THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
કેન્દ્રિત થયેલું હોય છે. આપણે બીજું ઘણું બધું કરતા હોઈએ છીએ: વાતો કરીએ છીએ; ટી.વી. જોઈએ છીએ; છાપું વાંચીએ છીએ. આમાંનું કશું ના કરતા હોઈએ તો દિવસ દરમ્યાન આપણે શું કર્યું અથવા, હવે શું કરવાનું છે, તેના માનસિક ચિત્રો જોતાં હોઈએ છીએ. આપણે જે પણ અને જેટલું પણ ખાઈએ છીએ, આપણે અજાગૃત રીતે ખાઈએ છીએ, અને અતુપ્ર રહીએ છીએ. આપણે સંતોષવગર, પરિતૃત્તિ વગર, સંસ્કારોને ઓગાળ્યા વગર જ ખાઈએ છીએ.
હકીકતમાં આપણે જે કોઈપણ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોઈએ છીએ, ત્યારે આવું જ કરીએ છીએ. આપણે જ્યારે એક કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણું મન કોઈ બીજી જ વાતમાં રોકાયેલું હોય છે. આપણે કોઈ એક પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે કેન્દ્રિત થયા વિના જ એક સાથે ઘણું બધું કરતાં હોઈ છીએ.
એક વખત એન્લાઈટેન્ડ માસ્ટરને પૂછવામાં આવ્યું કે તમારી વચ્ચે અને સામાન્ય માણસ વચ્ચે શું ફરક હોય છે. તેમણે સરળતાથી કહ્યું. ''હું જયારે જમું છું. ત્યારે જમું છું; જયારે ઊંઘુ છું ત્યારે ઊંઘું છું. આ જ તફાવત છે."
આપણું શરીર એટલી સુંદર સજીવરચના છે કે તે આપણી જાણ વગર પણ ઘણી બધી ગુંચવણીભરી પ્રક્રિયાઓ કરવા શક્તિમાન છે. આપણું શરીર આપણી જાણ બહાર જ આપણે ખાધેલા ખોરાકનું પાચન કરે છે. તેને બહારની ઉત્તેજનાની શા માટે જરૂર પડે ? આપણે આપણાં શરીરની અવગણના કરીને, તેની જરૂરીયાતો બાબતમાં અભાન રહીને ઉછીની લીધેલી આપણી ઈચ્છાઓ તેના પર બળજબરી લાદીએ છીએ,અને વિકટ પરિસ્થિત પેદા કરીએ છીએ. ૫રિણામે આપણે દુ:ખી થઈએ છીએ.