મારા માસ્ટર, રહસ્ય તમારી કલા છે
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ચર્ચિલે રશિયા માટે કહેલું વિખ્યાત વિધાન છે, "વિકટ સમસ્યાની અંદર રહસ્યથી વિંટળાયેલ કોયડો છે."
અથવા આપણે થોડા વધુ આગળ પણ જઈ શકીએ છીએ, તેઓ વિકટ સમસ્યામાં રહેલ કોયડાથી વિંટળાયેલ મુંઝવી નાંખે તેવું ઉખાણું છે. મને એ સમય યાદ આવે છે, જ્યારે માસ્ટર અમને શિવસૂત્ર ઉપરનું વિવરણ
આ વિધાન આપણે બેધડક આપણા માસ્ટર માટે વ્યક્ત કરી શકીએ છીએ,
સમજાવી રહ્યા હતા. શિવસત્ર પ્રાચીન હિંદુ શાસ્ત્ર છે. જેમાં ભગવાન શિવ, નવસર્જન કરનાર તેમના પત્ની પાર્વતીદેવીના સવાલોના જવાબો આપે છે. શિવસૂત્ર પરના વ્યાખ્યાનોનો આ પાંચમો દિવસ હતો.
દેવી શિવને પૂછે છે, ''હે શિવ, તમારી વાસ્તવિકતા શું છે, સ્વરૂપથી પર સર્વવ્યાપી સ્વરૂપ શું છે ?"
અમે ઉપનિષદ્દ્ના દિવસોમાં જે રીતે શિષ્યો માસ્ટરના ચરણોમાં હતા એ રીતે બેઠેલા હતા. કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ અંધાધુંધી નહોતી. કોઈ માન કે અપમાન નહોતું. પુરુષો એક બાજુ અને સ્ત્રીઓ બીજી બાજુ બેઠી નહોતી. કોઈ બડબડાટ નહોતો, પરંતુ શાંતિ પણ નહોતી, કોઈ પ્રશ્નો નહોતા, માત્ર સંશયો હતા. વિરોધ નહોતો, બસ સ્વીકાર હતો. એક બાજુ ઈલેક્ટ્રોનિક કરામતી ઉપકરણો હતા, બીજી બાજુ પૂજા વિધિનો સરસમાન હતો. કોઈપણ તૃષ્ણાની નિશાનીઓ નહોતી કે દોષભાવના નહોતી. ક્રોધનું નામ નિશાન નહોતું કે અસહાયતા નહોતી. સભામાં બધી જ જાતિઓ, વયજૂથો, ધંધાદારીઓ અને અલગ અલગ રસ ધરાવનારા શ્રોતાઓનું મિશ્રણ હતું, બધાનો એક ઉદ્દેશ હતો માસ્ટરને સમયાતીત સત્યોને ખુલ્લાં કરતા સાંભળવા.
માસ્ટર મોહક સ્મિત સાથે સ્ફીન્ક્સની જેમ ગૂઢ રહસ્યમય બનીને બેસે છે.
તે કોણ છે ? તે પિતા, માતા, પુત્ર, ભાઈ, મિત્ર, પ્રેમી અથવા કોઈ નકલ છે ? આપણે જાણીએ છીએ કે તેને નકલ તરીકે ઓળખાવું ગમે છે; આ બાબત ગુંચવણને વધારે સંપૂર્ણ બનાવે છે શું તે બધા જ સ્વરૂપોમાં એક છે ? તે શિવનું તાંડવ બની શકે છે; તે કૃષ્ણાનું અમૃત પણ બની શકે છે.
શું તે રાતના ભયાનક કડવા સ્વપ્ન જેવા કડવા છે અથવા સુંદર સ્વપ્ન જેવા મીઠા છે ? ક્યારેક તે ખખડાવી નાંખે છે. આંખો ગુસ્સાથી લાલ થઈ જાય છે. માણસ સ્વીકાર સાથે શાંત રહેવાનું શીખી જાય છે. ક્યારેક તે વાનરવેડા ગુસ્સાથી દાંત કચકચાવવાના સ્વરૂપમાં આવી જાય છે. શિવ કૃષ્ણાના સ્વરૂપમાં આવી જાય છે. હું લખું છૂં ત્યારે પણ મારી આંખોમાં આસું આવી જાય છે, અને જેવું મેં લખેલું હું વાચું દૂધું ત્યારે પણ રડી પડાય છે; તેની હાજરીમાં શું બને છે તેના માટે શું શું કહેવું !
તે બધા જ સ્વરૂપોમાં છે, અને નિરાકાર છે. તે કોઈ ચોકઠામાં પકડાઈ જવાની ના પાડે છે. પથ્થરમાં ફેરવાઈને કાલ્પનિક રીતે પૂજાવાની ના પાડે છે; પછી તે પોતાના ભક્તોની કલ્પનાઓમાં રંગ પૂરતા હાથ વાળા માસ્ટર બની જાય છે. કાં તો તે 'સિંહ સ્વપ્ન' બનીને આપણાંમાં ડહાપણ જગાડે છે; કે પછી તે ઝેન લાકડી બનીને અણી ઘોંચીને આપણને જાગૃતતામાં ધકેલે છે. પછી તે આપણો આધાર બનીને આપણને રાહત આપે છે તે આપણી સાથે વિવિધ ચોકઠાં અને સમથળ બનીને આપણી સાથે સંબંધિત રહે છે, જે આપણને સંતુલિત અને ગુંચવણોમાં રાખીને, પછી પોતે એક ચોકઠામાં સ્થિર જાય છે જે માસ્ટર અને આપણી જાતને મારી નાંખે છે.
