KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/પરમહંસ કોણ છે ?Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

પરમહંસ કોણ છે ?

હિંદુ પૌરાણિક મહાકાવ્યો એક એવા પક્ષીની વાત કરે છે, જે પોતાના જન્મથી મરણ સુધી ક્યારેય ધરતીને સ્પર્શતું નથી. આ પક્ષીઓ કોઈપણ સામાન્ય પક્ષીઓ કરતાં જમીનથી વધારે ઉંચા ઉડે છે. જ્યારે આ પક્ષીઓ ઈંડા મૂકે છે, ત્યારે ઈંડા જમીન તરફ નીચે પડતી વખતે જ સેવાઈ જાય છે. તે હવામાં જે કોચલામાંથી બહાર આવે છે અને તરત જ પીંછા ઉગી જાય છે અને તે આકાશમાં ઉંચે ઉડવા લાગે છે. જ્યારે પક્ષીઓ મૃત્યુ પામે છે ત્યારે ઉડતાં ઉડતાં જ મરે છે અને આકાશમાં ઓગળી જાય છે તેની જીંદગીમાં ક્યારેય તેઓ જમીનને સ્પર્શ કરતાં જ નથી.

આ પક્ષીઓને 'પરમહંસ' એટલે કે સુપ્રીમ હંસ કહેવામાં આવે છે. આધુનિક ભારતના મહાન સંતોમાંના એક રામકૃષ્ણ આ પક્ષીઓની વાત ભક્તિપૂર્વક કહે છે. રામકૃષ્ણને યોગ્ય રીતે જ પરમહંસ કહેવામાં આવે છે, એક એવો આત્મા જે ક્યારેય જમીનને અડક્યા વગર જ ઉંચાઈ પર ઉડતો રહે છે.

તરૂણાવસ્થા પહેલાં જ જેની આધ્યાત્મિક જાગૃતિ તેને એન્લાઈટેન્મેન્ટ તરફ દોરી જાય છે અને જયારે તે એન્લાઈટેન્ડ બને છે, ત્યારે તેને પરમહંસ કહેવાય છે. પછી આવી વ્યક્તિ ક્યારેય જમીનને સ્પર્શ કરતી નથી; તેનો આત્મા દુનિયા દારીના જાળામાં ફસાય તે પહેલાં જ ઉચે આકાશમાં વિહરવા લાગે છે. પરમહંસ જૂજ હસ્તીઓ જ હોય છે, જેમનું નિર્મળ ડહાપણ સખતમાં સખત કઠોર હ્રદય અને મનને વીંધી નાંખે છે.

આવી હસ્તીઓમાં કુંડલિની શક્તિ હોય છે, જે બ્રહ્માંડીય શક્તિ છે. આ શક્તિ દરેક વ્યક્તિઓમાં મુલાધાર ચક્રમાં સંગ્રહાયેલી હોય છે અને વહ્યા કરતી હોય છે. પરમહંસોમાં આ શક્તિ બીજા સામાન્ય તરૂણોની જેમ ક્યારેય નીચે ઉતરતી નથી.

ચક્રો આપણા મન-શરીરની સિસ્ટમમાં આવેલાં છૂપાં શક્તિ કેન્દ્રો છે, જે આપણી લાગણીઓનું નિયમન કરે છે અને આવી રીતે આપણી ક્રિયાઓ ઉપર પ્રભાવ પાડે છે. આપણી અંદર સાત મુખ્ય ચક્રો હોય છે, તે કરોડરજ્જુના પાયામાં આવેલ મુલાધાર ચક્રથી શરૂ કરીને મસ્તકની ઉપર આવેલ સહસ્ત્રાર ચક્રસુધી આવેલાં હોય છે. સામાન્ય રીતે કુંડલિની શક્તિ, તરૂણાવસ્થા વખતે સંતાનોત્પત્તિની જરૂરીયાત માટેની ઈચ્છા પૂરી કરવા માટે જાતીય જાગૃતિ તરફ દોરી જાય છે. પરમહંસના કિસ્સાઓમાં, તરૂણાવસ્થા પહેલાં જ આધ્યાત્મિક જાગૃતિ પેદા થઈ જાય છે, જેથી કુંડલિની શક્તિ સ્થિરતા પૂર્વક નીચે તરફ વહેવાને બદલે ઉપર તરફ ખસે છે. જાતીય આનંદની ઈચ્છાની જગ્યા મુક્તિની પ્યાસ લઈ લે છે. પરમહંસમાં રહેલી શક્તિ શુધ્ધ, ભ્રષ્ટ થયા વગરની અને અસાધારણ હોય છે.

પરમહંસ એવા આત્મા છે, જેમણે જીંદગીની શરૂઆતમાં જ બ્રહ્માંડના અનંત અને સુપ્રીમ સત્યની અનુભૂતિ કરી લીધી હોય છે. તેમની જીંદગીનો હેતુ, આ સત્યને બાકીની માનવજાતમાં પ્રસારવાનો અને બીજા લોકોને તેની ઝાંખી કરાવવામાં મદદ કરવાનો હોય છે.

સામાન્ય રીતે પર્વ જન્મની અપરિપર્ણ રહેલ ઈચ્છાઓ અથવા વાસનાઓના બીજ પછીના જન્મમાં સાથે આવે છે અને આત્મા આ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે યોગ્ય શરીર ધારણ કરે છે. આ વ્યક્તિનું પ્રારબ્ધ કર્મ ઘડે છે. જે તેની જીંદગી ને આકાર આપે છે. અવતારના કિસ્સામાં પ્રારબ્ધકર્મ સર્જવ માટે વાસના બાકી રહેતી નથી.

