KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/અવતારો કોણ છે ? તેઓ શા માટે જન્મ લે છે ?Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

અવતારો કોણ છે ? તેઓ શા માટે જન્મ લે છે ?

હિંદુઓની વિશાળ બહુમતીને તેમના દેવી-દેવતાઓમાં શ્રધ્ધા હોય છે તેઓ તેને હૃદયથી માને છે અને ગહન લાગણીથી શ્રધ્ધા ધરાવે છે કે આ સ્વરૂપો સાચા છે અને જીવંત શક્તિઓ છે. તેઓ એ પણ માને છે કે જે દેવતાઓને તેઓ વિવિધ સ્વરૂપોમાં જુએ છે તેઓ પૃથ્વીપર સમયે સમયે માનવરૂપે અવતાર લે છે. આ અવતારને પશ્ચિમી ધર્મોમાં જેને પ્રોફેટ કહેવાય છે તેના જેવા ગણી શકાય. આ અવતારો પર તેમના જીવનની સાચી વાર્તાઓ, પૌરાણિક કથાઓ અને તેમના કામોનો ઈતિહાસ આલેખતાં મહાકાવ્યો રજૂ કરવામાં આવ્યા છે.

ભગવાન વિષ્ણુ બ્રહ્માંડનું પાલન કરનાર છે જે હિંદ્ધ ત્રિમૂર્તિમાંના એક છે, તેમના માટે એવું ધારવામાં આવે છે કે તેમણે બ્રહ્માંડની ઉત્ક્રાંતિના સમયગાળામાં અમૂક સમયાંતરે દસ સ્વરૂપોમાં અવતાર લીધો છે આ અવતારોનું વર્ણન મહાકાવ્ય ભાગવતમાં છે, જે મહાન મુનિ વ્યાસે વિષ્ણુના અવતારોની જીવન કથાનાત્મક કથા કહેવામાં આલેખેલ છે.

અર્થાલંકારિક રીતે સમજતાં, વિષ્ણુના અવતારો (દશાવતાર) બ્રહ્માંડની સર્જન અને વિસર્જનની વાત કરે છે. અવતારોનો અનુક્રમ પૃથ્વી પર જીવનની થયેલી ઉત્ક્રાંતિ સાથે સુસંગત લાગે છે. પહેલો અવતાર મત્સ્યાવતાર છે જે જળમાં પેદા થયેલાં સજીવોના જીવનનું નિરૂપણ કરે છે. આના પછી કુર્માવતાર આવે છે. જે કાચબાનો અવતાર છે તે ઉભયજીવી

પ્રત્યેનો સમયાતીત પ્રતિભાવ ગીતાનું હાર્દ છે, જે માટે આ ગ્રંથ લોકપ્રિય અને પ્રખ્યાત છે. કૃષ્ણે અર્જુનને આપેલ સંદેશો આજ સુધી, જે લાખો લોકો તેને વાંચે છે તેમના મનમાં પ્રતિધ્વન્તિ પાડે છે અને તેમની રોજીદી જીદગીમાં માર્ગદર્શક તરીકે ઉપયોગમાં લેવાય છે.

એક સ્તરે, ભગવદ્ ગીતા પાછળની સર્વોચ્ચ શક્તિ કૃષ્ણ પૂર્ણ પુરુષોતમ ભગવાન છે. બીજા સ્તરોમાં, તે સુંદર અને નટખટ બાળક છે, જેને દરેક માતા અતિ માનપૂર્વક ચાહે છે ; એવો સૌંદર્યવાન છબીલો યુવાન છે જેને દરેક મુગ્ધા તરૂણી પ્રેમ કરવાનું સ્વપ્ન જુએ છે, અને એવો પરમ મિત્ર છે જેને કોઈપણ જરૂરીયાત વખતે બોલાવી શકાય; એવો વિચારવંત સમજુ સલાહકાર છે જેની પાસેથી રાજાઓ અને સંતો સલાહ મેળવવાની ઈચ્છા સેવે છે; કૃષ્ણ આ બધું અને તેના કરતાં પણ ઘણું બધું વધારે છે. કૃષ્ણ રામ અથવા પરશુરામની જેમ નૈતિક દીપસ્તંભ નથી, બીજા બે અવતારો જેવા નથી, અથવા બુધ્ધ જેવા સંયમી જ્ઞાની પુરુષ નથી. કૃષ્ણ, માણસ હતા, છે અને રહેશે, જેથી તેને ખૂબ જ સરળતાથી ઓળખી શકાય, સરળતાથી ચાહી શકાય, સરળતાથી ભજી શકાય.

ભગવદ્દ ગીતામાં દિવ્ય ચેતનામાંથી બોલીને, દરેક અવતારોના મિશનની સાચી વ્યાખ્યા આપીને કૃષ્ણા ઉદ્દ્ઘોષ કરે છે :

"સારાનું રક્ષણ કરવા ્દ્રષ્ટોનો વિનાશ કરવા સચ્ચાઈની સ્થાપના કરવા હું યુગે યુગે જન્મ લઉં છું. "

હિંદ્દ્ર કાળગણના મુજબ, ધ્રહ્માંડના દરેક વર્તુળમાં ચાર યુગો છે, અને દરેક

પ્રાણીઓ-જળચર અને ભૂચરનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો વરાહ અવતાર છે. જંગલી સૃવરનો અવતાર જે સસ્તન પ્રાણીઓનું પ્રતિનિધીત્વ કરે છે. ચોથો છે. નરસિંહાવતાર – અર્ધામનુષ્ય અને અર્ધાસિંહનું સ્વરૂપ, જે માનવ સ્વરૂપમાં અડધે પહોંચ્યાની નિશાનીરૂપે છે. પાંચમો અવતાર છે, વામન અવતાર. બાકીના પાંચઅવતારે માનવ સ્વરૂપે છે. પરશુરામ (સામાજિક ઝ્રંબેશ ઉપાડનાર), રામ (નૈતિક મર્યાદા પુરુષ), કૃષ્ણા (સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતના), અને બુદ્ધ (એવા માસ્ટર જેમણે આધ્યાત્મિક્તાને સામાન્ય જગત સુધી પહોંચાડી) દસમો અવતાર કલ્કી, તે વિનાશક યોદ્ધો હશે અને સમયનો નવો યુગ શરૂ થવા માટે અવકાશનું સર્જન કરશે, જે હવે પછી પૂથ્વી પર આવશે.

જે અવતારોએ માનવ સ્વરૂપોમાં અવતાર લીધો છે તેમાંથી ભગવાન કૃષ્ણને સંપૂર્ણ અવતાર અથવા પૂર્ણાવતાર રૂપે સ્વીકારવામાં આવે છે. તેને ભગવદ્ ગીતાનાં કહેનાર તરીકે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. હિંદુઓ, મહાભારતને પાંચમા વેદ તરીકે સ્વીકારે છે, જે ચાર વેદો - એન્લાઈટેન્ડ ઋષિઓએ કહેલ જ્ઞાનના પુસ્તકોથી પર છે. ભગવદ્ ગીતા, જે મહાભારતનો ભાગ છે, તે ભગવાન કૃષ્ણા અથવા શ્રેષ્ઠ ચેતનામય શક્તિ અને પાંડવપુત્ર અર્જુન, જેને કૃષ્ણ પોતાનો મિત્ર અને શિષ્ય માને છે, તેમની વચ્ચેનો સંવાદ છે. આ સંવાદમાં કૃષ્ણ, અર્જુનને તેના દુનિયાદારીની દ્વિધાઓના પ્રશ્નોના ઉત્તરરૂપે ભગવદ્‌့ગીતા સંભળાવે છે.

