KAILASA Library/નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)/ભગવાનનો ખ્યાલ વાસ્તિવકતા કેવી રીતે બની શકે ?Sign in
નિત્યાનંદ ગ્રંથ (Nithyananda Granth)

ભગવાનનો ખ્યાલ વાસ્તિવકતા કેવી રીતે બની શકે ?

આપણાંમાંના મોટાભાગના માટે ભગવાન એક વાસ્તવિક્તા નથી, એક ખ્યાલ છે. માણસ તરીકે આપણામાં જે લાક્ષણિક્તાઓની ઉણપ હોય, તે લાક્ષણિક્તાને આપણે ભગવાન રૂપે જાણીએ છીએ. જ્યારે આપણે જેવું ઈચ્છતા હોઈએ એવું ના બને ત્યારે આપણે ભગવત્તાનો સ્વીકાર કરીને તેને શરણે જવાને બદલે તેનો ઈન્કાર કરીએ છીએ.

સાચી ભક્તિ, કે જેમાં જીવનને જેવું છે તેવું તેનો સંપૂર્ણ સ્વીકાર હોય છે અને વ્યક્તિની કોસ્મિક શક્તિ આગળ સંપૂર્ણ શરણાગતિ હોય છે, જે ભગવાનની અનુભૂતિને વાસ્તવિકતા તરફ દોરી શકે છે અને દોરી જાય છે. આવું કદાચ સાકારની ભક્તિ અને ભક્તિની વિધિઓથી વધારે સરળતાથી બની શકે છે. આમાં વ્યક્તિ એ સત્ય બાબતમાં જાગૃત હોવી જોઈએ કે સાકાર મૂર્તિ નિરાકાર શકિતનું જ પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર બૌધ્ધિક વ્યક્તિ માટે આ વાત મગજમાં ઉતારવી મુશ્કેલ હોય છે.

આધ્યાત્મિકતા વિજ્ઞાનથી પર છે, ઘણી બધી ઉપર છે. આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકે કહ્યું છે કે, "જ્યાં વિજ્ઞાનનો અંત આવે છે, ત્યાંથી આધ્યાત્મિક્તાની શરૂઆત થાય છે. '' બ્રહ્માંડના સર્જન માટેના આજ સુધી કોઈ સાબિત થયેલા વૈજ્ઞાનિક પુરાવા કે ખુલાસા મળ્યા નથી. અનુમાનના આધારે હજારો સિધ્ધાંતો છે; બિગ બેન્ગ સિધ્ધાંત, આદિકાળના રસનો સિધ્ધાંત, એલિવનોએ સર્જન કર્યું છે એવો સિધ્ધાંત અને બીજા એવા ઘણાં; પરંતુ એક પણ સિધ્ધાંતને હકીકતોનો ટેકો નથી અથવા સાબિત કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા નથી.

આધ્યાત્મિક્તા કહે છે કે બ્રહ્માંડ હંમેશા પહેલેથી જ હતું અને સતત રહેશે.