સત્ત્વગુણ, અવતારમાં ઈચ્છાઓની અસર પેદા કરે છે જે આ દુનિયામ તેમને કોઈપણ કર્મ કરવા માટે જરૂરી હોય છે.

આ કંઈક આવું છે : અણિશુદ્ધ ૨૪ કેરેટ સોનામાં તમે કાંઈ દાગીનો બનાવી શકો નહીં. તે અતિશય નાજુક અને બટકણું અને શુધ્ધ હોય છે, જેનો કોઈ વ્યવહારુ ઉપયોગ થઈ શકે નહીં. જેથી તેમાં તમારે તાંબુ અથવા કોઈ બીજી અશુધ્ધિનું મિશ્રણ કરવું પડે છે. આવું જ અવતાર, પરમહંસની બાબતમાં પણ હોય છે. તે અમુક સાત્ત્વિક લાક્ષણિકતાઓ સાથે જન્મે છે, જેથી આ પૂથ્વી પર જીવી શકે.

દરેક અવતારોના જીવન આ માર્ગને અનુસરે છે. મોટેભાગે, લગભગ બધા જ કિસ્સાઓમાં આ હસ્તીઓ મધ્યમવર્ગીય વાતાવરણમાં; અતિશય વૈભવી જીવનશૈલીમાં નહીં જે તેમના મનને બીજી દિશામાં વાળી દે અને એટલી બધી ગરીબીમાં પણ નહીં, જે તેમની ક્ષમતાને મર્યાદિત કરી નાંખે, - એવા વાતાવરણમાં જન્મે છે. આ હસ્તીઓ તેમની આધ્યાત્મિક ક્રાંતિને ઉપકારક હોય તેવું કૌરૂંબિક વાતાવરણ પસંદ કરે છે. મોટાભાગના કિસ્સામાં તેમના મા-પિતાનાં મન ધાર્મિક વૃત્તિ વાળા હોય છે. તેમ છતાં તેમના બાળકને આત્મોધ્ધાર સુધી લઈ શકે એટલાં ખુલ્લા નથી હોતા.

બધા જ અવતારો, બચપણથી જ આધ્યાત્મિક બાબતોમાં સ્પષ્ટ રસ સાથે જ મોટા થાય છે. તેઓ ભક્તિભાવવાળા હોય છે. તેઓ બચપણથી જ દરેક પરમહંસ આ સંદેશો તેની પોતાની વિશિષ્ટ શૈલીથી ફેલાવે છે. સદાય દિવ્ય ઉન્માદમાં રહેલા રામકુષ્ણે બીજા લોકોને ભક્તિ દ્વારા પ્રેરણા પૂરી પાડી છે. બીજા મહાન પરમહંસ ભગવાન રમણ મહર્ષિએ તેમનો સંદેશો મુખ્યત્વે મૌનમાં રહીને વિવેકની પ્રક્રિયા વડે લોકો સુધી પહોંચાડ્યો છે બીજા એવા છે જેમણે તેમના સ્પર્શથી, અને માત્ર એક વખતની નજરથી, તેમના જે શિષ્યો આ સત્ય સ્વીકારવા તૈયાર હતા તેમના સુધી પહોંચાડ્યું છે

આ મહાન પરમહંસોને પણ બાકીની માનવજાત માટે તેમણે જે માર્ગે મુસાફરી કરી છે, તેનું અનુસરણ કરાવવા માટે અને તેઓ જે માર્ગને માનવજાતને બતાવવા આતુર હોય છે, તેનો સંઘર્ષ કરવો પડે છે. રામકૃષ્ણ પરમહંસે તેમના જીવનકાળમાં ફક્ત એક ડઝન શિષ્યોને એન્લાઈટેન્મેન્ટમાં દિક્ષીત કર્યા હતા, અને તેમના દેહત્યાગ પછી જ તેમનો સંદેશો દ્દુનિયાભરમાં ફેલાયો હતો. ખાસ કરીને તો તેમના ધર્મપત્ની શારદાદેવી અને તેમના શિષ્ય વિવેકાનંદના પ્રયાસોથી આ સંદેશો ફેલાયો હતો.

ભગવાન રમણે પણ તેમના જીવન દરમ્યાન ફક્ત થોડાક લાયક શિષ્યોને જ દિક્ષા આપી હતી. તેમ છતાં તેમનો સંદેશો ફેલાયો અને ઘણાં લોકો તેમની અંદર છૂપાયેલી દિવ્યતાની શક્યતાઓ બાબતમાં જાગૃત થયા હતા. આ માસ્ટરોનું મિશન નકામું ગયું નહોતું. આ પૃથ્વીની સેવા કરવા એન્લાઈટેન્ડ માસ્ટરોનો અખંડ પ્રવાહ આવતો રહ્યો અને દરેક, તેમની પહેલાનાં માસ્ટરોએ જયાંથી છોડ્યું હતુ, તેને આગળ વધારતા ગયા. દરેક પરમહંસ એક સરખી જ શક્તિ છે, દરેક તેમને માટે અસ્તિત્વએ નક્કી કરેલા માર્ગ મુજબ, તેના વિશિષ્ટરૂપે તેમનું મિશન આગળ ધપાવે છે.