KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/માછલી હંસનું પ્રતિબિંબ જૂએ છે. અને તેને પોતાનું બનાવવા ઈચ્છે છેSign in
કૃતજાતામાં (Krutajatanmam)

માછલી હંસનું પ્રતિબિંબ જૂએ છે. અને તેને પોતાનું બનાવવા ઈચ્છે છે

પોતાના આત્મસાક્ષાત્કાર પછી તરત જ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને, પોતાને અહીં જે મિશન પુરું કરવા માટે મોકલવામાં આવ્યા હતા તેનું દર્શન થઈ ગયું હતું. તેમણે લોકોનું પરિવર્તન કરીને, તેમના અભિગમો બદલીને અંતે તેમની પોતાની દિવ્યતાને જાગૃત કરવાનું કાર્ય મિશન સ્વરૂપે ઉપાડી લીધું. જયારે તેમણે ઘર છોડયું ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ દક્ષિણ ભારતમાં પાછા આવશે નહીં તેમ છતાં પણ તેમના મનમાં તેઓ જયાંથી આવ્યા હતા ત્યાં પાછા ફરવાની તીવ્ર લાગણી થવા લાગી.

હતી, જયારે બસમાં અશક્ય હતી, અને તેમને ચેન્નાઈ પહોંચવા માટે બસમાં યાત્રા કરવી પડે તેમ હતી, જેના માટે તેમની પાસે પૈસા નહોતા. નસીબ જોગે તેના મામા તેમને ચેન્નાઈ લઈ જવા તૈયાર થયા હતા. બધું આપો આપ સમું સૂતરું બની રહ્યું હતું !

હકીકતમાં , THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે એક જ સમસ્યા હતી કે જયારે તે ઘર છોડશે ત્યારે તેમણે અરૂણાચલને પણ છોડવો પડશે. અરૂણાગીરી યોગીશ્વરા સાથેના અનુભવ પછી તેને જીંદગીમાં પહેલી વખત લાગ્યું હતું કે તેમનામાં કંઈક ખૂટે છે. જ્યારે પણ લોકોએ તેમને શું ખુટે છે એવું પૂછયું, ત્યારે હકીકત એ હતી કે એક અથવા બીજી બાબત ખૂટે છે તેની સાથે તેમને કશું લાગતું વળગતું નહોતું. ફક્ત તેઓ જ્યારે તેમના પ્રિય અરૂણાચલેશ્વરની રજા લેવા મંદિરમાં આવ્યા ત્યારે તેમને લાગ્યું કે તેઓ કશુંક ગુમાવી રહ્યાંક ગુમાવી રહ્યા છે.

તેમણે તિરૂવત્રામલાઈ છોડ્યું એ પહેલાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM અરૂણાચલેશ્વરના મંદિરે ગયા અને દેવતાની સામે પવિત્ર ગર્ભગૃહમાં ઊભા રહ્યા, ત્યારે પહેલી વખત તેમને અરૂણાચલેશ્વર સાથેના જોડાણની ગહનતાનો અનુભવ થયો. તેમને એવું લાગ્યું નહીં તેઓ એમને ગુમાવી રહ્યા છે. ના; પણ એ ઉદાસ જરૂર થયા કારણ કે તેઓ ત્યાં થતા બધા જ ઉત્સવો અને પૂજાઓ ગુમાવી રહ્યા હતા. જેવા તેઓ તેમના પ્રિય અરૂણાચલેશ્વરની સામે જઈને ઊભા રહ્યા, કે તરત જ તેમની આંખોમાં આંસૂની અવિરત ધારાઓ શરૂ થઈ ગઈ. મૂર્તિના સ્વરૂપે તેમનું મન ભરી દીધું. માણસ જે કંઈ જુએ છે તેની આંખોમાં સંગ્રહાઈ જાય છે. માણસ જે કાંઈ તીવ્રતાથી જુએ છે એ તેના મનમાં સંગ્રહ થઈ જાય છે. કોઈપણ બાબત મનમાં આવી રીતે સંગ્રહ થાય છે, તે બાબત માણસનું ધ્યાન વારંવાર આકર્ષે છે. જે ક્ષણે તેમને લાગ્યું કે તેઓ મૃર્તિને ફરી વખત જોઈ શકવાના નથી એ વખતે મૃર્તિનું સ્વરૂપ તેમને છોડી ગયું. ગુમાવી દેવાની લાગણી અદેશ્ય થઈ ગઈ. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ મૂર્તિની

