KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :Sign in
કૃતજાતામાં (Krutajatanmam)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે :

''હું ખરેખર કોણ હતો તેના સાક્ષાત્કારની મારા માટે મોટે ભાગે એ પહેલી ક્ષણ હતી. એ મારો પહેલો આધ્યાત્મિક અનુભવ હતો, મારા આત્મ સાક્ષાત્કાર, એન્લાઇટેન્મેન્ટની પહેલી ક્ષણ હતી. એ ક્ષણ પછી મારા માટે કશું જ ગુમાવવાનું નહોતું. પછી મેં કંઈપણ ગુમાવી દીધું છે એ વિચાર ને જ ગુમાવી દીધો.''

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને પાછળથી ભાન થયું કે જે વ્યક્તિ સાથે તે રમ્યા હતા, જેમની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા, એ અરૂણાગીરી યોગીશ્વરા બીજું કોઈ નહીં, પરંતુ ખુદ શિવ, અરૂણાચલ પોતે જ હતા.

ઘણાં વરસો પછી બિદાડીના પોતાના આશ્રમમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM શિવને ફરીથી મળ્યા ! આ અનુભવનું વર્ણન આ જીવન કથાના હવે પછીના ભાગમાં કરવામાં આવશે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, શિવે તેમને આપેલું ભગવું વસ્ત્ર તેની સાથે જોડાયેલી બધી જ યાદો સાથે જાળવી રાખે છે. તેમણે પોતાના બધાં જ પરિભ્રમણો, રઝળપાટ, તપસ્યાના આધ્યાત્મિક પ્રયત્નો દરમ્યાન આ વસ્ત્ર તેમની સાથે જ રાખ્યું હતું. આ ભગવુ વસ્ત્ર, બચપણથી લઈને તેમની જીંદગીમાં વિવિધ તબક્કે એન્લાઈટેન્મેન્ટના તબક્કા સુધી શું શું બન્યું તેનું સાક્ષી છે.

આ બનાવ પછી, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઉપર વિરક્તિની ભાવના, મોહમાં લયેટાયા વગર સાક્ષી બની રહેવાની ભાવના ઉતરી આવી. આ પોતાની આસપાસ શું બની રહ્યું છે અને શું બનવું જોઈએ એવી કોઈપણ અપેક્ષા વગરની લાગણી હતી. તેમની ભીતરમાં નવી ચેતનાએ પ્રકાશવાનું શરૂ કર્યું હતું જે સ્પષ્ટ નિર્દેશ કરતી હતી કે પોતાની આસપાસ જે કંઈપણ બની રહ્યું છે તે ક્ષણભંગુર છે. શું સનાતન છે અને શું ક્ષણિક છે તે પોતાની ચેતનામાં વ્યક્ત થઈ ગયું છે અને અનુભવાઈ ગયું છે તેની સ્પષ્ટતા.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ પોતાના કુટુંબ અને મિત્રો સાથેનો સબંધ પૂરો કરી દીધો હતો. તેમને કુપ્પામ્માલ અને બીજા આધ્યાત્મિકમાં આગળ વધેલા જીવો સાથે જ વધારે ફાવતું હતું. તેઓ વારંવાર અરૂણાચલ ટેકરી પર જતા અને ખડક પર બેસી રહેતા; બસ, માત્ર અરૂણાચલ સાથે રહેવા માટે જ. તેમના અનુભવ પછી તેમને ક્યારે એવું લાગ્યું નથી કે અરૂણાચલ માત્ર પથ્થર અને ખડકની બનેલી ટેકરી છે; તેના માટે એ જીવંત શક્તિ હતી.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયારે પણ મંદિરના પરિસરમાં હોય, ત્યારે તેમને તેમના પ્રિય અરૂણાગીરી યોગીશ્વરાની નિકટતાનો અનુભવ થતો. તેમને એવા ગૌરવનો અનુભવ થતો, જેવી રીતે કોઈ બાળકને એવું થાય કે મારા પિતા અતિ મહત્ત્વની વ્યક્તિ છે. આ બાબતે તેમને અરૂણાગીરી યોગીશ્વરાએ પ્રદાન કરેલા સઘન અને શક્તિશાળી અનુભવો ને ફરીથી અનુભવવાની તક આપી હતી.

આ બનાવને ફરી યાદ કરતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ અમને કહ્યું હતું, ''મારા શરીરની ભાષા મને અરૂણાગીરી યોગીશ્વરામાંથી મળી છે. તેઓ એવા જ દેખાતા હતા, જેવો અત્યારે હું દેખાઉં છૂં. "