અભિરુચિના છૂટા છવાયા બનાવો
બચપણનો એક બનાવ જેને ફરીથી યાદ કરતાં THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM આનંદીત થઈ જાય છે તે નીચે મુજબ છે.
તહેવારોના દિવસો દરમ્યાન. તિરૂવત્રામલાઈ જેવા નાના શહેરમાં સ્થાનિક જથો જેઓ અભિનેતાઓ જાહેર થયેલા હોય છે, તેઓ નાટકો કરવા આગળ આવે છે. સામાજિક બંધનોને લીધે આ બધા નાટકોમાં સ્ત્રીઓ કામ કરી શકતી ના હોવાથી પુરુષો જ સ્ત્રી પાત્રો ભજવતાં હોય છે. આવા નાટકો મોટેભાગે બાળકો અને જેમને કોઈ કામકાજ ના કરવાનું હોય તેવી મોટી ઉંમરની સ્ત્રીઓ જોવા આવતી હોય છે.
આવા નાટકોમાં મહાભારતની કથા, જેમાં બે રાજયકર્તા પિતરાઈ ભાઈઓ વચ્ચેની તિરાડ મહાન યુદ્ધમાં પરિણામે છે અને તેની શરૂઆતમાં ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતાના સનાતન સત્યનું ઉદ્દુબોધન કર્યું હતું. આ મહાભારતના દેશ્યોમાં સૌથી વધુ શક્તિશાળી દેશ્યો દ્રૌપદી, જે પાંચ પાંડવોની પત્ની છે, તેને લગતાં છે. આવા એક દેશ્યમાં પાંડવોના કાયમી દુશ્મનો અને પિતરાઈઓ એવા કૌરવો રાજસભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરે છે.
આ નાટકમાં દ્દુ:શાસન જે કૌરવ રાજકુમાર છે, એ ધૂર્ત ખલનાયક છે. તે દ્રૌપદીનું અપમાન કરે છે અને રાજરાણીનું ભયંકર અપમાન કરવાનો પ્રયત્ન કરે છે. દ્રૌપદીના પતિઓ પાંડવો અસહાય છે કારણ કે તેઓ તેને જુગારમાં હારી ગયા છે અને વચનથી બંધાઈ ગયા છે. દ્રૌપદી પાસે કુષ્ણા પાસે મદદ માગવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. વ્રૌપદી બચવાના બધા જ પ્રયત્નો છોડી દઈને અસહાય દશામાં આજીજી અને કાલાવાલા કરીને પોતાની જાતને કૃષ્ણને સમર્પિત કરી દે છે, અને ચમત્કારોનો પણ ચમત્કાર થાય છે, તેના શરીર પરથી જેટલી સાડી ખેંચાતી જાય છે તેટલી જ સાડી તેના શરીર પર અંતહીન રીતે આવતી જાય છે. થાકીને લોથપોથ થઈને, વિહ્યળ તેમજ ભયભીત થઈને દુ:શાસન સાડી ખેંચવાનું છોદી દે છે અને દ્રૌપદીની લાજ બચી જાય છે.
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMએ જે નાટક જોયું હતું. તેમાં વ્રૌપદીની ભૂમિકા પુરુષ કરતો હતો. આ માણસ સામાન્ય રીતે સાત સાડી પહેરતો હતો. અને એવી નિશાની આપવામાં આવી હતી કે જ્યારે દ્દુ:શાસન છઠ્ઠી સાડી ખેંચી લે ત્યારે દ્રૌપદીએ કૃષ્ણને મદદ માટે બૂમ પાડવાની હતી. પછી કૃષ્ણા તખ્તા પર કૂદકો મારીને આવે અને દ્રૌપદીની લાજ બચાવી લે.
એ કમનસીબ દિવસ, વ્રૌપદીએ તૈયાર થતી વખતે ભૂલમાં સાતને બદલે માત્ર છ જ સાડી પહેરી હતી. સ્ટેજ પર આવ્યા પછી એકાએક તેને આ ભૂલનો ખ્યાલ આવ્યો અને તેણે રડતાં દુઃશાસનને વિનંતી કરવા માંડી કે મને જવા દે. વ્રૌપદીના દ્રઢતાપૂર્વકના વિરોધ છતાં પણ દુ:શાસન છવી સાડી ખેંચી લેવાનો જોરથી પ્રયાસ કરવા માંડ્યો જે ખરેખર છેલ્લી સાડી હતી. વ્રૌપદીએ તેને લાતો મારી અને કરગરી પરંતુ દુઃશાસન પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યો હતો અને તેની સાડીની ગણતરી સાચી હતી. આ સમયે કૃષ્ણાની ભૂમિકા ભજવનાર અભિનેતા પડદા પાછળ સીગારેટ ફૂંકી રહ્યો હતો. અને દ્રૌપદી ઉપર જે વીતી રહ્યું હતું તેનાથી તદન અજાણ હતો !
