KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/દરેક અવતારની વિશિષ્ટSign in
કૃતજાતામાં (Krutajatanmam)

દરેક અવતારની વિશિષ્ટ

રામકૃષ્ણ પરમહંસની જીવન કથામાં તેના લખનાર તેમના શિષ્ય સરદાનંદ પૃથ્વી ઉપર અવતારો શા માટે અને કેવી રીતે આવે છે તેની ચર્ચા કરે છે સરદાનંદ આવા અવતારોનું મૂળ વેદિક સમયમાં શોધી કાઢે છે, જયારે દિવ્ય ચેતનાના જ્ઞાનીઓએ અવતારોની પૂજા કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં વેદિક અને પુરાણિક સમયથી ઊતરી આવેલી આધ્યાત્મિક બક્ષિસ આજે પણ પ્રત્યક્ષરૂપે અનુભવી શકાય તેવી રીતે જીવંત છે. લોકો અવતારોના સચેત જન્મનાં સત્યમાં માને છે અને તેને સ્વીકારે છે.

ગીતામાં કૃષ્ણે ઉદ્દુઘોષ કર્યો છે તે મુજબ આ અવતારો પૃથ્વી પર સ્પષ્ટ મિશન સાથે આવે છે. અસ્તિત્વ, કોસ્મિક શક્તિ, આ અવતારોને તેમનું મિશન પરિપૂર્ણ કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. દરેક અવતાર વિશિષ્ટ હોય છે અને તેમનું મિશન પણ વિશિષ્ટ હોય છે.

સરદાનંદા, અવતારોની વ્યાખ્યામાં ભીતરમાં અને બહારથી થતી આધ્યાત્મિક ક્રાંતિના વિવિધ સ્તરો વિષે વાત કરે છે. તેઓ આપણને આવા લોકોને તેમના જન્મથી મળેલી કુદરતી લાક્ષણિકતાઓને આધારે કેવી રીતે ઓળખી કાઢવા તે પણ કહે છે.

દરેક અવતાર બીજા અવતારથી પોતાના પૂરું કરવાના કાર્યથી જુદા પડે છે. દરેકને પોતાનું ધ્યેય એક જ હોવાં છતાં, દરેકનો પોતાનો અલગ રસ્તો

નિત્યાનંદ ગ્રંથ - ૧

કરૂણા, અને દરેક લોકો પોતાની ભીતરમાં છૂપાયેલી દિવ્યતા નિહાળી શકે એ માટેની કરૂણા.

દરેક પેઢીઓમાં પૃથ્વી ઉપર અવતારો થયા છે અને તેમણે પોતે જે દિવ્ય આનંદનો સતત અનુભવ કર્યો છે તેની વહેંચણી કરી છે. તેમનું મિશન બીજા લોકો આવી જ દિવ્ય આનંદની સ્થિતિએ પહોંચી શકે તેમાં બીજા લોકોને મદદ કરવાનું હોય છે. આ એવી અનંત અને બિનશરતી કરૂણા છે જે બીજી હસ્તીઓમાંથી અલગ અવતરે છે અને આધ્યાત્મિક રીતે વિકસે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સરળતાથી સમજાવે છે.

એક સફેદ બોર્ડ લો, તેની સફેદ પૃષ્ઠભૂમિ બ્રહ્માંડીય શક્તિ છે. તેના પર વાદળી રંગની માર્કર પેનથી વર્તુળો દોરો. આ વર્તુળો જીવંત વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે; તમે જે વાદળી લીટીઓ દોરી છે તે શરીરો છે. હવે વર્તુળને ભૂંસી નાંખો. મૃત્યુ વખતે બરાબર આવું જ બને છે. શરીર ભૂંસાઈ જાય છે અને આત્મા બ્રહ્માંડીય શક્તિમાં એકરૂપ થઈ જાય છે.

સામાન્ય માણસોમાં, તેમની ઈચ્છાઓ અને વાસનાઓ વર્તુળની અંદર આછી ઝાંય બનાવે છે. પછી આત્મા માટે પૃષ્ઠભૂમિમાં રહેલી શક્તિમાં એકરૂપ થવું મુશ્કેલ બની જાય છે. મૃત્યુ સમયે શરીર છોડી રહેલા આત્મા પાસે તેની સાથે રહેલી વાસનાઓ અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાની ક્ષમતા છે. જેથી તેને બીજા શરીરની જરૂર પડે છે.

