ કરી તેમને પ્રણામ કરું છું.
આ પુસ્તકનો વિષય ગહન છે. પણ વિજ્ઞાન અને તર્કનું સમર્થન. સુંદર કથા અને દૃષ્ટાંતો, સરળ અને સૂત્રાત્મક વાક્યો અને વ્યવહારૂ અભિગમ દ્વારા જનસમુદાયને સચોટ અને સરળ રીતે સમજાય એવી સુંદર રજુઆત કરી પુસ્તકને સ્વામીએ આસ્વાદ્ય બનાવ્યું છે. લોકોને સાચો માર્ગ દર્શાવવાના કોઈપણ પુરૃષાર્થમાં મારું ચલ્કિંચિત પ્રદાન હોય તેને હું મારું પરમ સૌભાગ્ય ગણું છું.
મારા ભત્રિજા વિજયને અધ્યાત્મમાં અત્યંત રસ-રૂચિ. આ અનુવાદ કાર્યમાં તે છેક સૂધી મારી સાથે રહ્યો. બહેન પ્રતિભાએ કમ્પ્યુટર પર મેટર તૈયારી કરાવી સતીશભાઈ સુધી પહોંચાડવાનું કામ ખંતપૂર્વક પાર પાડ્યું. ત્રણ મહિના પહેલા મારા મોટાભાઈ અને વિજયના પિતાશ્રી શ્રી કિશોરભાઈ દવે અક્ષર નિવાસી થયા તેમને આ કૃતિ અમે અર્પણ કરીએ છીએ.
પુર્ણિમા દવે - વિજય દવે
તમે ખાલી થાઓ
એક પ્રચલિત ઝેન કથા છે :