અર્જુન રણભૂમિની વચ્ચે દ્વિધામાં મુકાયો હતો, જ્યાં તેને તેના પિતરાઈ ભાઈઓ સગાઓ અને ગુરુઓ સામે વિનાશક યુદ્ધ કરવાનું હતું. અર્જુન સંશયમાં હતો કે જેને ચાહે છે અને માન આપે છે તેમની સામે લડવું કે હાર સ્વીકારી લઇને શરણાગતિ માંગવી અને દૂર ચાલ્યા જવું. કૃષ્ણ તેને શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ તે સમજાવે છે. કૃષ્ણનો અર્જુન

યુગ લાખો વરસોનો છે. (આપણે અત્યારે કલિયુગમાં છીએ – આ વર્તુળના ચોથા ભાગમાં)

અવતારોનો ખ્યાલ હિંદ્દ પુરાણોની આસ્થાનો ભાગ છે, અને આપણી પાસે બુદ્ધ સિવાય બીજા કોઈ માટે મજબૂત ઐતિહાસિક પુરાવાઓ નથી. કૃષ્ણ અને પરશુરામ ૫૦૦૦ વરસ પહેલાં દ્વાપર યુગમાં જીવ્યા હતા એવું ધારવામાં આવે છે અને રામ ઘણાં વહેલાં ત્રેતા યુગમાં જીવ્યા હતા એવું મનાય છે. તેમ છતાં એવા બીજા ઘણાં મહાન આત્માઓ છે, જેમના માટે ઐતિહાસિક સાબિતીઓ છે અને હિંદુ માન્યતા પ્રણાલીમાં અવતારો તરીકે પૂજવામાં આવે છે. નજીકના સમયમાં જૈનધર્મની સ્થાપના કરનાર મહાવીર, હિંદુ ધર્મને નવું સ્વરૂપ આપનાર અને 'અદ્વતૈ'ના ખ્યાલની ચર્ચા કરનાર આદિ શંકરાચાર્ય, ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ સંત ચૈતન્ય મહાપ્રભુ, નજીકના સમય પહેલાં જ કલકતાની બાજુમાં રહેનાર અને જેમના શિષ્ય વિવેકાનંદ જેમણે તેમનો સંદેશો દરિયાપાર ફેલાવ્યો એવા એન્લાઈટેન્ડ માસ્ટર રામ કૃષ્ણ પરમહંસ, શિરડીના સાંઈબાબા જે મૂળ મુસ્લિમ હતાં, પરંતુ મુસ્લિમો અને હિંદુઓ એક સરખી રીતે તેમને પૂજે છે, અને આપણે આ પુસ્તકમાં અગાઉ જેમના વિષે વાત કરી તે તિરૂવશ્રામલાઈના ભગવાન રમણ મહર્ષિ વગેરે બીજા ઘણાં અવતારો ભારતમાં પૂજાય છે.

રામકૃષ્ણા પરમહંસ આપણને આ વાર્તા કહે છે;

ત્રણ માસણો આમતેમ ૨ખડતા ૨ખડતા એક ઊંચી દિવાલથી ઘેરાયેલા બગીચા પાસે પહોંચ્યા. તેમાંના એક જણે કૂદકો માર્યો અને ઘણાં બધા ફળોવાળા ઝાડોનો બગીચો જોયો. તે કોઈપણ ધમાલ કર્યા વગર ફળોનો આનંદ લેવા માટે અંદર કુદી પડ્યો. તેણે જોયું હતું એ તેના મિત્રોને કહેવાનું વિચાર્યું પણ નહીં : તે પોતાની ખુશીમાં એટલો બધો મગ્ન હતો જેવી રીતે આપણામાંના મોટાભાગના જીવીએ છીએ.

પછી બીજા માણસે પણ કૂદકો મારીને દિવાલની અંદર નજર નાંખી. તેણે પણ ફળોથી લદાયેલો બગીચો જોયો. તેણે નીચે ઊભેલા તેના મિત્રને તેણે જે જોયું હતું તે કહ્યું અને બગીચામાં આનંદ લેવા કુદી પડ્યો. તેનામાં પોતાના મિત્રની રાહ જોવા જેટલી ધીરજ નહોતી, પરંતુ તેણે કમ સે કમ તેના મિત્રને તેણે જે જોયું હતું તેની જાણ તો કરી જ. એવા ઘણા ધર્મોપદેશકો હોય છે જે આવી રીતે જીવે છે; તેઓ વાતો કરે છે અને માહિતી આપે છે, પરંતુ તેમને પોતાને કોઈ અનુભવ હોતો નથી.

ત્રીજી વ્યક્તિએ દિવાલની અંદર નજર નાંખી અને ફળોના ઝાડ જોયા. તેણે પહેલાં આ ફળોનો સ્વાદ ચાખેલો હતો અને જાણતો હતો કે તે કેવાં સ્વાદિષ્ટ છે. છતાં તે તેનો સ્વાદ માણવા માટે અંદર કુદી પડવાને બદલે, તે જયાંથી આવ્યો હતો, તે ગામમાં પાછો ગયો અને સમગ્ર સમાજને અદ્દભૂત ફળોના બગીચા વિષે અને ત્યાં કેવી રીતે પહોંચવું તે કહ્યું.

રામકૃષ્ણ કહે છે : આ માણસ સાચો અવતાર છે.

અવતારો એવી હસ્તીઓ છે, જેમણે અંતિમ આધ્યાત્મિક સત્યનું દર્શન કર્યું છે, બ્રહ્માંડીય શક્તિના દિવ્ય આનંદનો અનુભવ કર્યો છે અને તેમની પાસે આ દિવ્ય આનંદમાં સદાય રહેવા માટેની સ્વતંત્રતા છે. છતાં હજુ પણ તેઓ પોતે જે અનુભવ્યું છે, તેની ભવ્યતા વિષે બીજાને કહેવા માટે આ પૃથ્વી પર અવતરે છે. તેઓ અસ્તિત્વે તેમને જે માટે મોકલ્યા છે, તે મિશન માટે આવે છે. જેને તેઓ માત્ર એન્લાઈટેન્ડ માસ્ટરો પાસે હોય તેવી કરૂણા સાથે લોકોમાં વહેંચે છે; બીજા લોકો તેમની પોતાની જાતમાં જોઈ શકે એવી

એકરૂપ થઈ જાય છે. પથ્વીપર જ્યારે પણ જરૂર પડે છે. ત્યારે એન્લાઈટેન્ડ માસ્ટરોની શક્તિને મિશન પરિપૂર્ણ કરવા માટે પાછી મોકલવામાં આવે છે. આ શક્તિઓ અવતારો છે. દરેક અવતારને જરૂરીયાત મુજબનું મિશન હોય છે અને તે મિશન પરાશક્તિ, બ્રહ્માંડકીય શક્તિ નક્કી કરે છે.

દરેક અવતારની વિશિષ્ટ

રામકૃષ્ણ પરમહંસની જીવન કથામાં તેના લખનાર તેમના શિષ્ય સરદાનંદ પૃથ્વી ઉપર અવતારો શા માટે અને કેવી રીતે આવે છે તેની ચર્ચા કરે છે સરદાનંદ આવા અવતારોનું મૂળ વેદિક સમયમાં શોધી કાઢે છે, જયારે દિવ્ય ચેતનાના જ્ઞાનીઓએ અવતારોની પૂજા કરવાનું શરૂ કર્યું હતું. ભારતમાં વેદિક અને પુરાણિક સમયથી ઊતરી આવેલી આધ્યાત્મિક બક્ષિસ આજે પણ પ્રત્યક્ષરૂપે અનુભવી શકાય તેવી રીતે જીવંત છે. લોકો અવતારોના સચેત જન્મનાં સત્યમાં માને છે અને તેને સ્વીકારે છે.

ગીતામાં કૃષ્ણે ઉદ્દુઘોષ કર્યો છે તે મુજબ આ અવતારો પૃથ્વી પર સ્પષ્ટ મિશન સાથે આવે છે. અસ્તિત્વ, કોસ્મિક શક્તિ, આ અવતારોને તેમનું મિશન પરિપૂર્ણ કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. દરેક અવતાર વિશિષ્ટ હોય છે અને તેમનું મિશન પણ વિશિષ્ટ હોય છે.

સરદાનંદા, અવતારોની વ્યાખ્યામાં ભીતરમાં અને બહારથી થતી આધ્યાત્મિક ક્રાંતિના વિવિધ સ્તરો વિષે વાત કરે છે. તેઓ આપણને આવા લોકોને તેમના જન્મથી મળેલી કુદરતી લાક્ષણિકતાઓને આધારે કેવી રીતે ઓળખી કાઢવા તે પણ કહે છે.

દરેક અવતાર બીજા અવતારથી પોતાના પૂરું કરવાના કાર્યથી જુદા પડે છે. દરેકને પોતાનું ધ્યેય એક જ હોવાં છતાં, દરેકનો પોતાનો અલગ રસ્તો

નિત્યાનંદ ગ્રંથ - ૧

કરૂણા, અને દરેક લોકો પોતાની ભીતરમાં છૂપાયેલી દિવ્યતા નિહાળી શકે એ માટેની કરૂણા.

દરેક પેઢીઓમાં પૃથ્વી ઉપર અવતારો થયા છે અને તેમણે પોતે જે દિવ્ય આનંદનો સતત અનુભવ કર્યો છે તેની વહેંચણી કરી છે. તેમનું મિશન બીજા લોકો આવી જ દિવ્ય આનંદની સ્થિતિએ પહોંચી શકે તેમાં બીજા લોકોને મદદ કરવાનું હોય છે. આ એવી અનંત અને બિનશરતી કરૂણા છે જે બીજી હસ્તીઓમાંથી અલગ અવતરે છે અને આધ્યાત્મિક રીતે વિકસે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સરળતાથી સમજાવે છે.