તેમને બીજું સુંદર દર્શન એ થયું હતું કે તેમને એન્લાઈટેન્ડ ચેતના વ્યક્ત કરતા સુપ્રિમ હંસ, પરમહંસનું દર્શન થયું હતું, એ હંસ અત્યારે ધ્યાનપીઠમ્, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મિશનનું આધ્યાત્મિક કેન્દ્ર છે, તેના પ્રતીક ચિન્હ રૂપે છે. આજે ધ્યાન પીઠમ્, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના મેડિટેશન દ્વારા લોકોનું રૂપાંતરણ કરવા માટેના THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ફાઉન્ડેશનના વૈશ્વિક મિશનનો એક ભાગ છે.

પછીના દિવસોમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પરમહંસ કહેવાતા હંસના આ દર્શન ઉપર પ્રકાશ પાડ્યો, ત્યારે તેમણે અમને આ સુક્ષ્મ દૃષ્ટિ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે વાર્તામાં આવતો હંસ એન્લાઈટેન્ડ માસ્ટરનું પ્રતીક છે અને હંસને જોઈ રહેલી માછલી તેમના શિષ્યો છે.

મહાન હંસ, પરમહંસ આકાશમાં ઉંચે ઉડી રહ્યો છે. તે ઉડે ત્યારે તેનો પડછાયો પૂથ્વી પરના વિવિધ તળાવો અને સરોવરોમાં પડે છે. આ તળાવો અને સરોવરોમાં રહેલી માછલીઓ હંસનો પડછાયો જોઈને ખુશ થાય છે. માત્ર પડછાયાનું દર્શન જ તેમને આનંદથી તરબોળ કરી દે છે અને તેઓ હંમેશા હંસ સાથે જ રહી શકાય તેવું ઈચ્છે છે. માછલીઓની નિશાળો તેમને માટે ચોક્કસ વિસ્તારો તેમના પોતાના છે એવું નક્કી કરવાનું શરૂ કરે છે. જેની અંદર તેઓ હંસના પડછાયાને પકડી રાખવા માંગે છે. અમુક માછલીઓ હંસ માટે મંદિરો બાંધે છે. અમુક માછલીઓ આશ્રમો બાંધે છે. માછલીઓને આશા છે કે તેઓ હંસને આ સીમાઓમાં રાખી શકશે, અને એવું માનીને આ બધું કરે છે કે હંસ હંમેશા પોતાના કબજામાં જ રહેશે.

અમુક માછલીઓએ હંસ માટે વેબસાઈટ બનાવી છે ! બીજી તેમના માટે પુસ્તકો પ્રકાશિત કરે છે. હંસનો પડછાયો જેવો એક તળાવમાં પસાર થાય છે, તો બીજું જૂથ કહે છે કે ''અહીં સિએટલમાં અમારી પાસે હંસ છે; અહીં વાન કુંવરમાં અમારી પાસે હંસ છે: હંસને બેંગલોર સાથે જ લાગે વળગે છે. વગેરે વગરે.'' જો કે બહુ જજ માછલીઓ જ ઉપર તરફ નજર કરે છે. બીજી બધી પડછાયા સાથેના અતિશય લગાવમાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને ખુશ છે.

હંસને અતિશય નીચે પાણી ઉપર શું થઈ રહ્યું છે તેના વિષે તેને કોઈ ચિંતા નથી. એ તો પોતાની મસ્તીમાં ઉડ્યા કરે છે. ક્યારેય જમીન પર આવતો જ નથી.

માછલીને માત્ર ખસતો પડછાયો જ ગ્રહણ થાય છે. માછલી પણ ફરે છે. પાણી પણ ફરે છે. માછલી મૂળ સ્ત્રોત અને પડછાયા વચ્ચેનો ભેદ સમજી શકતી નથી. માછલીઓ હંસ પાણીમાં જ છે એમ માનીને અતિશય રોમાંચિત છે. બસ પડછાયાની સાથે નજીક રહેવા માત્રથી અમુક માછલીઓને એવું લાગે છે કે તેઓ હંસમાં પરિવર્તિત થઈ રહી છે. તેમને લાગે છે કે પોતે પડછાયાની જેટલી વધારે નજીક જશે એટલી વધારે ઝડપથી હંસ બની જશે !

