KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/પ્રકરણ - ૪Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

પ્રકરણ - ૪

વૃધ્ધિ પામતી ચેતના

બચપણથી જ, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનો આધ્યાત્મિક્તા તરફનો અનુરાગ ખૂબ જ સ્પષ્ટ હતો. તેઓ તેમની ત્રણ વરસની ઉંમર પહેલાની વાતો આ રીતે સમજાવે છે : તેની દાદીમાં ધાનકોટી અમ્માલ તેના પૌત્રની ખૂબ જ રસિયણ હતી. એક દિવસ તે તેને કોઈ ભેટ આપવા માંગતી હતી. જેવી તેણે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM સામે તેની ઝવેરાતની પેટી ખુલ્લી કરીને, THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને કહ્યું કે તને આમાંથી જે ચીજ ગમે તે તું લઈ લે. તેની દાદીમાંના આશ્ચર્ય વચ્ચે તેણે કોઈપણ જાતના ખચકાટ વગર રૂદ્રાક્ષની માળા લઈ લીધી હતી.

રૂદ્રાક્ષની માળા પવિત્ર રૂદ્રાક્ષવૃક્ષના બીજને એક દોરીમાં પરોવીને બનાવવામાં આવે છે અને તેને આધ્યાત્મિક્તામાં વિકસેલા લોકો તેમજ આધ્યાત્મિક મુમુક્ષુ લોકો ગળામાં ધારણ કરે છે. રૂદ્રાક્ષનો શાબ્દિક અર્થ 'શિવના આંસુ' થાય છે. અને તે તેના પર રહેલા પાસાઓના આધારે ઘણાં સ્વરૂપોમાં આવે છે. મેડિટેશન દરમ્યાન પેદા થતી શક્તિનો સંગ્રહ કરવા માટે રૂદ્રાક્ષ બેટરી જેવી સેવા આપે છે અને તેને ધારણ કરનારને જયારે જરૂર ૫ડે ત્યારે રિચાર્જડ (શક્તિસ્કૂર્ત) કરે છે. બીજા કોઈ પણ સામાન્ય બાળકે પેટીમાંથી કોઈ ચમકતી ચીજ ઉંચકી હોત; એવી કોઈ ચીજ જેને જોવાથી આકર્ષણ થાય; તેમ છતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ સીધી જ રૂદ્રાક્ષની માળા પસંદ કરી હતી.

બાળક તરીકે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને દેવ-દેવીઓની મૂર્તિ અને ફોટાઓ સાથે જ રમવું ગમતું હતું. જેવી રીતે બીજા બાળકો રમકડાં અને ઢીંગલાન્ઢીંગલીઓ સાથે રમતા હોય છે. તેણે આ મૃર્તિઓ ભેગી કરીને, મંદિરની મૃર્તિઓ સાથે સાંકળીને લાકડા, નરમ પથ્થર અને ભીની માટીમાંથી તેની મૂર્તિઓ બનાવવાનું શીખી લીધું હતું. તેણે બનાવેલી અને જેની સાથે તે રમ્યા હતા અને પૃજા કરી હતી એવી મૃર્તિઓમાંથી અમુક મૃર્તિઓ અત્યારે ભારતમાં બેંગ્લોર ખાતેના આશ્રમમાં પ્રદર્શિત કરેલી છે.