KAILASA Library/કૃતજાતામાં (Krutajatanmam)/દક્ષિણામૂર્તિનું રહસ્યમય વટવૃક્ષSign in
કૃતજાતામાં (Krutajatanmam)

દક્ષિણામૂર્તિનું રહસ્યમય વટવૃક્ષ

કોઈપણ શંભાલા ૧૫૦૦૦ ફટ ઊંચાઈ પર ગંગોત્રી અને ગોમુખથી પણ ઉપર હિમાલયમાં આવેલું છે, માણસ ત્યાં તપોવનમાં થઈને જઈ શકે છે માસ્ટરની મદદથી માણસ કોઈપણ જગ્યાએથી શંભાલા પહોંચી શકે છે. એન્લાઈટેન્ડ માસ્ટર તમને કોઈપણ સમયે અવકાશમાં લઈ જવા માટે હવાઈ પદ્ધીની જેમ કામ કરી શકે છે. હવાઈ પટ્ટીઓ, જ્યાંથી તમે શંભાલા તરફ ઊડી શકો છો, તેને શક્તિ ક્ષેત્રો કહેવાય છે. બેંગલોરની બહાર આવેલ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના બિદાડીના આશ્રમમાં આવેલું વટવ્રક્ષ ઉડાન ભરવા માટેનું આવું શક્તિ ક્ષેત્ર છે.

જો કે, શંભાલા આ પૃથ્વી ઉપર નથી. શંભાલા એક આધ્યાત્મિક અનુભવ છે. રમણ અને મેં અરૂણાગીરી યોગીશ્વરા સાથે જોયું, એ આધ્યાત્મિક અનુભતિ હતી. અમે બંન્નેએ જે વૃક્ષ જોયું હતું એ જ વટવૃક્ષ આપણા બિદાડીના આશ્રમમાં છે.

મહાન તામિલ સંત કવિ અપ્પાર, તેમનાં 'કૈલાયા પાથીગમૂ'માં તેઓ કેવી રીતે કૈલાસની યાત્રાએ ગયા અને ભગવાન શિવ અને દેવી પાર્વતીના દર્શન કર્યા તેનું વર્ણન કરે છે. અપ્પારે જ્યારે આ આધ્યાત્મિક અનુભવ કર્યો, ત્યારે પોતે સ્થૂલ સ્વરૂપે કૈલાસમાં નહોતા. તેઓને એ સ્થળે આત્મા સ્વરૂપે દેવોના આશ્રમમાં લઈ જવામાં આવ્યા હતા.

રમણ મહર્ષિ જે વટવૂક્ષનો ઉલ્લેખ કરે છે અને બિદાડીમાં જે વટવૃક્ષ છે, તે બંન્ને હવાઈ પટ્ટીઓ અથવા હેલી પેડ જેવાં છે. આ સ્થાનો ઉડાન ભરવા માટે અને આધ્યાત્મિક વિમાનમાં બેસીને જ્યાં ખુદ ભગવાન 'શિવ', દક્ષિણામૂર્તિસ્વરૂપે શુદ્ધ ચેતના બનીને રહે છે, ત્યાં પહોંચવા માટેના સ્થળો છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ હિમાલયનક્ષેત્રોમાં ઘણાં વરસો અને તપોવનમાં ઘણાં મહિનાઓ ગાળ્યા છે. ગંગોત્રીથી ઉપર ચડીને ગૌમુખ સુધી જવાય છે અને પછી

ભગવાન રમણ મહર્ષિ, એક વખત અરૂણાચલ ઉપર ગયા હતા. એ વટવૃક્ષ વિષે તેઓ વાત કરે છે. રમણ કહે છે એ દિવસે તેઓ અરૂણાચલ ઉપર ચાલી રહ્યા હતા. એ વખતે આ વટવૃક્ષ સુધી પહોંચી ગયા હતા અને તેમણે એક યુવાન યોગીને તેમનાથી ઉંમરમાં ઘણાં મોટાં શિષ્યોને વટવૂક્ષની નીચે ઉપદેશ આપતા જોયા હતા. ભગવાન રમણે આ વૃક્ષ અને તેમણે જોયેલા યોગીને શિવના જ અવતાર ભગવાન દક્ષિણામૂર્તિ સાથે જોડી દીધા હતા.

આ એજ વટવૃક્ષ છે, જેના વિષે શંકરાએ પોતાના દક્ષિણામૂર્તિ સ્તોત્રમુમાં ગાયું છે; જેની નીચે યુવાન છોકરાએ દક્ષિણ તરફ મોં રાખીને વૃદ્ધ સાધુઓને ત્યાંની શાંતિમાં ઉપદેશ આપ્યો હતો.

રમણે કહ્યું છે કે કોઈપણ માણસ એ જગ્યાએ પોતાની ઈચ્છાથી જાતે જઈ શકતો નથી. પછી તેમણે કહ્યું છે કે જ્યારે મેં એ જગ્યાએ ફરી વખત જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમનો પગ મધપૂડામાં પડી ગયો હતો અને ગુસ્સે ભરાયેલી મધમાખીઓએ મારા પર હૂમલો કર્યો હતો. રમણ આને પોતે એ જગ્યા ફરી વખતના જવું જોઈએ તેનો ઈશારો સમજયા હતા. પાછળથી રમણ મહર્ષિના શિષ્ય મુરુગનારે અમુક સાધકોના જૂથ સાથે આ વટવૃક્ષ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર જૂથ જે અરૂણાચલ ટેકરીને ખૂબ સારી રીતે જાણતું હતું. તો પણ ભૂલું પડી ગયું હતું અને છેલ્લે તેમને પ્રયાસ છોડી દેવો પડ્યો અને જૂથને પાછા ફરી જવું પડયું હતું.