એન્લાઈટેન્ડ માસ્ટરોના કિસ્સામાં તેમને કોઈ ઈચ્છાઓ હોતી નથી; તેઓ અ-મનની સ્થિતિમાં હોય છે; તેમને વાસનાઓ હોતી નથી. તેમનો આત્મા વાસનાઓની ઝાંય વગરનો હોય છે, જે બ્રહ્માંડીય શક્તિમાં સહજ રીતે હોય છે. તેમનું ધ્યેય બાકીની માનવ જાતને એ શીખવવાનું હોય છે કે દરેક માણસ દિવ્ય છે અને અમુક પ્રયાસો સાથે દરેક માણસ દ્વનિયાના બંધનોમાંથી મુક્ત થઈને દિવ્યતામાં એકરૂપ થઈ શકે છે. દરેક અવતારો આ અનુભવ અલગ અલગ રીતે વ્યક્ત કરે છે.

અવતારો ચમત્કારો કરનારા નથી : અતીન્દ્રિય આવાગમન અને શક્તિ વડે ઉપચાર વૈજ્ઞાનિક છે.

માનવ સ્વરૂપમાં દરેક જીવંત અવતારોને આપણી જેવા બધા જ મનુષ્યોની જેમ જ અસ્તિત્વના બધા જ ભૌતિક નિયમો પાળવાના હોય છે. ક્રુષ્ણની દિવ્યતાને આપણામાંના કોઈએ જોઈ નથી, છતાં તેનું દર્શન કરવું અને તેને સ્વીકારવી સહેલી છે. જ્યારે આપણે જીવંત અવતારની આસપાસ રહેતા હોઈએ છીએ, છતાં તેમનાં ભૌતિક પાસાંઓ આપણાંથી અલગ નથી હોતા, આપણે તેમને ખાતાં અને સૂતાં જોઈ શકીએ છીએ, તેથી ઘણાંના મનમાં તેમની દિવ્યતા વિષે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.

અવતારો માત્ર લોકોની શંકાના વાદળાં વિખેરવા અને તેમની આધ્યાત્મિક પ્રગતિની ઝડપ વધારવા માટે, ક્યારેક જ કહેવાતા 'ચમત્કારો'નો ઉપયોગ કરતા હોય છે. આધ્યાત્મિક હસ્તીઓના કહેવાતા પરાક્રમોથી સરેરાશ માણસનું અંજાઈ જવું સરળ છે. ઘણી વખત આ પરાક્રમો માનવામાં ના આવે તેવા, અતાર્કિક અને કુદરતના બધા જાણીતા નિયમોથી વિરોધાભાસી લાગે છે, કારણ કે આપણે આવા પરાક્રમો પાછળ કામ કરી રહેલા અગોચર નિયમોને જાણતા હોતા નથી. એટલે આપણે તેને દિવ્ય હસ્તીઓએ કરેલા કામોનું ચમત્કારો તરીકે વર્ગીકરણ કરવાનું વલણ ધરાવીએ છીએ. કુદરતમાં ક્યાંય પણ ચમત્કાર નથી, આ ચમત્કારો એવા કુદરતી નિયમોથી કામ કરે છે જે હજુ આપણા વૈજ્ઞાનિકો શોધી કે સમજી શક્યા નથી. અલબત્ત કરીને તેઓ તાર્કિક રીતે દર્શાવે છે કે આજની દુનિયામાં સતત રહેતો તણાવ મન-શરીર ૫૨ કેવી રીતે અસર કરે છે અને તે ડિપ્રેસન તેમજ ગંભીર બિમારીઓનું કારણ બને છે.

આધ્યાત્મિક ઉપચાર કરનાર તેની શક્તિનો ઉપયોગ કરીને અસાધ્ય અને જીવલેણ રોગોથી સાજા કરે છે, એ વખતે તેવો મન-શરીરને થયેલા નુકસાનની કોષીય સ્તરે મરામત કરે છે. તદૃન ભોળા માણસો માટે આધ્યાત્મિક ઉપચારક જે કામ કરે છે તે ચમત્કારિક છે. જે લોકો તેની પાછળનું વિજ્ઞાન નથી સમજતા તેમને માટે તે હાસ્યાસ્પદ કામ છે. જયારે આપણે પરમાણુ સ્તરે કોષોનું કામ, બ્રુસ લિપ્ટન જેવા વૈજ્ઞાનિકોએ સમજાવ્યું છે, તે રીતે સમજીએ છીએ ત્યારે આધ્યાત્મિક ઉપચાર સંપૂર્ણપણે તાર્કિક ને વૈજ્ઞાનિક બની જાય છે.