એક સફેદ બોર્ડ લો, તેની સફેદ પૃષ્ઠભૂમિ બ્રહ્માંડીય શક્તિ છે. તેના પર વાદળી રંગની માર્કર પેનથી વર્તુળો દોરો. આ વર્તુળો જીવંત વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે; તમે જે વાદળી લીટીઓ દોરી છે તે શરીરો છે. હવે વર્તુળને ભૂંસી નાંખો. મૃત્યુ વખતે બરાબર આવું જ બને છે. શરીર ભૂંસાઈ જાય છે અને આત્મા બ્રહ્માંડીય શક્તિમાં એકરૂપ થઈ જાય છે.

સામાન્ય માણસોમાં, તેમની ઈચ્છાઓ અને વાસનાઓ વર્તુળની અંદર આછી ઝાંય બનાવે છે. પછી આત્મા માટે પૃષ્ઠભૂમિમાં રહેલી શક્તિમાં એકરૂપ થવું મુશ્કેલ બની જાય છે. મૃત્યુ સમયે શરીર છોડી રહેલા આત્મા પાસે તેની સાથે રહેલી વાસનાઓ અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરવાની ક્ષમતા છે. જેથી તેને બીજા શરીરની જરૂર પડે છે.

એન્લાઈટેન્ડ માસ્ટરોના કિસ્સામાં તેમને કોઈ ઈચ્છાઓ હોતી નથી; તેઓ અ-મનની સ્થિતિમાં હોય છે; તેમને વાસનાઓ હોતી નથી. તેમનો આત્મા વાસનાઓની ઝાંય વગરનો હોય છે, જે બ્રહ્માંડીય શક્તિમાં સહજ રીતે

અવતારોની ઓળખ કરવા માટે અને તેને પ્રમાણિત કરવા માટેના માપદંડ નથી જ.

હવામાંથી વસ્તુઓનું પ્રગટીકરવું જેવા કિસ્સામાં, જેને ઘણાં હિંદુઓ એન્લાઈટેન્ડ માસ્ટરોની ચમત્કારિક ઝોળીના જરૂરી ભાગ સમજે છે, તેની પાછળનું વિજ્ઞાન એકદમ સરળ છે. આ ચમત્કારમાં કોઈ સ્થૂળ વસ્તુ પેદા કરવામાં આવતી નથી. વસ્તુને સામાન્ય ઈન્દ્રિયોનો ઉપયોગ કર્યા વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવામાં આવે છે. ૫દાર્થ એક જગ્યાએ શક્તિમાં ઓગળી જાય છે અને આ શક્તિ તેના તરંગો 'ચમત્કાર' કરનારના હાથમાં આવે ત્યારે તેને વસ્તુના રૂપમાં ફેરવી નાંખવામાં આવે છે. જેવી રીતે આપણે મોબાઈલ પર વાત કરીએ છીએ, ત્યારે આપણાં અવાજનું રૂપાંતર ડિઝીટલ તરંગોમાં થાય છે. જેનું સાંભળનારના ફોનમાં પાછું અવાજમાં રૂપાંતર થાય છે. તેવી જ રીતે વસ્તુની હેરફેર કરવામાં આવે છે. 'ટેલિફોની' સમજાઈ ચૂકી છે. 'ટેલીપોર્ટીંગ' હજુ સમજવાનું બાકી છે, બસ આટલું જ. જે લોકો આવા ચમત્કારો કરે છે તેમણે પદાર્થને શક્તિમાં અને શક્તિને પાછો પદાર્થમાં ફેરવવાની નિપ્પૂરાતા હાંસલ કરી લીધી હોય છે. આ નિપૂણતા તેમણે તેમની મેડિટેશનની શક્તિથી પ્રાપ્ત કરી હોય છે.

કિર્લીઅન ફોટોગ્રાફી જેવા આધુનિક સાધનો પદાર્થના શક્તિના રૂપાંતર અને તેના ફરવાના માર્ગને પકડી શકે છે, જે દર્શાવે છે કે આમાં ચમત્કાર જેવું કશું નથી, માત્ર એક પ્રક્રિયા છે જેના વૈજ્ઞાનિક આધારો હજુ સમજવાના બાકી છે.

શક્તિ વડે થતા ઉપચાર પર આવીએ, હાઈસ્કૂલનો આજનો વિદ્યાર્થી પણ જાણે છે કે આપણા શરીરના દરેક કોષોમાં ડહાપણ રહેલું છે. મન કોઈ

હોય છે. તેમનું ધ્યેય બાકીની માનવ જાતને એ શીખવવાનું હોય છે કે દરેક માણસ દિવ્ય છે અને અમુક પ્રયાસો સાથે દરેક માણસ દ્વનિયાના બંધનોમાંથી મુક્ત થઈને દિવ્યતામાં એકરૂપ થઈ શકે છે. દરેક અવતારો આ અનુભવ અલગ અલગ રીતે વ્યક્ત કરે છે.

અવતારો ચમત્કારો કરનારા નથી : અતીન્દ્રિય આવાગમન અને શક્તિ વડે ઉપચાર વૈજ્ઞાનિક છે.

માનવ સ્વરૂપમાં દરેક જીવંત અવતારોને આપણી જેવા બધા જ મનુષ્યોની જેમ જ અસ્તિત્વના બધા જ ભૌતિક નિયમો પાળવાના હોય છે. ક્રુષ્ણની દિવ્યતાને આપણામાંના કોઈએ જોઈ નથી, છતાં તેનું દર્શન કરવું અને તેને સ્વીકારવી સહેલી છે. જ્યારે આપણે જીવંત અવતારની આસપાસ રહેતા હોઈએ છીએ, છતાં તેમનાં ભૌતિક પાસાંઓ આપણાંથી અલગ નથી હોતા, આપણે તેમને ખાતાં અને સૂતાં જોઈ શકીએ છીએ, તેથી ઘણાંના મનમાં તેમની દિવ્યતા વિષે સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.

અવતારો માત્ર લોકોની શંકાના વાદળાં વિખેરવા અને તેમની આધ્યાત્મિક પ્રગતિની ઝડપ વધારવા માટે, ક્યારેક જ કહેવાતા 'ચમત્કારો'નો ઉપયોગ કરતા હોય છે. આધ્યાત્મિક હસ્તીઓના કહેવાતા પરાક્રમોથી સરેરાશ માણસનું અંજાઈ જવું સરળ છે. ઘણી વખત આ પરાક્રમો માનવામાં ના આવે તેવા, અતાર્કિક અને કુદરતના બધા જાણીતા નિયમોથી વિરોધાભાસી લાગે છે, કારણ કે આપણે આવા પરાક્રમો પાછળ કામ કરી રહેલા અગોચર નિયમોને જાણતા હોતા નથી. એટલે આપણે તેને દિવ્ય હસ્તીઓએ કરેલા કામોનું ચમત્કારો તરીકે વર્ગીકરણ કરવાનું વલણ ધરાવીએ છીએ. કુદરતમાં ક્યાંય પણ ચમત્કાર નથી, આ ચમત્કારો એવા કુદરતી નિયમોથી કામ કરે છે જે હજુ આપણા વૈજ્ઞાનિકો શોધી કે સમજી શક્યા નથી. અલબત્ત

કરીને તેઓ તાર્કિક રીતે દર્શાવે છે કે આજની દુનિયામાં સતત રહેતો તણાવ મન-શરીર ૫૨ કેવી રીતે અસર કરે છે અને તે ડિપ્રેસન તેમજ ગંભીર બિમારીઓનું કારણ બને છે.

આધ્યાત્મિક ઉપચાર કરનાર તેની શક્તિનો ઉપયોગ કરીને અસાધ્ય અને જીવલેણ રોગોથી સાજા કરે છે, એ વખતે તેવો મન-શરીરને થયેલા નુકસાનની કોષીય સ્તરે મરામત કરે છે. તદૃન ભોળા માણસો માટે આધ્યાત્મિક ઉપચારક જે કામ કરે છે તે ચમત્કારિક છે. જે લોકો તેની પાછળનું વિજ્ઞાન નથી સમજતા તેમને માટે તે હાસ્યાસ્પદ કામ છે. જયારે આપણે પરમાણુ સ્તરે કોષોનું કામ, બ્રુસ લિપ્ટન જેવા વૈજ્ઞાનિકોએ સમજાવ્યું છે, તે રીતે સમજીએ છીએ ત્યારે આધ્યાત્મિક ઉપચાર સંપૂર્ણપણે તાર્કિક ને વૈજ્ઞાનિક બની જાય છે.

