અવતારો કોણ છે ? તેઓ શા માટે જન્મ લે છે ?
હિંદુઓની વિશાળ બહુમતીને તેમના દેવી-દેવતાઓમાં શ્રધ્ધા હોય છે તેઓ તેને હૃદયથી માને છે અને ગહન લાગણીથી શ્રધ્ધા ધરાવે છે કે આ સ્વરૂપો સાચા છે અને જીવંત શક્તિઓ છે. તેઓ એ પણ માને છે કે જે દેવતાઓને તેઓ વિવિધ સ્વરૂપોમાં જુએ છે તેઓ પૃથ્વીપર સમયે સમયે માનવરૂપે અવતાર લે છે. આ અવતારને પશ્ચિમી ધર્મોમાં જેને પ્રોફેટ કહેવાય છે તેના જેવા ગણી શકાય. આ અવતારો પર તેમના જીવનની સાચી વાર્તાઓ, પૌરાણિક કથાઓ અને તેમના કામોનો ઈતિહાસ આલેખતાં મહાકાવ્યો રજૂ કરવામાં આવ્યા છે.
ભગવાન વિષ્ણુ બ્રહ્માંડનું પાલન કરનાર છે જે હિંદ્ધ ત્રિમૂર્તિમાંના એક છે, તેમના માટે એવું ધારવામાં આવે છે કે તેમણે બ્રહ્માંડની ઉત્ક્રાંતિના સમયગાળામાં અમૂક સમયાંતરે દસ સ્વરૂપોમાં અવતાર લીધો છે આ અવતારોનું વર્ણન મહાકાવ્ય ભાગવતમાં છે, જે મહાન મુનિ વ્યાસે વિષ્ણુના અવતારોની જીવન કથાનાત્મક કથા કહેવામાં આલેખેલ છે.
અર્થાલંકારિક રીતે સમજતાં, વિષ્ણુના અવતારો (દશાવતાર) બ્રહ્માંડની સર્જન અને વિસર્જનની વાત કરે છે. અવતારોનો અનુક્રમ પૃથ્વી પર જીવનની થયેલી ઉત્ક્રાંતિ સાથે સુસંગત લાગે છે. પહેલો અવતાર મત્સ્યાવતાર છે જે જળમાં પેદા થયેલાં સજીવોના જીવનનું નિરૂપણ કરે છે. આના પછી કુર્માવતાર આવે છે. જે કાચબાનો અવતાર છે તે ઉભયજીવી
પ્રત્યેનો સમયાતીત પ્રતિભાવ ગીતાનું હાર્દ છે, જે માટે આ ગ્રંથ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કૃષ્ણે અર્જુનને આપેલ સંદેશો આજ સુધી, જે લાખો લોકો તેને વાંચે છે તેમના મનમાં પ્રતિધ્વન્તિ પાડે છે અને તેમની રોજીદી જીદગીમાં માર્ગદર્શક તરીકે ઉપયોગમાં લેવાય છે.
એક સ્તરે, ભગવદ્ ગીતા પાછળની સર્વોચ્ચ શક્તિ કૃષ્ણ પૂર્ણ પુરુષોતમ ભગવાન છે. બીજા સ્તરોમાં, તે સુંદર અને નટખટ બાળક છે, જેને દરેક માતા અતિ માનપૂર્વક ચાહે છે ; એવો સૌંદર્યવાન છબીલો યુવાન છે જેને દરેક મુગ્ધા તરૂણી પ્રેમ કરવાનું સ્વપ્ન જુએ છે, અને એવો પરમ મિત્ર છે જેને કોઈપણ જરૂરીયાત વખતે બોલાવી શકાય છે; એવો વિચારવંત સમજુ સલાહકાર છે જેની પાસેથી રાજાઓ અને સંતો સલાહ મેળવવાની ઈચ્છા સેવે છે; કૃષ્ણ આ બધું અને તેના કરતાં પણ ઘણું બધું વધારે છે. કૃષ્ણ રામ અથવા પરશુરામની જેમ નૈતિક દીપસ્તંભ નથી, બીજા બે અવતારો જેવા નથી, અથવા બુધ્ધ જેવા સંયમી જ્ઞાની પુરુષ નથી. કૃષ્ણ, માણસ હતા, છે અને રહેશે, જેથી તેને ખૂબ જ સરળતાથી ઓળખી શકાય, સરળતાથી ચાહી શકાય, સરળતાથી ભજી શકાય.
