પરમહંસ એન્લાઈટેન્ડ હોવા છતાં તેમને સંઘર્ષ કરવાની જરૂર શા માટે પડે છે ?
પરમહંસો પહેલેથી અનુભૂતિ થયેલ હસ્તીઓ હોય છે, તેમ છતાં તેમણે તેમના એન્લાઈટેનમેન્ટની પહેલાં સંઘર્ષ અને ઉગ્ર તપસ્યા શા માટે કરવાં પડે છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવન સંદર્ભમાં આપણા મનમાં આવો જ પ્રશ્ર ઉદ્દુભવે છે. જો તેઓ જન્મથી જ એન્લાઈટેન્ડ હતા, તો પછી તેમને આવી પગપાળા પરિભ્રમણ કરવું, નાનામાં નાના માપ જેટલો ખોરાક લેવો અને ઘણી કસોટીઓમાંથી પસાર થવા જેવી ઉગ્ર તપસ્યાઓ કરવાની શી જરૂર હતી ?
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના દ્રષ્ટિકોણથી કહે છે કે તેમને કશું જ સહન કરવું પડ્યું નથી ! બીજા લોકોને એવું લાગે છે કે મેં ખૂબ જ સહન કર્યું છે અને આપણને પણ તેની એન્લાઈટેન્મેન્ટની પ્રક્રિયાને અતિશય મુશ્કેલી ભરી હોય તેવી દેખાય છે. આપણે સમજી લેવાની જરૂર છે કે અવતારો આ પૃથ્વી પર સંપૂર્ણ એન્લાઈટેન્ડ જ આવે છે. તેમનામાં તેમના વર્તનને વ્યાખ્યાયિત કરવા માટેનાં ગુણો હોતા નથી. આપણું જીવન જેનાથી દોરવાય છે, તે ત્રણ ગુણો હોય છે; 'સત્ત્વગુણ' - આધ્યાત્મિક ક્રાંતિની સ્થિતિનો નિર્દેશ કરતી અને પરમ શાંતિની સ્થિતિ, 'રજસ ગુણ' – ભૌતિક ધ્યેયોની પ્રાપ્તિ માટેની આક્રમક સક્રિય સ્થિતિ, અને 'તમસ ગુણ' – પ્રમાદ, ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને નકારાત્મકતાની સ્થિતિ, જે વ્યક્તિને બિનઅસરકારકતા તરફ દોરી જાય છે.
એન્લાઈટેન્ડ હસ્તી આ ત્રણેય લાક્ષણિક્તાઓથી પર હોય છે. તેમ છતાં માનવ સ્વરૂપમાં હોવાથી થોડા સત્ત્વગુણ સાથે જોડાયેલ હોય છે. સમય જતાં તે પોતાની આધ્યાત્મિક પ્રક્રિયા વડે આ સત્ત્વગુણને પણ બાળી નાંખે છે.
વાસના માનસિક વૃત્તિ છે જે ઈચ્છાઓ પેદા કરે છે, સંસ્કારો વિકસિત ઈચ્છાઓ છે, જે પૂર્તિ કરવા પ્રેરે છે અને કર્મો કરેલી પ્રક્રિયાઓ છે. આપણે વાસનાને બીજ, સંસ્કારોને છોડ અને કર્મોને પૂર્ણ વિકસિત વૃક્ષ, તેમના વિકાસક્રમ પ્રમાણે કહી શકીએ. જન્મોજન્મ જે સાથે આવે છે તે વાસન છે. મનોવૃત્તિ છે.
પરમહંસોને આ વાસના, સંસ્કારો અને કર્મો હોતાં નથી. કારણ કે તે તેમના પૂર્વજન્મમાં થયેલ એન્લાઈટેન્મેન્ટ સમયે નાશ પામ્યા હોય છે. તેમ છતાં આપણે પહેલાં જોયું તેમ, માનવ સ્વરૂપ પુન:જન્મ લેવા માટે તેમનો આત્મા અમુક સૂક્ષ્મ ઈચ્છાઓ સાથે જોડાઈને આવે છે. આ ઈચ્છાઓ કારણ શરીરના સ્તરે પેદા થાય છે, જે આત્મા માટે 'પાછા ના ફરવાનું બિંદુ' છે. કારણ શરીરના સ્તર કોમાની સ્થિતિ છે. જેમાં શરીર લાંબા સમયગાળા સુધી રહી શકે છે. આત્મા જયાં સુધી આ સ્તર છોડે નહીં ત્યાં સુધી તેની પાસે શરીરમાં પાછા ફરવાનો વિકલ્પ હોય છે. આત્માના મૃત્યુ સુધીની નજીકની યાત્રાના અનુભવોનો આધાર આ બિંદુ સુધી હોય છે.