આગ પર ચાલવું ચમત્કાર નથી; તેમાં હિપ્નોસીસને સામેલ કરવાની જરૂરત નથી. આપણાંમાંનાં ઘણાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે સળગતા કોલસા પર ચાલેલાં છે. આમાં માત્ર અગ્નિ દઝાડશે એવો ભય કાઢી નાંખવાનો હોય છે. જયારે કોઈ ભીના પગે આગ પર ચાલે છે, ત્યારે અમુક અંતર સુધી પાણીનું વરાળમાં રૂપાંતર થવામાં ગરમી વપરાય છે. કોઈપણ વ્યક્તિ આગ પર ચાલી શકે છે તેના વૈજ્ઞાનિક પુરાવાઓ છે; આગ ઉપર ચાલવા માટે આપણને બધાને એક જ બાબતની જરૂર હોય છે અને એ છે આગ દઝાડશે એવી માન્યતાને છોડી દેવી.

સાચા અવતારો આવી ઉપલક દૃષ્ટિએ લાગતી અસાધરણ શક્તિઓનો દેખાડો કરવાથી પર હોય છે. તેમનું મિશન માનવજાતને મદદ કરવાનું હોય છે નહીં કે ચમત્કારો કરીને બીજા લોકોને પ્રભાવિત કરવાનું. તેમને પોતાને જે દિવ્યતાનો અનુભવ થયો હોય છે, તેવો જ અનુભવ બાકીની

સંદિગ્ધ વસ્તુ નથી જેને મગજમાં અમુક જગ્યાએ શોધી શકાય, એ જીવન બળ છે જે સમગ્ર શરીરમાં ફેલાયેલું છે. આપણા શરીરનો દરેક ભાગ મન જ છે. મન અને શરીર બન્ને અલગ અલગ બાબતો નથી, તેને મન-શરીર તરીકે સમજવું જોઈએ. આ જ્યારે સમજાઈ જાય છે, ત્યારે આધ્યાત્મિક અથવા શક્તિ વડે ઉપચાર થતો જોઈ અને તેમાં શંકા કરનાર ઘણાં લોકો તેમાં માનવાનું શરૂ કરી દે છે. એક યા બીજી રીતે બધી જ બીમારીઓ મનો-શારીરિક હોય છે, તેને મન-શરીરની સિસ્ટમમાં લાગેલા લાગણીજન્ય કે શારિરીક આઘાતોથી થયેલા શક્તિના અવરોધ અને ખલેલને શોધી શકાય છે. માટે જ મનનો ઉપચાર કરવાથી મનોશારીરિક બિમારીને દૂર કરી શકાય છે. આપણે સમજીએ છીએ કે શરીરની જેમ મન પદાર્થ નથી, તે શક્તિ છે. શરીર અને મનને શક્તિ અને પદાર્થની જેમ એકબીજામાં ફેરવી શકાય છે, હકીકતમાં એ બન્ને એક જ છે. બિમાર વ્યક્તિને મનની શક્તિથી સારવાર આપીને સાજી કરવાની વાત અવૈજ્ઞાનિક લાગે છે કારણ કે આ સત્ય હજી સમજાયેલું નથી. જો આપણે અત્યારના આધુનિક વિજ્ઞાનના લાભોને અનુસરીશું તો આ પ્રક્રિયા કેટલી વૈજ્ઞાનિક છે તે જરૂર સમજી શકીશું.

'ધ બાયોલોજી ઓફ બિલિફ' નામના તેમના માર્ગદર્શક પુસ્તકમાં ડૉ.બ્રુસ િલિપ્ટન તેમના એક કોષીય સ્તર પરના અનુભવોનું સરળ અને સ્પષ્ટ વર્ણન કરે છે. આ પુસ્તકમાં કોષોના બંધારણ વડે થતા મનોશારીરિક વર્તનને સમજાવે છે. એક કોષ સાથેના સાદા પ્રયોગ દ્વારા બતાવે છે કે તે પોષક તત્ત્વોથી કેવી રીતે આકર્ષાય છે. જેથી તે તેની જાતે જ વૃદ્ધિની રીત-ભાતમાં આવી જાય અને ઝેરી તત્ત્વોથી કેવી રીતે પાછા હટી જાય છે, જેથી રક્ષણાત્મક સ્થિતિમાં આવી શકે. પછી તેઓ દર્શાવે છે કે કોષ એક જ સમયે વૃદ્ધિની સ્થિતિમાં અને રક્ષણાત્મક સ્થિતિમાં હોઈ શકે નહીં, તે બે માંથી કોઈપણ એકમાં જ રહી શકે છે. આ પાયાના વર્તનનો ઉપયોગ

માનવજાત કરી શકે તેમાં તેમને સહાયરૂપ થવા પર તેમનું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય છે. જે રીતે વૈજ્ઞાનિકો વિવિધ ઈન્દ્રિયગમ્ય ચીજોને ફરીથી ઉત્પાદિત કરવા માટે સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે, તેવી જ રીતે રહસ્યવાદીઓ ભીતરની દુનિયાના પોતાના અનુભવો ફરીથી કરવા માટેના સૂત્રો અને પધ્ધતિઓ વિકસાવે છે.

માસ્ટર આ સૂત્રોનો અમલ કરી શકે છે. માટે તેણે જે અનુભવ્યું હોય તેવું જ બીજા પણ અનુભવી શકે છે. જ્યારે અવતારો આવા અનુભવો સૂત્રો અથવા પધ્ધતિઓ વગર સીધા જ બીજા લોકોને કરાવી શકે છે. અવતારો તેમની દિવ્યતા માત્રથી લોકોને મુક્ત કરે છે.

હિંદુ પરંપરામાં યુગોથી મહાન માસ્ટરોએ આપણે દિવ્ય સ્વરૂપ નથી એવા ભ્રમમાંથી આપણને મુક્ત કરવા માટે વિવિધ રીતો અને પધ્ધતિઓ ઉજાગર કરી છે. એન્લાઇટેન્ડ માસ્ટર અને યોગ પધ્ધતિના પિતામહ મહર્ષિ પતંજલિએ પોતાના પુસ્તક 'યોગ સૂત્રો' માં, 'યોગ' અથવા વ્યક્તિનું દિવ્યતા સાથેના જોડાણ તરફ દોરી જતી આઠ પ્રક્રિયાઓનું સવિસ્તાર વર્ણન કર્યું છે. આ આઠ પ્રક્રિયાઓ આ પ્રમાણે છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આધ્યાત્મિક ક્રાંતિમાટે હજારો વરસ પછી પણ આ પ્રક્રિયાઓ માન્ય છે. અમુક લોકો આજે જે આસનો અને પ્રાણાયામની જાણીતી પ્રક્રિયાઓ બાબતમાં જાગૂત થયા છે, તેનાં મૂળ પતંજલિની પ્રાચીન પધ્ધતિઓમાં છે.

બીજા મહાન માસ્ટરોએ અલગ રીતે સંપર્ક વ્યવહાર કર્યો છે અને ગાઢ ઐકયની ભાવનાનો અનુભવ કર્યો છે. રામકૃષ્ણ પરમહંસે તેમના શિષ્યોને સ્પર્શથી એન્લાઈટેન્મેન્ટથી દિક્ષીત કર્યા છે. રમણ મહર્ષિ એમના શિષ્યોને મૌન દ્વારા મુક્ત કરતા હતા. દિક્ષાની પ્રક્રિયા કે જેમાં માસ્ટરની દિવ્યતાનું તેમના શિષ્યોમાં દ્રષ્ટિદ્વારા, સ્પર્શ દ્વારા અથવા શબ્દો દ્વારા અવતરણ થાય છે. તેને હિંદ્દ શાસ્ત્રોમાં ગ્રંથસ્થ કરવામાં આવેલ છે.

અસ્તિત્વનો માણસને આપેલો સૌથી શ્રેષ્ઠ આશિર્વાદ એ છે કે તેને અવતારન શિષ્ય તરીકે તેમની સાથે અને આસપાસ રહેવાની તક સાંપડે. માસ્ટર જે દિવ્ય અવતાર છે, તે વ્યક્તિને માત્ર પોતાની હાજરીથી જ એન્લાઈટેન્મેન્ટ તરફ ઉચકી લે છે. આમાં બીજા કશાની જરૂર પડતી નથી, સિવાય કે માસ્ટરના ચરણોમાં સમર્પણ.

પરમહંસ કોણ છે ?

હિંદુ પૌરાણિક મહાકાવ્યો એક એવા પક્ષીની વાત કરે છે, જે પોતાના જન્મથી મરણ સુધી ક્યારેય ધરતીને સ્પર્શતું નથી. આ પક્ષીઓ કોઈપણ સામાન્ય પક્ષીઓ કરતાં જમીનથી વધારે ઉંચા ઉડે છે. જ્યારે આ પક્ષીઓ ઈંડા મૂકે છે, ત્યારે ઈંડા જમીન તરફ નીચે પડતી વખતે જ સેવાઈ જાય છે. તે હવામાં જે કોચલામાંથી બહાર આવે છે અને તરત જ પીંછા ઉગી જાય છે અને તે આકાશમાં ઉંચે ઉડવા લાગે છે. જ્યારે પક્ષીઓ મૃત્યુ પામે છે ત્યારે ઉડતાં ઉડતાં જ મરે છે અને આકાશમાં ઓગળી જાય છે તેની જીંદગીમાં ક્યારેય તેઓ જમીનને સ્પર્શ કરતાં જ નથી.