આગ પર ચાલવું ચમત્કાર નથી; તેમાં હિપ્નોસીસને સામેલ કરવાની જરૂરત નથી. આપણાંમાંનાં ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે સળગતા કોલસા પર ચાલેલાં છે. આમાં માત્ર અગ્નિ દઝાડશે એવો ભય કાઢી નાંખવાનો હોય છે. જયારે કોઈ ભીના પગે આગ પર ચાલે છે, ત્યારે અમુક અંતર સુધી પાણીનું વરાળમાં રૂપાંતર થવામાં ગરમી વપરાય છે. કોઈપણ વ્યક્તિ આગ પર ચાલી શકે છે તેના વૈજ્ઞાનિક પુરાવાઓ છે; આગ ઉપર ચાલવા માટે આપણને બધાને એક જ બાબતની જરૂર હોય છે અને એ છે આગ દઝાડશે એવી માન્યતાને છોડી દેવી.

સાચા અવતારો આવી ઉપલક દૃષ્ટિએ લાગતી અસાધરણ શક્તિઓનો દેખાડો કરવાથી પર હોય છે. તેમનું મિશન માનવજાતને મદદ કરવાનું હોય છે નહીં કે ચમત્કારો કરીને બીજા લોકોને પ્રભાવિત કરવાનું. તેમને પોતાને જે દિવ્યતાનો અનુભવ થયો હોય છે, તેવો જ અનુભવ બાકીની માનવજાત કરી શકે તેમાં તેમને સહાયરૂપ થવા પર તેમનું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય છે. જે રીતે વૈજ્ઞાનિકો વિવિધ ઈન્દ્રિયગમ્ય ચીજોને ફરીથી ઉત્પાદિત કરવા માટે સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે, તેવી જ રીતે રહસ્યવાદીઓ ભીતરની દુનિયાના પોતાના અનુભવો ફરીથી કરવા માટેના સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે.

માસ્ટર આ સૂત્રોનો અમલ કરી શકે છે. માટે તેણે જે અનુભવ્યું હોય તેવું જ બીજા પણ અનુભવી શકે છે. જ્યારે અવતારો આવા અનુભવો સૂત્રો અથવા પધ્ધતિઓ વગર સીધા જ બીજા લોકોને કરાવી શકે છે. અવતારો તેમની દિવ્યતા માત્રથી લોકોને મુક્ત કરે છે.

હિંદુ પરંપરામાં યુગોથી મહાન માસ્ટરોએ આપણે દિવ્ય સ્વરૂપ નથી એવા ભ્રમમાંથી આપણને મુક્ત કરવા માટે વિવિધ રીતો અને પધ્ધતિઓ ઉજાગર કરી છે. એન્લાઇટેન્ડ માસ્ટર અને યોગ પધ્ધતિના પિતામહ મહર્ષિ પતંજલિએ પોતાના પુસ્તક 'યોગ સૂત્રો' માં, 'યોગ' અથવા વ્યક્તિનું દિવ્યતા સાથેના જોડાણ તરફ દોરી જતી આઠ પ્રક્રિયાઓનું સવિસ્તર વર્ણન કર્યું છે. આ આઠ પ્રક્રિયાઓ આ પ્રમાણે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આધ્યાત્મિક ક્રાંતિમાટે હજારો વરસ પછી પણ આ પ્રક્રિયાઓ માન્ય છે. અમુક લોકો આજે જે આસનો અને પ્રાણાયામની જાણીતી પ્રક્રિયાઓ બાબતમાં જાગૂત થયા છે, તેનાં મૂળ પતંજલિની પ્રાચીન પધ્ધતિઓમાં છે.

બીજા મહાન માસ્ટરોએ અલગ રીતે સંપર્ક વ્યવહાર કર્યો છે અને ગાઢ ઐકયની ભાવનાનો અનુભવ કર્યો છે. રામકૃષ્ણ પરમહંસે તેમના શિષ્યોને સ્પર્શથી એન્લાઈટેન્મેન્ટથી દિક્ષીત કર્યા છે. રમણ મહર્ષિ એમના શિષ્યોને મૌન દ્વારા મુક્ત કરતા હતા. દિક્ષાની પ્રક્રિયા કે જેમાં માસ્ટરની દિવ્યતાનું તેમના શિષ્યોમાં દ્રષ્ટિદ્વારા, સ્પર્શ દ્વારા અથવા શબ્દો દ્વારા અવતરણ થાય છે. તેને હિંદ્દ શાસ્ત્રોમાં ગ્રંથસ્થ કરવામાં આવેલ છે.

અસ્તિત્વનો માણસને આપેલો સૌથી શ્રેષ્ઠ આશિર્વાદ એ છે કે તેને અવતારન શિષ્ય તરીકે તેમની સાથે અને આસપાસ રહેવાની તક સાંપડે. માસ્ટર જે દિવ્ય અવતાર છે, તે વ્યક્તિને માત્ર પોતાની હાજરીથી જ એન્લાઈટેન્મેન્ટ તરફ ઉચકી લે છે. આમાં બીજા કશાની જરૂર પડતી નથી, સિવાય કે માસ્ટરના ચરણોમાં સમર્પણ.