ભગવદ્દ ગીતામાં દિવ્ય ચેતનામાંથી બોલીને, દરેક અવતારોના મિશનની સાચી વ્યાખ્યા આપીને કૃષ્ણા ઉદ્દ્ઘોષ કરે છે :
"સારાનું રક્ષણ કરવા ્દ્રષ્ટોનો વિનાશ કરવા સચ્ચાઈની સ્થાપના કરવા હું યુગે યુગે જન્મ લઉં છું. "
હિંદ્દ્ર કાળગણના મુજબ, ધ્રહ્માંડના દરેક વર્તુળમાં ચાર યુગો છે, અને દરેક
પ્રાણીઓ-જળચર અને ભૂચરનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો વરાહ અવતાર છે. જંગલી સૃવરનો અવતાર જે સસ્તન પ્રાણીઓનું પ્રતિનિધીત્વ કરે છે. ચોથો છે. નરસિંહાવતાર – અર્ધામનુષ્ય અને અર્ધાસિંહનું સ્વરૂપ, જે માનવ સ્વરૂપમાં અડધે પહોંચ્યાની નિશાનીરૂપે છે. પાંચમો અવતાર છે, વામન અવતાર. બાકીના પાંચઅવતારે માનવ સ્વરૂપે છે. પરશુરામ (સામાજિક ઝ્રંબેશ ઉપાડનાર), રામ (નૈતિક મર્યાદા પુરુષ), કૃષ્ણા (સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતના), અને બુદ્ધ (એવા માસ્ટર જેમણે આધ્યાત્મિક્તાને સામાન્ય જગત સુધી પહોંચાડી) દસમો અવતાર કલ્કી, તે વિનાશક યોદ્ધો હશે અને સમયનો નવો યુગ શરૂ થવા માટે અવકાશનું સર્જન કરશે, જે હવે પછી પૂથ્વી પર આવશે.
જે અવતારોએ માનવ સ્વરૂપોમાં અવતાર લીધો છે તેમાંથી ભગવાન કૃષ્ણને સંપૂર્ણ અવતાર અથવા પૂર્ણાવતાર રૂપે સ્વીકારવામાં આવે છે. તેને ભગવદ્ ગીતાનાં કહેનાર તરીકે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. હિંદુઓ, મહાભારતને પાંચમા વેદ તરીકે સ્વીકારે છે, જે ચાર વેદો - એન્લાઈટેન્ડ ઋષિઓએ કહેલ જ્ઞાનના પુસ્તકોથી પર છે. ભગવદ્ ગીતા, જે મહાભારતનો ભાગ છે, તે ભગવાન કૃષ્ણા અથવા શ્રેષ્ઠ ચેતનામય શક્તિ અને પાંડવપુત્ર અર્જુન, જેને કૃષ્ણ પોતાનો મિત્ર અને શિષ્ય માને છે, તેમની વચ્ચેનો સંવાદ છે. આ સંવાદમાં કૃષ્ણ, અર્જુનને તેના દુનિયાદારીની દ્વિધાઓના પ્રશ્નોના ઉત્તરરૂપે ભગવદ့્ગીતા સંભળાવે છે.
અર્જુન રણભૂમિની વચ્ચે દ્વિધામાં મુકાયો હતો, જ્યાં તેને તેના પિતરાઈ ભાઈઓ સગાઓ અને ગુરુઓ સામે વિનાશક યુદ્ધ કરવાનું હતું. અર્જુન સંશયમાં હતો કે જેને ચાહે છે અને માન આપે છે તેમની સામે લડવું કે હાર સ્વીકારી લઇને શરણાગતિ માંગવી અને દૂર ચાલ્યા જવું. કૃષ્ણ તેને શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ તે સમજાવે છે. કૃષ્ણનો અર્જુન
યુગ લાખો વરસોનો છે. (આપણે અત્યારે કલિયુગમાં છીએ – આ વર્તુળના ચોથા ભાગમાં)
અવતારોનો ખ્યાલ હિંદ્દ પુરાણોની આસ્થાનો ભાગ છે, અને આપણી પાસે બુદ્ધ સિવાય બીજા કોઈ માટે મજબૂત ઐતિહાસિક પુરાવાઓ નથી. કૃષ્ણ અને પરશુરામ ૫૦૦૦ વરસ પહેલાં દ્વાપર યુગમાં જીવ્યા હતા એવું ધારવામાં આવે છે અને રામ ઘણાં વહેલાં ત્રેતા યુગમાં જીવ્યા હતા એવું મનાય છે. તેમ છતાં એવા બીજા ઘણાં મહાન આત્માઓ છે, જેમના માટે ઐતિહાસિક સાબિતીઓ છે અને હિંદુ માન્યતા પ્રણાલીમાં અવતારો તરીકે પૂજવામાં આવે છે. નજીકના સમયમાં જૈનધર્મની સ્થાપના કરનાર મહાવીર, હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપનાર અને 'અદ્વતૈ'ના ખ્યાલની ચર્ચા કરનાર આદિ શંકરાચાર્ય, ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ સંત ચૈતન્ય મહાપ્રભુ, નજીકના સમય પહેલાં જ કલકતાની બાજુમાં રહેનાર અને જેમના શિષ્ય વિવેકાનંદ જેમણે તેમનો સંદેશો દરિયાપાર ફેલાવ્યો એવા એન્લાઈટેન્ડ માસ્ટર રામ કૃષ્ણ પરમહંસ, શિરડીના સાંઈબાબા જે મૂળ મુસ્લિમ હતાં, પરંતુ મુસ્લિમો અને હિંદુઓ એક સરખી રીતે તેમને પૂજે છે, અને આપણે આ પુસ્તકમાં અગાઉ જેમના વિષે વાત કરી તે તિરૂવશ્રામલાઈના ભગવાન રમણ મહર્ષિ વગેરે બીજા ઘણાં અવતારો ભારતમાં પૂજાય છે.
