આધ્યાત્મિક્તામાં ઉછેર
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM બાળક હતા ત્યારે તેના નાનાજી રાજશેખરન અથવા રાજુ મુદલીયાર, જેમના નામ પરથી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું નામકરણ થયું હતું. તેઓ તેને દરરોજ અરૂણાચલેશ્વરના મંદિરે લઈ જતા હતા. તેના દાદા જયારે તેને મંદિરની આસપાસ લઈ જતા હતા, ત્યારે તેને ધાર્મિક વાર્તાઓ અને હિંદુ પુરાણોની કથાઓ કહેતા હતા.
નિત્યાનંદને પ્રહ્લાદ, ધ્રુવ અને માર્કડેયની વાર્તાઓમાં ખાસ કરીને અતિશય રસ પડતો હતો. હિંદુ પુરાણોમાં, પ્રહૂલાદ, ધ્રુવ અને માર્કડેયને તેમની બાલ્યાવસ્થાથી જ આધ્યાત્મિક્તા તરફ ગહન રીતે આકર્ષિત થયા હતા તેની કથા છે. તેઓ દિવ્યતાના સ્વરૂપો પર ધ્યાન કરવામાં જ પોતાનો બધો જ સમય વ્યતીત કરતા હતા અને તરૂણાવસ્થા પહેલાં જ એન્લાઈટેન્ટેન્ડ થઈ ગયા હતા. હિંદ્દ ધર્મશાસ્ત્રોમાં તેઓ મહાન ભક્તો તરીકે પૂજય ભાવ ધરાવે છે: ધ્રુવને અચળ તારા તરીકે પૂજવામાં આવે છે, જે સદાકાળથી એક જ જગ્યાએ એક જ દિશામાં અવિચળ પણે સ્થિર થયેલ છે. કિશોર નિત્યાનંદ માર્કેડેયની વીરતા અથવા પ્રહૂલાદની ભક્તિ અથવા ધ્રુવની વિશિષ્ટતાને માનભરી રીતે ચાહતો હતો.
બાળકના મનમાં આ વાર્તા ખૂબ જ ઊંડાણમાં છવાઈ ગઈ હતી. આ ધાર્મિક અને રહસ્યમય વ્યક્તિઓ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMની ભવિષ્યની પ્રવૃત્તિમાં પ્રેરણા મૂર્તિઓ, રોલ મોડલ બની ગઈ હતી. તેના દાદાજી તેના પહેલા ગુરુ હતા અને તેમની પાસેથી સાંભળેલી વાર્તાઓ, આધ્યાત્મિક્તાના શિક્ષણમાં તેના પહેલા આનંદદાયક પાઠો હતા.
પરી લગની અને ઉત્સાહથી સળંગ કામ કર્યા પછી તેણે તેના મિત્રો અને કુટુંબીઓને તેના પૂજાઘરમાં આમંત્ર્યા. મૃર્તિઓની પૂજા કરી અને બધાને ગરમ ભાતનો પ્રસાદ વહેંચ્યો. પૂજાઘરનો એક ક્ષણિક વિચાર થોડા જ સમયમાં જીવંત વાસ્તવિક્તા બની ગયો. તેની ઉંમરની બીજી કોઈ વ્યક્તિ માટે પૃજા ઘરને આકાર આપવો અને લોકોના જૂથ સાથે પૂજા સમારંભ કરવો એ ખુબજ કઠિન કામ ગણાય. બાળક THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM માટે આ કામ તેની ભગવાન પ્રત્યેની ગહન ઈચ્છાની આનંદભરી અભિવ્યક્તિ કરવા માટેનો સ્વાભાવિક પ્રયાસ હતો.
ભીતરમાં દિવ્ય આનંદ પ્રાપ્ત કર્યા પહેલાં અને પછી તેનું આ પાસું તેમનામાં બદલાયા વગર જ કાયમ માટે રહ્યું છે. આજે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM, આખી દુનિયામાંથી માત્ર વિચારની શક્તિથી લોકોને આશ્રમ અથવા કોઈ એક જગ્યાએ ભેગા કરે છે અને દિવ્ય આનંદ પ્રસરાવતા ભવ્ય સમારંભો ગોઠવે છે.
તેના પૂજાઘરમાં, તે દરરોજ ગહન અંત:કરણથી નિયમિત પૂજા કરતા. એક દિવસ, તેના પિતાજીને દોરી ઉપર સૂકવેલી તેમની ધોતી મળી નહીં; તેમણે આખા ઘરમાં ધોતીની શોધ કરી. તેઓ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જયાં તેના પૂજા ઘર પાસે બેઠો હતો, ત્યાંથી પસાર થયા, તો જોયું કે કિશોર THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ ધોતીના ત્રણ ટ્રકડા કરીને તેનો ઉપયોગ કરી નાંખ્યો હતો. એક ચોરસ ટૂકડો ચાદરની જેમ જમીન પર પાથર્યો હતો, બીજો પોતાની કમર પર વીંટાળ્યો હતો અને ત્રીજો ટૂકડો મૂર્તિઓની નીચે પાથર્યો હતો. તે પોતાની ધર્મ પત્ની સાથે છોકરાનો નિર્ભય આધ્યાત્મિક આવેશ આદર યુક્ત ભયથી નિહાળતા રહ્યા. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આજે એ બધું યાદ કરતા કહે છે કે તેણે જયારે પણ નવી નક્કોર ધોતીઓ આધ્યાત્મિક પ્રક્રિયાઓમાં વાપરી નાંખી ત્યારે તેના પિતાજીએ તેને ક્યારેય કશું જ કહ્યું નહોતું !