આ કારણ શરીરના સ્તરમાંથી ઉપર ઉઠીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની કોઈપણ ઈચ્છાની પરિપૂર્ણતા માટેની શક્તિ તે પોતાની સાથે લાવે છે. માટે જેવી આ ઈચ્છા અને વિચારો ઉદ્દભવે છે, તેવા જ તે પરિપૂર્ણ થઈ જાય છે. અને એક વખત તે પરિપૂર્ણ થઈ જાય, આ વિચારો સંપૂર્ણપણે છૂટી જાય છે; ઈચ્છાઓ મરી જાય છે; તેનું કોઈ વળગણ રહેતું નથી. દા.ત. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જમવાનો વિચાર આવ્યો. આ વિચાર તેની સાથે જ તેને માટે જરૂરી શક્તિ સાથે લાવે છે. પછી તે જમે છે. પછી વિચાર અદેશ્ય થઈ જાય છે. પછી ચાલવાનો વિચાર આવે છે. તે ચાલે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે, તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક તપશ્ચર્યા વખતે આવું જ બન્યું હતું. વિચારો અને ક્રિયાઓ તેમની જાતે જ બને છે, વિચારો તેમની પોતાની પરિપૂર્ણ થવાની શક્તિ
આધ્યાત્મિક સત્યો વિષે ખુબ જ જિજ્ઞાસુ હોય છે અને તેમને જે મિશન માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે તે માટે તેઓ અતિ લાંબા અંતર સુધી જાય છે. તેમ છતાં તેમની ચેતનાની એન્લાઈટેન્મેન્ટની સ્થિતિ, તેમનાં સાત્ત્વિક ગુણો સંપૂર્ણપણે બળી જઈને તેમનું એન્લાઈટેન્મેન્ટ ફરી ટોચ પર ના પહોંચે ત્યાં સુધી તેમના પોતાનાથી પણ અજ્ઞાત જ હોય છે.
પરમહંસોમાં ક્રિયાઓ તેમની કારણશોધક શક્તિના સ્તરમાં રહેલી ઈચ્છાઓના (જે બીજા કર્મો તરીકે ઓળખાય છે) બીજમાંથી સ્વયં સ્કુરિત રીતે ઉદ્દભવે છે. આપણા બધા પાસે, આપણી મન-શરીર સિસ્ટમમાં શક્તિના સાત સ્તરો હોય છે. પહેલું શારિરીક શક્તિનું સ્તર; બીજું શ્વાસોચ્છુવાસ અથવા પ્રાણિક સ્તર : ત્રીજુ માનસિક અથવા સંવેદનાત્મક સ્તર : ચોથું છુપું સ્તર જે શક્તિકેન્દ્રોમાં હોય છે તે ચક્રો : પાંચમું કારણદર્શન સ્તર જે એક વખત બહાર નીકળી જાય પછી આત્મા તેને શરીરમાં પાછું આવવા દેતો નથી. છેલ્લા બે સ્તરો કોસ્મિક (બ્રહ્માંડીય) અને નિર્વાણિક સ્તરો છે. નિર્વાણિક એવી સ્થિતિ છે જેમાં એન્લાઈટેન્ડ હસ્તીઓ પહોંચે છે.
સામાન્ય લોકોમાં, ઈચ્છાઓ શારિરીક અને સંવેદનાત્મક સ્તરોમાંથી ઉઠે છે; આમાંની અમુક ઈચ્છાઓ વાસનારૂપે પૂર્વ જન્મોમાંથી સાથે આવી હોય છે અને બીજી બધી ઈચ્છાઓ હાલના જન્મ દરમ્યાનની ક્રિયાઓમાંથી વિકસે છે. વ્યક્તિ જે ઈચ્છાઓ સાથે જન્મે છે તે કુદરતી ઈચ્છાઓ છે, જે પૂરી કરવા માટેની બધી જ શક્તિ તેને જન્મથી જ મળી હોય છે. માટે જ જૈન ધર્મના સ્થાપક મહાવીર કહે છે. ''દરેક માણસ આ પૃથ્વી પર તેની બધી જરૂરીયાતો પૂરી કરવા માટેના પૂરા સ્ત્રોતો સાથે જ જન્મે છે; જો તે બ્રહ્માંડ પર શ્રધ્ધા રાખે તો તેની સાચી જરૂરીયાતો માટે તે ક્યારેય નીતિભ્રષ્ટ થશે નહીં."