આ પક્ષીઓને 'પરમહંસ' એટલે કે સુપ્રીમ હંસ કહેવામાં આવે છે. આધુનિક ભારતના મહાન સંતોમાંના એક રામકૃષ્ણ આ પક્ષીઓની વાત ભક્તિપૂર્વક કહે છે. રામકૃષ્ણને યોગ્ય રીતે જ પરમહંસ કહેવામાં આવે છે, એક એવો આત્મા જે ક્યારેય જમીનને અડક્યા વગર જ ઉંચાઈ પર ઉડતો રહે છે.

તરૂણાવસ્થા પહેલાં જ જેની આધ્યાત્મિક જાગૃતિ તેને એન્લાઈટેન્મેન્ટ તરફ દોરી જાય છે અને જયારે તે એન્લાઈટેન્ડ બને છે, ત્યારે તેને પરમહંસ

દરેક પરમહંસ આ સંદેશો તેની પોતાની વિશિષ્ટ શૈલીથી ફેલાવે છે. સદાય દિવ્ય ઉન્માદમાં રહેલા રામકુષ્ણે બીજા લોકોને ભક્તિ દ્વારા પ્રેરણા પૂરી પાડી છે. બીજા મહાન પરમહંસ ભગવાન રમણ મહર્ષિએ તેમનો સંદેશો મુખ્યત્વે મૌનમાં રહીને વિવેકની પ્રક્રિયા વડે લોકો સુધી પહોંચાડ્યો છે બીજા એવા છે જેમણે તેમના સ્પર્શથી, અને માત્ર એક વખતની નજરથી, તેમના જે શિષ્યો આ સત્ય સ્વીકારવા તૈયાર હતા તેમના સુધી પહોંચાડ્યું છે

આ મહાન પરમહંસોને પણ બાકીની માનવજાત માટે તેમણે જે માર્ગે મુસાફરી કરી છે, તેનું અનુસરણ કરાવવા માટે અને તેઓ જે માર્ગને માનવજાતને બતાવવા આતુર હોય છે, તેનો સંઘર્ષ કરવો પડે છે. રામકૃષ્ણ પરમહંસે તેમના જીવનકાળમાં ફક્ત એક ડઝન શિષ્યોને એન્લાઈટેન્મેન્ટમાં દિક્ષીત કર્યા હતા, અને તેમના દેહત્યાગ પછી જ તેમનો સંદેશો દ્દુનિયાભરમાં ફેલાયો હતો. ખાસ કરીને તો તેમના ધર્મપત્ની શારદાદેવી અને તેમના શિષ્ય વિવેકાનંદના પ્રયાસોથી આ સંદેશો ફેલાયો હતો.

ભગવાન રમણે પણ તેમના જીવન દરમ્યાન ફક્ત થોડાક લાયક શિષ્યોને જ દિક્ષા આપી હતી. તેમ છતાં તેમનો સંદેશો ફેલાયો અને ઘણાં લોકો તેમની અંદર છૂપાયેલી દિવ્યતાની શક્યતાઓ બાબતમાં જાગૃત થયા હતા. આ માસ્ટરોનું મિશન નકામું ગયું નહોતું. આ પૃથ્વીની સેવા કરવા એન્લાઈટેન્ડ માસ્ટરોનો અખંડ પ્રવાહ આવતો રહ્યો અને દરેક, તેમની પહેલાનાં માસ્ટરોએ જયાંથી છોડ્યું હતુ, તેને આગળ વધારતા ગયા. દરેક પરમહંસ એક સરખી જ શક્તિ છે, દરેક તેમને માટે અસ્તિત્વએ નક્કી કરેલા માર્ગ મુજબ, તેના વિશિષ્ટરૂપે તેમનું મિશન આગળ ધપાવે છે.

કહેવાય છે. પછી આવી વ્યક્તિ ક્યારેય જમીનને સ્પર્શ કરતી નથી; તેનો આત્મા દુનિયા દારીના જાળામાં ફસાય તે પહેલાં જ ઉચે આકાશમાં વિહરવા લાગે છે. પરમહંસ જૂજ હસ્તીઓ જ હોય છે, જેમનું નિર્મળ ડહાપણ સખતમાં સખત કઠોર હ્રદય અને મનને વીંધી નાંખે છે.

આવી હસ્તીઓમાં કુંડલિની શક્તિ હોય છે, જે બ્રહ્માંડીય શક્તિ છે. આ શક્તિ દરેક વ્યક્તિઓમાં મુલાધાર ચક્રમાં સંગ્રહાયેલી હોય છે અને વહ્યા કરતી હોય છે. પરમહંસોમાં આ શક્તિ બીજા સામાન્ય તરૂણોની જેમ ક્યારેય નીચે ઉતરતી નથી.

ચક્રો આપણા મન-શરીરની સિસ્ટમમાં આવેલાં છૂપાં શક્તિ કેન્દ્રો છે, જે આપણી લાગણીઓનું નિયમન કરે છે અને આવી રીતે આપણી ક્રિયાઓ ઉપર પ્રભાવ પાડે છે. આપણી અંદર સાત મુખ્ય ચક્રો હોય છે, તે કરોડરજ્જુના પાયામાં આવેલ મુલાધાર ચક્રથી શરૂ કરીને મસ્તકની ઉપર આવેલ સહસ્ત્રાર ચક્રસુધી આવેલાં હોય છે. સામાન્ય રીતે કુંડલિની શક્તિ, તરૂણાવસ્થા વખતે સંતાનોત્પત્તિની જરૂરીયાત માટેની ઈચ્છા પૂરી કરવા માટે જાતીય જાગૃતિ તરફ દોરી જાય છે. પરમહંસના કિસ્સાઓમાં, તરૂણાવસ્થા પહેલાં જ આધ્યાત્મિક જાગૃતિ પેદા થઈ જાય છે, જેથી કુંડલિની શક્તિ સ્થિરતા પૂર્વક નીચે તરફ વહેવાને બદલે ઉપર તરફ ખસે છે. જાતીય આનંદની ઈચ્છાની જગ્યા મુક્તિની પ્યાસ લઈ લે છે. પરમહંસમાં રહેલી શક્તિ શુધ્ધ, ભ્રષ્ટ થયા વગરની અને અસાધારણ હોય છે.

પરમહંસ એવા આત્મા છે, જેમણે જીંદગીની શરૂઆતમાં જ બ્રહ્માંડના અનંત અને સુપ્રીમ સત્યની અનુભૂતિ કરી લીધી હોય છે. તેમની જીંદગીનો હેતુ, આ સત્યને બાકીની માનવજાતમાં પ્રસારવાનો અને બીજા લોકોને તેની ઝાંખી કરાવવામાં મદદ કરવાનો હોય છે.

સામાન્ય રીતે પર્વ જન્મની અપરિપર્ણ રહેલ ઈચ્છાઓ અથવા વાસનાઓના બીજ પછીના જન્મમાં સાથે આવે છે અને આત્મા આ ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા માટે યોગ્ય શરીર ધારણ કરે છે. આ વ્યક્તિનું પ્રારબ્ધ કર્મ ઘડે છે. જે તેની જીંદગી ને આકાર આપે છે. અવતારના કિસ્સામાં પ્રારબ્ધકર્મ સર્જવ માટે વાસના બાકી રહેતી નથી.

સત્ત્વગુણ, અવતારમાં ઈચ્છાઓની અસર પેદા કરે છે જે આ દુનિયામ તેમને કોઈપણ કર્મ કરવા માટે જરૂરી હોય છે.

આ કંઈક આવું છે : અણિશુદ્ધ ૨૪ કેરેટ સોનામાં તમે કાંઈ દાગીનો બનાવી શકો નહીં. તે અતિશય નાજુક અને બટકણું અને શુધ્ધ હોય છે, જેનો કોઈ વ્યવહારુ ઉપયોગ થઈ શકે નહીં. જેથી તેમાં તમારે તાંબુ અથવા કોઈ બીજી અશુધ્ધિનું મિશ્રણ કરવું પડે છે. આવું જ અવતાર, પરમહંસની બાબતમાં પણ હોય છે. તે અમુક સાત્ત્વિક લાક્ષણિકતાઓ સાથે જન્મે છે, જેથી આ પૂથ્વી પર જીવી શકે.

