આધ્યાત્મિક વિકાસ માટે આશ્રમનું વાતાવરણ શા માટે જરૂરી છે ?
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :
"લોકો મને પૃછે છે કે મારા આશ્રમો શા માટે છે ? એક સમૃહની રીતે આશ્રમમાં રહેવા પાછળ મુદ્દો શું છે ? સંયુક્ત ફુટુંબમાં રહેવામાં અને આશ્રમમાં રહેવામાં કેવી રીતે ફરક પડે છે ?''
આપણે વિચારવાની જરૂર છે કે માણસો માટે જાગૃત હસ્તીઓ તરીકે વિચારવું જોઈએ નહીં કે તેમની સામાજિક ઉપયોગીતા તરીકે. જો તમે ડોક્ટર છો. તો તમારો ધંધો ડોકટરનો છે; તમારો મૂળભૂત 'સ્વ' ડોક્ટર નથી. માસ્ટર તમને તમારા આંતરિક અવકાશ, તમારા 'સ્વ' ને ઓળખવામાં મદદ કરવાનો પ્રયત્ન કરે છે. તમે એક ડોક્ટર કરતાં કંઈક વધારે છો; તમે તમારી અંદરનો 'સ્વ' છો. મારા આશ્રમમાં હું લોકોને તેમનો આંતરિક 'સ્વ' પાછો મેળવવામાં મદદ કરું છૂં. આ આંતરિક 'સ્વ' ની સરખામણીમાં, આપણે બધો જ સમય જેમાં વિતાવ્યો છે એ બાહ્ય 'સ્વ' અતિશય નાનો અને અપ્રસ્તૃત દેખાય છે. કોઈએ તેની લાંબો સમય ચિંતા કરવી જોઈએ નહીં. આપણે આપણી પાસે એ છે કે નહીં તેની ચિંતા કરીશું નહીં.
બાહ્ય જિંદગી જીવનનો માત્ર એક ભાગ જ છે. તમે કદાચ પૂછશો, "આ સ્થિતિ એ હું મારા ઘરમાં રહીને જ શા માટેના પહોંચી શકું ? આશ્રમ શા માટે જરૂરી છે ?''
તમારું ઘર સામાજિક ખ્યાલ પર આધારિત છે. તે તમને સત્ય ભૂલાવી દે છે. આંતરિક 'સ્વ' નો આદર્શ આશ્રમનો આધારસ્તંભ છે; તેનો ઘેરાવો,
આશ્રમ જીવનનો ભાગ બનવા માટે વ્યક્તિએ દ્દુનિયાદારી અને ભૌતિક જીવનનો પરિત્યાગ કરવો પડતો નથી. દુનિયાભરમાં આવેલા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આશ્રમોમાં, એક સમાન સ્વપ્નને અનુસરતા અનુસરતા, એ જ સમયે પોતાનું વેકેશન જાળવી રાખીને યુગલો અને ફ્રટુંબો એક સાથે સંવાદિતામાં રહે છે. એ એક સંયુક્ત કુટુંબ છે. લોહીના સંબંધોવાળું નહીં પરંતુ માસ્ટર તરફ અટલ શ્રદ્ધા અને પ્રેમના કિરણોનું જોડાણ છે. જે લોહીના કોઈપણ બંધનો કરતા ઘણું વધારે મજબૂત બંધન છે.
આશ્રમ જીવનનો ભાગ બનવા માટે પરિપક્વતાની જરૂર પડે છે. માણસે બીજા લોકો સાથે સમાનતાના ભાવથી સહઅસ્તિત્વમાં રહેવા માટે નિરાભિમાની સ્થિતિમાં રહેવું પડે છે. આ એક એવું પર્યાવરણ છે, જ્યાં દરેક જણ બીજાની નબળાઈની ક્ષતિપૃર્તિ કરે છે અને પોતાના સામર્થ્યની બીજા સાથે વહેંચણી કરે છે. અહીં કોઈપણ માટે કંઈપણ કરવાની કોઈ બળજબરી નથી. અમુક બધા જ કામો કરે છે. અમુક કશું જ કરતાં નથી. બીજી હસ્તી માટે સહનશીલતા, બીજી હસ્તીની સમજણ અને બીજી હસ્તીનો સ્વીકાર એક બીજા માટેની કરૂણા તરફ દોરી જાય છે. જે માણસને 'વસુધૈવ કુટુંબકમ્' તરફ લઈ જાય છે.
વિવેકાનંદે કહ્યું છે, ''ધર્મચક્ર ગતિમાં છે. તમારે બધાએ તેની બાજુમાં ઊભા રહેવાનું છે અને તેની ગતિનો ભાગ બની જવાનું છે. '' આશ્રમનું પર્યાવરણ તમને ગતિમાન ચક્રનો ભાગ બનવા દે છે.