ત્યારે જ ભૂખનો અનુભવ થાય છે. અને જેવી ઈચ્છા વ્યક્ત થાય છે કે તરત જ તે પરિપૂર્ણ થઈ જાય છે. ગમે ત્યાંથી ખોરાક હાજર થઈ જાય છે. તેમની અંદર પ્રાકૃતિક જરૂરીયાતમાંથી ઈચ્છા પેદા થાય છે, માત્ર મને પેદા કરેલી જરૂરીયાતમાંથી નહીં.
આપણાં બધા જ દુ:ખો આ પેદા કરેલી ઈચ્છાઓમાંથી ઉત્પન્ન થયેલાં હોય છે. આ દ્વઃખો આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની અશક્તિમાંથી પેદા થાય છે, કારણ કે આપણી ઈચ્છાઓ આપણી પોતાની હોતી નથી. ઉચ્છીની લીધેલી હોય છે. બુધ્ધે જ્યારે કહ્યું કે, ઈચ્છાઓ દુ:ખો તરફ દોરી જાય છે, ત્યારે તેમનો કહેવાનો મતલબ આ જ હતો. એવી ઈચ્છાઓ છે જેને આપણે બીજા લોકોને આપણા ઉપર આરોપવા દઈએ છીએ અને અજાણતાં જ તેમનામાંથી આપણે લઈએ છીએ. બુધ્ધ, માણસની લાલચ અને ઈર્ષામાંથી જન્મતી ઈચ્છાઓના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા : જે ઈચ્છાઓને વ્યક્તિની જરૂરીયાતો સાથે કશું જ લાગતું વળગતું નહોતું, પરંતુ લાલસામાંથી જન્મેલી ઈચ્છાઓ હતી.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે તેમની સમગ્ર પરિવ્રાજક જીદગી, ભારત ભ્રમણ તેમની આંતરિક મુસાફરી કરતાં બાહ્ય પરિભ્રમણ ઘણું ઓછૂં હતું. તેમણે આ સમયગાળામાં લગભગ ૩૦,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. જો કોઈ આ મુસાફરી ટ્રેન અથવા બસમાં કરે તો તેને વધુમાં વધુ થોડા મહિનાઓ જ લાગે. પરંતુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઉપર તરફ અને નીચે તરફઃ ઉત્તર અને દક્ષિણ; પૂર્વ અને પશ્ચિમ; આગળ અને પાછળ સતત પરિભ્રમણ કરતા જ રહ્યા. તેમનું કોઈ આયોજન જ નહોતું. તેમનામાં અમુક જગ્યાએ જવાનો વિચાર આવે કે તરત જે કંઈ સગવડ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને ત્યાં પહોંચી જતા. જો ટ્રેનમાં જવાનો વિચાર આવે તો ટ્રેન પકડે. તેમણે ક્યારેય ટિકિટ ખરીદી જ નહોતી. તેમની પાસે પૈસા જ નહોતા. તેમણે જ્યારે ગૃહત્યાગ
પોતાની સાથે જ લાવે છે અને પરિપૂર્ણતાની સાથે જ સંપૂર્ણપણે બુઝાઈ જાય છે.