દરેક અવતારોના જીવન આ માર્ગને અનુસરે છે. મોટેભાગે, લગભગ બધા જ કિસ્સાઓમાં આ હસ્તીઓ મધ્યમવર્ગીય વાતાવરણમાં; અતિશય વૈભવી જીવનશૈલીમાં નહીં જે તેમના મનને બીજી દિશામાં વાળી દે અને એટલી બધી ગરીબીમાં પણ નહીં, જે તેમની ક્ષમતાને મર્યાદિત કરી નાંખે, - એવા વાતાવરણમાં જન્મે છે. આ હસ્તીઓ તેમની આધ્યાત્મિક ક્રાંતિને ઉપકારક હોય તેવું કૌરૂંબિક વાતાવરણ પસંદ કરે છે. મોટાભાગના કિસ્સામાં તેમના મા-પિતાનાં મન ધાર્મિક વૃત્તિ વાળા હોય છે. તેમ છતાં તેમના બાળકને આત્મોધ્ધાર સુધી લઈ શકે એટલાં ખુલ્લા નથી હોતા.

બધા જ અવતારો, બચપણથી જ આધ્યાત્મિક બાબતોમાં સ્પષ્ટ રસ સાથે જ મોટા થાય છે. તેઓ ભક્તિભાવવાળા હોય છે. તેઓ બચપણથી જ

પરમહંસ એન્લાઈટેન્ડ હોવા છતાં તેમને સંઘર્ષ કરવાની જરૂર શા માટે પડે છે ?

પરમહંસો પહેલેથી અનુભૂતિ થયેલ હસ્તીઓ હોય છે, તેમ છતાં તેમણે તેમના એન્લાઈટેનમેન્ટની પહેલાં સંઘર્ષ અને ઉગ્ર તપસ્યા શા માટે કરવાં પડે છે ? THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMના જીવન સંદર્ભમાં આપણા મનમાં આવો જ પ્રશ્ર ઉદ્દુભવે છે. જો તેઓ જન્મથી જ એન્લાઈટેન્ડ હતા, તો પછી તેમને આવી પગપાળા પરિભ્રમણ કરવું, નાનામાં નાના માપ જેટલો ખોરાક લેવો અને ઘણી કસોટીઓમાંથી પસાર થવા જેવી ઉગ્ર તપસ્યાઓ કરવાની શી જરૂર હતી ?

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના દ્રષ્ટિકોણથી કહે છે કે તેમને કશું જ સહન કરવું પડ્યું નથી ! બીજા લોકોને એવું લાગે છે કે મેં ખૂબ જ સહન કર્યું છે અને આપણને પણ તેની એન્લાઈટેન્મેન્ટની પ્રક્રિયાને અતિશય મુશ્કેલી ભરી હોય તેવી દેખાય છે. આપણે સમજી લેવાની જરૂર છે કે અવતારો આ પૃથ્વી પર સંપૂર્ણ એન્લાઈટેન્ડ જ આવે છે. તેમનામાં તેમના વર્તનને વ્યાખ્યાયિત કરવા માટેનાં ગુણો હોતા નથી. આપણું જીવન જેનાથી દોરવાય છે, તે ત્રણ ગુણો હોય છે; 'સત્ત્વગુણ' - આધ્યાત્મિક ક્રાંતિની સ્થિતિનો નિર્દેશ કરતી અને પરમ શાંતિની સ્થિતિ, 'રજસ ગુણ' – ભૌતિક ધ્યેયોની પ્રાપ્તિ માટેની આક્રમક સક્રિય સ્થિતિ, અને 'તમસ ગુણ' – પ્રમાદ, ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને નકારાત્મકતાની સ્થિતિ, જે વ્યક્તિને બિનઅસરકારકતા તરફ દોરી જાય છે.

એન્લાઈટેન્ડ હસ્તી આ ત્રણેય લાક્ષણિક્તાઓથી પર હોય છે. તેમ છતાં માનવ સ્વરૂપમાં હોવાથી થોડા સત્ત્વગુણ સાથે જોડાયેલ હોય છે. સમય જતાં તે પોતાની આધ્યાત્મિક પ્રક્રિયા વડે આ સત્ત્વગુણને પણ બાળી નાંખે છે.

વાસના માનસિક વૃત્તિ છે જે ઈચ્છાઓ પેદા કરે છે, સંસ્કારો વિકસિત ઈચ્છાઓ છે, જે પૂર્તિ કરવા પ્રેરે છે અને કર્મો કરેલી પ્રક્રિયાઓ છે. આપણે વાસનાને બીજ, સંસ્કારોને છોડ અને કર્મોને પૂર્ણ વિકસિત વૃક્ષ, તેમના વિકાસક્રમ પ્રમાણે કહી શકીએ. જન્મોજન્મ જે સાથે આવે છે તે વાસન છે. મનોવૃત્તિ છે.

પરમહંસોને આ વાસના, સંસ્કારો અને કર્મો હોતાં નથી. કારણ કે તે તેમના પૂર્વજન્મમાં થયેલ એન્લાઈટેન્મેન્ટ સમયે નાશ પામ્યા હોય છે. તેમ છતાં આપણે પહેલાં જોયું તેમ, માનવ સ્વરૂપ પુન:જન્મ લેવા માટે તેમનો આત્મા અમુક સૂક્ષ્મ ઈચ્છાઓ સાથે જોડાઈને આવે છે. આ ઈચ્છાઓ કારણ શરીરના સ્તરે પેદા થાય છે, જે આત્મા માટે 'પાછા ના ફરવાનું બિંદુ' છે. કારણ શરીરના સ્તર કોમાની સ્થિતિ છે. જેમાં શરીર લાંબા સમયગાળા સુધી રહી શકે છે. આત્મા જયાં સુધી આ સ્તર છોડે નહીં ત્યાં સુધી તેની પાસે શરીરમાં પાછા ફરવાનો વિકલ્પ હોય છે. આત્માના મૃત્યુ સુધીની નજીકની યાત્રાના અનુભવોનો આધાર આ બિંદુ સુધી હોય છે.

આ કારણ શરીરના સ્તરમાંથી ઉપર ઉઠીને પરમહંસની કોઈપણ ઈચ્છાની પરિપૂર્ણતા માટેની શક્તિ તે પોતાની સાથે લાવે છે. માટે જેવી આ ઈચ્છા અને વિચારો ઉદ્દભવે છે, તેવા જ તે પરિપૂર્ણ થઈ જાય છે. અને એક વખત તે પરિપૂર્ણ થઈ જાય, આ વિચારો સંપૂર્ણપણે છૂટી જાય છે; ઈચ્છાઓ મરી જાય છે; તેનું કોઈ વળગણ રહેતું નથી. દા.ત. પરમહંસને જમવાનો વિચાર આવ્યો. આ વિચાર તેની સાથે જ તેને માટે જરૂરી શક્તિ સાથે લાવે છે. પછી તે જમે છે. પછી વિચાર અદેશ્ય થઈ જાય છે. પછી ચાલવાનો વિચાર આવે છે. તે ચાલે છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સાથે, તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક તપશ્ચર્યા વખતે આવું જ બન્યું હતું. વિચારો અને ક્રિયાઓ તેમની જાતે જ બને છે, વિચારો તેમની પોતાની પરિપૂર્ણ થવાની શક્તિ

આધ્યાત્મિક સત્યો વિષે ખુબ જ જિજ્ઞાસુ હોય છે અને તેમને જે મિશન માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે તે માટે તેઓ અતિ લાંબા અંતર સુધી જાય છે. તેમ છતાં તેમની ચેતનાની એન્લાઈટેન્મેન્ટની સ્થિતિ, તેમનાં સાત્ત્વિક ગુણો સંપૂર્ણપણે બળી જઈને તેમનું એન્લાઈટેન્મેન્ટ ફરી ટોચ પર ના પહોંચે ત્યાં સુધી તેમના પોતાનાથી પણ અજ્ઞાત જ હોય છે.

પરમહંસોમાં ક્રિયાઓ તેમની કારણશોધક શક્તિના સ્તરમાં રહેલી ઈચ્છાઓના (જે બીજા કર્મો તરીકે ઓળખાય છે) બીજમાંથી સ્વયં સ્કુરિત રીતે ઉદ્દભવે છે. આપણા બધા પાસે, આપણી મન-શરીર સિસ્ટમમાં શક્તિના સાત સ્તરો હોય છે. પહેલું શારિરીક શક્તિનું સ્તર; બીજું શ્વાસોચ્છુવાસ અથવા પ્રાણિક સ્તર : ત્રીજુ માનસિક અથવા સંવેદનાત્મક સ્તર : ચોથું છુપું સ્તર જે શક્તિકેન્દ્રોમાં હોય છે તે ચક્રો : પાંચમું કારણદર્શન સ્તર જે એક વખત બહાર નીકળી જાય પછી આત્મા તેને શરીરમાં પાછું આવવા દેતો નથી. છેલ્લા બે સ્તરો કોસ્મિક (બ્રહ્માંડીય) અને નિર્વાણિક સ્તરો છે. નિર્વાણિક એવી સ્થિતિ છે જેમાં એન્લાઈટેન્ડ હસ્તીઓ પહોંચે છે.