જો માછલી માત્ર પોતાની ડોક ઉંચી કરે તો, તે સાચા હંસને જોઈ શકે છે. જે પડછાયાનો તે પીછો કરી રહી છે તેના મૂળ સ્ત્રોતને જોઈ શકે છે. તેમ છતાં પડછાયો જ એટલો બધો ભવ્ય, એટલો બધો સુંદર હોય છે કે મોટાભાગની માછલીઓને ઉપર જોવાની પ્રેરણા જ નથી થતી. માછલીઓ પાણીમાં દિવાલો અને વાડાઓ બાંધીનેએ માન્યતા સાથે કે તેઓ હંસને પકડી રાખવા શક્તિમાન છે અને તેના પડછાયાનો કબજો કરી શકે છે બહુ સુખી હોય છે જો તેઓ ઉપર જુએ અને પડછાયાથી પર થઈ જુએ, તો તેઓ પણ હંસ બની શકે છે ; પછી તેઓ ખરેખર આત્મસાક્ષાત્કાર કરી શકે છે.

હંસ જેમ જેમ તળાવો પસાર કરે છે, તે પાસાં ફરે છે તેમ તેમ પડછાયો ઘણાં સ્વરૂપે આવતો જતો રહે છે; જિસસ, કૃષ્ણા, બુધ્ધ અને બીજાઓ;

છાપ જાળવી શકતું નથી. પાણી હંસની સાથે ચાલતું નથી. હંસ તેના પડછાયા વિષે જાણતો નથી, માત્ર માછલીઓ જ પ્રતિક્રિયા આપે છે. તેઓ જયારે પડછાયો જુએ છે ત્યારે જ પ્રતિક્રિયાઓ આપે છે.

અમુક માછલીઓ આ બધું લખી નાંખે છે ! એ સત્ય હોઈ શકે નહીં. સત્ય બહુ પરિમાણીય હોય છે. લખાણ ગમે તેટલું સારું હોય પણ તે દ્વિ પરિમાણીય હોય છે. અલબત્ત, જે લોકો સાધકો છે તેમને પોતાનામાં હંસનો અનુભવ કરવાની પ્રેરણા મળે એ માટે લખવાની જરૂરીયાત હોય જ છે.

ઝેન કોઆન્સ, બૌદ્ધ સૂત્રો, સૂફીકથાઓ, ક્રિશ્ચિયન પેરાબલ્સ, હિંદ્દ મન્ત્રો, આ બધા જ એક જ વાત કહે છે : ઉપર જુઓ ! ભીતર જૂઓ !

માછલીઓ જયારે પડછાયાની નજીક આવે છે ત્યારે પડછાયાનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. તેઓ તેને વધારે સ્પષ્ટતાથી જોઈ શકતી નથી. માછલીઓએ ઉપર ઊંચે જોવાની અને ભીતરમાં જોવાની જરૂર છે.

જયારે સત્યને વ્યક્ત કરવામાં આવે છે ત્યારે તે અર્થહીન બની જાય છે. પડછાયાનું દર્શન હકીકત સાથે સંબંધિત હોય છે. હંસનું દર્શન સત્ય છે. કોઈ જ્યારે તેને બુદ્ધિથી ગ્રહણ કરે છે ત્યારે સત્યથી ઘણું બધું દૂર હોય છે. માણસે તેની નજીક જવું જોઈએ અને હૃદયથી અનુભવવું જોઈએ. માણસ જયારે તદૃન નજીક જાય છે ત્યારે તે ઈદ્રિયોથી તેને અનુભવી શકે છે. માણસ જયારે તદન નજીક પહોંચી જાય છે ત્યારે આંખો સ્પષ્ટ જોઈ શકતી નથી. જે કંઈ જોવું છે એ માત્ર 'સ્વ'થી જોઈ શકાય છે. જે 'સ્વ'થી જોઈ શકાય છે એ જ સત્ય છે, એ જ ચેતનાનું સાક્ષીપણું છે.

જયારે ચેતનાનું સાક્ષીપણું કાર્યરત હોય છે, ત્યારે તમારા માટે જે સાચું હોય તે જ બને છે. તમારી અંદર પેદા થતો દરેક વિચાર પરિપૂર્ણ થઈ જાય છે. તમે જે જુઓ છો તે પડછાયો નહીં પરંતુ સ્ત્રોત જુઓ છો. એન્લાઈટેન્ડ માસ્ટરો આ સ્તરેથી સંચાલન કરતા હોય છે.