પરમહંસોને ઈચ્છાઓ ઉછીની લેવી પડતી નથી. તેમની જરૂરીયાત અને ઈચ્છાઓ, પાયાની જરૂરીયાતો પૂરતી ખૂબ જ મર્યાદિત હોય છે. તેથી તેઓ શુધ્ધ અને પવિત્ર રહે છે. તેઓ, ભૌતિક અને ઈન્દ્રિયગમ્ય આનંદો ક્ષણિક અને ભ્રામક છે એવી સમજણ સાથે જ જન્મતા હોવાથી તેમને ભૌતિક આનંદોનું વળગણ હોતું જ નથી. તેઓ આવા વળાંકોની શોધ કરતા નથી કે તેના તરફ આકર્ષાતા નથી. તેમની આજુબાજુ જે બની રહ્યું હોય તે બાબતમાં તેઓ માત્ર સાક્ષી બને છે અને આગળનું કામ ચાલુ રાખે છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દરમ્યાન તેમના વિચારો અને ક્રિયાઓના સાક્ષી બની રહ્યા હતા. તેમણે માત્ર નિરીક્ષણ કર્યું હતું કે તેમના મન- શરીરમાં વિચારો ઉદ્દભવતા હતા અને પરિપૂર્ણ થઈ જતા હતા. ધારો કે તમે બપોરે જમવા ટેવાયેલા છો. બપોરે ભૂખ લાગે છે. પછી તમે બપોરે જમો છો અને ભૃખને સંતોષો છો. તમારો સંસ્કાર પરિપૂર્ણ થાય છે; તે બળી જાય છે. મોટે ભાગે આપણી સાથે એવું બને છે કે, વિચારો બીજા દ્વારા સીંચવામાં આવ્યા હોય છે; ઈચ્છાઓ આપણી પોતાની હોતી નથી, પરંતુ બીજા પાસેથી ઉછીની લીધેલી હોય છે. આપણે જમીએ છીએ કારણ કે આપણને જમવાનું કહેવામાં આવ્યું હોય છે અથવા જમવાનો સમય થઈ ગયો હોય છે. તેથી આ વિચારો અને ઈચ્છાઓ તેની પરિપૂર્તિ માટે જરૂરી શક્તિ સાથે લાવતા નથી. આપણે આ ઈચ્છાઓને આંશિક રૂપે જ સંતોષી શકીએ છીએ અને તેથી આપણી અંદર તેનું વળગણ રહ્યા કરે છે.
એન્લાઈટેન્ડ હસ્તીઓમાં, શરીરને જયારે ખરેખર ખોરાકની જરૂર પડે છે
પરમહંસનું શબ્ધિકરણ
કર્યો ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ પૈસાને સ્પર્શ નહીં કરે.
એક વખત કલકત્તા પાસે, ટિકિટ ચેકરે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને ટિકિટ બતાવવા કહ્યું. ભાંગી તૂટી બંગાળી અને હિંદીમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ તેને પૃછ્યું, 'ટિકિટ શું છે ? હું બ્રહ્મ (બ્રહ્માંડીય શક્તિ) છું, તમે બ્રહ્મ છો. આ ટ્રેન બ્રહ્મ છે, અને ટિકિટ પણ બ્રહ્મ છે, પછી ટિકિટ શા માટે ?'
આપણી સાથે આ બનાવનું વર્ણન કરતી વખતે માસ્ટર ખડખડાટ હસી પડે છે; તેમણે જે અંદાઝમાં (ટિકેટ ચેકરને પૂછ્યું; ''કિ ટિકિટ? અહમુ બ્રહ્મનુ ! આપ બ્રહ્મન્ ! ગર્ડી બ્રહ્મન્ ! પર્ચી બ્રહ્મન્ ! કી ટિકિટ ?''
ટિકિટ ચેકર તદૃન ગુંચવાઈ ગયો હતો. તેમ છતાં તે સારો માણસ હતો. તેણે ફરીથી ટિકિટ માટે ક્યારેય પૃછ્યું નહીં. ઉપરથી પછીના સ્ટેશને તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને થોડો નાસ્તો લાવી આપ્યો હતો.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે ઉત્તર ભારતમાં મોટેભાગે ભગવાં કપડાંને સાચે જ માન આપવામાં આવે છે; ભગવાધારી વ્યક્તિને જમાડવી અને તેમની સંભાળ રાખવીએ પૂણ્યનું કામ છે, એવું લોકો માને છે. નિઃશંક, તાર્કિક દલીલો પણ છે કે ભિખારીઓ પણ ભગવા ધારણ કરીને આનો ગેરલાભ ઉઠાવે છે. પરંતુ આવી વૃત્તિ છે તો શું થયું ? જો કોઈ જરૂરીયાતમંદ હોય અને જો આપણી પાસે એટલી સગવડ હોય તો, તેમને પોષવા જોઈએ. 'સ્વ' માંથી પ્રવાહિત થતી આ સાચી દાન શીલતા છે, જયાં બદલામાં કશું જ મેળવવાની અપેક્ષા હોતી નથી.
પરિવ્રાજકના દિવસો દરમ્યાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના વિચારો જયાં પણ ગયાં ત્યાં તેમનું શરીર ફરી આવ્યું. તેના વિચારોની શક્તિ તેમને સક્રિયતા તરફ દોરી ગઈ. ક્યારેય કોઈ અ-પરિપૂર્ણતા નહોતી.