રામકૃષ્ણા પરમહંસ આપણને આ વાર્તા કહે છે;
ત્રણ માસણો આમતેમ ૨ખડતા ૨ખડતા એક ઊંચી દિવાલથી ઘેરાયેલા બગીચા પાસે પહોંચ્યા. તેમાંના એક જણે કૂદકો માર્યો અને ઘણાં બધા ફળોવાળા ઝાડોનો બગીચો જોયો. તે કોઈપણ ધમાલ કર્યા વગર ફળોનો આનંદ લેવા માટે અંદર કુદી પડ્યો. તેણે જોયું હતું એ તેના મિત્રોને કહેવાનું વિચાર્યું પણ નહીં : તે પોતાની ખુશીમાં એટલો બધો મગ્ન હતો જેવી રીતે આપણામાંના મોટાભાગના જીવીએ છીએ.
પછી બીજા માણસે પણ કૂદકો મારીને દિવાલની અંદર નજર નાંખી. તેણે પણ ફળોથી લદાયેલો બગીચો જોયો. તેણે નીચે ઊભેલા તેના મિત્રને તેણે જે જોયું હતું તે કહ્યું અને બગીચામાં આનંદ લેવા કુદી પડ્યો. તેનામાં પોતાના મિત્રની રાહ જોવા જેટલી ધીરજ નહોતી, પરંતુ તેણે કમ સે કમ તેના મિત્રને તેણે જે જોયું હતું તેની જાણ તો કરી જ. એવા ઘણા ધર્મોપદેશકો હોય છે જે આવી રીતે જીવે છે; તેઓ વાતો કરે છે અને માહિતી આપે છે, પરંતુ તેમને પોતાને કોઈ અનુભવ હોતો નથી.
ત્રીજી વ્યક્તિએ દિવાલની અંદર નજર નાંખી અને ફળોના ઝાડ જોયા. તેણે પહેલાં આ ફળોનો સ્વાદ ચાખેલો હતો અને જાણતો હતો કે તે કેવાં સ્વાદિષ્ટ છે. છતાં તે તેનો સ્વાદ માણવા માટે અંદર કુદી પડવાને બદલે, તે જયાંથી આવ્યો હતો, તે ગામમાં પાછો ગયો અને સમગ્ર સમાજને અદ્દભૂત ફળોના બગીચા વિષે અને ત્યાં કેવી રીતે પહોંચવું તે કહ્યું.
રામકૃષ્ણ કહે છે : આ માણસ સાચો અવતાર છે.
અવતારો એવી હસ્તીઓ છે, જેમણે અંતિમ આધ્યાત્મિક સત્યનું દર્શન કર્યું છે, બ્રહ્માંડીય શક્તિના દિવ્ય આનંદનો અનુભવ કર્યો છે અને તેમની પાસે આ દિવ્ય આનંદમાં સદાય રહેવા માટેની સ્વતંત્રતા છે. છતાં હજુ પણ તેઓ પોતે જે અનુભવ્યું છે, તેની ભવ્યતા વિષે બીજાને કહેવા માટે આ પૃથ્વી પર અવતરે છે. તેઓ અસ્તિત્વે તેમને જે માટે મોકલ્યા છે, તે મિશન માટે આવે છે. જેને તેઓ માત્ર એન્લાઈટેન્ડ માસ્ટરો પાસે હોય તેવી કરૂણા સાથે લોકોમાં વહેંચે છે; બીજા લોકો તેમની પોતાની જાતમાં જોઈ શકે એવી
એકરૂપ થઈ જાય છે. પથ્વીપર જ્યારે પણ જરૂર પડે છે. ત્યારે એન્લાઈટેન્ડ માસ્ટરોની શક્તિને મિશન પરિપૂર્ણ કરવા માટે પાછી મોકલવામાં આવે છે. આ શક્તિઓ અવતારો છે. દરેક અવતારને જરૂરીયાત મુજબનું મિશન હોય છે અને તે મિશન પરાશક્તિ, બ્રહ્માંડકીય શક્તિ નક્કી કરે છે.