અંતે દુ:શાસન છઠ્ઠી સાડી ખેંચી લેવામાં સફળ થયો. દ્રૌપદી અર્ધી ચડી અને ટૂંકું બ્લાઉઝ પહેરીને સ્ટેજ પર ઉભી હતી. કોઈપણ જાતનો વિરોધ કર્યા વગર જ ઝડપથી દ્રૌપદીએ બૂમ પાડીને કહ્યું, "ઓહ કૃષ્ણા મેં તમને ઘણી બધી વખત પોકાર કર્યો અને થાકીને બોલાવવાનું બંધ કરી દીધું. આ શેતાન દુ:શાસને મને નિર્વસ્ત્ર કરી એ જાહેરમાં શરમ જનક સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું તમારી ખૂબ ખૂબ આભારી છું કે તમે મારી લાજ રાખવા માટે મને પુરુષમાં પરિવર્તિત કરી દીધી."
માસ્ટર જયારે આ વાર્તા કહે છે ત્યારે ખડખડાટ હાસ્યથી આખા હલી જાય છે. આ વાર્તાઓ સાથે તેમને સંબંધિત થતા નિહાળવા અને તેઓ પોતાના બચપણના અનુભવોને અભિવ્યક્ત કરે તે જોવું, તેમજ નાનામાં નાની વિગત પણ ભૂલ્યા વિના કહેતા સાંભળવા એ એક લ્હાવો છે.
ક્યારેક જ તેઓ તેમના માતા-પિતા સાથે જોયેલી એક માત્ર ફિલ્મ વિષે વાત કરે છે. તે તિરૂવશ્રામલાઈના બાલાસુબ્રહમનીઅન સિનેમા ઘરમાં બનાવવામાં આવી હતી. જેનું નામ હતું 'મુદલ મારી પાડાઈ' અર્ધી ફિલ્મ જોતાં સુધીમાં તેમણે કહ્યું કે તેમાંનાં લોહીયાળ દ્રશ્યો જોઈને તેમને આધાત લાગી ગયો હતો. તેઓ થિયેટરમાંથી બહાર નીકળી ગયા હતા. આ પહેલા THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ભય વિષે કશું જાણતા જ નહોતા હવે તેમને લાગે છે એ વખતે ભય તેમની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેઓ આ બાબતથી સચેત બની ગયા હતા અને તેથી જ થિયેટરમાંથી બહાર આવી ગયા હતા. એ પછી તેમણે એમના સમગ્ર બચપણ દરમ્યાન ક્યારેય ફિલ્મ અથવા ટેલિવિઝન જોયું નહોતું.
આપણે જયારે ફિલ્મ અથવા ટેલિવિઝન જોઈએ છીએ ત્યારે તેમાં દર સેંકડે બતાવાતી ફ્રેમો સીધે સીધી આપણા અભાન મનમાં ઊતરી જાય છે. ૨૦ મિનિટથી વધારે સમય સુધી ભયાનક અથવા હતાશ કરનારી ફિલ્મ જોવાથી તે આપણો મૂડ પણ એવો જ બનાવી દે છે; વારંવાર આવી ફિલ્મો જોવાથી અજાણતાં જ આપણું ચારિત્ર્ય પણ એવું જ થઈ જાય છે. માટે બાળકો માટે, જેમના મન ખૂબ જ કોમળ હોય છે અને સરળતાથી પ્રભાવિત થઈ જતાં હોવાથી, તેમને હિંસાત્મક અથવા ભયાનક ફિલ્મો જોવા દેવી ખૂબ જ જોખમી બાબત છે. પુખ્ત વયના લોકોએ પણ નકારાત્મક કથા વસ્તુવાળી ટેલિવિઝન શ્રેણી અથવા ફિલ્મ એક ધારી ૧૫ મિનિટથી વધારે સમય સુધી જોવી જોઈએ નહીં.
સાધુ અને બાળક
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ગ્રંથ - ૧
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM જેમ જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ક્યારેક તેમની અદભત શારિરીક શક્તિ તેમની ક્રિયાઓમાં દેખા દેતી. એક વખત તેઓ તેમના કાકા-કાકીઓ પિતરાઈઓ અને બીજા સંબંધીઓ સાથે તિરૂપતિની યાત્રાએ ગયા હતા. તેઓ તેમના નિયમ પ્રમાણે વહેલી સવારે પૂજા પાઠ કરવા માટે ત્રણ વાગ્યે જાગ્યા. તેઓ જયારે પૃજામાં મગ્ન થઈ ગયા હતા એ વખતે તેમના ક્રોધિત સંબંધીએ ઊંઘમાં સતત થઈ રહેલી ખલેલ વિષે ફરીયાદ કરી. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM શાંતિથી પેલા માણસ પાસે ગયા, તેને ગળામાંથી પકડીને ઊંચો કર્યો અને એવી ધમકી આપી કે મારી પજામાં ખલેલ પહોંચાડીશ તો ઉચકીને નીચે ફેંકીને પતાવી દઈશ, આટલું કહીને તેઓ ગંભીરતાથી પાછા ફરીને ભક્તિમાં લાગી ગયા ! આ ઘટના પછી તેમની સાથે અસહમત થતા સંબંધીઓએ છોકરાની પ્રવૃત્તિઓની ટીકા કરવાનું છોડી દીધું.!
જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમ તેમ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMનું આ અમાપ બળ તેમની તીવ્ર આધ્યાત્મિક શોધખોળમાં કેન્દ્રિત થતું ગયું. એક દિવસ તેઓ તેમના પિતરાઈ સાથે હતા જેને તેની કાકી બાબતમાં કંઈક ડખલ હતી. આ ધમાલમાં તેમના પિતરાઈએ કોઈ ભારે વસ્તુ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM તરફ કેંકી જે સીધી તેમના કપાળ પર વાગી અને ત્યાં ઊંડો ઘા પડી ગયો તેમજ ખૂબ જ લોહી નીકળ્યું. આ બનાવ પછી કહેવાય છે THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ખૂબજ નરમ સ્વભાવના થઈ ગયા હતા અને તેમના સંબંધીઓએ રાહતનો દમ લીધો હતો. વરસો પછી THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને જાણવા મળ્યું હતું કે આકસ્મિક રીતે પડી જવાથી વિવેકાનંદને પણ પોતાની આંખની ભ્રમર ઉપર આવો જ ઘા પડ્યો હતો. એ વખતે વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસે આ બનાવ વિષે સ્પષ્ટતા કરી હતી, કે એ ઘા નહોતો પડ્યો પરંતુ યુવાન વિવેકાનંદમાં જે અમાપ બળ હતું એ બળનો ભાર ઉઠાવવાનું તેના ભૌતિક શરીર માટે વધારે પડતું હતું. કુદરતની કરામતો ખરેખર વિચિત્ર હોય છે !
છે. તેઓ વારંવાર, આપણને અણાધારી રીતે જ બાળક જેવા તેમના વર્તનર્થ નવાઈમાં ડ્રબાડી દે છે. એક વખત, કોઈ ગંભીર બાબત પર ચર્ચા કરતાં કરતાં હું એક ભક્ત
THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMમાં રહેલ બાળક દરેક અવસરે મુક્ત થવાની રાહ જોઈ રહ્યો હોય
તરફથી મળેલી ભેટનું બોક્સ ખોલી રહ્યો હતો, જેમાં બેટરીથી ચાલતાં રમકડાં હતા. મને એવી સૂચના મળી હતી કે રમકડાંઓમાં બેટરી ફીટ કરીને THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMને આપી દેવાં. જેવો તેમણે મને બેટરી ગોઠવતા જોયો કે તરત જ મારા હાથમાંથી બેટરી અને રમકડાં ખેંચી લેતા કહ્યું, 'ખરી મજા બેટરીઓ ફીટ કરવામાં જ છે.!'
ગંભીર બાબતની ચર્ચા, તેમની રમકડાંઓની ચાવીઓ ચાલુ અને બંધ કરવામાં અને તેના અવાજોમાં અધૂરી જ રહી ગઈ.
તેમના હાથમાં રમકડાં સોંપતી વખતે મેં કહ્યું હતું. કદાચ આ રમકડાં કોઈ અનાડી માટે અહીં મોકલવામાં આવેલા છે. મેં આશ્રમના આઠ વરસની ઉંમરના સૌથી નાના શિષ્યના સંદર્ભમાં કહ્યું હતું. તેમણે રીસમાં મોં મચકોડ્યું અને પ્રતિભાવ આપ્યો, 'તે આવું કેમ કહ્યું ? આ રમકડાં તો મારા માટે છે יי
અલબત્ત થોડા કલાકોની રમત પછી એ રમકડાં પેલા અનાડી શિષ્ય પાસે જ પહોંચી ગયા હતા !
આવી ક્ષણોમાં તેમને નિહાળવા એ આપણાં માટે શીખવાનો મહાન અનુભવ બની જતો હોય છે. જો કોઈ એન્લાઈટેન્ડ માસ્ટર, પોતાની આ
હરકતોથી બીજા લોકો શું કહેશે કે વિચારશે તેની બિલ્ફલ ચિંતા વગર જ; સંપૂર્ણપણે આત્મસ્ફર્ત રીતે, બાળકની જેમ નિર્દોષપણે વર્તન કરી શકે છે, તો પછી બાકી આપણે બીજા લોકો શું કહેશે તેનો ડર રાખીને શું કામ જીવવું જોઈએ ?
હજુ આજે પણ તેમનું વર્તન ઘણી બધી રીતે તેમના બાળપણના અનુભવો જેવું જ વિસ્મયકારક સરળ અને આત્મસ્કુર્ત તેમજ નિખાલસ છે.