તમે પૂછી શકો છો, 'અ-પરિપૂર્ણતા માટે તમારો અર્થ શું છે ?' જયારે ઈચ્છા સંપૂર્ણપણે પરિપૂર્ણ થઈ જાય છે, અને તેના વિષેની કોઈ નિશાની રહેતી નથી, ત્યારે તેની સાથે જોડાયેલા બધા જ સંસ્કારો અને અનુભવો ઓગળી જાય છે અથવા ભસ્મિભૂત થઈ જાય છે. અંદર કશું જ રહેતું નથી; કોઈ સામાન નહીં, કોઈ અપૂર્ણ ઈચ્છા નહીં, કોઈ વળગણ નહીં
ધારો કે તમારી જાત એક વટાણાની બેગ છે. તેમાં રહેલા વટાણા બીજ કર્મો છે, જે વાસના અને ઈચ્છાઓના બીજ છે, મનોવૃત્તિઓનો અર્ક છે. જયારે તે ખાલી થઈ જાય છે, બેગ ઢગલો થઈ જવાનું શરૂ કરી દે છે.
આપણાં કિસ્સામાં, જો આપણને ભૂખ લાગે, તો આપણે શું ખાઈ રહ્યા છીએ તે બાબતમાં જાગૃત થયા વગર જ ખાઈ લઈએ છીએ. ઘણીવાર આપણે આપણી ખાવાની જરૂરીયાત માટે અથવા શરીર ભૂખ્યું થયું છે એટલા માટે નથી ખાતા, પરંતુ ખાવાનો સમય થઈ ગયો છે અથવા આપણા મિત્રો અથવા કુટુંબ ઈચ્છે છે કે આપણે ખાઈ લઈએ એટલે ખાઈએ છીએ. જમવાનું અભાનપણે જ, જાગૃતતા વગર જ થાય છે. ઘણીવાર જરૂરીયાત વગર થાય છે. આવું બને ત્યારે આપણને સુસ્તીનો અનુભવ થાય તેમાં નવાઈ જેવું કશું જ નથી. હકીકતમાં તો જમ્યા પછી આપણે વધારે સ્ફર્તિલા બનવા જોઈએ અને શક્તિશાળી બન્યાનો અનુભવ થવો જોઈએ !
આપણે જ્યારે ખાઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન ભાગ્યે જ ખાવા પર
ગમે તેટલાં ઓછી માત્રામાં હોવા છતાં પણ અવતારોમાં તેમના એન્લાઈટેન્મેન્ટ સુધી સત્ત્વગુણ રહે છે. સોનામાં રહેલ ત્રાંબાની માત્રાની જેમ તેમની અંદર સત્ત્વગુણ રહે છે. એન્લાઈટેન્મેન્ટના બિંદ્દ પર આ સત્ત્વગુણ સંપૂર્ણ પણે બળી જાય છે અને પાછળ શુધ્ધ સોનુ રહી જાય છે
તમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના એન્લાઈટેન્મેન્ટ પહેલાના અને પછીના ફોટોગ્રાફોમાં અ તફાવત જોઈ શકો છો. તેમનામાં એન્લાઈટેન્મેન્ટના બિંદ્દ વખતે આવેલું આકર્ષક લાવણ્ય જોઈ શકાય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે એન્લાઈટેન્મેન્ટ પછી તેણે જે કંઈપણ કર્યું છે, તે અસ્તિત્વના માર્ગદર્શનથી કર્યું છે. વિચારો ઉદ્દુભવ્યા અને પરિપૂર્ણ થયા. તે બસ, કોઈપણ જાતના પ્રતિકાર વગર તેની સાથે ચાલતા ગયા.
કોઈકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પૂછયું હતું કે તમે તમારા વિચારોને ઉદભવતી વખતે રોક્યા હોત તો શું થયું હોત ? તેણે કહ્યું કે એવી પરિસ્થિતિ પેદા થઈ ના જ હોત, બીજો કાંઈ વિકલ્પ જ ના હોય એવું લાગતું હતું. તેમની અંદરનો સાક્ષી બનવાનો જુસ્સો તેમને તેમની અંદરના વિચારોનું અનુકરણ કરવા તરફ દોરી ગયો અને તે વિચારો પરિપૂર્ણ થતા ગયા. તેઓ તેના સાક્ષી બનતા ગયા. તે પસંદગી વિહીનતા હતી. અસ્તિત્વએ જ તેમની ક્રિયાઓ સક્રિય કરી હતી.