સામાન્ય લોકોમાં, ઈચ્છાઓ શારિરીક અને સંવેદનાત્મક સ્તરોમાંથી ઉઠે છે; આમાંની અમુક ઈચ્છાઓ વાસનારૂપે પૂર્વ જન્મોમાંથી સાથે આવી હોય છે અને બીજી બધી ઈચ્છાઓ હાલના જન્મ દરમ્યાનની ક્રિયાઓમાંથી વિકસે છે. વ્યક્તિ જે ઈચ્છાઓ સાથે જન્મે છે તે કુદરતી ઈચ્છાઓ છે, જે પૂરી કરવા માટેની બધી જ શક્તિ તેને જન્મથી જ મળી હોય છે. માટે જ જૈન ધર્મના સ્થાપક મહાવીર કહે છે. ''દરેક માણસ આ પૃથ્વી પર તેની બધી જરૂરીયાતો પૂરી કરવા માટેના પૂરા સ્ત્રોતો સાથે જ જન્મે છે; જો તે બ્રહ્માંડ પર શ્રધ્ધા રાખે તો તેની સાચી જરૂરીયાતો માટે તે ક્યારેય નીતિભ્રષ્ટ થશે નહીં."

ત્યારે જ ભૂખનો અનુભવ થાય છે. અને જેવી ઈચ્છા વ્યક્ત થાય છે કે તરત જ તે પરિપૂર્ણ થઈ જાય છે. ગમે ત્યાંથી ખોરાક હાજર થઈ જાય છે. તેમની અંદર પ્રાકૃતિક જરૂરીયાતમાંથી ઈચ્છા પેદા થાય છે, માત્ર મને પેદા કરેલી જરૂરીયાતમાંથી નહીં.

આપણાં બધા જ દુ:ખો આ પેદા કરેલી ઈચ્છાઓમાંથી ઉત્પન્ન થયેલાં હોય છે. આ દ્વઃખો આપણી ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની અશક્તિમાંથી પેદા થાય છે, કારણ કે આપણી ઈચ્છાઓ આપણી પોતાની હોતી નથી. ઉચ્છીની લીધેલી હોય છે. બુધ્ધે જ્યારે કહ્યું કે, ઈચ્છાઓ દુ:ખો તરફ દોરી જાય છે, ત્યારે તેમનો કહેવાનો મતલબ આ જ હતો. એવી ઈચ્છાઓ છે જેને આપણે બીજા લોકોને આપણા ઉપર આરોપવા દઈએ છીએ અને અજાણતાં જ તેમનામાંથી આપણે લઈએ છીએ. બુધ્ધ, માણસની લાલચ અને ઈર્ષામાંથી જન્મતી ઈચ્છાઓના સંદર્ભમાં વાત કરી રહ્યા હતા : જે ઈચ્છાઓને વ્યક્તિની જરૂરીયાતો સાથે કશું જ લાગતું વળગતું નહોતું, પરંતુ લાલસામાંથી જન્મેલી ઈચ્છાઓ હતી.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે તેમની સમગ્ર પરિવ્રાજક જીદગી, ભારત ભ્રમણ તેમની આંતરિક મુસાફરી કરતાં બાહ્ય પરિભ્રમણ ઘણું ઓછૂં હતું. તેમણે આ સમયગાળામાં લગભગ ૩૦,૦૦૦ કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. જો કોઈ આ મુસાફરી ટ્રેન અથવા બસમાં કરે તો તેને વધુમાં વધુ થોડા મહિનાઓ જ લાગે. પરંતુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ઉપર તરફ અને નીચે તરફઃ ઉત્તર અને દક્ષિણ; પૂર્વ અને પશ્ચિમ; આગળ અને પાછળ સતત પરિભ્રમણ કરતા જ રહ્યા. તેમનું કોઈ આયોજન જ નહોતું. તેમનામાં અમુક જગ્યાએ જવાનો વિચાર આવે કે તરત જે કંઈ સગવડ ઉપલબ્ધ હોય તેનો ઉપયોગ કરીને ત્યાં પહોંચી જતા. જો ટ્રેનમાં જવાનો વિચાર આવે તો ટ્રેન પકડે. તેમણે ક્યારેય ટિકિટ ખરીદી જ નહોતી. તેમની પાસે પૈસા જ નહોતા. તેમણે જ્યારે ગૃહત્યાગ

પોતાની સાથે જ લાવે છે અને પરિપૂર્ણતાની સાથે જ સંપૂર્ણપણે બુઝાઈ જાય છે.

પરમહંસોને ઈચ્છાઓ ઉછીની લેવી પડતી નથી. તેમની જરૂરીયાત અને ઈચ્છાઓ, પાયાની જરૂરીયાતો પૂરતી ખૂબ જ મર્યાદિત હોય છે. તેથી તેઓ શુધ્ધ અને પવિત્ર રહે છે. તેઓ, ભૌતિક અને ઈન્દ્રિયગમ્ય આનંદો ક્ષણિક અને ભ્રામક છે એવી સમજણ સાથે જ જન્મતા હોવાથી તેમને ભૌતિક આનંદોનું વળગણ હોતું જ નથી. તેઓ આવા વળાંકોની શોધ કરતા નથી કે તેના તરફ આકર્ષાતા નથી. તેમની આજુબાજુ જે બની રહ્યું હોય તે બાબતમાં તેઓ માત્ર સાક્ષી બને છે અને આગળનું કામ ચાલુ રાખે છે.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તેમના પરિભ્રમણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દરમ્યાન તેમના વિચારો અને ક્રિયાઓના સાક્ષી બની રહ્યા હતા. તેમણે માત્ર નિરીક્ષણ કર્યું હતું કે તેમના મન- શરીરમાં વિચારો ઉદ્દભવતા હતા અને પરિપૂર્ણ થઈ જતા હતા. ધારો કે તમે બપોરે જમવા ટેવાયેલા છો. બપોરે ભૂખ લાગે છે. પછી તમે બપોરે જમો છો અને ભૃખને સંતોષો છો. તમારો સંસ્કાર પરિપૂર્ણ થાય છે; તે બળી જાય છે. મોટે ભાગે આપણી સાથે એવું બને છે કે, વિચારો બીજા દ્વારા સીંચવામાં આવ્યા હોય છે; ઈચ્છાઓ આપણી પોતાની હોતી નથી, પરંતુ બીજા પાસેથી ઉછીની લીધેલી હોય છે. આપણે જમીએ છીએ કારણ કે આપણને જમવાનું કહેવામાં આવ્યું હોય છે અથવા જમવાનો સમય થઈ ગયો હોય છે. તેથી આ વિચારો અને ઈચ્છાઓ તેની પરિપૂર્તિ માટે જરૂરી શક્તિ સાથે લાવતા નથી. આપણે આ ઈચ્છાઓને આંશિક રૂપે જ સંતોષી શકીએ છીએ અને તેથી આપણી અંદર તેનું વળગણ રહ્યા કરે છે.

એન્લાઈટેન્ડ હસ્તીઓમાં, શરીરને જયારે ખરેખર ખોરાકની જરૂર પડે છે

પરમહંસનું શબ્ધિકરણ

કર્યો ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ પૈસાને સ્પર્શ નહીં કરે.

એક વખત કલકત્તા પાસે, ટિકિટ ચેકરે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને ટિકિટ બતાવવા કહ્યું. ભાંગી તૂટી બંગાળી અને હિંદીમાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM એ તેને પૃછ્યું, 'ટિકિટ શું છે ? હું બ્રહ્મ (બ્રહ્માંડીય શક્તિ) છું, તમે બ્રહ્મ છો. આ ટ્રેન બ્રહ્મ છે, અને ટિકિટ પણ બ્રહ્મ છે, પછી ટિકિટ શા માટે ?'

આપણી સાથે આ બનાવનું વર્ણન કરતી વખતે માસ્ટર ખડખડાટ હસી પડે છે; તેમણે જે અંદાઝમાં (ટિકેટ ચેકરને પૂછ્યું; ''કિ ટિકિટ? અહમુ બ્રહ્મનુ ! આપ બ્રહ્મન્ ! ગર્ડી બ્રહ્મન્ ! પર્ચી બ્રહ્મન્ ! કી ટિકિટ ?''