માસ્ટર ચોક્ઠાઓથી પર છે; પરિમાણોથી પર છે. તે એક, બે ત્રણ અથવા અનેક પરિમાણીય નથી. તેનાં પરિમાણો અને સ્વરૂપો અનંત છે; અનંત પરિમાણીય છે.
તેમણે અમને કહ્યું હતું :
'તમારામાંના દરેક માટે હું અલગ અલગ છું. હું કોઈ એક વ્યક્તિ સાથે જે સંવાદ કરું છૂં તે એ વ્યકિતની જરૂરીયાત પર આધારીત હોય છે, જે એ વ્યક્તિ કદાચ સમજતી પણ ના હોય. હું તમારી સાથે જે રીતે વર્તું દૂધું તેની એકબીજા સાથે ચર્ચા ના કરો. હું દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત અને અંગત રીતે કામ કરૂં છું. એકબીજા સાથે ચર્ચા કરીને તમે માત્ર ગુંચવાડાઓ અને ગેરસમજો ઉભી કરશો. ''
"અરે, તમે કૃષ્ણ છો, તમે શિવ છો. તમે માતા છો," 'વગેરે કહીને મને કોઈ ચોકઠામાં મૂકવાનો પ્રયત્ન ના કરતા. હું કોઈપણ ચોકઠામાં મારી જાતને ગોઠવવા નહીં દઉં. જે ક્ષણે તમે મને ચોકઠામાં બંધ કરશો હું મરી જઈશ. હ્યું જીવંત માસ્ટર છૂં. હું દરેક પળે બદલાતો રહું છું. મારી ક્રિયાઓ, મારા શબ્દો, મારા વિચારોની ધારણાઓ ના કરતાં, તમને માત્ર દુ:ખ જ મળશે.
એક ચોકઠામાં સ્થિર બની જવાથી, તમારા માસ્ટર અથવા પ્રેમી તરીકે તમે મને સરળતાથી પકડી અને જાળવી રાખી શકો છો. પછી તમે મને સરળતાથી બજારમાં વેચી શકો છો. મારા માટે એ ધંધો સારો છે, તમારા માટે નહીં. હું ઈચ્છૂં કે તમે ગુંચવણોમાં પડીને મુંઝાઈ જાવ જેથી તમે એન્લાઇટેન્ડ બની શકો. હું ઈચ્છૂં કે તમે મરી જાવ જેથી નવો જન્મ લઈ શકો.
તમારા અજ્ઞાન સાથે મારી પાસે આવો : તમને માર્ગ બતાવવો એ મારી ફરજ છે. સર્વોચ્ચ ચેતનામાં ઉંચે ચડતા અને પ્રેમથી મારા હાથોમાં પડતા, અચકાવ નહીં; તમે મારી સાથે દિવ્ય આનંદમાં ઉચે ચડશો."
આપણે વારંવાર કાદવમાં પડીએ છીએ. એટલે અચકાઈએ છીએ. આપણે જે રીતે સમજીએ છીએ કે દિવ્ય આનંદમાં ઉંચે ઉડાન ભરવી એ આપણો સ્વભાવ નથી. આપણી વ્યગ્રતાઓ અને ભય આપણા ઉપર કામ કરે છે અને આપણી ઉપર ભયાનક સ્વપ્નાં અને કલ્પનાઓ પેદા કરે છે.
માસ્ટરે જે કહ્યું તેમાં ઘણો વધારે ગહન અર્થ છે. સ્પષ્ટ અર્થ છે કે તેઓ ઈચ્છે કે જે રીતે પોતે દરેક ક્ષણે વહી રહ્યાં છે તેમ જ દરેક તેમની સાથે વહે; અહીં જ અને અત્યારે જ તેમનો સ્વાદ માણો. લોકો ચિંતા કર્યા કરે છે કે અત્યારે અમે એમની સાથે છીએ પછી આપણે એમને ક્યારે જોઈ શકીશું. તમે મને હવે પછી ક્યારે જોઈ શકશો એના વિચારો કરીને, અત્યારે જ આનંદમગ્ન બની જવાની તક તમે વેડફી નાંખો છો. આ ક્ષણને ઝડપી લો. બસ. બની રહો.
પોતાના માસ્ટરના રહસ્યના તાણા વાણા ઉકેલવાએ શિષ્યનું કામ નથી; તેને સમજવાનો પ્રયત્ન પણ કરવાનો નથી; તેમાં સો ટકા નિષ્ફળતા જ મળવાની છે. તમે બધા એટલું કરી શકો અને કરો, બસ માત્ર બની રહો અને આ ક્ષણના દિવ્ય આનંદની મજા માણો.