અમુક સિદ્ધો, જેઓ એન્લાઈટેન્ડ નથી હોતા અને આધ્યાત્મિક ટેકનીકો અને રહસ્યવાદનો ઉપયોગ કરતા હોય છે, તેઓ પણ વિઝ્યુલાઈઝેશન અને આવી બીજી પદ્ધતિઓથી પોતાની ઈચ્છાઓને સાકાર કરતા હોય છે, પરંતુ તેઓ આવું સચેત જાગૃતતા સાથે નથી કરતા અને પોતાની અજાગૃતતાથી સંચાલન કરીને ગંભીર મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જયારે પોતાના પહેલા આધ્યાત્મિક અનુભવ પછી ઘર છોડ્યું, ત્યારે તેમની પાસે ક્ષણભંગુર સામાજિક જિંદગીની સ્પષ્ટ સમજણ હતી. તેમ છતાં તેમનું મન તદ્દન ખાલી નહોતું. તેમાં હજુ છૂટી પડેલી એન્લાઈટેન્ડ નજીક પહોંચેલી માછલીને હંસથી જુદૂ પાડનાર તત્ત્વ હતું. પરિભ્રમણ અને તપશ્ચર્યાએ તેમાં રહેલી અશુદ્ધિઓને બાળી નાંખી, મનને જાણી જોઈને પાછળ છોડી દેવામાં આવ્યું હતું જેથી અંતિમ જોડાણ થઈ શકે. અંતે માછલીએ ઉપર જોયું અને હંસ બની ગઈ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એન્લાઈટેન્ડ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બની ગયા.

અલગ ખૂણાઓ, અલગ યથા-દર્શન અને અલગ વિરૂપીકરણના રૂપમાં આવતો જતો રહે છે.

જો પાણી શાંત હોય, તો માછલીઓ એક પડછાયો જુએ છે; જો પાણી વમળોવાળું હોય તો તેઓ બીજો પડછાયો જુએ છે; તેઓ જયારે પાણી સાથે ચાલે છે ત્યારે બીજું સ્વરૂપ જુએ છે. તેઓ એક બીજા સાથે દલીલો કરે છે કે દરેકે જે જોયું છે એ જ સાચો હંસ છે, જ્યારે ખરેખર તો બધાએ માત્ર પડછાયો જ જોયો હોય છે. દરેક પડછાયાને એક માછલી અથવા તેનું જૂથ ૫કડી રાખે છે અને તેને વહેંચતી નથી.

તેમણે જે જોયું છે તે હંસની વાસ્તવિકતાની દલીલોની શરૂઆત કરતાં પહેલાં તેઓ પડછાયો તળાવની સીમાઓ ઉપરથી પસાર થાય ત્યાં સુધી રાહ પણ જોતી નથી. હંસ બસ ઉડવાનું ચાલુ રાખે છે. માછલીઓ બસ દલીલો કરવાનું ચાલુ રાખે છે. માછલીઓ વર્તમાન ક્ષણ, આખા ખેલની ખરી વાસ્તવિકતા ચૂકી જાય છે.

શું માછલીઓ પડછાયાનો એક ભાગ છે ? જે ભ્રમ ચાલી રહ્યો છે તે શું છે ?

જયારે તેઓ હંસનો પડછાયો જોતી નથી, ત્યારે હમણાં થોડો સમય પહેલાં જે પડછાયાએ તેમને આનંદથી ભરી દીધી હતી એ પડછાયા નો સંગ્રહ હોતો નથી. તેમની યાદો ખૂબ જ ટૂંકી હોય છે અને તે પાછી પોતાના ખાવાના, વંશવેલો વધારવાના, લડવાના અને મરવાના કામમાં લાગી જાય છે.

માત્ર જ્યારે તેઓ પડછાયો જ્રુએ છે અને એ તેમનામાં આનંદ લાવે છે ત્યારે જ તેમનું આધ્યાત્મિક નાટક ફરી વખત શરૂ થઈ જાય છે. જો તેઓ પડછાયો જોતા નથી. ત્યાં હંસ હોતો નથી, કોઈ હલચલ હોતી નથી. પાણી હંસની

બદલામાં હંસ હવે બીજી માછલીઓને ઉપર જોવા માટે પ્રેરણા પૂરી પાડે છે, જેથી તેઓ પણ તેમની સાથે આકાશમાં જોડાઈ શકે !