KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/ગૃહત્યાગSign in
કૃતજાતામાં (Krutajatanmam)

ગૃહત્યાગ

તેનું માળખું તેની દરેક બાબતમાં આદર્શ ધરાવે છે. તમારા મિત્રો અને તમારા માસ્ટર તમને આ વાત ભૂલવા નહીં દે.

માસ્ટરને મળ્યા પછી તેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અથવા તેમનો મેડિટેશન કોર્સ કર્યા પછી આપણે ઘરમાં દસ દિવસ માટે ઉંચા મૂડમાં રહીએ છીએ. પછી સમાજ આપણી ઉપર ફરીથી સવાર થઈ જાય છે: બંધનો પાછા આવી જાય છે. આપણી સાથે સંવાદ કરતાં લોકો આપણા ઉપર અસર પાડી શકે છે. શરીરની ભાષા મનનો ખોરાક છે. જેમની સાથે આપણે હરતા ફરતા હોઈએ એ લોકોના શરીરની ભાષા આપણને કરંટમાં રાખે એ મહત્ત્વનું છે. આશ્રમમાં, ખોરાક હકારાત્મક હોય છે. આપણી સાથેના લોકો આપણી નબળાઈઓનો ગેરલાભ લેવાને બદલે આપણને તેમાંથી બહાર આવવામાં મદદ કરે છે. એ લોકો મૃલ્યાંકન કરતા નથી કે તેની ટીકા કરતાં નથી. સામી બાજુ સમાજ હંમેશા આપણો ન્યાય તોળે છેઃ જો આપણે સંમત થઈએ તો સારો બદલો આપે છે: અસંમત થઈએ તો સજા કરે છે.

આશ્રમ ઉચ્ચતર વાસ્તવિક્તા છે. ભગવાન બુધ્ધે અસ્તિત્વના અંતિમ સત્ય સુધી પહોંચવા માટે બુધ્ધ (માસ્ટર પોતે) સંઘ (માસ્ટરે ઉભો કરેલો સમૂહ) અને ધમ્મ (માસ્ટરનો ઉપદેશ) ના શરણે જવાની જરૂરીયાત વિષે વાત કરી છે. 'સંઘ' આશ્રમ જીવનનો ગર્ભિત અર્થ છે, જે ડહાપણના માર્ગે જવા માટેનું પર્યાવરણ ઉપલબ્ધ કરાવે છે. આપણે જો માર્ગ ભૂલી જઈએ તો પણ સંઘ, આશ્રમ આપણને આપણો માર્ગ યાદ અપાવે છે આપણી આસપાસનું કોઈક, આપણે જ્યાં પહોંચવાનું નક્કી કર્યું છે તેના ઉચ્ચતર આદર્શો આપણને સતત ફરીથી યાદ કરાવે છે. આધ્યાત્મિકતામાં વિકસવા માટે આપણી પાસે પ્રેમાળ અને સંભાળ લેનાર સ્થળ હોવું જોઈએ. બહારની દુનિયામાં લોકો ખલેલ પહોંચાડશે. તેમની પોતાની બુધ્ધિ અને મર્યાદિત