તેમણે ૨૦૦૫માં હિમાલયની યાત્રામાં માસ્ટર સાથેના સંબંધો વિષે વાત કરતી વખતે આ, શબ્દો કહ્યા હતા.
"માસ્ટર, ગુરુ કોણ છે ? ગુરુ એ છે જેમનામાંથી નિત્ય આનંદ, અનંત દિવ્ય આનંદ વ્યક્ત થઈ રહ્યો હોય. તેઓ આવી જ અનંતતાનો બીજા અનુભવ કરે એ માટે સિધ્ધાંતો અને અવકાશની રચના કરે છે. સિધ્ધાંતો અને અવકાશની જરૂરીયાત વગર જ હિમાલયમાં સદાકાળથી ગુરુ શિષ્ય પરંપરા અસ્તિત્વમાં છે. આ સૌથી જૂનામાં જૂનો સંબંધ છે. આ સંબંધ પછી જ એકબીજા સાથે સંબંધિત થવાનું શરૂ થયું. આત્મસાક્ષાત્કાર પહેલાં નો પણ આ છેલ્લો સંબંધ છે.
આ સંબંધ પહેલા દરેક ધર્મ અને સંસ્કૃતિમાં માણસ પશુ જેવો જંગલી હતો. દરેક સંસ્કૃતિની શરૂઆત ગુરુ-શિષ્યના સંબંધના આગમનથી થઈ હતી. જે.કૃષ્ણમૂર્તિ જેવા માસ્ટરો કે જેમણે ગુરુની કોઈ જરૂર જ નથી એવું શીખવ્યું, એ પણ પોતે જ ગુરૂ બની ગયા હતા. દરેક જ્ઞાન, માત્ર આધ્યાત્મિક્તા જ નહીં, બધાને ગુરુની જરૂર પડે છે, અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય એવી વ્યક્તિની, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં લઈ જાય એવી વ્યક્તિની જરૂર હોય દેવે.
આધુનિક સમયમાં લોકો આધ્યાત્મિક ગુરુ માટે પ્રશ્નો ઊભા કરવાનું વલણ ધરાવે છે પરંતુ બીજા પ્રકારના ગુરુઓ માટે નહીં. લોકો તેમને પૈસા કમાવામાં મદદરૂપ થઈ શકે તેવી આવડત શીખવનારનું સન્માન કરે છે. પરંતુ આધ્યાત્મિક માસ્ટરોને વૈકલ્પિક રીતે લેવામાં આવે છે. આધ્યાત્મિકતા વિકલ્પ નથી, એ કોઈ અમુક ખાસ લોકો માટેની ગુઢ વિદ્યા, કે કંઈક જાદ્દુઈ બાબત કે સામાન્ય માણસ પ્રાપ્ત ના કરી શકે એવી બાબત નથી. આ એવી સ્થિતિ છે જેમાં આપણે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને ચુસ્ત હોઈએ છીએ. આપણાં એક-બીજા સાથેના સંબંધો ઉત્પાદક અને ફળદાયી બને છે અને વધારામાં આપણામાં આપણે દરેક ક્ષણે શું કરી રહ્યા છીએ, તેની જાગૃતતા હોય છે.
આ જાગતતા આપણને સ્વયંસ્ફરણત્મક બનાવે છે, વર્તમાનમાં લઈ આવે છે અને આપણને આપણા વિચારો, શબ્દો અને ક્રિયાઓ માટે ખરેખર જવાબદાર બનાવે છે. દરેક વ્યક્તિએ પોતાના તેમજ સાથે સાથે પોતાની આસપાસના લોકોના ભલા માટે આ સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી છે.
જો તમે આ સત્યને સમજી જાવ અને આધ્યાત્મિક જ્ઞાનને માન આપો તો તમે આધ્યાત્મિક માસ્ટરની જરૂરીયાત સામે શંકા નહીં ઉઠાવો. માણસને માસ્ટરની જરૂર પડે છે. આધ્યાત્મિક માસ્ટરને પસંદ કરવા અથવા એન્લાઈટેન્ડ વ્યક્તિને તમારા ગુરુ બનવવા એ તમારી પસંદગીની વાત છે. જો તમે તમારા માસ્ટર દ્વારા માર્ગદર્શિત નહીં હો, તો તમને બીજું કોઈ માર્ગદર્શન આપશે અને જો એ વ્યક્તિ યોગ્ય રીતે સક્ષમ નહીં હોય તો, તમારે ભોગવવાનું આવશે.
જો તમે તમારા માસ્ટર તરીકે રાજકારણી વ્યક્તિને પસંદ કરશો તો તે તમને ડરાવીને તમારા પર રાજ કરશે; જો તમે બીજી કોઈ નામાંકિત વ્યક્તિને પસંદ કરશો તે લોભનો ઉપયોગ કરીને તમારા પર કાબુ રાખશે. માત્ર આધ્યાત્મિક માસ્ટર જ તમારા પર પ્રેમથી રાજ કરે છે અને તમને ્મુક્તિ અપાવે છે.