ટિકિટ ચેકર તદૃન ગુંચવાઈ ગયો હતો. તેમ છતાં તે સારો માણસ હતો. તેણે ફરીથી ટિકિટ માટે ક્યારેય પૃછ્યું નહીં. ઉપરથી પછીના સ્ટેશને તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને થોડો નાસ્તો લાવી આપ્યો હતો.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે ઉત્તર ભારતમાં મોટેભાગે ભગવાં કપડાંને સાચે જ માન આપવામાં આવે છે; ભગવાધારી વ્યક્તિને જમાડવી અને તેમની સંભાળ રાખવીએ પૂણ્યનું કામ છે, એવું લોકો માને છે. નિઃશંક, તાર્કિક દલીલો પણ છે કે ભિખારીઓ પણ ભગવા ધારણ કરીને આનો ગેરલાભ ઉઠાવે છે. પરંતુ આવી વૃત્તિ છે તો શું થયું ? જો કોઈ જરૂરીયાતમંદ હોય અને જો આપણી પાસે એટલી સગવડ હોય તો, તેમને પોષવા જોઈએ. 'સ્વ' માંથી પ્રવાહિત થતી આ સાચી દાન શીલતા છે, જયાં બદલામાં કશું જ મેળવવાની અપેક્ષા હોતી નથી.

પરિવ્રાજકના દિવસો દરમ્યાન THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના વિચારો જયાં પણ ગયાં ત્યાં તેમનું શરીર ફરી આવ્યું. તેના વિચારોની શક્તિ તેમને સક્રિયતા તરફ દોરી ગઈ. ક્યારેય કોઈ અ-પરિપૂર્ણતા નહોતી.

તમે પૂછી શકો છો, 'અ-પરિપૂર્ણતા માટે તમારો અર્થ શું છે ?' જયારે ઈચ્છા સંપૂર્ણપણે પરિપૂર્ણ થઈ જાય છે, અને તેના વિષેની કોઈ નિશાની રહેતી નથી, ત્યારે તેની સાથે જોડાયેલા બધા જ સંસ્કારો અને અનુભવો ઓગળી જાય છે અથવા ભસ્મિભૂત થઈ જાય છે. અંદર કશું જ રહેતું નથી; કોઈ સામાન નહીં, કોઈ અપૂર્ણ ઈચ્છા નહીં, કોઈ વળગણ નહીં

ધારો કે તમારી જાત એક વટાણાની બેગ છે. તેમાં રહેલા વટાણા બીજ કર્મો છે, જે વાસના અને ઈચ્છાઓના બીજ છે, મનોવૃત્તિઓનો અર્ક છે. જયારે તે ખાલી થઈ જાય છે, બેગ ઢગલો થઈ જવાનું શરૂ કરી દે છે.

આપણાં કિસ્સામાં, જો આપણને ભૂખ લાગે, તો આપણે શું ખાઈ રહ્યા છીએ તે બાબતમાં જાગૃત થયા વગર જ ખાઈ લઈએ છીએ. ઘણીવાર આપણે આપણી ખાવાની જરૂરીયાત માટે અથવા શરીર ભૂખ્યું થયું છે એટલા માટે નથી ખાતા, પરંતુ ખાવાનો સમય થઈ ગયો છે અથવા આપણા મિત્રો અથવા કુટુંબ ઈચ્છે છે કે આપણે ખાઈ લઈએ એટલે ખાઈએ છીએ. જમવાનું અભાનપણે જ, જાગૃતતા વગર જ થાય છે. ઘણીવાર જરૂરીયાત વગર થાય છે. આવું બને ત્યારે આપણને સુસ્તીનો અનુભવ થાય તેમાં નવાઈ જેવું કશું જ નથી. હકીકતમાં તો જમ્યા પછી આપણે વધારે સ્ફર્તિલા બનવા જોઈએ અને શક્તિશાળી બન્યાનો અનુભવ થવો જોઈએ !

આપણે જ્યારે ખાઈએ છીએ, ત્યારે આપણું ધ્યાન ભાગ્યે જ ખાવા પર

ગમે તેટલાં ઓછી માત્રામાં હોવા છતાં પણ અવતારોમાં તેમના એન્લાઈટેન્મેન્ટ સુધી સત્ત્વગુણ રહે છે. સોનામાં રહેલ ત્રાંબાની માત્રાની જેમ તેમની અંદર સત્ત્વગુણ રહે છે. એન્લાઈટેન્મેન્ટના બિંદ્દ પર આ સત્ત્વગુણ સંપૂર્ણ પણે બળી જાય છે અને પાછળ શુધ્ધ સોનુ રહી જાય છે

તમે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ના એન્લાઈટેન્મેન્ટ પહેલાના અને પછીના ફોટોગ્રાફોમાં અ તફાવત જોઈ શકો છો. તેમનામાં એન્લાઈટેન્મેન્ટના બિંદ્દ વખતે આવેલું આકર્ષક લાવણ્ય જોઈ શકાય છે. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM કહે છે કે એન્લાઈટેન્મેન્ટ પછી તેણે જે કંઈપણ કર્યું છે, તે અસ્તિત્વના માર્ગદર્શનથી કર્યું છે. વિચારો ઉદ્દુભવ્યા અને પરિપૂર્ણ થયા. તે બસ, કોઈપણ જાતના પ્રતિકાર વગર તેની સાથે ચાલતા ગયા.

કોઈકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ને પૂછયું હતું કે તમે તમારા વિચારોને ઉદભવતી વખતે રોક્યા હોત તો શું થયું હોત ? તેણે કહ્યું કે એવી પરિસ્થિતિ પેદા થઈ ના જ હોત, બીજો કાંઈ વિકલ્પ જ ના હોય એવું લાગતું હતું. તેમની અંદરનો સાક્ષી બનવાનો જુસ્સો તેમને તેમની અંદરના વિચારોનું અનુકરણ કરવા તરફ દોરી ગયો અને તે વિચારો પરિપૂર્ણ થતા ગયા. તેઓ તેના સાક્ષી બનતા ગયા. તે પસંદગી વિહીનતા હતી. અસ્તિત્વએ જ તેમની ક્રિયાઓ સક્રિય કરી હતી.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧

કેન્દ્રિત થયેલું હોય છે. આપણે બીજું ઘણું બધું કરતા હોઈએ છીએ: વાતો કરીએ છીએ; ટી.વી. જોઈએ છીએ; છાપું વાંચીએ છીએ. આમાંનું કશું ના કરતા હોઈએ તો દિવસ દરમ્યાન આપણે શું કર્યું અથવા, હવે શું કરવાનું છે, તેના માનસિક ચિત્રો જોતાં હોઈએ છીએ. આપણે જે પણ અને જેટલું પણ ખાઈએ છીએ, આપણે અજાગૃત રીતે ખાઈએ છીએ, અને અતુપ્ર રહીએ છીએ. આપણે સંતોષવગર, પરિતૃત્તિ વગર, સંસ્કારોને ઓગાળ્યા વગર જ ખાઈએ છીએ.

હકીકતમાં આપણે જે કોઈપણ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોઈએ છીએ, ત્યારે આવું જ કરીએ છીએ. આપણે જ્યારે એક કામ કરતા હોઈએ છીએ ત્યારે આપણું મન કોઈ બીજી જ વાતમાં રોકાયેલું હોય છે. આપણે કોઈ એક પ્રવૃત્તિ પર સંપૂર્ણપણે કેન્દ્રિત થયા વિના જ એક સાથે ઘણું બધું કરતાં હોઈએ છીએ.

એક વખત એન્લાઈટેન્ડ માસ્ટરને પૂછવામાં આવ્યું કે તમારી વચ્ચે અને સામાન્ય માણસ વચ્ચે શું ફરક હોય છે. તેમણે સરળતાથી કહ્યું. ''હું જયારે જમું છું. ત્યારે જમું છું; જયારે ઊંઘુ છું ત્યારે ઊંઘું છું. આ જ તફાવત છે."

આપણું શરીર એટલી સુંદર સજીવરચના છે કે તે આપણી જાણ વગર પણ ઘણી બધી ગુંચવણીભરી પ્રક્રિયાઓ કરવા શક્તિમાન છે. આપણું શરીર આપણી જાણ બહાર જ આપણે ખાધેલા ખોરાકનું પાચન કરે છે. તેને બહારની ઉત્તેજનાની શા માટે જરૂર પડે ? આપણે આપણાં શરીરની અવગણના કરીને, તેની જરૂરીયાતો બાબતમાં અભાન રહીને ઉછીની લીધેલી આપણી ઈચ્છાઓ તેના પર બળજબરી લાદીએ છીએ,અને વિકટ પરિસ્થિત પેદા કરીએ છીએ. ૫રિણામે આપણે દુ:ખી થઈએ છીએ.